Meaning: Gujarati
English
વિહાય કામાન્ યઃ સર્વાન્ પુમાંશ્ચરતિ નિસ્પૃહઃ । નિર્મમો નિરંહકારઃ સ શાન્તિમધિગચ્છતિ ॥
विहाय कामान् यः सर्वान् पुमांश्चरति निस्पृहः । निर्ममो निरंहकारः स शान्तिमधिगच्छति ॥
Vihāya kāmān yah sarvān pumānshcharati nispṛuhah | Nirmamo niranhakārah sa shānti-madhi-gachchhati ||
43
નિઃસ્પૃહી, મમતા વગરનો, નિરભિમાની, જે પરુષ બધી ઇચ્છાઓને છોડીને વિચરે છે તે પરુષ શાંતિ પામે છે. (ગીતા: 2-71)
બ્રહ્મભૂતઃ પ્રસન્નાત્મા ન શોચતિ ન કાંક્ષતિ । સમઃ સર્વેષુ ભૂતેષુ મદ્ભક્તિં લભતે પરામ્ ॥
ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न कांक्षति । समः सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम् ॥
Brahmabhūtah prasannātmā na shochati na kānkṣhati | Samah sarveṣhu bhūteṣhu madbhaktim labhate parām ||
69
બ્રહ્મભાવને પ્રાપ્ત થયેલો જે પ્રસન્નચિત્ત મનુષ્ય કશાનો શોક કરતો નથી કે કશાની આકાંક્ષા કરતો નથી. અને સર્વભૂતોમાં સમભાવથી રહેતો મારી પરમ શક્તિને પામે છે. (ગીતા: 18-54; વચ. લો. ૭; વચ. પં. ૨; વચ. અં. ૩)
ધ્યાયતો વિષયાન્ પુંસઃ સંગસ્તેષૂપજાયતે । સંગાત્સંજાયતે કામઃ કામાત્ક્રોધોઽભિજાયતે ॥
ध्यायतो विषयान् पुंसः संगस्तेषूपजायते । संगात्संजायते कामः कामात्क्रोधोऽभिजायते ॥
Dhyāyato viṣhayān punsah sangaste-ṣhūpajāyate | Sangātsanjāyate kāmah kāmātkrodho'bhijāyate ||
108
વિષયોનું ધ્યાન કરનારા પુરુષને ફરીથી વિષયોમાં સંગ અતિશય વૃદ્ધિ પામે છે. સંગમાંથી કામ ઉત્પન્ન થાય છે. કામમાંથી ક્રોધ ઉત્પન્ન થાય છે. (ગીતા: 2-26; વ. ગ. મ. ૧)
ક્રોધાદ્ ભવતિ સંમોહઃ સંમોહાત્સ્મૃતિવિભ્રમઃ । સ્મૃતિભ્રંશાદ્ બુદ્ધિનાશો બુદ્ધિનાશાત્પ્રણશ્યતિ ॥
क्रोधाद् भवति संमोहः संमोहात्स्मृतिविभ्रमः । स्मृतिभ्रंशाद् बुद्धिनाशो बुद्धिनाशात्प्रणश्यति ॥
Krodhād bhavati sanmohah sanmohāt-smṛuti-vibhramah | શmṛuti-bhranshād buddhināsho buddhināshāt-praṇashyati ||
109
ક્રોધથી સંમોહ ઉત્પન્ન થાય છે. સંમોહથી સ્મૃતિભ્રંશ અને સ્મૃતિભ્રંશથી બુદ્ધિ નાશ થાય છે. બુદ્ધિનાશ થવાથી સર્વનાશ થાય છે. (ગીતા: 2-63; વ. ગ. મ. ૧)
યદા સંહરતે ચાયં કુર્મોગાનીવ સર્વશઃ । ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેભ્યઃ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા ॥
यदा संहरते चायं कुर्मोगानीव सर्वशः । इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥
Yadā sanharate chāyam kurmogānīva sarvashah | Indriyāṇ-īndriyārthebhyah tasya prajnyā pratiṣhṭhitā ||
116
જેમ કાચબો સર્વ અંગો સમેટી લે છે, તેમ આ (મનુષ્ય), જ્યારે સર્વ ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના વિષયોથી ખે‚ચી લે છે, ત્યારે તેની બુદ્ધિ સ્થિર થાય છે. (ગીતા: 2-58)
