ગુણગ્રાહક
દોહા
લંબોદર1 હું લાગું લળી, પાર્વતીતનુ2 પાય ॥
શુદ્ધ બુદ્ધિ દિયો શ્યામ વીર, શંકરસુત હો સહાય ॥ ૧ ॥
ગણપતિ ગણપતિ ગાઈએ, અવગુણ મટે અનેક ॥
ગુણ વિન ગોવિંદ ના રિઝે, છિજે3 ન અવગુણ છેક ॥ ૨ ॥
ગુણ પૂજાવે સબે જક્તમાં, ગુણ બઢાવત માન ॥
જ્યામેં જે તો ગુણ રહે, તાહિ તે તો સન્માન ॥ ૩ ॥
ગુણ અવગુણ દો ગૂંથકે, કહું કથા પ્રબંધ ॥
ઓર ગુણમેં આયી ગયે, ગુણાતીત4 હે ગોવિંદ ॥ ૪ ॥
અવગુણકું આદર નહિ, શુભ ગુણકું સન્માન ॥
દોય વિધ એહ દેખહું, જાનત હે સબ જાન ॥ ૫ ॥
દેવ દાનવ માનવ મુનિ, સબ હે ગુણકે રાજ ॥
અવગુણકું સૂઝત નહિ, રીત રંક યહ રાજ ॥ ૬ ॥
સબવિધ દેખ્યા શોધકે, તિનુ હું લોકકે તાન ॥
કહિયે અબ કહો કોનકું, ગુણગ્રાહક ભગવાન ॥ ૭ ॥
આકાશગુણ વર્ણન
એક અવલ ગુણ આકાશકે, શૂન્ય સોઈ શબ્દ વિભાગ ॥
શુક5 કોયલ મેના સખી, ઘૂડ ગર્દભ6 કુક્કર7 કાગ ॥ ૮ ॥
એસી વાણી જાણી એકકી, કોય ન સુનત કાન ॥
એક સુનત બહુ ભાવશું, તોરત તાહીસું તાન ॥ ૯ ॥
એક શબ્દ ગુણગાન હે, એક શબ્દ સોઈ ગાર8 ॥
ગાન મિલાવત મોંજકું,9 ગાર મિલાવત માર ॥૧૦॥
એક નર અશુદ્ધ બોલહી, એક વિચારત વેદ ॥
પ્રસિદ્ધ ગુણ દોઈ પેખિયે, ભયો ગિરામાંહી10 ભેદ ॥૧૧॥
જાકી જેસી હે બોલની, તા પર તે તો હેત ॥
કોકિલા11 ક્યા દેત હે, અરુ કાક ઉલું12 ક્યા લેત ॥૧૨॥
શુભ ગુણસે સુખ ઊપજે, અવગુણ દુઃખ અનેક ॥
દોય વિધ દેખે દિલમેં, તો રહે ન સંશય રેખ ॥૧૩॥
વાયુગુણ વર્ણન
અબ સુનોહો રીત સમીરકી,13 વહત હે વિધ દોહ14 ॥
એક શીતળ અંગ કરે, એક લગાવ હે લોહ15 ॥૧૪॥
અરુ એક ઉડાવત અભ્રકું,16 અરુ એક મિલાવત મેઘ ॥
પવન ગુણ એહ પેખિયે, વહત દોનું હુ વેઘ17 ॥૧૫॥
એક આનંદ અંગ આપ હી, અરુ એક દેવત હે દુઃખ ॥
જેસો હી ગુણ જ્યામેં રહ્યો, તેસો કહે સબ મુખ ॥૧૬॥
તેજગુણ વર્ણન
અરુ અગ્નિ અગ્નિ એક હે, દેખતાહિ ગુણ દોય ॥
એકસે દુઃખ અતિ ઊપજે, અરુ એકસે સુખ હોય ॥૧૭॥
એક અગ્નિ પચાવત અન્નકું, અરુ એક લગાવત લા’ય18 ॥
દુઃખ સુખ દોયિક દેખિયે, એહ દોનું ગુન સબ ગાય ॥૧૮॥
એક ધૂમર19 ઘર ધુંધવે, અરુ એક કરત ઉજાસ ॥
વાહિ20 ન ભાવત અંતરે, વોહિસે21 હોત હુલાસ ॥૧૯॥
શુભ ગુણ વિન જન સુખકો, દલહિ ન કીજે દોડ ॥
પેખી ગુણ નિજ પિંડકો, અરુ પીછે કરના કોડ ॥૨૦॥
જળગુણ વર્ણન
નીરખો ગુણ જન નીરકો, અરુ વાહિમેં દો વિધ ॥
