Meaning: Gujarati
English
કાર્યં ન સહસા કિંચિત્ કાર્યો ધર્મસ્તુ સત્વરમ્ । પાઠનીયાધીતવિદ્યા કાર્યઃ સંગોન્વહં સતામ્ ॥
कार्यं न सहसा किंचित् कार्यो धर्मस्तु सत्वरम् । पाठनीयाधीतविद्या कार्यः संगोन्वहं सताम् ॥
Kāryam na sahasā kinchit kāryo dharmastu satvaram | Pāṭhanīyādhītavidyā kāryah sangonvaham satām ||
11
વિચાર્યા વિના તત્કાળ કોઈ કાર્ય ન કરવું અને ધર્મ સંબંધી જે કાર્ય તે તો તત્કાળ કરવું અને પોતે જે વિદ્યા ભણ્યા હોઈએ તે બીજાને ભણાવવી અને નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો. (શિક્ષાપત્રી: 36)
ધર્મેણ રહિતા કૃષ્ણ-ભક્તિઃ કાર્યા ન સર્વથા । અજ્ઞનિન્દા-ભયાન્નૈવ ત્યાજ્યં શ્રીકૃષ્ણસેવનમ્ ॥
धर्मेण रहिता कृष्ण-भक्तिः कार्या न सर्वथा । अज्ञनिन्दा-भयान्नैव त्याज्यं श्रीकृष्णसेवनम् ॥
Dharmeṇ rahitā kṛuṣhṇa-bhaktihi kāryā na sarvathā | Agnanindā-bhayānnaiv tyājyam shrī-kṛuṣhṇa-sevanam ||
12
શ્રીકૃષ્ણ ભગવાનની જે ભક્તિ તે ધર્મે રહિત એવા કોઈ પ્રકારે ન કરવી અને અજ્ઞાની એવા જે પુરુષ તેમની નિંદાના ભય થકી શ્રીકૃષ્ણ ભગવાનની સેવાનો ત્યાગ ન કરવો. (શિક્ષાપત્રી: 39)
નિજાત્માનં બ્રહ્મરૂપં દેહત્રય વિલક્ષણમ્ । વિભાવ્ય તેન કર્તવ્યા ભક્તિઃ કૃષ્ણસ્ય સર્વદા ॥
निजात्मानं ब्रह्मरूपं देहत्रय विलक्षणम् । विभाव्य तेन कर्तव्या भक्तिः कृष्णस्य सर्वदा ॥
Nijātmānam brahmarūpam dehatraya vilakṣhaṇam | Vibhāvya tena kartavyā bhaktihi kṛuṣhṇasya sarvadā ||
13
સ્થૂળ, સૂક્ષ્મ, અને કારણ એ જે ત્રણ દેહ તે થકી વિલક્ષણ એવો જે પોતાનો જીવાત્મા તેને બ્રહ્મરૂપની ભાવના કરીને પછી તે બ્રહ્મરૂપે કરીને શ્રીકૃષ્ણ ભગવાનની જે ભક્તિ તે સર્વકાળને વિષે કરવી. (શિક્ષાપત્રી: 116)
ધર્મો જ્ઞેયઃ સદાચારઃ શ્રુતિસ્મૃત્યુપપાદિતઃ । માહાત્મ્યજ્ઞાન-યુગ્ભૂરિ સ્નેહો ભક્તિશ્ચ માધવે ॥
धर्मो ज्ञेयः सदाचारः श्रुतिस्मृत्युपपादितः । माहात्म्यज्ञान-युग्भूरि स्नेहो भक्तिश्च माधवे ॥
Dharmo gneyah sadāchārah shruti-smṛutyupa-pāditah | Māhātmya-gnāna-yugbhūri sneho bhaktishcha mādhave ||
14
શ્રુતિસ્મૃતિ તેમણે પ્રતિપાદન કર્યો એવો જે સદાચાર તે ધર્મ જાણવો અને શ્રીકૃષ્ણ ભગવાનને વિષે માહાત્મ્યજ્ઞાને સહિત જે ઘણો સ્નેહ તે ભક્તિ જાણવી. (શિક્ષાપત્રી: 103)
ગુણિનાં ગુણવત્તાયાં જ્ઞેયં હ્યેતત્ પરં ફલમ્ । કૃષ્ણે ભક્તિશ્ચ સત્સંગોન્યથા યાન્તિ વિદોપ્યધ: ॥
गुणिनां गुणवत्तायां ज्ञेयं ह्येतत् परं फलम् । कृष्णे भक्तिश्च सत्संगोन्यथा यान्ति विदोप्यध: ॥
Guṇinām guṇavattāyām gneyam hyetat param falam | Kṛuṣhṇe bhaktishcha satsangonyathā yānti vidopyadhah ||
15
વિદ્યાદિક ગુણવાળા જે પુરુષ તેમના ગુણવાનપણાનું એ જ પરમ ફળ જાણવું, ક્યું તો જે શ્રીકૃષ્ણ ભગવાનને વિષે ભક્તિ કરવી ને સત્સંગ કરવો. તે ભક્તિ ને સત્સંગ વિના તો વિદ્વાન હોય તે પણ અધોગતિને પામે છે. (શિક્ષાપત્રી: 114)
ગાલિદાનં તાડનં ચ કૃતં કુમતિભિર્જનૈઃ । ક્ષન્તવ્યમેવ સર્વેષાં ચિન્તનીયં હિતં ચ તૈઃ ॥
