ભક્તચિંતામણિ
કવિ પરિચય
ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે, “પોતાના ઇષ્ટદેવના જે જન્મથી કરીને દેહ મૂકવા પર્યંત ચરિત્ર તેનું જે શાસ્ત્ર તેણે કરીને સંપ્રદાયની પુષ્ટિ થાય છે.” (વચ. ગ. મ. ૫૮) શ્રીજીમહારાજના આ અભિપ્રાયને પરમહંસોએ યથાર્થરૂપમાં ઝીલ્યો હતો. વર્ષાની હેલી સમાન અઢળક ચરિત્રગ્રંથો તેઓએ રચ્યા છે. આ ચરિત્રગ્રંથોના રચયિતાઓમાં અગ્રગણ્ય છે સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી.
ભક્તોને ચિંતામણિ રૂપ એવા પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનનાં લીલાચરિત્રનો આ ગ્રંથ શ્રીજીમહારાજના સમકાલીન અને અનુભવી વૈરાગ્યમૂર્તિ સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ અપૂર્વ ભક્તિપૂર્વક લખ્યો છે. પોતે વૈરાગ્ય મૂર્તિ હતા છતાં શ્રીજીમહારાજ પ્રત્યેના ભક્તિરસનો ભાવ શબ્દે શબ્દે અને પદે પદે આ ગ્રંથમાં દેખાય છે.
નિષ્કુળાનંદ સ્વામીએ આ ગ્રંથમાં મહારાજનાં ચરિત્રો આલેખ્યાં છે, મહારાજના સર્વોપરી સ્વરૂપનું જ્ઞાન પીરસ્યું છે, મહારાજે કરેલા ઉત્સવ અને સમૈયાનું તાદૃશ્ય વર્ણન કર્યું છે અને એ રીતે શ્રીજીમહારાજની ચિંતામણિ તુલ્ય મૂર્તિ ભક્તના અંતરમાંથી એક ક્ષણ માટે પણ વેગળી ન થાય તે ખાસ દૃષ્ટિ રાખી છે.
ગ્રંથ પરિચય
શાંતિને ઇચ્છતા મનુષ્યે પથ્થરના વપરાશથી કોમ્પયુટર સુધીની શોધ કરી પણ શાંતિ ક્યાં કોઈ પામ્યું છે? જેમ જેમ વધુ ને વધુ સંશોધન થાય છે, ભૌતિક જગતનો વિકાસ થાય છે, તેમ તેમ ભગવાન વિના શાંતિનું સ્થાન બીજું કોઈ નથી તે પુરવાર થાય છે. મન સ્થિર કરવા ભગવાનનાં લીલાચરિત્રનું ગાન કે શ્રવણ, સુલભ અને શ્રેષ્ઠ માધ્યમ છે. તેથી જ આધુનિક યુગમાં શ્રીમદ્ ભાગવત કે રામાયણ જેવા ગ્રંથનો મહિમા જનસમુદાયમાં વધ્યો છે.
ભક્તચિંતામણિ ભગવાન સ્વામિનારાયણનાં લીલાચરિત્રોનો ગ્રંથ છે. પૂર્વે રચાયેલા મહાગ્રંથોમાં ભક્તચિંતામણિ ગ્રંથ જુદી જ ભાત પાડે છે. ભાગવતની શરૂઆત વેદવ્યાસની અશાંતિથી થાય છે. જ્યારે રામાયણમાં ક્રોંચવધનું કરુણ દૃશ્ય જોયા બાદ કવિને પ્રેરણા મળે છે. ભક્તચિંતામણિ ગ્રંથની શરૂઆત જ આનંદથી થાય છે. શોકનું સમાધાન મેળવવા નહીં, પણ ઉમંગને વહાવવા આ ગ્રંથની રચના થઈ છે.
