Meaning: Gujarati English
યદૌષધં ચ સુરયા સમ્પૃક્તં પલલેન વા ।
અજ્ઞાતવૃત્તવૈદ્યેન દત્તં ચાદ્યં ન તત્ ક્વચિત્ ॥
यदौषधं च सुरया सम्पृक्तं पललेन वा ।
अज्ञातवृत्तवैद्येन दत्तं चाद्यं न तत् क्वचित् ॥
Yadauṣhadham cha surayā sampṛuktam palalen vā |
Agnāt-vṛuttavaidyen dattam chādyam na tat kvachit ||
169
અને જે ઔષધ દારૂ તથા માંસ તેણે યુક્ત હોય તે ઔષધ ક્યારેય ન ખાવું અને વળી જે વૈદ્યના આચરણને જાણતા ન હોઈએ તે વૈદ્યે આપ્‍યુ જે ઔષધ તે પણ ક્યારેય ન ખાવું. (શિક્ષાપત્રી: 31)
સ્થાનેષુ લોકશાસ્ત્રાભ્યાં નિષિદ્ધેષુ કદાચન ।
મલમૂત્રોત્સર્જનં ચ ન કાર્ય ષ્ઠીવનં તથા ॥
स्थानेषु लोकशास्त्राभ्यां निषिद्धेषु कदाचन ।
मलमूत्रोत्सर्जनं च न कार्य ष्ठीवनं तथा ॥
Sthāneṣhu lokashāstrābhyām niṣhiddheṣhu kadāchan |
Mal-mūtrotsarjanam cha na kārya ṣhṭhīvanam tathā ||
170
અને લોક અને શાસ્ત્ર તેમણે મળમૂત્ર કરવાને અર્થે વર્જ્યાં એવાં સ્‍થાનક જે જીર્ણ દેવાલય તથા નદી તળાવના આરા તથા માર્ગ તથા વાવેલું ખેતર તથા વૃક્ષની છાયા તથા ફૂલવાડી બગીચા એ આદિક જે સ્‍થાનક તેમને વિષે ક્યારેય પણ મળમૂત્ર ન કરવું તથા થૂંકવું પણ નહીં. (શિક્ષાપત્રી: 32)
અદ્વારેણ ન નિર્ગમ્યં પ્રવેષ્ટવ્યં ન તેન ચ ।
સ્થાને સસ્વામિકે વાસઃ કાર્યોઽપૃષ્ટ્વા ન તત્પતિમ્ ॥
अद्वारेण न निर्गम्यं प्रवेष्टव्यं न तेन च ।
स्थाने सस्वामिके वासः कार्योऽपृष्ट्वा न तत्पतिम् ॥
Advāreṇ na nirgamyan praveṣhṭavyam na ten cha |
Sthāne sasvāmike vāsah kāryopṛuṣhṭvā na tatpatim ||
171
અને ચોરમાર્ગે કરીને પેસવું નહિ અને નીસરવું નહિ અને જે સ્‍થાનક ધણિયાતું હોય તે સ્‍થાનકને વિષે તેના ધણીને પૂછ્યા વિના ઉતારો ન કરવો. (શિક્ષાપત્રી: 33)
જ્ઞાનવાર્તાશ્રુતિર્નાર્યા મુખાત્ કાર્યા ન પૂરુષૈઃ ।
ન વિવાદઃ સ્ત્રિયા કાર્યો ન રાજ્ઞા ન ચ તજ્જનૈઃ ॥
ज्ञानवार्ताश्रुतिर्नार्या मुखात् कार्या न पूरुषैः ।
न विवादः स्त्रिया कार्यो न राज्ञा न च तज्जनैः ॥
Gnān-vārtā-shrutirnāryā mukhāt kāryā na pūruṣhaihai |
Na vivādah striyā kāryo na rāgnā na cha tajjanaihai ||
172
અને અમારા સત્‍સંગી જે પુરુષમાત્ર તેમણે બાઈમાણસના મુખથકી જ્ઞાનવાર્તા ન સાંભળવી અને સ્ત્રીઓ સાથે વિવાદ ન કરવો તથા રાજા સંગાથે તથા રાજાના માણસ સંગાથે વિવાદ ન કરવો. (શિક્ષાપત્રી: 34)
અપમાનો ન કર્તવ્યો ગુરુણાં ચ વરીયસામ્ ।
લોકે પ્રતિષ્ઠિતાનાં ચ વિદુષાં શસ્ત્રધારિણામ્ ॥
अपमानो न कर्तव्यो गुरुणां च वरीयसाम् ।
लोके प्रतिष्ठितानां च विदुषां शस्त्रधारिणाम् ॥
Apamāno na kartavyo guruṇām cha varīyasām |
Loke pratiṣhṭhitānām cha viduṣhām shastradhāriṇām ||
173
અને ગુરુનું અપમાન ન કરવું તથા જે અતિશય શ્રેષ્‍ઠ મનુષ્‍ય હોય તથા જે લોકને વિષે પ્રતિષ્ઠિત મનુષ્‍ય હોય તથા જે વિદ્વાન મનુષ્‍ય હોય તથા જે શસ્ત્રધારી મનુષ્‍ય હોય તે સર્વેનું અપમાન ન કરવું. (શિક્ષાપત્રી: 35)
