Tr    

ભક્તચિંતામણિ

કવિ પરિચય

ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે, “પોતાના ઇષ્ટદેવના જે જન્મથી કરીને દેહ મૂકવા પર્યંત ચરિત્ર તેનું જે શાસ્ત્ર તેણે કરીને સંપ્રદાયની પુષ્ટિ થાય છે.” (વચ. ગ. મ. ૫૮) શ્રીજીમહારાજના આ અભિપ્રાયને પરમહંસોએ યથાર્થરૂપમાં ઝીલ્યો હતો. વર્ષાની હેલી સમાન અઢળક ચરિત્રગ્રંથો તેઓએ રચ્યા છે. આ ચરિત્રગ્રંથોના રચયિતાઓમાં અગ્રગણ્ય છે સદ્‌ગુરુ નિષ્કુળાનંદ સ્વામી.

ભક્તોને ચિંતામણિ રૂપ એવા પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનનાં લીલાચરિત્રનો આ ગ્રંથ શ્રીજીમહારાજના સમકાલીન અને અનુભવી વૈરાગ્યમૂર્તિ સદ્‌ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ અપૂર્વ ભક્તિપૂર્વક લખ્યો છે. પોતે વૈરાગ્ય મૂર્તિ હતા છતાં શ્રીજીમહારાજ પ્રત્યેના ભક્તિરસનો ભાવ શબ્દે શબ્દે અને પદે પદે આ ગ્રંથમાં દેખાય છે.

નિષ્કુળાનંદ સ્વામીએ આ ગ્રંથમાં મહારાજનાં ચરિત્રો આલેખ્યાં છે, મહારાજના સર્વોપરી સ્વરૂપનું જ્ઞાન પીરસ્યું છે, મહારાજે કરેલા ઉત્સવ અને સમૈયાનું તાદૃશ્ય વર્ણન કર્યું છે અને એ રીતે શ્રીજીમહારાજની ચિંતામણિ તુલ્ય મૂર્તિ ભક્તના અંતરમાંથી એક ક્ષણ માટે પણ વેગળી ન થાય તે ખાસ દૃષ્ટિ રાખી છે.

ગ્રંથ પરિચય

શાંતિને ઇચ્છતા મનુષ્યે પથ્થરના વપરાશથી કોમ્પયુટર સુધીની શોધ કરી પણ શાંતિ ક્યાં કોઈ પામ્યું છે? જેમ જેમ વધુ ને વધુ સંશોધન થાય છે, ભૌતિક જગતનો વિકાસ થાય છે, તેમ તેમ ભગવાન વિના શાંતિનું સ્થાન બીજું કોઈ નથી તે પુરવાર થાય છે. મન સ્થિર કરવા ભગવાનનાં લીલાચરિત્રનું ગાન કે શ્રવણ, સુલભ અને શ્રેષ્ઠ માધ્યમ છે. તેથી જ આધુનિક યુગમાં શ્રીમદ્ ભાગવત કે રામાયણ જેવા ગ્રંથનો મહિમા જનસમુદાયમાં વધ્યો છે.

ભક્તચિંતામણિ ભગવાન સ્વામિનારાયણનાં લીલાચરિત્રોનો ગ્રંથ છે. પૂર્વે રચાયેલા મહાગ્રંથોમાં ભક્તચિંતામણિ ગ્રંથ જુદી જ ભાત પાડે છે. ભાગવતની શરૂઆત વેદવ્યાસની અશાંતિથી થાય છે. જ્યારે રામાયણમાં ક્રોંચવધનું કરુણ દૃશ્ય જોયા બાદ કવિને પ્રેરણા મળે છે. ભક્તચિંતામણિ ગ્રંથની શરૂઆત જ આનંદથી થાય છે. શોકનું સમાધાન મેળવવા નહીં, પણ ઉમંગને વહાવવા આ ગ્રંથની રચના થઈ છે.

