લગ્નશકુનાવલિ
મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ, મીન
દોહા
શ્રીસહજાનંદ આનંદકંદ, વંદુ વારંવાર ॥
દીનદયાળુ દુઃખહરણ, પ્રગટે યહ સંસાર ॥ ૧ ॥
સુમરન કરકે કહત હું, શકુનાવલિ શુભ નામ ॥
શુભ લગ્નમેં જો ચિંતવે, કરે ભક્તકો કામ ॥ ૨ ॥
મેષ લગન મન ચિંતવી, અજ પૂછત અવિનાશ ॥
સુખ લાભ સબહિ મિલે, ઉત્તમ હય યહ રાશ ॥ ૩ ॥
વૃષભ લગ્ન વિચારીકે, નારદ પૂછત કહે કૃષ્ણ ॥
અર્થલાભ સુખ સબ મિલે, જેહી પૂછે તેહી પ્રશ્ન ॥ ૪ ॥
મિથુન લગ્ન મનમે ધરી, ઉમા પૂછત કહે ઈશ ॥
સભા મધ્યે સુખ નહિ મિલે, હય ચિંતા કષ્ટ કલીશ ॥ ૫ ॥
કર્ક લગ્ને કર જોરકે, જમદગ્નિ પૂછત અજ કહે ॥
લાભે દેપુનિ સ્વાદ નહિ, શિવ સુમરી કેવૈ ગ્રહે ॥ ૬ ॥
સિંહ લગ્ને સહદેવ પૂછે, ભીષ્મ કહે ભરી ભાવ ॥
વિચરત સિદ્ધિ પાવહિ, વિષ્ણુકે ગુણ ગાવ ॥ ૭ ॥
કન્યા પૂછે કાલિકા, સરસ્વતી કહત હે સોય ॥
સુખ લાભ હોશે સહી, પુનિ કષ્ટ નહિ હોય ॥ ૮ ॥
તુલા લગ્ન જાની તેહિ, ઋષિ પૂછત કહે દેવ ॥
દ્રવ્ય પ્રાપ્ત સુખ પાવહિ, હે વેર નહિ તતખેવ ॥ ૯ ॥
વૃશ્ચિક લગ્ને ગૌતમ પૂછે, પિનાકી કહે સોય ॥
હૈયે ચિતવે સો હોયગે, પુનિહે વેર કહું તોય ॥૧૦॥
ધન લગ્ને ગાલવ પૂછે, શંકર કહે સમજાય ॥
એ કારજ હોશે સહી, લાભ હોય યહ માંય ॥૧૧॥
મકર લગ્ન વિશ્વામિત્ર મુનિ, પૂછત કહત વાલ્મિક ॥
એહી કાજમેં ઉદ્વેગ હય, નહિ લાભ કહત હય ઠીક ॥૧૨॥
કુંભ લગ્ને દત્તાત્રેય પૂછે, કૃપા કરી કહે શ્રીકૃષ્ણ ॥
રહી ચિંતવે કારજ ઉતાવળું, કૈ હય કુશળ રહો પ્રશ્ન ॥૧૩॥
મીન લગ્ને ગણપતિ પૂછહી, ભગવતી કહે ભરી ભાવ ॥
સુખ કારજ સબ હોયગે, મનચિંતવત ફળ મિલે આવ ॥૧૪॥
જો જો દેવને પૂછિયે, લગ્નશકુનકે પ્રશ્ન ॥
તાકે મત સબ લિખકે, રાજી કિયે પ્રભુ કૃષ્ણ ॥૧૫॥
હમ નિશદિન ચિંતવત હે, પ્રગટ શ્રી સહજાનંદ ॥
સબ શકુનમેં સબ લગ્નમેં, સદા હોત આનંદ ॥૧૬॥
સુનત યહ શકુનાવલી, ભક્ત ભયે સાનંદ ॥
સંવત અઢાર ત્રાશીએ, મહાબીજ નિષ્કુળાનંદ ॥૧૭॥
ઇતિ શ્રીનિષ્કુળાનંદમુનિ વિરિચિતા લગ્નશકુનાવલિઃ સંપૂર્ણા ।
લગ્નશકુનાવલિઃ સમાપ્તા