॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ-૫૬: પોલા પાણાનું

નિરૂપણ

૨-૬-૬૫, અડાસ. ચુનીભાઈને ત્યાં સાંજે કથામાં વચનામૃત ગઢડા પ્રથમ ૫૬મું વચનામૃત વંચાવી યોગીજી મહારાજ કહે, “આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની – ચારેને નિશ્ચય તો સરખો જ હોય; પણ સમજણમાં ફેર રહી જાય. જ્ઞાની કઈ રીતે શ્રેષ્ઠ? તે બ્રહ્મસ્વરૂપે વર્તે, દેહરૂપે ન વર્તે. ને બીજા ત્રણને કામના રહી જાય. કાચપ રહી જાય.

“ગુણ-અવગુણ આવ્યા કરે તે કાચ્યપ. કામના-ઇચ્છા રાખવી તે બહુ મોટી ખોટ. હવે ગુણમાં દોષ બતાવે છે. ‘મારા જેવો તીવ્ર વૈરાગ્ય કોઈને નહીં!’ થયું. અહંકાર આવ્યો. મણમાં આઠ પાંચ શેરીની ભૂલ! એનું અંગ વૃદ્ધિ ન પામે. માનનો ઘાટ થયો.

“બીજો હોય તે બેસી ન રહે, સેવા કરે. વિચારનું બળ રાખે. નમ્યો તે સૌને ગમ્યો. સહન કરવું તે સાધુતાનો ગુણ. કોઈ પ્રકારે માન ન રાખવું. ચુનીભાઈ માસ્તર એવા છે. બહુ નિર્માની. સેવા ડબલ કરે. પોતાના હૃદયમાં જોવું. માન એક અને ધણી ઝાઝા. તેમાં આઘુંપાછું થાય છે.

“ભેગ ભળ્યો! માન હોય તે ઉપરથી સારું દેખાય, પણ ભીડો પડે ત્યારે – ‘મારાથી નહીં ખમાય...’ (એમ થાય) માન ન હોય તેની ભક્તિ ઉપરથી ન જણાય. નિર્માની પણ બળવાન છે. નિર્માનીપણે વર્તે તે શ્રેષ્ઠ છે. બાળકને ધખો-વઢો તો મનમાં કાંઈ ન થાય. બાળકની પેઠે માન રહિત વર્તવું.”

†ચાલીસ શેરનો એક મણ થાય. એમાંથી આઠ પાંચશેરી બાદ કરતાં કશું ન વધે. અર્થાત્ નાસ્તિકને મતે કલ્યાન છે જ નહિ. (સ્વામીની વાતો: ૩/૭૧) સ્વામીશ્રીનો કહેવાનો ભાવાર્થ એ છે કે ગુણનું માન આવ્યું તો તે ગુણ દોષરૂપ થઈ જાય છે.

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૭૩]

June 2, 1965, Adās. During the evening discourse at the house of Chunibhāi, Yogiji Mahārāj had Vachanāmrut Gadhadā I-56 read and said, “The four types of devotees - ārta, jignāsu, arthārthi and gnāni - all have the same conviction but their understanding differs. Of theses, why is a gnāni the best? He behaves as brahmaswarup, not as the body; whereas, desires and imperfections remain in the other three.

“Perceiving flaws in others is a deficiency. To keep desires other than God is a great deficiency. Now, [Mahārāj] describes how there are flaws in virtues. If one thinks, ‘There is no one who possesses the same level of detachment as me.’ This is arrogance of one’s virtue - a mistake of five 8-shers in one maund. It is a grave flaw and he will not progress, because of the thought of ego.

“On the other hand, [a true aspirant] will not remain complacent, but will continue to serve. He keeps strength of his thought. One who bows down to all is liked by all. To tolerate is the characteristic of a sadhu. Do not keep any trace of arrogance. Chunibhāi Master is humble. He serves twice as much. One must look within one’s heart. Ego is one and those who yearn for it are many; therefore, problems occur.

“Arrogance may appear good from the outside, but when difficulties arise, then one feels, ‘I cannot cope with this.’ The devotion of one who has no arrogance may not be superficially apparent. One who is humble is powerful. One who behaves humbly is the best. If you shout at children, their minds are not affected. Similarly, one should act in the same way as a child, putting one’s ego aside.”

