Meaning: Gujarati
English
બ્રહ્માનન્દં પરં સુખદં કેવલં જ્ઞાનમૂર્તિં દ્વન્દ્વાતીતં ગગન-સદૃશં તત્ત્વમસ્યાદિ-લક્ષ્યમ્ । એકં નિત્યં વિમલમચલં સર્વધી-સાક્ષિ-ભૂતમ્ ભાવાતીતં ત્રિગુણરહિતં સદ્ગુરું તં નમામિ ॥
ब्रह्मानन्दं परं सुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगन-सदृशं तत्त्वमस्यादि-लक्ष्यम् । एकं नित्यं विमलमचलं सर्वधी-साक्षि-भूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि ॥
Brahmānandam param sukhadam kevalam gnānamūrtim Dvandvātītam gagana-sadṛusham tattvamasyādi-lakṣhyam | Ekam nityam vimalamachalam sarvadhī-sākṣhi-bhūtam Bhāvātītam triguṇarahitam sadgurum tam namāmi ||
113
જેમને અખંડ બ્રહ્મનો આનંદ છે, જેઓ પરબ્રહ્મનું સુખ આપે છે, જેઓ કૈવલ્યસ્વરૂપ, જ્ઞાનવાન છે, જેઓ સુખ-દુઃખાદિ દ્વન્દ્વોથી પર છે, જેઓ માયામાં આવવા છતાં આકાશ જેવા નિર્લેપ છે, જેઓ જીવો માટે 'તત્ત્વમસિ' જેવા માટે મહાવાક્યોના એકમાત્ર લક્ષ્ય છે, જેઓ અદ્વિતીય, નિર્મળ, નિત્ય અને નિજધ્યેયમાં નિશ્ચલ છે, જેઓ સર્વ જીવપ્રાણીમાત્રની બુદ્ધિના સાક્ષી છે, જેઓ રાગ-દ્વેષાદિ મનોભાવોથી પર છે. સત્ત્વ રજ ને તમ ત્રણે ગુણોથી રહિત છે એવા સદ્ગુરુને હું નમન કરું છું.
સર્વોપનિષદો ગાવો દોગ્ધા ગોપાલનન્દનઃ । પાર્થો વત્સઃ સુધીર્ભોક્તા દુગ્ધં ગીતામૃતં મહત્ ॥
सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः । पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् ॥
Sarvopaniṣhado gāvo dogdhā gopālanandanah | Pārtho vatsah sudhīrbhoktā dugdham gītāmṛutam mahat ||
114
સર્વ ઉપનિષદોરૂપી ગાયો છે, તેના દોહનાર ગોપાલનંદન શ્રી કૃષ્ણ છે, અર્જૂનરૂપી વાછડો છે, ગીતામૃતરૂપી મહાન દૂધ છે અને બૂદ્ધિશાળી મનુષ્ય તેનો ભોક્તા (પીનારો) છે.
ન જાયતે મ્રિયતે વા કદાચિન્ નાયં ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ । અજો નિત્યઃ શાશ્વતોયં પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે ॥
न जायते म्रियते वा कदाचिन् नायं भूत्वा भविता वा न भूयः । अजो नित्यः शाश्वतोयं पुराणो न हन्यते हन्यमाने शरीरे ॥
Na jāyate mriyate vā kadāchin Nāyam bhūtvā bhavitā vā na bhūyah | Ajo nityah shāshvatoyam Purāṇo na hanyate hanyamāne sharīre ||
115
આ (આત્મા) કદી જન્મતો કે મરતો નથી, અથવા પૂર્વે નહિ, ફરી નહિ હોય, એમ પણ નથી, આત્મા અજન્મા, નિત્ય, શાશ્વત અને પુરાતન છે; તેથી શરીર મરાયા છતાં મરાતો નથી. (ગીતા: ૨-૨૦)
યદા સંહરતે ચાયં કુર્મોગાનીવ સર્વશઃ । ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેભ્યઃ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા ॥
यदा संहरते चायं कुर्मोगानीव सर्वशः । इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥
Yadā sanharate chāyam kurmogānīva sarvashah | Indriyāṇ-īndriyārthebhyah tasya prajnyā pratiṣhṭhitā ||
116
જેમ કાચબો સર્વ અંગો સમેટી લે છે, તેમ આ (મનુષ્ય), જ્યારે સર્વ ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના વિષયોથી ખે‚ચી લે છે, ત્યારે તેની બુદ્ધિ સ્થિર થાય છે. (ગીતા: 2-58)
યતતો હ્યપિ કૌન્તેય પુરુષસ્ય વિપશ્ચિતઃ । ઇન્દ્રિયાણિ પ્રમાથીનિ હરન્તિ પ્રસભં મનઃ ॥
