॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
ગઢડા પ્રથમ-૨૩: પાણીનો ઘડો ઢોળ્યાનું, સ્થિતિમાં રહેવાનું
મહિમા
ઘોઘાવદરમાં જાગા ભક્તે વચનામૃત ગઢડા પ્રથમ ૨૩, વચનામૃત ગઢડા મધ્ય ૩૦ તથા ૪૫ અને વચનામૃત અમદાવાદ ૨ તથા ૩ વાંચ્યાં. આ પાંચ વચનામૃત સાંભળી ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા, “અહો! આ વચનામૃત તો જાણે સાંભળ્યા જ નહોતાં.” એમ કહી ફરી વંચાવ્યાં.
પછી ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા, “આ વચનામૃત સાંભળતાં એમ જણાણું જે કોટિ કલ્પ સુધી એમ કર્યા વિના છૂટકો નથી. તે આપણે તો કર્યા વિના છૂટકો નથી, પણ આચાર્ય હોય કે ભગવાનનો પુત્ર હોય કે ઈશ્વર હોય કે નાના-મોટા ભગવાન હોય, તેમને પણ એમ કર્યા વિના છૂટકો નથી. કેમ જે, તે પણ મહારાજનો જ મત છે.”
In Ghoghāvadar, Jāgā Bhakta read five Vachanāmruts: Gadhadā I-23, Gadhadā II-30, Gadhadā II-45, Amdāvād-2 and Amdāvād-3. Extremely pleased with his selection of Vachanāmruts, Gunātitānand Swāmi said, “Oh, ho! It’s like I had never heard these Vachanāmruts. Please read them again.” Jaga Bhakta read them again.
Gunātitānand Swāmi then said, “Listening to these Vachanāmruts, it is clear that without imbibing these principles in our lives, no liberation is possible in infinite years. This is true not only for us, but one may be an āchārya, or the son of God, or an ishwar, or some minor or major god, but liberation is impossible without imbibing these principles. Why? Because this is also Mahārāj’s principle (to become brahmarup by associating with Aksharbrahma and worship Parabrahma).”