† 40 shers = 1 maund. Hence, 5 × 8 shers = 1 maund. Subtracting 40 shers from 1 maund is equivalent to 0. (Swāmini Vāto: 3/71) Thus, Swamishri is explaining that arrogance of one’s virtue makes that virtue null.

[Brahmaswarup Yogiji Mahārāj: 4/73]

બીજા વિષય તો મુકાય પણ માન મુકાય તેવું નથી. તે ઉપર સૂકા હાડકાનું દૃષ્ટાંત દીધું કે તેને કીડી પણ ન ચડે, તેમ બ્રહ્મરૂપે વર્તે તો માન ન આવે. ને ગુણ હોય ને નિર્માની રહેવું એ તો બહુ જ કઠણ છે. તે પોલા પાણાના વચનામૃતમાં કહ્યું છે જે, માન ને ક્રોધ આવે ત્યારે બોલવા ન બોલવાનો વિચાર નથી રહેતો ને જે સર્વે કર્યું હોય તે બાળી મૂકે. ને અગીઆર કરોડ રૂદ્રે કામ બાળ્યો પણ ક્રોધે કરીને તો અરધા હોઠ કરડી ખાધા છે. માટે આપણામાં કોઈના ઉપર કરડી નજર ન થાય ને કોઈ ઉપર મત્સર ન આવે ત્યારે જ ભગવાન રાજી થાશે ને સાધુપણું આવશે. માટે અમને તો એમ જણાય છે જે, આવી વાતુમાંથી જીવ વૃદ્ધિ પામશે. તે કહ્યું છે જે, રહેશું દાસના દાસ થઈ, વૃજવાસજી.

[અક્ષરામૃતમ્: ૭/૨૫]

Gunātitānand Swāmi said, “One can renounce other vishays but ego is not something that can be renounced.” Swāmi gave the analogy of a dry bone and said, “Even an ant would not walk over it - similarly, one who behaves as brahmarup would not become egotistic. Moreover, to be virtuous and not become egotistic of that is even more difficult. That is mentioned in the ‘Hollow Stones’ Vachanāmrut: When one becomes egotistic or overcome with anger, one loses the discretion of what to say and what not to say; and he reduces all of his accomplishments to ashes... Therefore, one should not look with envy at anyone and develop ill-will toward anyone - then God will be pleased and one will acquire the virtues of a sadhu. It seems to me that listening to such talks, the jiva will progress. It has been said, ‘raheshu dāsnā dās thai, Vrushrājji.’ (We will behave as the servant of servants.)”

[Aksharāmrutam: 7/25]

એક દિવસ જૂનાગઢ તળના હરિભક્તો રૂપશંકર, સદાશંકર, ઠક્કર કાનજી, શેઠ કડવાભાઈ, ગોકળ ભાટિયા, રામજીભાઈ, અમરજીભાઈ, ત્રિકમરાય તેમજ બોટાદના શિવલાલભાઈ, વસોના વાઘજીભાઈ, લોધિકા દરબાર તથા ગણોદ દરબારશ્રી અભયસિંહજી, સંત, પાર્ષદો વગેરેની સભા ભરાઈને બેઠી હતી. તે વખતે ગુણાતીતાનંદ સ્વામીએ ઉપાસનાની ઉત્તમ વાતો કરતાં કહ્યું, “ઉપાસનાની વાતનું રહસ્ય જ્યાં સુધી સમજાયું નથી ત્યાં સુધી સત્સંગ જ થયો નથી. શ્રીજીમહારાજને સદા દિવ્ય સાકાર જાણે અને તે નિષ્ઠા અત્યંત દૃઢ હોય અને કદાચ નિરાકારના ગ્રંથ સાંભળવામાં આવે તોપણ તે સાકાર સ્વરૂપની નિષ્ઠા જાય જ નહિ ત્યારે તે ઉપાસક સાચો કહેવાય.

“મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો છે કે, ‘ઇન્દ્રિયો-અંતઃકરણ અને પ્રાણ તથા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા તથા સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ શરીર એ સર્વ થકી જીવનું સ્વરૂપ ન્યારું છે. એવું શાસ્ત્રમાંથી સાંભળીને દૃઢ નિશ્ચય કર્યો છે તોપણ ઇન્દ્રિયો-અંતઃકરણ ભેળો ભળીને સુખરૂપ એવો જે જીવાત્મા તે પરમાત્માનું ભજન-સ્મરણ કરતો થકો સંકલ્પને યોગે કરીને દુખિયો કેમ થાય છે?’