કાર્યં ન સહસા કિઞ્‍ચિત્કાર્યો ધર્મસ્તુ સત્વરમ્ ।
પાઠનીયાઽધીતવિદ્યા કાર્યઃ સઙ્‍ગોન્વહં સતામ્ ॥
कार्यं न सहसा किञ्चित्कार्यो धर्मस्तु सत्वरम् ।
पाठनियाऽधीतविद्या कार्यः सङ्गोन्वहं सताम् ॥
Kāryam na sahasā kinchitkāryo dharmastu satvaram |
Pāṭhaniyā'dhītavidyā kāryah sangonvaham satām ||
174
અને વિચાર્યા વિના તત્‍કાળ કાંઈ કાર્ય ન કરવું અને ધર્મસંબંધી જે કાર્ય તે તો તત્‍કાળ કરવું અને પોતે જે વિદ્યા ભણ્યા હોઈએ તે બીજાને ભણાવવી અને નિત્‍ય પ્રત્‍યે સાધુનો સમાગમ કરવો. (શિક્ષાપત્રી: 36)
ગુરુદેવનૃપેક્ષાર્થં ન ગમ્યં રિક્તપાણિભિઃ ।
વિશ્વાસઘાતો નો કાર્યઃ સ્વશ્લાઘા સ્વમુખેન ચ ॥
गुरुदेवनृपेक्षार्थं न गम्यं रिक्तपाणिभिः ।
विश्वासघातो नो कार्यः स्वश्लाघा स्वमुखेन च ॥
Guru-deva-nṛupekṣhārtham na gamyam riktapāṇibhihi |
Vishvāsaghāto no kāryah swashlāghā swamukhen cha ||
175
અને ગુરુ, દેવ અને રાજા એ ત્રણના દર્શનને અર્થે જ્યારે જવું ત્‍યારે ઠાલે હાથે ન જવું અને કોઈનો વિશ્વાસઘાત ન કરવો અને પોતાને મુખે કરીને પોતાનાં વખાણ ન કરવાં. (શિક્ષાપત્રી: 37)
યસ્મિન્ પરિહિતેઽપિ સ્યુર્દ્રશ્યાન્યઙ્‍ગાનિ ચાત્મનઃ ।
તદ્દૂષ્યં વસનં નૈવ પરિધાર્યં મદાશ્રિતૈઃ ॥
यस्मिन् परिहितेऽपि स्युर्द्रश्यान्यङ्गानि चात्मनः ।
तद्दूष्यं वसनं नैव परिधार्यं मदाश्रितैः ॥
Yasmin parihite'pi syur-drashyānyangāni chātmanah |
Taddūṣhyam vasanam naiv paridhāryam madāshritaihai ||
176
અને જે વસ્ત્ર પહેર્યે થકે પણ પોતાનાં અંગ દેખાય તેવું જે ભૂંડું વસ્ત્ર તે અમારા સત્‍સંગી તેમને ન પહેરવું. (શિક્ષાપત્રી: 38)
ધર્મેણ રહિતા કૃષ્ણભક્તિઃ કાર્યા ન સર્વથા ।
અજ્ઞનિન્દાભયાન્નૈવ ત્યાજ્યં શ્રીકૃષ્ણસેવનમ્ ॥
धर्मेण रहिता कृष्णभक्तिः कार्या न सर्वथा ।
अज्ञनिन्दाभयान्नैव त्याज्यं श्रीकृष्णसेवनम् ॥
Dharmeṇ rahitā kṛuṣhṇa-bhaktihi kāryā na sarvathā |
Agnanindābhayānnaiv tyājyam shrīkṛuṣhṇa-sevanam ||
177
અને શ્રીકૃષ્‍ણ ભગવાનની જે ભક્તિ તે ધર્મે રહિત એવી કોઈ પ્રકારે ન કરવી અને અજ્ઞાની એવા જે મનુષ્‍ય તેમની નિંદાના ભય થકી શ્રીકૃષ્‍ણ ભગવાનની સેવાનો ત્‍યાગ કરવો જ નહી. (શિક્ષાપત્રી: 39)
ઉત્સવાહેષુ નિત્યં ચ કૃષ્ણમન્દિરમાગતૈઃ ।
પુમ્ભિઃ સ્પૃશ્યા ન વનિતાસ્તત્ર તાભિશ્ચ પુરુષાઃ ॥
उत्सवाहेषु नित्यं च कृष्णमन्दिरमागतैः ।
पुम्भिः स्पृश्या न वनितास्तत्र ताभिश्च पुरुषाः ॥
Utsavāheṣhu nityam cha kṛuṣhṇa-mandir-māgataihai |
Pumbhihi spṛushyā na vanitāstatra tābhishcha puruṣhāhā ||
178
અને જે ઉત્‍સવના દિવસને વિષે તથા નિત્‍ય પ્રત્‍યે શ્રીકૃષ્‍ણના મંદિરમાં આવ્‍યા એવા જે સત્‍સંગી પુરુષ તેમણે તે મંદિરને વિષે સ્ત્રીઓનો સ્‍પર્શ ન કરવો તથા સ્ત્રીઓ તેમણે પુરુષોનો સ્‍પર્શ ન કરવો અને મંદિરમાંથી નીસર્યા પછી પોતપોતાની રીતે વર્તવું. (શિક્ષાપત્રી: 40)

Shlok Selection

Shloks Index