गालिदानं ताडनं च कृतं कुमतिभिर्जनैः । क्षन्तव्यमेव सर्वेषां चिन्तनीयं हितं च तैः ॥
Gālidānam tāḍanam cha kṛutam kumatibhirjanaihai | Kṣhantavyameva sarveṣhām chintanīyam hitam cha taihai ||
16
સાધુ ને બ્રહ્મચારી તેમને કોઈ કુમતિવાળા દુષ્ટજન હોય ને તે પોતાને ગાળ દે અથવા મારે તો તે સહન કરવું પણ તેને સામે ગાળ ન દેવી કે મારવો નહિ. પરંતુ તેનું હિત થાય તેમ જ મનમાં ચિંતવન કરવું. (શિક્ષાપત્રી: 201)
અન્યક્ષેત્રે કૃતં પાપં તીર્થક્ષેત્રે વિનશ્યતિ । તીર્થક્ષેત્રે કૃતં પાપં વજ્રલેપો ભવિષ્યતિ ॥
अन्यक्षेत्रे कृतं पापं तीर्थक्षेत्रे विनश्यति । तीर्थक्षेत्रे कृतं पापं वज्रलेपो भविष्यति ॥
Anyakṣhetre kṛutam pāpam tīrthakṣhetre vinashyati | Tīrthakṣhetre kṛutam pāpam vajralepo bhaviṣhyati ||
17
અન્ય સ્થળોએ જે પાપ કર્યું હોય તે તીર્થમાં જઈને સ્નાનાદિ કરવાથી નાશ પામે, પણ તીર્થમાં પાપ કરવાથી વજ્રલેપ થાય છે. (સ્કંદપુરાણ; વચ. ગ. પ્ર. ૧; વચ. ગ. મ. ૩)
ભવસંભવભીતિભેદનં સુખસંપત્કરુણાનિકેતનમ્ । વ્રતદાન તપઃ ક્રિયા ફલં સહજાનંદ ગુરું ભજે સદા ॥
भवसंभवभीतिभेदनं सुखसंपत्करुणानिकेतनम् । व्रतदान तपः क्रिया फलं सहजानंद गुरुं भजे सदा ॥
Bhava-sambhava-bhīti-bhedanam sukha-sampat-karuṇāniketanam | Vrata-dān tapah kriyā falam Sahajānanda gurum bhaje sadā ||
18
સંસારમાં જન્મ-મૃત્યુની બીકને ટાળનાર, સુખ-સંપત્તિ અને કરૂણાના મૂળ સ્થાન, વ્રત દાન, તપાદિ ક્રિયાના ફળસ્વરૂપ સહજાનંદ ગુરુને હું ભજું છું.
શરણાગત પાપપર્વતં ગણયિત્વા ન તદીય સદ્ગુણં । અણુમપ્યતુલં હિ મન્યતે સહજાનંદ ગુરું ભજે સદા ॥
शरणागत पापपर्वतं गणयित्वा न तदीय सद्गुणं । अणुमप्यतुलं हि मन्यते सहजानंद गुरुं भजे सदा ॥
Sharaṇāgat pāpa-parvatam gaṇayitvā na tadīya sadguṇam | Aṇumapyatulam hi manyate Sahajānanda gurum bhaje sadā ||
19
શરણે આવેલા જનોના પર્વત જેવડા પાપને જે ગણતા નથી પણ તેનામાં રહેલા અણુ જેવડા સદ્ગુણને જે મહાન ગણે છે તે સહજાનંદ ગુરુને હું ભજું છું.
મહાધ્યાનાભ્યાસં વિદધતમજસ્રં ભગવતઃ પવિત્રે સમ્પ્રાપ્તં સ્થિતિમતિવરૈકાંતિકવૃષે । સદાનંદં સારં પરમહરિવાર્તાવ્યસનિનમ્ ગુણાતીતાનંદં મુનિવરમહં નૌમિ સતતં ॥
महाध्यानाभ्यासं विदधतमजस्रं भगवतः पवित्रे सम्प्राप्तं स्थितिमतिवरैकांतिकवृषे । सदानंदं सारं परमहरिवार्ताव्यसनिनम् गुणातीतानंदं मुनिवरमहं नौमि सततं ॥
Mahādhyānābhyāsam vidadhatamajasram bhagavatah Pavitre samprāptam sthitimati-varaikāntikavṛuṣhe | Sadānandam sāram parama-hari-vārtā-vyasaninam Guṇātītānandam munivaramaham naumi satatam ||
20
જેમને નિરંતર ભગવાનના ધ્યાનનો અભ્યાસ છે, પવિત્ર અને અતિશય શ્રેષ્ઠ એકાંતિક ધર્મમાં જેમની દ્રઢ સ્થિતિ છે, સર્વ કાળ ભગવાનના આનંદનો અનુભવ છે. છતાં સર્વકાળ શ્રીહરિની સર્વોત્તમ વાર્તા કરવાનું જેમને વ્યસન છે, તે મુનિવર શ્રી ગુણાતીતાનંદ સ્વામીની હું નિરંતર સ્તુતિ કરું છું.