સ્વામીને ઇષ્ટદેવનાં ચરિત્રો સંભળાવવાની એટલી બધી ઉત્કટતા છે કે અન્ય ગ્રંથોની જેમ કાંડ, સર્ગ કે પર્વ જેવા વિભાગ કરવા પણ રોકાયા નથી. સમગ્ર ગ્રંથમાં એક પછી એક પ્રકરણમાં ચરિત્રગાન થયા જ કરે છે. ચોપાઈ, પૂર્વછાયો, સામેરી જેવા રાગો પણ સરળ છે. શબ્દો પણ રોજબરોજના બોલચાલના છે. કેવળ ભક્તિથી આ ગ્રંથની રચના થઈ છે. ભાવપ્રવાહ, આનંદમસ્તી જ આ ગ્રંથમાં મુખ્ય બની રહ્યાં છે.
આ ચરિત્રો સામાન્ય નથી. જો કોઈ જાણે-અજાણ્યે સાંભળશે તેનાં જન્મમરણ તાપ ટળશે. અને જો શ્રીજીમહારાજનું સ્વરૂપ સમજશે તો જરૂર અક્ષરરૂપ થશે. આ લોકના સુખ માટે ફાંફા મારતા મનુષ્યને અક્ષરબ્રહ્મનું અખંડ, અવિનાશી સુખ સુલભ થયું. કારણ કે સર્વોપરી પુરુષોત્તમનારાયણ પધાર્યા છે. નિષ્કુળાનંદ સ્વામીએ ટાંકેલા શ્રીજીમહારાજના પોતાના જ શબ્દોમાં તેમનો મહિમા સમજીએ:
પછી બોલિયા પ્રાણજીવન, તમે સાંભળજ્યો સહુ જન;
તમને જે મળી છે મૂરતિ, તેને નિગમ કહે નેતિ નેતિ.
અતિ અપાર અક્ષરાતીત, થઈ તમારે તે સાથે પ્રીત;
ભક્ત જક્ત માંહિ છે જો ઘણા, ઉપાસક અવતાર તણા.
જે જે મૂરતિ જનને ભાવે, તે મૂર્તિ નિજધામ પહોંચાવે;
પણ સર્વે પાર જે પ્રાપતિ, તે છે તમારે કહે પ્રાણપતિ.
એવાં સુણી વાલાનાં વચન, જન કહે પ્રભુ ધન્ય ધન્ય;
સહુ અંતરે આનંદ પામ્યા, ગયો શોક સંશય સહુ વામ્યા.
(પ્રક. ૭૯, ૩૮-૪૧)
પ્રગટની પ્રાપ્તિથી જ કલ્યાણ થાય છે. તે જ માર્ગ નિર્વિઘ્ન છે. પ્રત્યક્ષ ચરિત્ર તે જ નિર્ગુણ કરનારા છે. તે વાત આ ગ્રંથની શરૂઆતથી અંતિમ પ્રકરણ સુધી થઈ છે. પ્રગટ પ્રભુનો મહિમા કઈ રીતે સમજવો? તેનું સુખ કઈ રીતે લેવું? તેમાં જાતને કઈ રીતે જોડવી? કઈ રીતે દોષરહિત થવું? તેની શીખ આ ગ્રંથમાંથી મળી રહે છે. પ્રગટના કાર્યની વાત, પ્રગટના મહિમાની વાત આ ગ્રંથમાં જે રીતે સ્પષ્ટતાથી થઈ છે, તેવું બીજા ગ્રંથમાં નથી.
આશા છે કે આપને ભક્તચિંતામણિ વાંચી અને સાંભળીને આનંદ થાય અને પોતાના મોક્ષનું કાર્ય પણ સિદ્ધ કરવા બળ અને બુદ્ધિ મળે. આ ગ્રંથ ખૂબ જ વિશાળ હોવાથી ‘ચિંતામણિ સાર’નો પણ સંગ્રહ કર્યો છે જેમાં મુખ્ય પ્રચલીત પ્રકરણો ટાંકવામાં આવ્યાં છે.