“પછી શ્રીજીમહારાજે તેનો ઉત્તર કરતાં કહ્યું છે કે, ‘કોઈ સિદ્ધ થાય છે, કોઈ સર્વજ્ઞ થાય છે અને કેટલાક દેવલોકમાં જાય છે. એ સર્વ પ્રકારની મોટપ મળે, તેમજ પરમપદને પામે અને દુઃખ હોય તો તેનું નિવારણ થાય તે સર્વ પોતાના ઇષ્ટદેવની ઉપાસનાના બળ વડે થાય છે. પરંતુ ઉપાસના વિના કોઈ વાતની સિદ્ધિ થતી નથી. દેહ અને આત્મા જુદા છે એમ શાસ્ત્રમાંથી સાંભળીને કોઈ એ પ્રમાણે દેહ અને આત્માને જુદા રાખવા મથે પણ તેણે કરીને કાંઈ દેહ અને આત્મા જુદા થાય જ નહિ. એ તો એ જીવને જેટલી પોતાના ઇષ્ટદેવને વિષે ઉપાસના અને નિષ્ઠા તેટલો જ તેને આત્મા અને અનાત્માનો વિવેક થાય છે. પરંતુ ઇષ્ટદેવના બળ વગર કોઈ સાધન સિદ્ધ થાતું નથી. માટે આગળ જે જે મોટી પદવીને પામી ગયા છે તે પણ ઉપાસનાના બળથી જ પામ્યા છે એમ નક્કી જાણવું. શ્રીજીમહારાજે આ રહસ્ય મને કહ્યું હતું તે મારા હૃદયે વસી ગયું છે.

“ઉપાસના તો એમ સમજવી કે સર્વથી પર અધોઊર્ધ્વ અને પ્રમાણે રહિત તેજનો સમૂહ છે. તેમાં દિવ્ય સિંહાસન ઉપર, દિવ્ય તેજોમય અને સાકાર સ્વરૂપે કે જે સ્વરૂપની ઉપમા કોઈને દેવાય નહિ, તેવા શ્રીજીમહારાજ સાક્ષાત્ વિરાજમાન છે. તે સ્વરૂપની ચારે કોરે અનંત મુક્ત બેઠા છે અને શ્રીજીમહારાજનાં દર્શન કરે છે અને મહારાજની મૂર્તિના સુખે સુખિયા છે. એવા સર્વોપરી અને સદા સાકાર અને જેમનો અતિ અપાર મહિમા છે, જેનો કોઈ પાર નથી પામતા અને જેને મુક્તો અને અક્ષર, અપાર અને અનિર્વચનીય કહે છે, તે અક્ષરાતીત ભગવાન આપણને સાક્ષાત્ મળ્યા છે અને તેમની આપણને સાક્ષાત્ પ્રાપ્તિ થઈ છે. જે સર્વોપરી અને સર્વ અવતારના અવતારી છે, જેમની આજ્ઞામાં અનંત અવતારો રહ્યા છે અને જેમનું આપેલું ઐશ્વર્ય તે સૌ ભોગવે છે, તે મહારાજ સદા સર્વોપરી છે. તેમને બીજા જેવા કહેવા તે જ મોટી ખોટ્ય છે. માટે શ્રીજીમહારાજનાં અને બીજા અવતારોનાં ચરિત્રો મેળવી આ નિષ્ઠા દૃઢ કરવી. સૌનાં જુદાં જુદાં ધામ છે અને જ્યાં જેને રાખવા ઘટે ત્યાં તેમને રાખ્યા છે. પરંતુ પોતાના અક્ષરમુક્તોને તો પોતાની સમીપે જ પોતાની ઉપાસના અને ભક્તિ કરવા રાખ્યા છે.” આ પ્રમાણે સ્વામીએ શ્રીજીમહારાજની સર્વોપરી ઉપાસનાની વાતો કરી સૌને દિવ્ય સુખની ખુમારી ચઢાવી દીધી.

[અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧/૪૦૩]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase