ચિહ્નચિંતામણિ
દોહા
સંત સરાહત1 સ્વસ્તકું, જાતે હોત કલ્યાન ॥
દક્ષન2 પગ સો દેખિયે, પ્રગટ ચિહ્ન પ્રમાન ॥ ૧ ॥
અષ્ટકોણ અવલોકતે, કષ્ટ મિટત હે કોટ3 ॥
અંતર આનંદ ઊપજે, લગે ન કાળકી ચોટ ॥ ૨ ॥
કેતુ4 હેતુ5 સંતકે, રહત પવન આધાર ॥
તેસે સંતશિરોમણિ, ચલત આજ્ઞાનુસાર ॥ ૩ ॥
જન જોવત જેહિ જવકું, તેહિ પિંડ ના પરસે6 પાપ ॥
સદા મુદા7 મન પાવહિ,8 અંતર સુખ અમાપ ॥ ૪ ॥
કરત વશ અંકુશ કરી, મનમેંગળ9 મગરૂર10 ॥
વારી ફેરી11 લેત હે, હરિ ચરણે હજુર ॥ ૫ ॥
જિન12 જાન્યો રસ જાંબુકો, સરવે રસમહિ સાર ॥
અન્ય રસકી ઇચ્છા ટરી,13 નીરસ ભયો સંસાર ॥ ૬ ॥
વજ્ર નજર વિલોકતે, નિર્ભય ભયે જન નેક ॥
કાળ કર્મકી કલ્પના, છૂટી અંતરસે છેક ॥ ૭ ॥
નીર ન લોપે કમળકું, તેસે સંત સંસાર ॥
પ્રભુપદ ચિહ્ન પ્રતાપશું, વ્યાપત નહિ વિકાર ॥ ૮ ॥
ત્રિકોણ ચિહ્નકું ચાહિતે,14 ત્રિવિધ તાપ તે જાય ॥
વસત સદા પદ વામમેં,15 સંત હરન સંતાપ ॥ ૯ ॥
ચંચળ મીન16 પ્રવીન હે, નીરમેં ફરત નિદાન ॥
જક્ત વિરક્ત રહત હે, તેસે સંત સુજાન ॥૧૦॥
સોમ17 સદા શીતલ કરે, યાકી યાહે રીત ॥
દાજત નહિ તેહિ દિલમેં, જેહિ ચિંતવત હે ચિત્ત ॥૧૧॥
ગોપદમેં યા ગુન હે, જેહિ ચિંતવત હે જન ॥
અપાર એહ સંસારકું, તુરત કરત ઉલ્લંઘન ॥૧૨॥
ધનુષ જે જન ચિંતવે, તે પર રીઝે અવિનાશ ॥
કામ ક્રોધ મદ લોભકો, તુરત હોત વિનાશ ॥૧૩॥
વેર વેર18 જન વ્યોમકું,19 દેખત હે જેહિ દાસ ॥
અટકત નહિ આવરનમેં, એહિ ગુન આકાશ ॥૧૪॥
કળશકી મેં ક્યા કહું, સબ પર રહત સદાય ॥
યાકું20 ઉરમેં ધારતે, કરનાં રહે ન કાંય ॥૧૫॥
દોનું પાવે21 દેખતે,22 આવત હે આનંદ ॥
ઊર્ધ્વરેખાકે ઉપરી, વારી નિષ્કુળાનંદ ॥૧૬॥
ઇતિ શ્રીનિષ્કુળાનંદમુનિ વિરચિતઃ ચિહ્નચિંતામણિઃ સંપૂર્ણઃ
ચિહ્નચિંતામણિઃ સમાપ્તઃ
ચિહ્નચિંતામણિ કોષ્ટક
૧૬ ચિહ્નોનાં નામ
૧. સ્વસ્તિ | ૫. અંકુશ | ૯. ત્રિકોણ | ૧૩. ધનુષ |
૨. અષ્ટકોણ | ૬. જાંબુ | ૧૦. મીન | ૧૪. વ્યોમ |
૩. કેતુ (ધ્વજ) | ૭. વજ્ર | ૧૧. સોમ (અર્ધચન્દ્ર) | ૧૫. કળશ |
૪. જવ | ૮. કમળ | ૧૨. ગોપદ | ૧૬. ઉર્ધ્વરેખા |
॥૧॥ | ॥૨॥ | ॥૪॥ | ॥૮॥ |
૧. વજ્ર | ૧. અષ્ટકોણ | ૧. કળશ | ૧. ધનુષ |
૨. સ્વસ્તિ | ૨. ધ્વજ | ૨. જાંબુ | ૨. ગોપદ |
૩. ત્રિકોણ | ૩. અર્ધચન્દ્ર | ૩. વ્યોમ | ૩. સોમ |
૪. અર્ધચન્દ્ર | ૪. કળશ | ૪. અંકુશ | ૪. કમળ |
૫. અંકુશ | ૫. જાંબુ | ૫. ગોપદ | ૫. ત્રિકોણ |
૬. ધ્વજ | ૬. વજ્ર | ૬. જવ | ૬. કળશ |
૭. ધનુષ | ૭. મીન | ૭. ધનુષ | ૭. મીન |
૮. કળશ | ૮. વ્યોમ | ૮. વજ્ર | ૮. વ્યોમ |
કોઠાની સમજૂતી
ભગવાન સ્વામિનારાયણનાં ૧૬ ચિહ્નો અહીં વર્ણવ્યામાં આવ્યાં છે, તેમાં જે ચિહ્ન મનમાં ધાર્યું હોય તે પ્રથમ અંકમાં હોય તો તે એક અંક ગણવો. અને તે જ ચિહ્ન બીજા અંકમાં હોય તો તે એક ને બે મળીને ત્રણ અંક થાય. અને તે જ ચિહ્ન ચોથા અંકમાં હોય તો ત્રણ અને ચાર મળીને સાત અંક થાય અને તે જ ચિહ્ન આઠમાં અંકમાં હોય તો સાત અને આઠ મળીને પંદર અંક થાય. તે ગ્રંથના ૧૬મા દોહામાં જોવાથી બીજાએ મનમાં ધારેલું ચિહ્ન બીજો વ્યક્તિ સ્વયં કહી શકે છે. એવી રીતે બીજાં ચિહ્નો ધારવામાં પણ આવો સંકેત જાણી લેવો. જે ચિહ્ન ધાર્યું હોય તે જે અંકમાં ન હોય તે અંક ગણવામાં લેવો નહિ.
દા. ત. જો કળશ ધાર્યો હોય તો તે ૧, ૨, ૪, અને ૮મા અંકમાં મળી આવે છે માટે ૧ + ૨ + ૪ + ૮ = ૧૫. માટે ૧૫મા દોહામાં કળશ મળી આવશે. જો ધનુષ ધાર્યું હોય તો તે ચિહ્ન ૧, ૪ અને ૮માં અંકમાં મળે છે. માટે ૧૩મા દોહામાં ધનુષ મળી આવશે.
જ્યારે કોઈ પણ અંકમાં જે ચિહ્ન ધાર્યું હોય તે ન મળી આવે તો તે ચિહ્ન ઉર્ધ્વરેખા જાણવી, જે ૧૬મા દોહામાં મળે છે.