Chintamani Sar - ચિંતામણિ સારભક્તચિંતામણિ
પ્રકરણ ૧૫: ધર્મને અશ્વત્થામાએ શાપ દીધો
સુણી શ્રીહરિ શ્રવણે, બોલ્યા રાજી થઈ મન માંય. ૧
કૃષ્ણ કહે ધર્મ ઋષિને, થયો પ્રસન્ન તમ પર આજ;
મનવાંછિત જે માગશો, તે સારીશ સર્વે કાજ. ૨
ત્યારે ધર્મ કહે ધન્ય ધન્ય તમે, સદા પ્રસન્ન છો મને શ્યામ;
મારે છે જે માગવું, તે કહું છું હું કરભામ. ૩
આ ઋષિ હું ધર્મ ભક્તિ, તેને તમારાં જાણી નાથ;
દૈત્યે દુઃખ દીધાં ઘણાં, તેણે દુઃખી છીએ સહુ સાથ. ૪ ચોપાઇ ત્યારે શ્રીકૃષ્ણ કહે સુણો ધર્મ રે, એ તો સર્વે જાણું છું હું મર્મ રે;
અસુરને દ્રોહ મુજ સાથે રે, તે માટે વૈર તમારે માથે રે. ૫
સાધુ દેવને પીડે છે પાપી રે, મદ્ય માંસ બલિદાન આપી રે;
મારાં જાણીને દિયે છે દુઃખ રે, મહા અસુર છે જે વિમુખ રે. ૬
તેને મારીશ હું થોડે દિન રે, તજી ભય રહો નિર્ભય મન રે;
મુજ વિના કોઈથી ન મરે રે, જો કોટિ ઉપાય કોઈ કરે રે. ૭
ધર્મ તમે ભક્તિ ને આ ઋષિ રે, સહુ રહો આનંદમાં ખુશી રે;
હરિ નામે હું થઈશ બાળ રે, દુઃખ સહુનું ટાળીશ તત્કાળ રે. ૮
દુર્વાસાનો સહુને છે શાપ રે, તેમાં હું પણ આવ્યો છું આપ રે;
માટે ધર્મ ઘેર્ય ધરી તન રે, સુખી કરીશ સર્વે જન રે. ૯
થઈ ગયો છે ધર્મનો નાશ રે, તેને પાછો કરીશ પ્રકાશ રે;
એકાંતિક ધર્મ રૂડી રીતે રે, સ્થાપન કરીશ હું તેહ પ્રીતે રે. ૧૦
માટે નિઃશંક રહો નરનારી રે, સત્ય વાત માની તમે મારી રે;
તમે પાઠ કર્યા જે જે સ્તોત્ર રે, વળી જપિયા છે જે જે મંત્ર રે. ૧૧
તેનો પાઠ જાપ જે જે કરશે રે, આવ્યા કષ્ટમાંથી તે ઊગરશે રે;
દેહ છતાં નહિ થાય દુઃખ રે, અંત સમે તે પામશે સુખ રે. ૧૨
શ્વેતદ્વીપાદિ ધામ છે જેહ રે, તિયાં આનંદ કરશે તેહ રે;
એમ કૃપાનિધિ જે શ્રીકૃષ્ણ રે, થયા ભક્તિધર્મ પર પ્રસન્ન રે. ૧૩
આપી એવો વર ભગવાન રે, પછી થયા છે અંતરધાન રે;
ત્યારે ધર્મ ભક્તિ ઋષિરાય રે, અતિ હર્ષ પામ્યાં મન માંય રે. ૧૪
થયું વિષ્ણુયાગ વ્રત પૂરું રે, મળ્યા કૃષ્ણ ન રહ્યું અધુરું રે;
કરી પારણાં બેઠા એકાંત રે, કહે ગુપ્ત રાખવી આ વાત રે. ૧૫
જ્યારે શ્રીકૃષ્ણ પ્રગટ થાશે રે, ત્યારે જેમ હશે તેમ જણાશે રે;
એમ કરી મનમાં વિચાર રે, મળ્યા પરસ્પર કરી પ્યાર રે. ૧૬
પછી પોત પોતાને આશ્રમ રે, ગયા ઋષિને ભક્તિ ધરમ રે;
ધર્મ પૂર્ણ મનોરથ પામ્યા રે, થયું સુખ દુઃખ સર્વે વામ્યા રે. ૧૭
પછી ઘર પર ચાલ્યાં દોય રે, આવ્યા નૈમિષારણ્યમાં સોય રે;
સઘન વન ત્યાં વેલિની ઘાટ રે, તેણે કરી ઢંકાણી છે વાટ રે. ૧૮
ભૂલ્યાં માર્ગ આથમ્યો દન રે, દૈત્ય ભયથી બીનાં છે મન રે;
એવા સમામાં વન મોઝાર્ય રે, મળી કુટુંબે સોતી એક નાર રે. ૧૯
અતિ રાજી રમે વન માંય રે, કેની બીક નથી મન માંય રે;
