॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
ગઢડા અંત્ય-૨: સર્વે અર્થ સિદ્ધ થયાનું, પ્રગટ ગુરુરૂપ હરિનું
નિરૂપણ
ગુણાતીતાનંદ સ્વામી કહે, “સંત છે ત્યાં નિયમ છે, ધર્મ છે, જ્ઞાન છે. ને સંત છે ત્યાં અનંત ગુણ છે અને ભગવાન પણ ત્યાં જ છે ને તેથી જીવ પવિત્ર થાય છે. તે ‘વચનામૃત’માં કહ્યું છે જે, તપ, ત્યાગ, યોગ, વ્રત, દાન એ આદિક સાધને કરીને ભગવાન કહે, તેવો હું વશ થાતો નથી જેવો શુદ્ધ અંતઃકરણવાળા સાધુને સંગે કરીને રાજી થાઉં છું. ને આ સત્સંગ મળ્યો છે તેના પુણ્યનો પારાવાર નથી. અજામેળ મહા પાપી હતો પણ તેને સનકાદિક મળ્યા ને પગે લાગ્યો ને કહે કે મારાથી તો કાંઈ થાય નહીં. ત્યારે સાધુ તો દયાળુ છે તે છોકરાનું નામ ‘નારાયણ’ પડાવીને પણ મોક્ષ કર્યો.”
Gunātitānand Swami says, “Where there is the great Sadhu, moral codes are observed, dharma is practiced and spiritual wisdom is attained. Also, where there is the Sadhu there are infinite virtues, and also God. So, as a result, the jiva becomes divine. In the Vachanāmrut, it is noted that God has said, ‘I am not as pleased by austerities, renunciation, yoga, observance of vows, donations or other endeavors as I am by the association of a Sadhu of complete inner purity.’ Having attained this satsang, the merits are limitless. Ajāmil was a grave sinner, but he met Sanakādik, bowed to them and said, ‘I will not be able to do anything.’ But sadhus are compassionate, so they named his son Nārāyan, and in this way he attained moksha.”
છેલ્લા પ્રકરણનું બીજું વચનામૃત વંચાવીને ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી જે, “મહારાજ વિના બીજામાં માલ માને છે ને બીજું જોવાને ઇચ્છે છે તે તો સૂર્યની આગળ દીવો કરે તેવો છે ને સત્સંગી જ ક્યાં છે? ને આ વાત સમજાશે ત્યારે ગાંડા થઈ જવાશે ને ગાંડા નથી થવાતું તે તો ભગવાનની ઇચ્છા છે. ને એકાંતિકનો સંગ મળવો દુર્લભ છે ને ભગવાનથી કામ થાય તેટલું એકાંતિકથી થાય છે, કારણ કે બધાને ભગવાનનો જોગ રહે નહીં તેથી એકાંતિકનાં લક્ષણ સમજવાં.”
After having Vachanāmrut Gadhadā III-2 read, Gunātitānand Swāmi said, “One who sees worth in anything else except Mahārāj, and desires to see something else (e.g. other wonders) is like one who lights a small lamp before the sun. Could he be called a satsangi? When this talk is understood, one will become mad. The fact that one does not become mad after understanding God’s glory is due to God’s will. To attain the company of the Ekāntik Sant is rare. All the work that God can do can be done by him. Not everyone has the company of God. Therefore, understand the virtues of the Ekāntik Sant.”
ઑગસ્ટ, ૧૯૬૧, મુંબઈ. એક સવારે કથામાં વચનામૃત ગઢડા અંત્ય ૨ સમજાવતાં યોગીજી મહારાજ કહે, “મહારાજ ધારત તો બધાને સમાધિ કરાવી તેજ દેખાડત, પણ ન બતાવ્યું ને સમ ખાધા, કારણ કે જો બતાવે તો ગાંડા થઈ જાય. બહેકી જાય. મહારાજ કહે, ‘અમને દેખાય છે, એટલે સમ ખાઈએ છીએ.’”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૨૨૦]
August 1961, Mumbai. One morning, Yogiji Mahārāj explained Vachanāmrut Gadhadā III-2 saying, “If Mahārāj willed, he would have placed everyone into samādhi and shown them the radiance (of Akshardham); however, he did not do so and swore (by the assembly of sadhus) instead (to believe this assembly is divine). The reason (for not showing radiance) was that everyone would become mad and divert from the path. Mahārāj says, ‘We are able to see the divinity; hence, we are swearing by the assembly.’”