સ્વામીને ઇષ્ટદેવનાં ચરિત્રો સંભળાવવાની એટલી બધી ઉત્કટતા છે કે અન્ય ગ્રંથોની જેમ કાંડ, સર્ગ કે પર્વ જેવા વિભાગ કરવા પણ રોકાયા નથી. સમગ્ર ગ્રંથમાં એક પછી એક પ્રકરણમાં ચરિત્રગાન થયા જ કરે છે. ચોપાઈ, પૂર્વછાયો, સામેરી જેવા રાગો પણ સરળ છે. શબ્દો પણ રોજબરોજના બોલચાલના છે. કેવળ ભક્તિથી આ ગ્રંથની રચના થઈ છે. ભાવપ્રવાહ, આનંદમસ્તી જ આ ગ્રંથમાં મુખ્ય બની રહ્યાં છે.

આ ચરિત્રો સામાન્ય નથી. જો કોઈ જાણે-અજાણ્યે સાંભળશે તેનાં જન્મમરણ તાપ ટળશે. અને જો શ્રીજીમહારાજનું સ્વરૂપ સમજશે તો જરૂર અક્ષરરૂપ થશે. આ લોકના સુખ માટે ફાંફા મારતા મનુષ્યને અક્ષરબ્રહ્મનું અખંડ, અવિનાશી સુખ સુલભ થયું. કારણ કે સર્વોપરી પુરુષોત્તમનારાયણ પધાર્યા છે. નિષ્કુળાનંદ સ્વામીએ ટાંકેલા શ્રીજીમહારાજના પોતાના જ શબ્દોમાં તેમનો મહિમા સમજીએ:

પછી બોલિયા પ્રાણજીવન, તમે સાંભળજ્યો સહુ જન;
તમને જે મળી છે મૂરતિ, તેને નિગમ કહે નેતિ નેતિ.
અતિ અપાર અક્ષરાતીત, થઈ તમારે તે સાથે પ્રીત;
ભક્ત જક્ત માંહિ છે જો ઘણા, ઉપાસક અવતાર તણા.
જે જે મૂરતિ જનને ભાવે, તે મૂર્તિ નિજધામ પહોંચાવે;
પણ સર્વે પાર જે પ્રાપતિ, તે છે તમારે કહે પ્રાણપતિ.
એવાં સુણી વાલાનાં વચન, જન કહે પ્રભુ ધન્ય ધન્ય;
સહુ અંતરે આનંદ પામ્યા, ગયો શોક સંશય સહુ વામ્યા.
(પ્રક. ૭૯, ૩૮-૪૧)

પ્રગટની પ્રાપ્તિથી જ કલ્યાણ થાય છે. તે જ માર્ગ નિર્વિઘ્ન છે. પ્રત્યક્ષ ચરિત્ર તે જ નિર્ગુણ કરનારા છે. તે વાત આ ગ્રંથની શરૂઆતથી અંતિમ પ્રકરણ સુધી થઈ છે. પ્રગટ પ્રભુનો મહિમા કઈ રીતે સમજવો? તેનું સુખ કઈ રીતે લેવું? તેમાં જાતને કઈ રીતે જોડવી? કઈ રીતે દોષરહિત થવું? તેની શીખ આ ગ્રંથમાંથી મળી રહે છે. પ્રગટના કાર્યની વાત, પ્રગટના મહિમાની વાત આ ગ્રંથમાં જે રીતે સ્પષ્ટતાથી થઈ છે, તેવું બીજા ગ્રંથમાં નથી.

આશા છે કે આપને ભક્તચિંતામણિ વાંચી અને સાંભળીને આનંદ થાય અને પોતાના મોક્ષનું કાર્ય પણ સિદ્ધ કરવા બળ અને બુદ્ધિ મળે. આ ગ્રંથ ખૂબ જ વિશાળ હોવાથી ‘ચિંતામણિ સાર’નો પણ સંગ્રહ કર્યો છે જેમાં મુખ્ય પ્રચલીત પ્રકરણો ટાંકવામાં આવ્યાં છે.

Chintamani Sar - ચિંતામણિ સાર

ભક્તચિંતામણિ

પ્રકરણ ૧૦૭: નિર્લોભી વ્રતમાન કહ્યું

ચોપાઇ હવે કહું સંત નિરલોભી, જેણે કરી રહ્યા જન શોભી;
જેમ નારીનો નહિ પ્રસંગ, તેમ તજ્યો છે દ્રવ્યનો સંગ. ૧
એવા સંતનો મળે સમાજ, માંહોમાંહિ બોલે મુનિરાજ;
જેને મળ્યા પુરુષોત્તમરાય, તે તો પૂરણકામ કહેવાય. ૨
તેને ન્યૂન ન મનાય મન, લાધ્યું અખૂટ જેને મહાધન;
ધૂતા ન ધૂતે ચોર ન લૂંટે, ખાતાં ખરચતાં નવ ખૂટે. ૩
એવું મળ્યું મહાધન જેને, તે કેમ ધાશે આ ધાતુ ધનને;
જેમાં અનેક રહ્યા અનર્થ, સંચે ત્યાગી તો વણસે અર્થ. ૪
ચોરી હિંસા અનૃત અપાર, કામ ક્રોધ ને દંભભંડાર;
મદ ભેદ ને વૈર વ્યસન, સ્મય સ્પર્ધાદિ છે જિયાં ધન. ૫
મદ્યપાન ત્રિયાસંગ થાય, દ્યૂત વિદ્યા ને વિશ્વાસ જાય;
રહ્યાં એટલાં દ્રવ્યમાં મળી, જેમ જળમાં જળજંતુ વળી. ૬
દ્રવ્ય કરાવે પાપ અધર્મ, દ્રવ્ય કરાવે વૈર વિકર્મ;
દ્રવ્ય કરાવે કપટ છળ, દ્રવ્ય કરાવે કોટિ કકળ. ૭
દ્રવ્ય કરાવે દગા દુષ્ટાઈ, દ્રવ્ય કરાવે કામ કસાઈ;
દ્રવ્ય કરાવે ઉચ્ચ ને નીચ, દ્રવ્ય કરાવે પાષંડ પેચ. ૮
દ્રવ્ય કરાવે જાતિ વટાળ, દ્રવ્ય ચડાવે સાચાને આળ;
દ્રવ્ય કરાવે હાલ બેહાલ, દ્રવ્ય કરાવે કૃપણ કંગાલ. ૯
દ્રવ્ય કરાવે ચોરી ચાકરી, દ્રવ્ય કરાવે ટેલ્ય આકરી;
દ્રવ્ય કરાવે જીવની ઘાત, દ્રવ્ય કરાવે પિંડનો પાત. ૧૦
દ્રવ્ય ન્યાયે અન્યાય કરાવે, દ્રવ્ય જૂઠી તે સાખ્ય ભરાવે;
દ્રવ્ય લેવરાવે લાંચ ભાડ્ય, દ્રવ્ય કરાવે રાંકશું રાડ્ય. ૧૧
દ્રવ્ય સતિનું સત્ય મુકાવે, દ્રવ્ય જતિનું જત ચુકાવે;
દ્રવ્ય મુનિનું મૌન બગાડે, દ્રવ્ય તપીને તપથી પાડે. ૧૨
દ્રવ્ય અર્થે પૃથ્વીએ ફરે છે, દ્રવ્ય અર્થે લડીને મરે છે;
દ્રવ્ય અર્થે વેચે નિજ તન, તજે જીવિતવ્ય ન તજે ધન. ૧૩
દ્રવ્ય અર્થે વળી વાંણે ચડે, દ્રવ્ય અર્થે પહાડે ચડી પડે;
દ્રવ્ય અર્થે ઘાત ઘણી ઘડે, થાય અનર્થ બહુ દ્રવ્ય વડે. ૧૪
દ્રવ્ય ધર્મ માંહિથી ચળાવે, દ્રવ્ય નીચના ધર્મ પળાવે;
જે જે જાય છે નરકમાં જન, તેનું મૂળ કારણ છે ધન. ૧૫
કામ ક્રોધ ને મોહ કહેવાય, હર્ષ શોક લોભ થકી થાય;
માન ઈરષા મમતા તાણ્ય, લોભ સર્વેનું કારણ જાણ્ય. ૧૬
પામે છે જીવ જુજવા ક્ષોભ, તે તો જેને જેવડો છે લોભ;
લોભ સંતશું હેત ત્રોડાવે, લોભ દુષ્ટશું પ્રીત જોડાવે. ૧૭
લોભ કરાવે ન કર્યાનાં કામ, લોભ કરાવે જીવત હરામ;
જે જે અવળું જગતમાં થાય, તે તો સર્વે દ્રવ્યથી કહેવાય. ૧૮
દ્રવ્યે પુત્ર તે પિતાને મારે, દ્રવ્યે શિષ્ય ગુરુને સંહારે;
થાય દ્રવ્યે મહા પંચ પાપ, થાય દ્રવ્યે કૃતઘની આપ. ૧૯
એવું અઘ જગે નહિ કોય, જે કોઈ દ્રવ્ય મળતાં ન હોય;
દ્રવ્ય મુકાવે જ્ઞાનીનું જ્ઞાન, દ્રવ્ય મુકાવે ધ્યાનીનું ધ્યાન. ૨૦
દ્રવ્ય મુકાવે માનીનું માન, દ્રવ્ય કરાવે નિર્લજ્જ નિદાન;
કહી કહી કેટલા કહેવાય, જે કોઈ દ્રવ્યથી અનર્થ થાય. ૨૧
એવા લોભ માંહિ જે લેવાણા, તે તો તૃષ્ણાને પૂરે તણાણા;
તેને ઊગરવા સઈ આશ, એવું જાણી દૂર રહેવું દાસ. ૨૨
લોભે સુર ને અસુર લડે, દૈત્ય ભૂત દુઃખી લોભ વડે;
યક્ષ રાક્ષસ સહુ લોભે હેરાણ, તેને ઇચ્છે તે નર અજાણ. ૨૩
લોભે કરાવ્યો કુટુંબે કળો, પડ્યો પાંડવ કૌરવમાં સળો;
માંહોમાંહિ લડી ખોટ્યા પ્રાણ, તેને ઇચ્છે તે નર અજાણ. ૨૪
લોભે લડે ભૂમિએ ભૂપતિ, લોભે બળે પતિ સંગે સતી;
લોભ કરાવે પ્રાણની હાણ, તેને ઇચ્છે તે નર અજાણ. ૨૫
ડાહ્યા શિયાણા પંડિત પીર, લોભે કર્યા સહુને અધીર;
કવિ કોવિદ કર્યા વેચાણ, તેને ઇચ્છે તે નર અજાણ. ૨૬
સ્વર્ગ મૃત્યુ ને પાતાળ માંય, લોભે લઈ લીધાં જન ત્યાંય;
એવી પ્રસારી છે મોટી પાણ, તેને ઇચ્છે તે નર અજાણ. ૨૭
લોભે આપી છે અવળી મત્ય, મનાવ્યું છે અસત્યમાં સત્ય;
તેની નરને નહિ ઓળખાણ, તેને ઇચ્છે તે નર અજાણ. ૨૮
લોભે નાખી ગળે જમે ફાંશી, લોભે લેવારી લખ ચોરાશી;
લોભ ફેરવે છે ચારે ખાણ, તેને ઇચ્છે તે નર અજાણ. ૨૯
જન્મમરણનું કારણ જેહ, સહુ જન જાણો લોભ તેહ;
તેની મેલી દેવી જોઇયે તાણ, તેને ઇચ્છે તે નર અજાણ. ૩૦
જેને લોભે કબજામાં લીધાં, તેને દીન દાલદરી કીધાં;
સહ્યાં શરીરે દુઃખ મેરાણ, તેને ઇચ્છે તે નર અજાણ. ૩૧
એવું સમજી સંત અસાર, તજ્યું દ્રવ્ય ને સર્વ પ્રકાર;