બહુ પુષ્ટ કુટુંબ છે એનું રે, નથી ગણતાં બળ બીજા કેનું રે. ૨૦
તેને ધર્મ કહે સુણ્ય નારી રે, કોણ છો તું કહે વાત તારી રે;
કુટુંબ તારું છે સર્વે કુશળ રે, આવું કોણથી પામ્યાં છો બળ રે. ૨૧
ત્યારે બોલી વનિતા તે વાર રે, તારે પૂછ્યાનો એવો શો પ્યાર રે;
ચાલ્યાં જાઓ ને પાધરી વાટ રે, પૂછી તમે શું કરશો ખાટ રે. ૨૨
મારો તાત કુસંગ કહેવાય રે, અઘવતી નામે મારી માય રે;
મારું નામ છે અવિદ્યા અતિ રે, પ્રભુવિમુખ છે મારો પતિ રે. ૨૩
મારી પુત્રી મિથ્યા પરમાણો રે, આપી અધર્મને તમે જાણો રે;
તેની પ્રજા છે અપરમપાર રે, શું જાણ્ય તું વાતનો વિચાર રે. ૨૪
કામ ક્રોધ લોભ વળી મોહ રે, દંભાદિક દીકરા સમૂહ રે;
આશા તૃષ્ણા ઈર્ષ્યા અદયા રે, કુટિલ કુમતિ કુબુધિયા રે. ૨૫
દુરુક્તિ તે એની છે દીકરી રે, એવે કુટુંબે રહ્યું ઘર ભરી રે;
નિંદા દ્રોહ નવરાં ન રહે રે, હર્ષ શોક વાત નિત્ય કહે રે. ૨૬
શત્રુ મિત્ર શોધી જગ માંય રે, રાગ દ્વેષ રાખે નિત્ય ત્યાંય રે;
ખળ છળ ક્ષમા નહિ લેશ રે, અનર્થ હિંસા કરે ઉપદેશ રે. ૨૭
ભય વિગ્રહ વિપત્તિ ઘણી રે, એવી પ્રજા જાય નહિ ગણી રે;
ઠઠા હાંસી મશ્કરી અતિ રે, કહીએ અવળાઈ કુમતિ રે. ૨૮
અહંકાર અભિમાન આદિ રે, મમતામાં મરે સહુ વાદિ રે;
એવું અપાર મારું કુટુંબ રે, તેની તમને ન પડે ગમ રે. ૨૯
જાણે સર્વે લોક માંહિ મને રે, સાંભળ વિપ્ર વાત કહું તને રે;
જગમાં કોઈ ન શકે જીતી રે, એવી જાણું છું હું રાજનીતિ રે. ૩૦
ચાર સંપ્રદાય બાવન દ્વારા રે, વર્ણાશ્રમી સેવક છે મારા રે;
આજ ચરાચરમાં હું વસું રે, ખેસવી હું કોઈની ન ખસું રે. ૩૧
ભેખ પંડિત પિયર મારું રે, તિયાં રહેતાં લાગે મને પ્યારું રે;
યોગી યતિ સંન્યાસી તપસી રે, તિયાં રહી છું અખંડ વસી રે. ૩૨
અધો ઊર્ધ્વ મધ્યે જીવ બહુ રે, છોટા મોટા મેં પકડ્યા સહુ રે;
જાવા ન દઉં મોક્ષ મારગે રે, તું કેવરાવીશ કિયાં લગે રે. ૩૩
એવું સાંભળી બોલિયા ધર્મ રે, સુણ્ય પાપણી નારી બેશર્મ રે;
તેં તો તારી મોટ્યપને ગણી રે, ન જાણી મોટ્યપ કૃષ્ણ તણી રે. ૩૪
રાધાપતિના તેજ પ્રતાપે રે, થાશે તારું કુટુંબ નાશ આપે રે;
તારી પ્રજા તે પાછી પડશે રે, કામ ક્રોધ કોઈ ન નડશે રે. ૩૫
અધર્મનું ઉખાડશે મૂળ રે, કરશે કૃષ્ણ નાશ તારું કુળ રે;
પાપ પેખી નહિ શકે મહારાજ રે, પ્રભુ પ્રકટશે તારે કાજ રે. ૩૬
એમ કહીને ચાલ્યાં ધર્મભક્તિ રે, ત્યાંથી કરી છે આઘેરી ગતિ રે;
રાત્ય મળી છે અંધારી ઘોર રે, કરે કરી-કેસરી બકોર રે. ૩૭
વાઘ વારાહ વાનર બહુ રે, લડે માંહોમાંહે એમ સહુ રે;
મહિષા નાર નોળ વળી નાગ રે, એવાં હિંસકનો નહિ તાગ રે. ૩૮
લાગ્યા દવ બળે બહુ વન રે, પાડે કાળી રાડ્યું પશુ જન રે;
