પુષ્પચિંતામણિ

દોહા

પિયા1 ચલે પરદેશકું, મહા દુઃખ દૈ ગયે મોય ॥

અબ કબ દેખું કમળને,2 તરહિ3 ડગરા4 જોય ॥ ૧ ॥

મેરે મન ઐસી ભયી, સદા રહુંગી સંગ ॥

સુખમેં દુઃખ દેખ્યો નહિ, રચિ હું કુસુંબો રંગ ॥ ૨ ॥

મેં ફુલી મિલ પીવકું,5 જેસે ફુલી જાય6

મધુકર પિયા7 મકરંદ8 લેહિ, ગયે સો ફેર ન આય ॥ ૩ ॥

અબ કબ પિયા આવહિ, મેં વ્રહે વશ9 કરું પોકાર ॥

જબ પિયા દેખું તબ પોહપકો,10 કઠે આરોપું હાર ॥ ૪ ॥

ક્યા કરું કિત11 જાઉં સખી, પિયા ન આયે મુજ પાસ ॥

દેખું ફૂલ ગુલદાવદી, અંતર ભયે ઉદાસ ॥ ૫ ॥

વૃંદાવનમેં મેં ગયે, દેખી આંબાકો મોર ॥

પાઘ પિયાકી સાંભરી, રહ્યા ન હૃદિયા ઠોર ॥ ૬ ॥

તું મત બેહેકે કેવડા, મોહિ વ્રહ ઉપજત વાસ ॥

દિલ દિવાની ડોલહું, પિયા ન આયે મુજ પાસ ॥ ૭ ॥

ક્યા કહું તોયે કેતકી, તે તો રહી જો ફૂલ ॥

પિયા મેરા પરદેશ હે, સોઈ ગઈ ક્યું ભૂલ ॥ ૮ ॥

કેશર નહિં તું કેશરી, નાહિ ફૂલ એહ નોર12

મોયે એકિલી જાનકે, મારત હે આ ઠોર ॥ ૯ ॥

તે કહું ગુલસોમના, લેનેકું મોહિ પ્રાન ॥

આ અવસરમેં એકિલી, તબ મારત તું બાન ॥૧૦॥

પિયા ગયે પરદેશકું, મેં એકિલી નાર ॥

ગુલહજારી ગૂંથકે, કિન કંઠ આરોપું હાર ॥૧૧॥

દેખી ફૂલ ડોલરિયો, મેં મન ભયી ઉદાસ ॥

સેજ13 સમારી14 ક્યા કરું, પિયા નાહિ મુજ પાસ ॥૧૨॥

દેખી ફૂલ ગુલાબકો, દલમેં ભયો જ્યું ડોડ15

પિયા ન આયે મુજપાસળે, હવે પૂરે કોણ કોડ ॥૧૩॥

ઝુરી ઝુરી16 ઝાંખી ભયી, પિયા ન આયે ઘેર ॥

નીરખી ફૂલ નિરવારિકો, પડ્યો પતિ રતિકો વેર ॥૧૪॥

તિલફી તિલફી17 તપિકે, ખોયે હાલ હવાલ18

આયે ઋતુ વસંતકી, તોયે ન આયે લાલ ॥૧૫॥

પિયા ગયે પરદેશકું, નવલ19 મિલી ત્યાં નાર ॥

દિયો ફૂલ ગઢુલકો, તાતે નાયે મોરાર ॥૧૬॥

મિલી ઠગારી માનિની, લિને વશ કરી લાલ ॥

દિને ફૂલ દાડમકો, તાતે ભયી નિહાલ ॥૧૭॥

દેખે ભોળે દિલકે, રહ્યા જાનુ ક્યા કિન ॥

દેહિ ફૂલ જાસુલકો, પિયા અપના કર લિન ॥૧૮॥

પિયા પરે પરપંચમેં, તાતે ન આયે નાથ ॥

પ્યારી પિયાવાસકો, ફૂલ દિયો લે હાથ ॥૧૯॥

દેખી કણેર કામસી, ફાલી ફૂલ અપાર ॥

કલિ મળી અલિ રહો, કુમુદ દેઈ વિસાર ॥૨૦॥

અબ પિયા ઘર આઈકે, વિધવિધ કરન વિહાર ॥

ચંદન ચરચી ચંપકો,20 કંઠ આરોપું હાર ॥૨૧॥

સેજ સમારું સુમને, ચુનચુન21 ફૂલ ચંબેલ22

સજુ સુંદર શણગારકું, આયે મિલે અલબેલ ॥૨૨॥

ગજરા ગૂંથી ગુલલાલકે, બાંધુ દોનું બાંય ॥

પોંચી પોંચે બાંધકે, માળ આરોપું ગળામાંય ॥૨૩॥

સુંદર બસન23 સોહામને, ધરો શિર પર પાગ ॥

જોયે ફૂલમેં જુઈકે, તૈ હૈયે તોરા લાગ ॥૨૪॥

બોયા24 મેરે બારમેં,25 બહુ મરુવા બેહેકાય26

મોહન તુમારી મોલ્ય27 પર, ખોસું તોરા તેમાંય ॥૨૫॥

સારે ફૂલ તે કુંભીકે, પિયા ધરું તોય પાગ્ય ॥

કામે ક્યા કહું ભયે, અતિ બડે જ્યું ભાગ્ય ॥૨૬॥

વિની લાવું વનસે, સુંદર ફૂલ અમૂલ ॥

કાને દોનું કર્ણિકાર, લે લે28 ખોશે યે ફૂલ ॥૨૭॥

ભલે આયે મનભાવતે, પિયા જ્યું મેરે પાસ ॥

બહુ ફૂલે બોરસરી, લ્યો લ્યો લાલન વાસ29 ॥૨૮॥

નૌત્તમ ફૂલ નિર્માલીકે, ભરે સુગંધી શ્યામ ॥

પિયા આયે તબ પ્રેમસું, સબ આયે હે કામ ॥૨૯॥

પસ30 ભરી પાડળકે, લાઉં ફૂલ અપાર ॥

મેરે મિત31 તમ ઉપરે, વારું વાર હજાર ॥૩૦॥

કેસર ભીને કાનજી, ઘેર આયે ગોવિંદ ॥

પ્યારે પ્રીતમ ઉપરે, વારી નિષ્કુળાનંદ ॥૩૧॥

 