મેલી તન મને તેની તાણ, તેને ઇચ્છે તે નર અજાણ. ૩૨
મણિ હીરા મોતી પરવાળાં, રત્ન આદ્યે જે નંગ રૂપાળાં;
એ તો જમની જાળ્ય જોરાણ, તેને ઇચ્છે તે નર અજાણ. ૩૩
અન્ન જળ ને વસ્ત્ર છે જેહ, તેણે કરી રહે છે આ દેહ;
તેના આપનારા અવિનાશ, એમ સમજે છે હરિના દાસ. ૩૪
અન્ન ખાવું તે ક્ષુધાને ખોવા, જળ પિવું તે પ્રાણને ટોવા;
રહેવું અન્ય વસ્તુથી નિરાશ, એમ સમજે છે હરિના દાસ. ૩૫
શીત ઉષ્ણ નિવારવા તન, રાખે અંગે વસ્ત્ર હરિજન;
જેવું મળે તેવું રાખે પાસ, એમ સમજે છે હરિના દાસ. ૩૬
તેહ વિના છે સર્વેનો ત્યાગ, વિષય સુખ સાથે છે વૈરાગ્ય;
ક્યારે ઇચ્છે નહિ જાણી કાશ, એમ સમજે છે હરિના દાસ. ૩૭
સોના રૂપામાં સુખ ન માને, જેને મહાપ્રભુ આવિયા પાને;
કીટ બ્રહ્મા લગી દેખે નાશ, એમ સમજે છે હરિના દાસ. ૩૮
એક સમજાણું હરિમાં સુખ, બીજું સર્વે જણાણું છે દુઃખ;
જેવો જમકિંકર કાળપાશ, એમ સમજે છે હરિના દાસ. ૩૯
જેને મળ્યું છે મહાધન મોટું, બીજું સર્વે સમજાણું છે ખોટું;
પાપ જાણીને ન કરે પ્યાસ, એમ સમજે છે હરિના દાસ. ૪૦
અહિ વીંછી ને વિષ અંગાર, કાકવિષ્ટા માંહિ શિયું સાર;
એવું જાણી તજે સુખ આશ, એમ સમજે છે હરિના દાસ. ૪૧
એવી કોણ વસ્તુ છે આ ભૂમાં, જેમાં લોભે જે લોભ્યા પ્રભુમાં;
રહે છે અંતર સહુથી ઉદાસ, એમ સમજે છે હરિના દાસ. ૪૨
એમ નર થયા નિરલોભ, કોઈ સુખે નહિ મન ક્ષોભ;
જેણે માન્યો બ્રહ્મમોલે વાસ, એમ સમજે છે હરિના દાસ. ૪૩
એહ રીત્યે લોભને જીતાય, બીજો છે ઉપરનો ઉપાય;
થાય અંતરે અભાવ જ્યારે, લોભ તજાય સમૂળો ત્યારે. ૪૪
એમ લોભ લાલચને જીતી, કરી પુરુષોત્તમ સાથે પ્રીતિ;
તેને કામ ને લોભ ન વ્યાપે, સ્વામી સહજાનંદ પરતાપે. ૪૫
પૂર્વછાયો નિષ્કામી નિરલોભી થઈ, ભજે છે ભગવંત;
તેવા જ ત્યાગી સ્વાદના, જેહ નિરસ્વાદી સંત. ૪૬
સર્વે રસ જાણી શ્યામમાં, અન્ય રસ જાણે અનિત્ય;
નિરસ્વાદી એવા સંતની, કહું સાંભળજ્યો સહુ રીત. ૪૭
ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે નિર્લોભી વ્રતમાન કહ્યું એ નામે એકસોને સાતમું પ્રકરણ. ૧૦૭