ઊડે ઉપર ગીધ ને ગરજ્યું રે, જેથી દુઃખ થાય અણસરજ્યું રે. ૩૯
બોલે ઘૂડ ફિયાવડાં ઘણાં રે, શબ્દ ભયંકર તેહ તણાં રે;
એવા વનમાં ભૂલ્યા છે વાટ રે, ન મળ્યું ગામ ઠામ કોઈ ઘાટ રે. ૪૦
લાગ્યા કાંટા ને કાંકરા ઘણા રે, પડ્યું દુઃખ રહી નહિ મણા રે;
લાગી ભૂખ ને ન મળ્યું પાણી રે, સૂકો કંઠ ને ન બોલાય વાણી રે. ૪૧
એવા સમામાં મળ્યો તપસી રે, જેને જોઈ જાય ચિત્ત ખસી રે;
ભૂરી જટા કપાળમાં ટાલ રે, ચડી ભ્રકુટિ લોચન લાલ રે. ૪૨
અતિ કાળો કુરૂપ વિકરાળ રે, રુદ્ર જેવો હૃદાનો દયાળ રે;
ભૂંડા બ્રહ્મચારી જેવો વેશ રે, દયા મેર્ય નહિ જેને લેશ રે. ૪૩
અઘોરી સિદ્ધ સરિખો લાગે રે, આવી ઊભો અચાનક આગે રે;
તેને ધર્મે જોડ્યા જુગ પાણ રે, ત્યારે બોલિયો તપસી વાણ રે. ૪૪
તમે કોણ છો પુરુષ ને વામ રે, કિયાં રહો છો શું તારું નામ રે;
ત્યારે બોલિયા ધર્મ આદરમાં રે, જાતિ દ્વિજ નામ દેવશર્મા રે. ૪૫
પૂર્વદેશ માંહિ અમે રહીએ રે, અતિ દીન દાલદરી છીએ રે;
પીડ્યાં અમને દૈત્ય અપાર રે, નાશી આવ્યાં શ્રીવ્રજ મોઝાર રે. ૪૬
તિયાં વિષ્ણુયાગ વ્રત કીધું રે, ત્યારે શ્રીકૃષ્ણે દર્શન દીધું રે;
પછી અમે અમારાં જે કષ્ટ રે, કહ્યાં તે સુણ્યાં શ્રીકૃષ્ણે સ્પષ્ટ રે. ૪૭
કહે કૃષ્ણ હું કરીશ સાર રે, લેઈ તમારે ઘેર્ય અવતાર રે;
કરીશ હું અસુર સંહાર રે, તમે જાણો નિશ્ચય નિર્ધાર રે. ૪૮
એમ વર દઈ શ્રીકૃષ્ણ ગિયા રે, પછી અમે દો આંહિ આવિયાં રે;
તિયાં તમે મળ્યા મહારાજ રે, તેણે રાજી થયાં અમે આજ રે. ૪૯
એવું સાંભળીને કોપ્યો અતિ રે, સર્વે કૃષ્ણની જાણું હું ગતિ રે;
એણે પાંડવ પક્ષ વધાર્યો રે, મને વહાલો દુર્યોધન માર્યો રે. ૫૦
માટે હું પણ છઉં અશ્વત્થામા રે, દઉં છું શાપ સુણો નર વામા રે;
જેહ પુત્ર થાય તમારો રે, કહું શસ્ત્ર તે કેદિ મા ધારો રે. ૫૧
શસ્ત્ર વિના શત્રુ ન મરશે રે, મારા શાપે શસ્ત્ર ન ધરશે રે;
એમ કરતાં શસ્ત્ર લેશે હાથ રે, તો જીતશે નહિ વૈરી સાથ રે. ૫૨
એમ કહી થયો અંતરધાન રે, થયાં ભક્તિ ધર્મ ચિંતાવાન રે;
કરતાં ચિંતા મોટી મન માંઈ રે, રહ્યાં રાત્ય ભક્તિ ધર્મ ત્યાંઈ રે. ૫૩ ઇતિ શ્રીમદેકાંતિક ધર્મપ્રવર્તક શ્રીસહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે ધર્મને અશ્વત્થામાએ શાપ દીધો એ નામે પંદરમું પ્રકરણ. ૧૫
Prakaran 15: Dharmane Ashvatthāmāe Shāp Dīdho
Suṇī Shrī Hari shravaṇe, bolyā rājī thaī man māy. 1
Kṛuṣhṇa kahe Dharma ṛuṣhine, thayo prasanna tam par āj;
Manvānchhit je māgsho, te sārīsh sarve kāj. 2
Tyāre Dharma kahe dhanya dhanya tame, sadā prasanna chho mane Shyām;