[Brahmaswarup Yogiji Mahārāj: 3/220]
તા. ૧૫/૧/૧૯૬૭, મુંબઈ. કપોળવાડીમાં પૂજા બાદ યોગીજી મહારાજ વચનામૃત ગઢડા અંત્ય ૨ સમજાવતાં કહે, “આ વચનામૃતમાં મહારાજે ગુણાતીતને ઓળખાવ્યા. સત્પુરુષની ઓળખાણ પડે તે માટે લાંબી વાત કરવી પડે. મહારાજને બધા સદ્ગુરુ જ સમજતા! એક ગુણાતીત સદ્ગુરુ ન સમજે. હમણાં વાત કરે કે ‘સમુદ્રને કિનારે પાંચ પાંડવ આવ્યા છે. પાંચ હાથ લાંબા!’ તો સૌ દોડે. રાજકોટમાં નળ તૂટ્યો ને ખબર ન રહી તો કહે, ‘ગંગા ફૂટી!’ બધા દોડ્યા. જામનગરમાં મુસલમાન ક્ષય મટાડે છે તો બધા દોડ્યા! પણ અક્ષરધામના ગુણાતીત અહીં બેઠા છે તે આશ્ચર્ય નથી થાતું. બાપનો વંશ દીકરો, મહારાજનો વંશ સત્પુરુષ. એકલા મહારાજને સમજે તો શું વાંધો? ના, તેમના ભેગા સત્પુરુષને સમજાવવા પડે. અત્યારેય ગુણાતીત નથી સમજાતા. દિશમોડ છે તે ઉગમણું, આથમણું ક્યાંથી સૂઝે? સમીપમાં રહે ને મનુષ્યભાવ ન આવે તેવા થોડા.” આમ, મર્મસભર વાતો કરી.
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૩૭૬]
January 15, 1967, Mumbai. After completing his morning pujā in Kapolvādi, Yogiji Mahārāj explained Vachanāmrut Gadhadā III-2, “In this Vachanāmrut, Mahārāj has pointed everyone in the direction of Gunātit. One has to talk for a long time to help one recognize the Satpurush. Everyone understood Mahārāj to be a sadguru! Only Gunātit did not understand as such. If someone came and said, ‘All five Pāndavas have arrived at the seashore, as tall as five arms!’ Everyone would run. Once, a faucet burst in Rājkot and without investigating what happened, someone exclaimed, ‘Ganga erupted.’ (i.e. the water of Ganga erupted from the ground there). Everyone ran (to see it). Everyone ran to the Muslim in Jāmnagar who [claimed that] he could cure tuberculosis! However, no one is astonished that the Gunātit, who hails from Akshardhām, sits here. Just as a son is the successor of his father, the successor of Mahārāj is the Satpurush. What is wrong in recognizing just Mahārāj? No! One has to understand the Satpurush along with him. Even today, one cannot understand Gunātit. How can one discern north or east if one has lost all sense of direction? There are only a few who remain close yet do not perceive any human traits.” In this way, Swāmishri spoke very meaningfully.
[Brahmaswarup Yogiji Mahārāj: 4/376]
યોગીજી મહારાજે અંત્ય-૨ સમજાવતાં કહ્યું, “અનાદિ સત્પુરુષ કોણ છે? ગુણાતીત. સત્પુરુષના યોગે કરીને સંસ્કાર થાય છે. એવા સંતનો સંગ મળ્યો છે તો પણ જેમ છે તેમ નથી સમજાતું તે અતિશય મંદબુદ્ધિવાળો. કીડી સાકરના કોથળામાં ચડી જાય તો સાકર ખાતી ખાતી કાશી પહોંચી જાય. માટે આપણે કોથળામાં બેસી જાવું. મહારાજ કહે છે, ‘આ સભા સામાન્ય નથી. ગોલોક, વૈકુંઠથી અધિક માનું છું.’ તપ, ત્યાગ ને વર્તમાન પાળવાં. મૂર્તિ સામું જોઈ રહેવું. પોતાના સ્વરૂપને બ્રહ્મ માનવું ને દર્શન કરવું તે સેવા છે. આપણને ન મનાતું હોય તેથી સમ ખાય છે. બધાને પ્રકાશ યુક્ત દેખું છું. તે શું? તેજ-ભડકો નહીં, સંબંધે કરીને. નહીં તો મનુષ્યભાવ આવી જાય.”
[યોગીવાણી: ૧૨/૩૪]
While explaining Vachanāmrut Gadhadā III-2, Yogiji Mahārāj said, “Who is the eternal Satpurush? The Gunātit Sant. One attains sanskārs through the association of the Satpurush. One who has attained the association of such a Sant, yet cannot understand his greatness as it is has an extremely dull intellect. An ant that climbs into a bag of sugar crystals will merrily keep eating them all the way to Kāshi. Similarly, one should sit in this bag (in the form of the Satpurush). Mahārāj says: ‘This is not an ordinary assembly. I regard this spiritual assembly higher than Golok, Vaikunth, etc.’ One should perform austerities, observe renunciation and religious vows. One should focus on the divine form of God. One should believe oneself to be Brahma and do darshan - this is service in itself. We may not believe what has been said; thus Mahārāj swears. I (Mahārāj) see everyone resplendent with divine light. What do we mean by that? It does not mean a blaze of light, but it means due to one’s association with God. Otherwise, we would perceive manushyabhāv.”