મીઠો ખારો માનિયે, પીને માંહિ પ્રસિદ્ધ ॥૨૧॥
એક જળ અનુપમ જાહ્નવી, અરુ એક અશુચિ22 કુંડ ॥
વાં23 નહાવત સબ નેહશું, વાંહિ ન પરસે24 પંડ ॥૨૨॥
એક નીર મહીસેં25 નિપને,26 ઇક્ષુ27 લીમે28 અરુ આક29 ॥
વાંહી ન ભખે30 ભાવકર, વાંહી પાવે કરી પાક ॥૨૩॥
અરુ વાંહિ મિલે વિન તોલમેં, ઓહિ તોલાવત તોલ ॥
જા મહી જેતો ગુન હે, તાકોહિ તેત્તો મોલ ॥૨૪॥
એક પાત31 પેખો આકકો, એક નિર્ખત નાગરવેલ્ય ॥
વાંહિ ખાવત ખાંતકર,32 વાકું મુખ નહિ મેલ્ય ॥૨૫॥
એક ફૂલ અવલ આવળકો, એક ચંપક33 ફૂલ ગુલાબ ॥
મિલત ઓહી તો મૂલ્યશે, હૈ એહિ વિન હિસાબ ॥૨૬॥
એક ફળ ઇન્દ્રામણ34 આકકો, એક ફલ અવલ હે આમ35 ॥
આક ન ભખે કૌ ભૂલ્યસે, હોય આમકી હૈયે હામ ॥૨૭॥
આક ન આવત આમ સમ, દેખહું દિલ વિચાર ॥
એક તોલે ક્યું આવહિ, સો ઊન્ન36 સોનકો37 તાર ॥૨૮॥
સુનહિ દેખી સુખ ઓરકો, હિયે ન કીજિયે હામ ॥
હોડ નહિ મુષ38 હંસકી, સમ અજા39 ગજ શ્યામ ॥૨૯॥
ભમર ગીંગા અરુ ભિન્ન હે, ભિન્ન અરુ બક40 મરાળ41 ॥
પક્ષી એક નહિ પેખિયે, હે વિધવિધ ગુન વિશાળ ॥૩૦॥
ગુન વિના તો ગનતી કહાં, હોઈ હે તાકી હલકાય ॥
વાહિકી સોચ ન કીજિયે, સમઝ રહેના મનમાંય ॥૩૧॥
પૃથ્વીગુણ વર્ણન
એક પૃથિવી ગુન પ્રસિદ્ધ હે, અરુ જુદી વાકી42 જાત ॥
મિલે નહિ સરખે મૂલ્યસે, સમઝ એહ ધાતુ સાત ॥૩૨॥
પુરટ43 અરુ પિત્તલ પીત44 હે, મિલત ન એકહિ મૂલ્ય ॥
શ્વેત કલી45 રજત46 સહિ, ભાખે ન સમ કોય ભૂલ્ય ॥૩૩॥
એક અવનિસે ઊપજે, તરુવર ભાર અઢાર ॥
સબકે ગુન સરખે નહિ, વિધવિધ કરો વિચાર ॥૩૪॥
અરુ ભાજન47 હે સબ ભૂમિકે, કરતા એક કુલાલ48 ॥
જામેં હી જેત્તો ગુન હે, તામેં હિ તેતો હી માલ ॥૩૫॥
એક પટમેં બો’ત પટંતરો,49 અરુ વાહિમે વિભાગ ॥
ક્યાં ચોસાઈ ઝરવાળિયાં,50 ક્યાંહાં પટુ પાહાંમરી51 પાગ ॥૩૬॥
અરુ જામે ગુન જેહિ જાનહિ, તાકિ કરત જતન ॥
પથ્થર પારસ દો પેખકે, રાખે હિ રીત રતન ॥૩૭॥
એસી વિધ અનેક ગુન, પેખે હિ નાવત પાર ॥
દેખી હિ ગુન અરુ દોષકું, કાહા કાઢના હે સાર ॥૩૮॥
અરુ અબ કેનેકી ઇતની, સુનહો સંત સુજાન ॥
જાતે52 હિ રીઝે જગપતિ, ધન્ય ધન્ય ગિરા એહ ગાન ॥૩૯॥
વાયુ વહત બહુ વિધકે, સપ્તદ્વીપ અરુ નવ ખંડ ॥
ધન્ય ધન્ય સોહી સમીરકું, જેહિ પરસે હરિકે પંડ ॥૪૦॥
અરુ અનળ53 હે બહુ વિધકે, મેહેતાબ મસાલા દીપ ॥