Māre chhe je māgavu, te kahu chhu hu karbhām. 3
Ā ṛuṣhi hu Dharma Bhakti, tene tamārā jāṇī Nāth;
Daitye dukh dīdhā ghaṇā, teṇe dukhī chhīe sahu sāth. 4 Chopāi Tyāre Shrī Kṛuṣhṇa kahe suṇo Dharma re, e to sarve jāṇu chhu hu marma re;
Asurne droh muj sāthe re, te māṭe vair tamāre māthe re. 5
Sādhu devne pīḍe chhe pāpī re, madya mās balidān āpī re;
Mārā jāṇīne diye chhe dukh re, mahā asur chhe je vimukh re. 6
Tene mārīsh hu thoḍe din re, tajī bhay raho nirbhay man re;
Muj vinā koīthī na mare re, jo koṭi upāy koī kare re. 7
Dharma tame Bhakti ne ā ṛuṣhi re, sahu raho ānandmā khushī re;
Hari nāme hu thaīsh bāḷ re, dukh sahunu ṭāḷīsh tatkāḷ re. 8
Durvāsāno sahune chhe shāp re, temā hu paṇ āvyo chhu āp re;
Māṭe Dharma gherya dharī tan re, sukhī karīsh sarve jan re. 9
Thaī gayo chhe dharmano nāsh re, tene pāchho karīsh prakāsh re;
Ekāntik dharma rūḍī rīte re, sthāpan karīsh hu teh prīte re. 10
Māṭe nihshank raho nar-nārī re, satya vāt mānī tame mārī re;
Tame pāṭh karyā je je stotra re, vaḷī japiyā chhe je je mantra re. 11
Teno pāṭh jāp je je karashe re, āvyā kaṣhṭamāthī te ūgarshe re;
Deh chhatā nahi thāy dukh re, ant same te pāmashe sukh re. 12
Shvetdvīpādi dhām chhe jeh re, tiyā ānand karashe teh re;
Em kṛupānidhi je Shrī Kṛuṣhṇa re, thayā Bhakti-Dharma par prasanna re. 13
Āpī evo var Bhagwān re, pachhī thayā chhe antardhān re;
Tyāre Dharma Bhakti ṛuṣhirāy re, ati harṣh pāmyā man māy re. 14
Thayu Viṣhṇuyāg vrat pūru re, maḷyā Kṛuṣhṇa na rahyu adhuru re;
Karī pārṇā beṭhā ekānt re, kahe gupta rākhavī ā vāt re. 15
Jyāre Shrī Kṛuṣhṇa pragaṭ thāshe re, tyāre jem hashe tem jaṇāshe re;
Em karī manmā vichār re, maḷyā paraspar karī pyār re. 16
Pachhī pot potāne āshram re, gayā ṛuṣhine Bhakti Dharam re;
Dharma pūrṇa manorath pāmyā re, thayu sukh dukh sarve vāmyā re. 17
Pachhī ghar par chālyā doy re, āvyā Naimiṣhāraṇyamā soy re;
Saghan van tyā velinī ghāṭ re, teṇe karī ḍhankāṇī chhe vāṭ re. 18
Bhūlyā mārg āthamyo dan re, daitya bhaythī bīnā chhe man re;
Evā samāmā van mozārya re, maḷī kuṭumbe sotī ek nār re. 19
Ati rājī rame van māy re, kenī bīk nathī man māy re;
Bahu puṣhṭa kuṭumb chhe enu re, nathī gaṇatā baḷ bījā kenu re. 20