Prakaran 107: Nirlobhī Vratmān Kahyu

Chopāi Have kahu sant niralobhī, jeṇe karī rahyā jan shobhī;
Jem nārīno nahi prasang, tem tajyo chhe dravyano sang. 1
Evā santno maḷe samāj, māhomāhi bole munirāj;
Jene maḷyā Puruṣhottamrāy, te to pūraṇkām kahevāy. 2
Tene nyūn na manāy man, lādhyu akhūṭ jene mahādhan;
Dhūtā na dhūte chor na lūṭe, khātā kharachtā nav khūṭe. 3
Evu maḷyu mahādhan jene, te kem dhāshe ā dhātu dhanne;
Jemā anek rahyā anarth, sanche tyāgī to vaṇase arth. 4
Chorī hinsā anṛut apār, kām krodh ne dambh-bhanḍār;
Mad bhed ne vair vyasan, smay spardhādi chhe jiyā dhan. 5
Madyapān triyāsang thāy, dyūt vidyā ne vishvās jāy;
Rahyā eṭalā dravyamā maḷī, jem jaḷmā jaḷ-jantu vaḷī. 6
Dravya karāve pāp adharma, dravya karāve vair vikarma;
Dravya karāve kapaṭ chhaḷ, dravya karāve koṭi kakaḷ. 7
Dravya karāve dagā duṣhṭāī, dravya karāve kām kasāī;
Dravya karāve uchcha ne nīch, dravya karāve pāṣhanḍ pech. 8
Dravya karāve jāti vaṭāḷ, dravya chaḍāve sāchāne āḷ;
Dravya karāve hāl behāl, dravya karāve kṛupaṇ kangāl. 9
Dravya karāve chorī chākarī, dravya karāve ṭelya ākarī;
Dravya karāve jīvnī ghāt, dravya karāve pinḍno pāt. 10
Dravya nyāye anyāy karāve, dravya jūṭhī te sākhya bharāve;
Dravya levarāve lānch bhāḍya, dravya karāve rānkshu rāḍya. 11
Dravya satinu satya mukāve, dravya jatinu jat chukāve;
Dravya muninu maun bagāḍe, dravya tapīne tapthī pāḍe. 12
Dravya arthe pṛuthvīe fare chhe, dravya arthe laḍīne mare chhe;
Dravya arthe veche nij tan, taje jīvitavya na taje dhan. 13
Dravya arthe vaḷī vāṇe chaḍe, dravya arthe pahāḍe chaḍī paḍe;
Dravya arthe ghāt ghaṇī ghaḍe, thāy anarth bahu dravya vaḍe. 14
Dravya dharma māhithī chaḷāve, dravya nīchnā dharma paḷāve;
Je je jāy chhe narakmā jan, tenu mūḷ kāraṇ chhe dhan. 15
Kām krodh ne moh kahevāy, harṣh shok lobh thakī thāy;
Mān īraṣhā mamatā tāṇya, lobh sarvenu kāraṇ jāṇya. 16
Pāme chhe jīv jujavā kṣhobh, te to jene jevaḍo chhe lobh;
Lobh santshu het troḍāve, lobh duṣhṭashu prīt joḍāve. 17
Lobh karāve na karyānā kām, lobh karāve jīvat harām;
Je je avaḷu jagatmā thāy, te to sarve dravyathī kahevāy. 18
Dravye putra te pitāne māre, dravye shiṣhya gurune sanhāre;
Thāy dravye mahā panch pāp, thāy dravye kṛutaghanī āp. 19
Evu agh jage nahi koy, je koī dravya maḷatā na hoy;
Dravya mukāve gnānīnu gnān, dravya mukāve dhyānīnu dhyān. 20
Dravya mukāve mānīnu mān, dravya karāve nirlajja nidān;
Kahī kahī keṭalā kahevāy, je koī dravyathī anarth thāy. 21
Evā lobh māhi je levāṇā, te to tṛuṣhṇāne pūre taṇāṇā;
Tene ūgaravā saī āsh, evu jāṇī dūr rahevu dās. 22
Lobhe sur ne asur laḍe, daitya bhūt dukhī lobh vaḍe;
Yakṣh rākṣhas sahu lobhe herāṇ, tene ichchhe te nar ajāṇ. 23
Lobhe karāvyo kuṭumbe kaḷo, paḍyo Pānḍav Kauravmā saḷo;
Māhomāhi laḍī khoṭyā prāṇ, tene ichchhe te nar ajāṇ. 24