ધન્ય ધન્ય ઓહી અનળકું, જોહિ જરત54 શ્યામ સમીપ ॥૪૧॥
વારિ હે વિધવિધ બહુ, સર સરિતા ભરે કૂપ ॥
જાકું પિયે પરસે હરિ, ઓહી હે નીર અનુપ ॥૪૨॥
અરુ પૃથ્વી હે બહુ પેરકી,55 શ્વેત શ્યામ અરુ રક્ત પીત ॥
ધન્ય ધન્ય ઓહી ધરાકું, જેહી હરિ કરી અંકિત ॥૪૩॥
અરુ ભુવન હે બહુ ભાતકે, ત્રાટિ56 માટીરુ57 ચિરાબંધ58 ॥
ધન્ય ધન્ય એહિ ધામકું, જામહિ રહે ગોવિંદ ॥૪૪॥
અરુ ભોજન હે બહુ ભાતકે, લેહ્ય ચોશ્ય ભક્ષ્ય અરુ ભોજ્ય ॥
ધન્ય ધન્ય એહિ અન્નકું, જેહિ જમત મોહન મોજ ॥૪૫॥
અરુ વાસન હે બહુ વિધકે, કંચન કાંસા પીતળ રૂપ ॥
ભાગ્ય બડે એહ ભાજનકે, જામહિ જમે જગભૂપ ॥૪૬॥
અબખોરા59 કટોરા60 કળસિયા,61 અરુ ભરે નિર્મળ નીર ॥
પુણ્ય બડે એહ પાત્રકે, જ્યાસે જળ પીવે બળવીર ॥૪૭॥
લે લવીંગ સોપારી એલચી, અરુ કાથા ચુના પાન ॥
ધન્ય ધન્ય એહ મુખવાસકું, ભાવે ભખે62 ભગવાન ॥૪૮॥
પર્યંક હે બહુ પેરકી, ખાટ પાટ અરુ પલંગ ॥
ધન્ય ધન્ય સોહી સેજકું,63 જ્યાં સોવતહે શ્રીરંગ ॥૪૯॥
સુંદર સેજ સમારી64 સુમને,65 બિછોના અવલ બિછાય ॥
ધન્ય ધન્ય હે સોહી જનકું, જેહિ તલાંસત66 હે પાય ॥૫૦॥
સૂઈ ઉઠત જબ સેજસે, અરુ આળસ મોડી અંગ ॥
લઈ લોટા મુખ ધોયકે, સબ પે’રે બસન67 સોરંગ68 ॥૫૧॥
વસન સુંદર બહુ વિધકે, સોહે સોરંગી સુરવાળ ॥
જામા પે’રે જરિયાનકે, ચળકત બાંકી ચાલ69 ॥૫૨॥
અરુ કમરે બાંધે કસિકે,70 દોપટે શાલ દુશાલ ॥
શોભત સુંદર શિર ઉપરે, શુભ સોનેરી સુફાલ71 ॥૫૩॥
વસ્ત્ર હે બહુ વિધવિધકે, ગિનત પરત72 નહિ પાર ॥
ધન્ય ધન્ય પટ73 સોહી પેખીએ, જેહિ પે’રે પ્રાણઆધાર ॥૫૪॥
રંગરંગ હે બહુ રીતકે, નીલ પીત શ્વેત અરુ લાલ ॥
કસુંબા કિયે ક્યા કહું, હે વાકે ભાગ્ય વિશાલ ॥૫૫॥
કૈ કેશર કસુંબી રંગકે, રંગે હે વસન74 અમોલ ॥
જાકું પે’રે જગપતિ, તાહિ ન આવત તોલ ॥૫૬॥
સુવર્ણ રૂપા કોય સમ નહિ, ભયે હે જાકે ભૂષણ ॥
ધન્ય ધન્ય સોએ ધાતુકું, પે’રે હે પ્રાણજીવન ॥૫૭॥
વેઢ વીંટી કરમુદ્રિકા,75 પોંચી અંગુઠી પાણ ॥
બાજુ કાજુ કનકકડાં, ધન્ય પે’રે શ્યામ સુજાણ ॥૫૮॥
કનક કુંડળ દો કાનમેં, ત્યાંહાં તંગલ76 તોરા તાર ॥
સુવર્ણ મુગટ શિર ઉપરે, ધન્ય ધન્ય ધરે મોરાર ॥૫૯॥
કનકકી માળા કંઠમેં, કટિદોરો77 કિયે કંચન ॥
પાયે પંજનિયાં78 પેખકે, જોઈ મોહિત હે જન ॥૬૦॥
ધન્ય ધન્ય એહી ધાતુકું, પે’રે હે પુરુષોત્તમ ॥