ઇતિ શ્રીનિષ્કુળાનંદમુનિ વિરચિતઃ પુષ્પચિંતામણિઃ સંપૂર્ણઃ ।

 

પુષ્પચિંતામણિઃ સમાપ્તઃ

પુષ્પચિંતામણિ કોષ્ટક

૩૧ પુષ્પોનાં નામ

ગુલહજારી

દાડમ

કસુંબો

કેવડો

જાય

કર્ણિકાર

આંબામોર

વસંત

કેસર

ગઢૂલ

મરુવો

ચંપો

જુઈ

ગુલલાલા

નિર્માળી

કાણ્યેર

કેસુડાં

ગુલસોમના

કેતકી

ગુલાબ

કુંભિ

બોરસરી

પિયાવાસ

ચંબેલી

પોહોય

ગુલદાવદી

પાડલ

ડોલરીયો

કમળ

જાસુલ

નિર્વારી

 

 

॥૧॥

૧. ગુલહજારી

૯. વસંત

૨. ગુલલાલા

૧૦. ગુલાબ

૩. ગુલદાવદી

૧૧. નિર્માળી

૪. કર્ણિકાર

૧૨. દાડમ

૫. કેવડો

૧૩. મરુવો

૬. કેસુડાં

૧૪. પિયાવાસ

૭. કમળ

૧૫. ચંપો

૮. કેસર

૧૬. જાય

 

॥૨॥

૧. જાય

૯. વસંત

૨. કુંભિ

૧૦. ચંબેલી

૩. કેવડો

૧૧. પાડલ

૪. કેસર

૧૨. આંબામોર

૫. ગુલસોમના

૧૩. ગુલહજારી

૬. પિયાવાસ

૧૪. ગુલલાલા

૭. કર્ણિકાર

૧૫. નિર્વારી

૮. કસુંબો

૧૬. જાસુલ

 

 

॥૪॥

૧. બોરસરી

૯. કેવડો

૨. ગુલદાવદી

૧૦. ગુલાબ

૩. ગુલલાલા

૧૧. ચંબેલી

૪. ડોલરીયો

૧૨. કેસર

૫. નિર્વારી

૧૩. વસંત

૬. આંબામોર

૧૪. નિર્માળી

૭. પોહોય

૧૫. પાડલ

૮. કણ્યેર

૧૬. ચંપો

 

॥૮॥

૧. કર્ણિકાર

૯. નિર્વારી

૨. કેતકી

૧૦. વસંત

૩. ગુલસોમના

૧૧. કુંભિ

૪. ગુલહજારી

૧૨. નિર્માળી

૫. કેસર

૧૩. બોરસરી

૬. કેસુડાં

૧૪. ગુલાબ

૭. મરુવો

૧૫. ડોલરીયો

૮. પાડલ

૧૬. જુઈ

 

॥૧૬॥

૧. પિયાવાસ

૯. નિર્માળી

૨. કર્ણિકાર

૧૦. પાડલ

૩. ગુલલાલા

૧૧. કેસર

૪. બોરસરી

૧૨. ચંબેલી

૫. દાડમ

૧૩. જુઈ

૬. કણ્યેર

૧૪. કુંભી

૭. જાસુદ

૧૫. ચંપો

૮. મરુવો

૧૬. ગઢૂલ



કોઠાની સમજૂતી

૧-૩૧ દોહામાં ૩૧ પુષ્પોનાં નામ છે, તેમાં જે પુષ્પ મનમાં ધાર્યું હોય તે પ્રથમ અંકમાં હોય તો તે એક અંક ગણવો. અને તે જ પુષ્પ બીજા અંકમાં હોય તો તે એક ને બે મળીને ત્રણ અંક થાય. અને તે જ પુષ્પ ચોથા અંકમાં હોય તો ત્રણ અને ચાર મળીને સાત અંક થાય અને તે જ પુષ્પ આઠમાં અંકમાં હોય તો સાત અને આઠ મળીને પંદર અંક થાય. અને તે જ પુષ્પ સોળમાં અંકમાં હોય તો પંદર અને સોળ મળીને એકત્રીશ અંક થાય. તે ગ્રંથના ૩૧મા દોહામાં જોવાથી બીજાએ મનમાં ધારેલું પુષ્પ બીજો વ્યક્તિ સ્વયં કહી શકે છે. એવી રીતે બીજાં પુષ્પો ધારવામાં પણ આવો સંકેત જાણી લેવો. જે પુષ્પ ધાર્યું હોય તે જે અંકમાં ન હોય તે અંક ગણવામાં લેવો નહિ.

દા. ત. જો દાડમ પુષ્પ ધાર્યું હોય તો તે ૧ અને ૧૬મા અંકમાં મળી આવે છે. માટે ૧ + ૧૬ = ૧૭. માટે ૧૭મા દોહામાં દાડમ પુષ્પ મળી આવશે.

SELECTION 🏠 home ગ્રંથ મહિમા પુષ્પચિંતામણિ