Lobhe laḍe bhūmie bhūpati, lobhe baḷe pati sange satī;
Lobh karāve prāṇnī hāṇ, tene ichchhe te nar ajāṇ. 25
Ḍāhyā shiyāṇā panḍit pīr, lobhe karyā sahune adhīr;
Kavi kovid karyā vechāṇ, tene ichchhe te nar ajāṇ. 26
Swarg mṛutyu ne pātāḷ māy, lobhe laī līdhā jan tyāy;
Evī prasārī chhe moṭī pāṇ, tene ichchhe te nar ajāṇ. 27
Lobhe āpī chhe avaḷī matya, manāvyu chhe asatyamā satya;
Tenī narne nahi oḷakhāṇ, tene ichchhe te nar ajāṇ. 28
Lobhe nākhī gaḷe jame fāshī, lobhe levārī lakh chorāshī;
Lobh ferave chhe chāre khāṇ, tene ichchhe te nar ajāṇ. 29
Janma-maraṇnu kāraṇ jeh, sahu jan jāṇo lobh teh;
Tenī melī devī joiye tāṇ, tene ichchhe te nar ajāṇ. 30
Jene lobhe kabajāmā līdhā, tene dīn dāladarī kīdhā;
Sahyā sharīre dukh merāṇ, tene ichchhe te nar ajāṇ. 31
Evu samajī sant asār, tajyu dravya ne sarva prakār;
Melī tan mane tenī tāṇ, tene ichchhe te nar ajāṇ. 32
Maṇi hīrā motī paravāḷā, ratna ādye je nang rūpāḷā;
E to jamanī jāḷya jorāṇ, tene ichchhe te nar ajāṇ. 33
Anna jaḷ ne vastra chhe jeh, teṇe karī rahe chhe ā deh;
Tenā āpanārā Avināsh, em samaje chhe Harinā dās. 34
Anna khāvu te kṣhudhāne khovā, jaḷ pivu te prāṇne ṭovā;
Rahevu anya vastuthī nirāsh, em samaje chhe Harinā dās. 35
Shīt uṣhṇa nivāravā tan, rākhe ange vastra harijan;
Jevu maḷe tevu rākhe pās, em samaje chhe Harinā dās. 36
Teh vinā chhe sarveno tyāg, viṣhay sukh sāthe chhe vairāgya;
Kyāre ichchhe nahi jāṇī kāsh, em samaje chhe Harinā dās. 37
Sonā rūpāmā sukh na māne, jene Mahā-Prabhu āviyā pāne;
Kīṭ Brahmā lagī dekhe nāsh, em samaje chhe Harinā dās. 38
Ek samajāṇu Harimā sukh, bīju sarve jaṇāṇu chhe dukh;
Jevo Jamkikar kāḷpāsh, em samaje chhe Harinā dās. 39
Jene maḷyu chhe mahādhan moṭu, bīju sarve samajāṇu chhe khoṭu;
Pāp jāṇīne na kare pyās, em samaje chhe Harinā dās. 40
Ahi vīchhī ne viṣh angār, kāk-viṣhṭā māhi shiyu sār;
Evu jāṇī taje sukh āsh, em samaje chhe Harinā dās. 41
Evī koṇ vastu chhe ā bhūmā, jemā lobhe je lobhyā Prabhumā;
Rahe chhe antar sahuthī udās, em samaje chhe Harinā dās. 42
Em nar thayā niralobh, koī sukhe nahi man kṣhobh;
Jeṇe mānyo Brahmamole vās, em samaje chhe Harinā dās. 43
Eh rītye lobhne jītāy, bījo chhe uparno upāy;
Thāy antare abhāv jyāre, lobh tajāy samūḷo tyāre. 44
Em lobh lālachne jītī, karī Puruṣhottam sāthe prīti;
Tene kām ne lobh na vyāpe, Swāmī Sahajānand paratāpe. 45
Pūrvachhāyo Niṣhkāmī nirlobhī thaī, bhaje chhe Bhagwant;
Tevā ja tyāgī swādnā, jeh niraswādī sant. 46
Sarve ras jāṇī Shyāmmā, anya ras jāṇe anitya;
Niraswādī evā santnī, kahu sāmbhaḷajyo sahu rīt. 47
Iti Shrīmad Ekāntik Dharma pravartak Shrī Sahajānand Swāmī shiṣhya Niṣhkuḷānand Muni virachite Bhaktachintāmaṇi madhye 'Nirlobhī Vratmān Kahyu' e nāme eksone sātmu prakaraṇ. 107

Prakaran Selection

Prakaran: Go

Chintamani Sar

Prakarans

loading