[Yogi Vāni: 12/34]
૨૩/૬/૧૯૬૨, મુંબઈ. બપોરની સભામાં વચનામૃત ગ. અં. ૨ વંચાવતાં કહે, “સત્સંગ એટલે સત્પુરુષ. સત્પુરુષનો સંગ થાતાં પહેલાં આત્મનિષ્ઠા, પતિવ્રતાપણું ને દાસત્વ ત્રણ મારગ આવે તો વચલો – ડાબો – જમણો કયે માર્ગે જવું તેમાં ડખો, વિભ્રાંત થઈ જવાય. કોઈ બતાવે તો વિભ્રાંત મટી જાય. તેમ સત્પુરુષ મળ્યા પછી તમારું અંગ પતિવ્રતાપણું કે આત્મનિષ્ઠા કે દાસત્વ એમ કહે, તે વિશ્વાસથી વિભ્રાંતપણું ટળે.
“ક્રોધથી વિભ્રાંત થઈ જવાય. સગા ભાઈને કોદાળી મારે. લોભે પૈસો ભેગો કરવો છે. તેમાં પણ એવું. મોટાપુરુષને પૂછવું, ‘મારું કયું અંગ છે?’ પછી તે માર્ગે ભક્તિ કરવી. હરિભક્તોને જમાડ્યા કરવા. અંગમાં રહી ભક્તિ કરે, કામાદિક ક્ષીણ પડી જાય. ‘હું સહજાનંદનો દાસ છું.’
“અનાદિ સત્પુરુષ કોણ છે? ગુણાતીત. સત્પુરુષના યોગે કરીને સંસ્કાર થાય છે. એવા સંતનો સંગ મળ્યો છે; તો પણ જેમ છે તેમ નથી સમજાતું તે અતિશય મંદબુદ્ધિવાળો. કીડી સાકરના કોથળામાં ચડી જાય તો સાકર ખાતી ખાતી કાશી પહોંચી જાય. માટે આપણે કોથળામાં બેસી જાવું. આ સભા સામાન્ય નથી. ગૌલોક, વૈકુંઠથી અધિક માનું છું. તપ, ત્યાગ ને વર્તમાન સામું જોઈ રહેવું. પોતાના સ્વરૂપને બ્રહ્મ માનવું ને દર્શન કરવું તે સેવા છે. આપણને ન મનાતું હોય તેથી સમ ખાય છે. બધાને પ્રકાશે યુક્ત દેખું છું. તે શું? તેજ-ભડકો નહીં. સંબંધે કરીને. નહીં તો મનુષ્યભાવ આવી જાય.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૩૬૨-૩૬૩]
June 23, 1962. Mumbai. In the afternoon discourse, Yogiji Mahārāj had Gadhadā III-2 read and said, “Satsang means Satpurush. Before acquiring the association of the Satpurush, one encounters three paths - the three inclinations (ātmā-realization, vow of fidelity, and servitude). Toward which one of these should one turn? One becomes confused (not knowing which of these three is their inclination). If someone showed them, then one’s confusion would be cleared. The Satpurush shows one which is their inclination and their confusion is cleared by trusting his words.
“One becomes deluded by anger. One would hit their own brother with an ax (being deluded with anger). One accumulates wealth due to greed. One would commit a similar sin being deluded by greed. One should ask the Motā-Purush, ‘Which is my inclination?’ Then one should offer bhakti in that direction. When one offers bhakti remaining within their inclination, then lust, etc. become weak. ‘I am a servant of Sahajānand.’
“Who is the eternal Satpurush? The Gunātit Sant. One attains sanskārs through the association of the Satpurush. One who has attained the association of such a Sant, yet cannot understand his greatness as it is has an extremely dull intellect. An ant that climbs into a bag of sugar crystals will merrily keep eating them all the way to Kāshi. Similarly, one should sit in this bag (in the form of the Satpurush). Mahārāj says: ‘This is not an ordinary assembly. I regard this spiritual assembly higher than Golok, Vaikunth, etc.’ One should perform austerities, observe renunciation and religious vows. One should focus on the divine form of God. One should believe oneself to be Brahma and do darshan - this is service in itself. We may not believe what has been said; thus Mahārāj swears. I (Mahārāj) see everyone resplendent with divine light. What do we mean by that? It does not mean a blaze of light, but it means due to one’s association with God. Otherwise, we would perceive manushyabhāv.”
[Brahmaswarup Yogiji Mahārāj: 3/362]