यततो ह्यपि कौन्तेय पुरुषस्य विपश्चितः । इन्द्रियाणि प्रमाथीनि हरन्ति प्रसभं मनः ॥
Yatato hyapi kaunteya puruṣhasya vipashchitah | Indriyāṇi pramāthīni haranti prasabham manah ||
117
હે કૌંતેય ! ઇન્દ્રિયો એવી મંથન કરનારી છે કે નિગ્રહનો પ્રયત્ન કરતા વિદ્વાન પુરુષના મનને પણ તેઓ બળાત્કારે (વિષયો તરફ) ખેંચે છે. (ગીતા: 2-60)
પ્રસાદે સર્વદુઃખાનાં હાનિરસ્યોપજાયતે । પ્રસન્નચેતસો હ્યાશુ બુદ્ધિઃ પર્યવતિષ્ઠતે ॥
प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते । प्रसन्नचेतसो ह्याशु बुद्धिः पर्यवतिष्ठते ॥
Prasāde sarvaduhkhānām hānirasyopajāyate | Prasannachetaso hyāshu buddhihi paryavatiṣhṭhate ||
118
(એ) પ્રસન્નતા થતાં આ (મનુષ્ય) ના સર્વ દુઃખનો નાશ થાય છે, કેમકે પ્રસન્ન ચિત્તવાળાની બુદ્ધિ જલદી સ્થિર થાય છે. (ગીતા: 2-65)
આપૂર્યમાણ મચલ પ્રતિષ્ઠં સમુદ્રમાપઃ પ્રવિશન્તિ યદ્વત્ । તદ્વતકામા યં પ્રવિશન્તિ સર્વે સ શાન્તિ માપ્નોંતિ ન કામકામી ॥
आपूर्यमाण मचल प्रतिष्ठं समुद्रमापः प्रविशन्ति यद्वत् । तद्वतकामा यं प्रविशन्ति सर्वे स शान्ति माप्नोंति न कामकामी ॥
Āpūryamāṇa machala pratiṣhṭham Samudramāpah pravishanti yadvat | Tadvatakāmā yam pravishanti sarve Sa shānti māpnonti na kāmakāmī ||
119
નદીઓના પ્રવેશથી ચોતરફ ભરાવા છતાં સમુદ્ર જેમ અચળ રહે છે, તમે સર્વ વિષયો જેમાં (વિકાર કર્યા વિના) પ્રવેશે તે મનુષ્ય શાંતિ પામે છે, વિષયોને ઇચ્છનારો શાંતિ પામતો નથી. (ગીતા: 2-70)
નિજાશ્રિતાનાં સકલાર્તિહન્તા સધર્મભક્તરેવનં વિધાતા । દાતા સુખાનાં મનસેપ્સિતાનાં તનોતુ કૃષ્ણો ખિલ મંગલં નઃ ॥
निजाश्रितानां सकलार्तिहन्ता सधर्मभक्तरेवनं विधाता । दाता सुखानां मनसेप्सितानां तनोतु कृष्णो खिल मंगलं नः ॥
Nijāshritānām sakalārtihantā Sadharma-bhaktarevanam vidhātā | Dātā sukhānām manasepsitānām Tanotu kṛuṣhṇo khila mangalam nah ||
120
પોતાના આશ્રિત જે ભક્તજન તેમની જે સમગ્ર પીડા તેના નાશ કરનારા એવા ને ધર્મે સહિત જે ભક્તિ તેની રક્ષાના કરનારા એવા ને પોતાના ભક્તજનને મનવાંછિત સુખના આપનારા એવા જે શ્રી કૃષ્ણ તે જે તે અમારા સમગ્ર મંગળને વિસ્તારો. (શિક્ષાપત્રી: 212)
યુક્તાહારવિહારસ્ય યુક્તચેષ્ટસ્ય કર્મસુ । યુક્તસ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખહા ॥
युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु । युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखहा ॥
Yuktāhāra-vihārasya yukta-cheṣhṭasya karmasu | Yuktaswapnā-vabodhasya yogo bhavati dukhahā ||
121
(પણ) યોગ્ય આહાર વિહારવાળાને, કર્મોમાં યોગ્ય ચેષ્ટાવાળાને તથા યોગ્ય ઊંઘનાર-જાગનારને યોગ દુઃખ નાશક થાય છે. (ગીતા: 6-17)
મનુષ્યાનાં સહસ્રેષુ કશ્ચિત્ યતતિ સિદ્ધયે । યતતામ્ અપિ સિદ્ધાનાં કશ્ચિત્ માં વેત્તિ તત્ત્વતઃ ॥
मनुष्यानां सहस्रेषु कश्चित् यतति सिद्धये । यतताम् अपि सिद्धानां कश्चित् मां वेत्ति तत्त्वतः ॥
Manuṣhyānām sahasreṣhu kashchit yatati siddhaye | Yatatām api siddhānām kashchit mām vetti tattvatah ||
122
હજારો મનુષ્યોમાં કોઈક જ સિદ્ધિ માટે યત્ન કરે છે; અને યત્ન કરતા સિદ્ધોમાં પણ કોઈક જ મને સત્ય સ્વરૂપે જાણે છે. (ગીતા: 7-3)