અવર79 ભૂષન અનેક હે, સો નાવત વાકે સમ ॥૬૧॥
વસન ભૂષણ વિધવિધકે, પે’રે હે પ્રાણઆધાર ॥
ચઢે વાહન હરિ ચોંપશું,80 અશ્વ ભયે અસવાર ॥૬૨॥
ગજહુકી તો ગનતી નહિ, હે કદલી વનમેં81 ક્રોડ ॥
જાપર બેઠે જગપતિ, હોય ન વાકી કોઉ હોડ82 ॥૬૩॥
વાજ83 હે બહુ વિધકે, હેઉ વાકી જાત અનેક ॥
હરિ ચઢે જો હય ઉપરે, વાકે સમ નહિ એક ॥૬૪॥
રથ વહેલ અરુ પાલખી, હે શકટ84 સોય અનુપ ॥
ઓહી વાહન ભાગ્ય વખાનિયે, જ્યાં બેઠે જદુભૂપ ॥૬૫॥
વિધવિધકે વાહન ઉપરે, ચઢે હે ચતુરા રાય ॥
દેને આયે દરશનકું, વનમાલી સો વનમાંય ॥૬૬॥
બહુ વિધવિધ છાયા વનકી, સો કહેતે નાવત પાર ॥
ધન્ય આંબા એહ આંબલી, જાહાં બેઠત હે મોરાર ॥૬૭॥
સિંહાસન સોય સોયામને, સજે ગાદી તકિયા મેલ ॥
બિછાયે હે વિધવિધકે, આય બેઠે હે અલબેલ ॥૬૮॥
ઓર આસન વિધ અનેક હે, રચી બેઠત રાજા રાણ ॥
તાકે તોલે તેહ નહિ, જ્યાં બેઠે હે શ્યામ સુજાણ ॥૬૯॥
જુથ જુથ મિલે બહુ જનકે, નિરખત નયણે નાથ ॥
આનંદ આયો અતિ અંગમેં, સબે હી ભયે સનાથ ॥૭૦॥
મનુષ્ય મુલકમેં85 હી બોત હે, વાકા વાર નહિ પાર ॥
જેહિ નિરખત હે જગદીશકું, ધન્ય ધન્ય તેહી નરનાર ॥૭૧॥
પૂજા વિધવિધ પેરકી, કરત હે કર જોડ ॥
ધન્ય જીવત તેહી જનકો, કરત હે પૂરે કોડ ॥૭૨॥
ચંદન ચરચી લે ચંપકો, કર કંઠ આરોપત હાર ॥
અગર ધૂપ અરુ આરતી, ઉતારત વારમવાર ॥૭૩॥
અતિ પ્રસાદી બહુ પેરકી, લાવત ભરભર થાળ ॥
હરિજન જમાવત જુક્તશું,86 જમત હે દીનદયાળ ॥૭૪॥
દેત પ્રસાદી હરિદાસકું, હેત કરી હરિ હાથ ॥
જેહિ કણ પ્રસાદી કારણે, અજ શિવ ભયે અનાથ ॥૭૫॥
મિલી મુક્તપુરુષકી મંડળી, નિરખત ભરભર નેણ ॥
સનમુખ દેખત શ્રીહરિ, શ્યામ સુંદર સુખદેણ ॥૭૬॥
જોગી વિયોગી હે બહુ જક્તમેં, ઉદર ભરત અનેક ॥
મિલે હે જાકું મહાપ્રભુ, તાહિ સમો નહિ એક ॥૭૭॥
ત્યાં હેત કરી પૂછહી, પ્રશ્ન ઉત્તર પ્રસંગ ॥
સંત સુનત હે સબ મિલી, પળપળહિ જામત રંગ ॥૭૮॥
હે સંવાદ બહુ સંસારમેં, બોલત બકબક બોલ ॥
સંત હરિ સંવાદ સમ, તેહિ ક્યું આવત તોલ ॥૭૯॥
ભટ પંડિત ત્યાં ભેળે ભયે, કરત હે કથા ઉચ્ચાર ॥
સુનત જાકું શ્રીહરિ, ઓરહિ સંત અપાર ॥૮૦॥
પંડિત પાર નહિ પેખિયે, ઠરે હે ઠોરમઠોર87 ॥
શ્યામ સમીપે જો રહત હે, વાકે સમ નહિ ઓર ॥૮૧॥
સુંદર ફૂલ સોયામણે, હેતે કરત બહુ હાર ॥