Tene Dharma kahe suṇya nārī re, koṇ chho tu kahe vāt tārī re;
Kuṭumb tāru chhe sarve kushaḷ re, āvu koṇathī pāmyā chho baḷ re. 21
Tyāre bolī vanitā te vār re, tāre pūchhyāno evo sho pyār re;
Chālyā jāo ne pādharī vāṭ re, pūchhī tame shu karasho khāṭ re. 22
Māro tāt kusang kahevāy re, aghvatī nāme mārī māy re;
Māru nām chhe avidyā ati re, Prabhu-vimukh chhe māro pati re. 23
Mārī putrī mithyā paramāṇo re, āpī adharmane tame jāṇo re;
Tenī prajā chhe aparampār re, shu jāṇya tu vātno vichār re. 24
Kām krodh lobh vaḷī moh re, dambhādik dīkarā samūh re;
Āshā tṛuṣhṇā īrṣhyā adayā re, kuṭil kumati kubudhiyā re. 25
Durukti te enī chhe dīkarī re, eve kuṭumbe rahyu ghar bharī re;
Nindā droh navarā na rahe re, harṣh shok vāt nitya kahe re. 26
Shatru mitra shodhī jag māy re, rāg dveṣh rākhe nitya tyāy re;
Khaḷ chhaḷ kṣhamā nahi lesh re, anarth hinsā kare updesh re. 27
Bhay vigrah vipatti ghaṇī re, evī prajā jāy nahi gaṇī re;
Ṭhaṭhā hāsī mashkarī ati re, kahīe avaḷāī kumati re. 28
Ahankār abhimān ādi re, mamatāmā mare sahu vādi re;
Evu apār māru kuṭumb re, tenī tamane na paḍe gam re. 29
Jāṇe sarve lok māhi mane re, sāmbhaḷ vipra vāt kahu tane re;
Jagmā koī na shake jītī re, evī jāṇu chhu hu rāj-nīti re. 30
Chār sampradāy bāvan dvārā re, varṇāshramī sevak chhe mārā re;
Āj charācharmā hu vasu re, khesavī hu koīnī na khasu re. 31
Bhekh panḍit piyar māru re, tiyā rahetā lāge mane pyāru re;
Yogī yati sanyāsī tapasī re, tiyā rahī chhu akhanḍ vasī re. 32
Adho ūrdhva madhye jīv bahu re, chhoṭā moṭā me pakaḍyā sahu re;
Jāvā na dau mokṣh mārage re, tu kevrāvīsh kiyā lage re. 33
Evu sāmbhaḷī boliyā Dharma re, suṇya pāpaṇī nārī besharma re;
Te to tārī moṭyapane gaṇī re, na jāṇī moṭyap Kṛuṣhṇa taṇī re. 34
Rādhāpatinā tej pratāpe re, thāshe tāru kuṭumb nāsh āpe re;
Tārī prajā te pāchhī paḍashe re, kām krodh koī na naḍashe re. 35
Adharmanu ukhāḍashe mūḷ re, karashe Kṛuṣhṇa nāsh tāru kuḷ re;
Pāp pekhī nahi shake Mahārāj re, Prabhu prakaṭashe tāre kāj re. 36
Em kahīne chālyā Dharma-Bhakti re, tyāthī karī chhe āgherī gati re;
Rātya maḷī chhe andhārī ghor re, kare karī-kesarī bakor re. 37
Vāgh vārāh vānar bahu re, laḍe māhomāhe em sahu re;