યતતો હ્યપિ કૌન્તેય પુરુષસ્ય વિપશ્ચિતઃ । ઇન્દ્રિયાણિ પ્રમાથીનિ હરન્તિ પ્રસભં મનઃ ॥
यततो ह्यपि कौन्तेय पुरुषस्य विपश्चितः । इन्द्रियाणि प्रमाथीनि हरन्ति प्रसभं मनः ॥
Yatato hyapi kaunteya puruṣhasya vipashchitah | Indriyāṇi pramāthīni haranti prasabham manah ||
117
હે કૌંતેય ! ઇન્દ્રિયો એવી મંથન કરનારી છે કે નિગ્રહનો પ્રયત્ન કરતા વિદ્વાન પુરુષના મનને પણ તેઓ બળાત્કારે (વિષયો તરફ) ખેંચે છે. (ગીતા: 2-60)
પ્રસાદે સર્વદુઃખાનાં હાનિરસ્યોપજાયતે । પ્રસન્નચેતસો હ્યાશુ બુદ્ધિઃ પર્યવતિષ્ઠતે ॥
प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते । प्रसन्नचेतसो ह्याशु बुद्धिः पर्यवतिष्ठते ॥
Prasāde sarvaduhkhānām hānirasyopajāyate | Prasannachetaso hyāshu buddhihi paryavatiṣhṭhate ||
118
(એ) પ્રસન્નતા થતાં આ (મનુષ્ય) ના સર્વ દુઃખનો નાશ થાય છે, કેમકે પ્રસન્ન ચિત્તવાળાની બુદ્ધિ જલદી સ્થિર થાય છે. (ગીતા: 2-65)
આપૂર્યમાણ મચલ પ્રતિષ્ઠં સમુદ્રમાપઃ પ્રવિશન્તિ યદ્વત્ । તદ્વતકામા યં પ્રવિશન્તિ સર્વે સ શાન્તિ માપ્નોંતિ ન કામકામી ॥
आपूर्यमाण मचल प्रतिष्ठं समुद्रमापः प्रविशन्ति यद्वत् । तद्वतकामा यं प्रविशन्ति सर्वे स शान्ति माप्नोंति न कामकामी ॥
Āpūryamāṇa machala pratiṣhṭham Samudramāpah pravishanti yadvat | Tadvatakāmā yam pravishanti sarve Sa shānti māpnonti na kāmakāmī ||
119
નદીઓના પ્રવેશથી ચોતરફ ભરાવા છતાં સમુદ્ર જેમ અચળ રહે છે, તમે સર્વ વિષયો જેમાં (વિકાર કર્યા વિના) પ્રવેશે તે મનુષ્ય શાંતિ પામે છે, વિષયોને ઇચ્છનારો શાંતિ પામતો નથી. (ગીતા: 2-70)
યુક્તાહારવિહારસ્ય યુક્તચેષ્ટસ્ય કર્મસુ । યુક્તસ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખહા ॥
युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु । युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखहा ॥
Yuktāhāra-vihārasya yukta-cheṣhṭasya karmasu | Yuktaswapnā-vabodhasya yogo bhavati dukhahā ||
121
(પણ) યોગ્ય આહાર વિહારવાળાને, કર્મોમાં યોગ્ય ચેષ્ટાવાળાને તથા યોગ્ય ઊંઘનાર-જાગનારને યોગ દુઃખ નાશક થાય છે. (ગીતા: 6-17)
મનુષ્યાનાં સહસ્રેષુ કશ્ચિત્ યતતિ સિદ્ધયે । યતતામ્ અપિ સિદ્ધાનાં કશ્ચિત્ માં વેત્તિ તત્ત્વતઃ ॥
मनुष्यानां सहस्रेषु कश्चित् यतति सिद्धये । यतताम् अपि सिद्धानां कश्चित् मां वेत्ति तत्त्वतः ॥
Manuṣhyānām sahasreṣhu kashchit yatati siddhaye | Yatatām api siddhānām kashchit mām vetti tattvatah ||
122
હજારો મનુષ્યોમાં કોઈક જ સિદ્ધિ માટે યત્ન કરે છે; અને યત્ન કરતા સિદ્ધોમાં પણ કોઈક જ મને સત્ય સ્વરૂપે જાણે છે. (ગીતા: 7-3)