ચિંતામણિ સાર
ભક્તચિંતામણિ ગ્રંથ વિશાળ હોવાથી, સંપૂર્ણ ગ્રંથ વાંચ્યા પછી પણ જો તેનો મર્મ અને સિદ્ધાંતના મુદ્દા હાથ ન આવે તો જે સમજવાનું છે તે રહી જાય. મુમુક્ષુઓને આ સાર ગ્રહણ કરવામાં સુલભતા મળે તે માટે અહીં અમુક પ્રકરણની કડીઓ રજું કરવામાં આવી છે. નીચે પ્રમાણે જે મુદ્દા છે તે ઉપર વધુ પ્રકાશ પડે તેવા પ્રકરણો રજું કર્યા છે.
પ્રકરણ ૧ - ભગવાનનો પ્રતાપ અને કર્તાપણું
પ્રકરણ ૨ - સાચા સંતનો મહિમા અને સંતનાં લક્ષણો
પ્રકરણ ૪૨ - નીલકંઠ વર્ણી સ્વહસ્તે લખેલી પત્રીમાં ભગવાન સ્વામિનારાયણે જણાવેલ પોતાનો અભિપ્રાય
અન્ય પ્રકરણોમાં ભગવાન સ્વામિનારાયણને સર્વ અવતારના અવતારી તરીકે નિરૂપ્યા છે
પ્રકરણ ૬૪ - ફગવામાં આદર્શ ભક્તે ભગવાન પાસે શું માગવું તેવી ઉચ્ચતમ પ્રાર્થના
પ્રકરણ ૧૦૭, ૧૧૦ - નિર્લોભી અને નિર્માની વર્તમાન
પ્રકરણ ૧૬૪ - પ્રગટનો મહિમા