પૂજા કરન પગભર ખડે, જોડે કર નરનાર ॥૮૨॥
દિલ દેખી પ્રીતિ દાસકી, હેત કરી હરિ લેત ॥
કોયક પે’રે હરિ કંઠમેં, કોયક વાકું લે દેત ॥૮૩॥
પુષ્પ તો હે બહુ પેરકે, પિખિ જીય પચરંગ ॥
સુમન સોહી સોયામને, જો અરપે હરિકે અંગ ॥૮૪॥
તોરા ગજરા અરુ પોંચિયું, હૈયે હે હાર અમૂલ ॥
દોનું કાને કુસુમ88 દેખિયે, શોભત સુંદર ફૂલ ॥૮૫॥
ઓર તો પોહપ89 અનેક હે, કામીકું આવત કામ ॥
પુન્ય બડે ઓહી પોહપકે, પે’રે સુંદર શ્યામ ॥૮૬॥
કુસુમ માળા બહુ કંઠમેં, પે’રે શ્યામ સુવાગ ॥
નિરખત સબ મિલી નાથકું, ગાવત ગુનિજન રાગ ॥૮૭॥
ગાન તાનકી ગનતી નહિ, તોરત બહુવિધ તાન ॥
ધન્ય ધન્ય ઓહી રાગકું, જાહી સુને ભગવાન ॥૮૮॥
વાજિંત્ર હે બહુવિધકે, ઘા વાયે તે ઘસ બોલ ॥
વાજત હે વ્રજરાજ ત્યાંહાં, તાકી નાવત કોય તોલ90 ॥૮૯॥
જેહ જેહ ગુનહે જેહિમેં, તેહિ તેહિ આવત કામ ॥
અવગુનકી એસી સહી, ના પૂછત કોહુ નામ ॥૯૦॥
એસા ગુન આયો નહિ, જાતે91 રિઝત રાજ ॥
અબ પડે રહે દરબારમેં, પેટ ભરનકે કાજ ॥૯૧॥
અબ દેખી સુખમય ઓર કો, હૈયે ન કીજિયે હોંશ ॥
એસો ગુન નહિ આપમેં, તો દિજે કિનકું દોષ ॥૯૨॥
જાહી કહું જગદીશકું, તુમહી ભયે ગુણ ભાગ્ય ॥
જેહી ગુનહીન જન હે, ઇનકી બડી અભાગ્ય ॥૯૩॥
અરુ એસી અનાદિ રીત હે, કે ભયી અબ મેરે ભાગ ॥
ભલા જું હોય તો કાહા ભયા, અબ તો કરિયો ત્યાગ ॥૯૪॥
દીનબંધુ દરબાર સુની, મેં આયો હું મહારાજ ॥
અધમ ઉદ્ધારન આપ હો, નાથ ગરીબનિવાજ ॥૯૫॥
મોટી નજર કરી મે’રકી, દેખો હો દીનદયાલ ॥
શ્રી સહજાનંદકે રાજ્યમેં, કહિક નિર્ભય કંગાલ ॥૯૬॥
ઠાકુર તુમ ઠીક હી કરો, નહિ દુઃખ હે સુખ શિર ॥
મેરા મન અધિરિયા, ધરત નહિ સોય ધીર ॥૯૭॥
અબ અવગુન મેરા આપ, દેખો નહિ જ્યું દયાળ ॥
અર્ભક92 કરે અપરાધકે, તૌ બાપ તજત નહિ બાળ ॥૯૮॥
ઉદરમેં અપરાધ અતિ, બહુવિધ કરહી બાળ ॥
માત ન લાવત મનમેં, કરત પ્રીતે પ્રતિપાળ ॥૯૯॥
અબ કૃપાનિધિ ઐસી કરો, કહત હું કરભામ ॥
લહિ93 બડાઈ94 આપકી, સુખ દીજિયે અબ શ્યામ ॥૧૦૦॥
સુખસાગર તુમ શ્યામ હો, કૃપાળુ સુખકે કંદ ॥
હો નાથ નિષ્કુળાનંદકે, સુખનિધિ સહજાનંદ ॥૧૦૧॥
ઇતિ શ્રીમદેકાંતિક ધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિશિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતઃ ગુણગ્રાહકઃ સંપૂર્ણઃ ।
ગુણગ્રાહકઃ સમાપ્તઃ