Mahiṣhā nār noḷ vaḷī nāg re, evā hinsakno nahi tāg re. 38
Lāgyā dav baḷe bahu van re, pāḍe kāḷī rāḍyu pashu jan re;
Ūḍe upar gīdh ne garajyu re, jethī dukh thāy aṇasarjyu re. 39
Bole ghūḍ fiyāvaḍā ghaṇā re, shabda bhayankar teh taṇā re;
Evā vanmā bhūlyā chhe vāṭ re, na maḷyu gām ṭhām koī ghāṭ re. 40
Lāgyā kāṭā ne kākarā ghaṇā re, paḍyu dukh rahī nahi maṇā re;
Lāgī bhūkh ne na maḷyu pāṇī re, sūko kanṭh ne na bolāy vāṇī re. 41
Evā samāmā maḷyo tapasī re, jene joī jāy chitta khasī re;
Bhūrī jaṭā kapāḷmā ṭāl re, chaḍī bhrakuṭi lochan lāl re. 42
Ati kāḷo kurūp vikarāḷ re, rudra jevo hṛudāno dayāḷ re;
Bhūnḍā brahmachārī jevo vesh re, dayā merya nahi jene lesh re. 43
Aghorī siddha sarikho lāge re, āvī ūbho achānak āge re;
Tene Dharme joḍyā jug pāṇ re, tyāre boliyo tapasī vāṇ re. 44
Tame koṇ chho puruṣh ne vām re, kiyā raho chho shu tāru nām re;
Tyāre boliyā Dharma ādaramā re, jāti dvij nām Devsharmā re. 45
Pūrvadesh māhi ame rahīe re, ati dīn dāladarī chhīe re;
Pīḍyā amane daitya apār re, nāshī āvyā Shrī Vraj mozār re. 46
Tiyā Viṣhṇuyāg vrat kīdhu re, tyāre Shrī Kṛuṣhṇe darshan dīdhu re;
Pachhī ame amārā je kaṣhṭa re, kahyā te suṇyā Shrī Kṛuṣhṇe spaṣhṭa re. 47
Kahe Kṛuṣhṇa hu karīsh sār re, leī tamāre gherya avatār re;
Karīsh hu asur sanhār re, tame jāṇo nishchay nirdhār re. 48
Em var daī Shrī Kṛuṣhṇa giyā re, pachhī ame do āhi āviyā re;
Tiyā tame maḷyā mahārāj re, teṇe rājī thayā ame āj re. 49
Evu sāmbhaḷīne kopyo ati re, sarve Kṛuṣhṇanī jāṇu hu gati re;
Eṇe Pānḍav pakṣh vadhāryo re, mane vahālo Duryodhan māryo re. 50
Māṭe hu paṇ chhau Ashvatthāmā re, dau chhu shāp suṇo nar vāmā re;
Jeh putra thāy tamāro re, kahu shastra te kedi mā dhāro re. 51
Shastra vinā shatru na marashe re, mārā shāpe shastra na dharashe re;
Em karatā shastra leshe hāth re, to jītashe nahi vairī sāth re. 52
Em kahī thayo antardhān re, thayā Bhakti Dharma chintāvān re;
Karatā chintā moṭī man māī re, rahyā rātya Bhakti Dharma tyāī re. 53 Iti Shrīmad Ekāntik Dharma-Pravartak Shrī Sahajānand Swāmī shiṣhya Niṣhkuḷānand Muni virachite Bhaktachintāmaṇi madhye 'Dharmane Ashvatthāmāe Shāp Dīdho' e nāme pandarmu prakaraṇ. 15