Meaning: Gujarati
English
યુક્તાહારવિહારસ્ય યુક્તચેષ્ટસ્ય કર્મસુ । યુક્તસ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખહા ॥
युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु । युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखहा ॥
Yuktāhāra-vihārasya yukta-cheṣhṭasya karmasu | Yuktaswapnā-vabodhasya yogo bhavati dukhahā ||
121
(પણ) યોગ્ય આહાર વિહારવાળાને, કર્મોમાં યોગ્ય ચેષ્ટાવાળાને તથા યોગ્ય ઊંઘનાર-જાગનારને યોગ દુઃખ નાશક થાય છે. (ગીતા: 6-17)
મનુષ્યાનાં સહસ્રેષુ કશ્ચિત્ યતતિ સિદ્ધયે । યતતામ્ અપિ સિદ્ધાનાં કશ્ચિત્ માં વેત્તિ તત્ત્વતઃ ॥
मनुष्यानां सहस्रेषु कश्चित् यतति सिद्धये । यतताम् अपि सिद्धानां कश्चित् मां वेत्ति तत्त्वतः ॥
Manuṣhyānām sahasreṣhu kashchit yatati siddhaye | Yatatām api siddhānām kashchit mām vetti tattvatah ||
122
હજારો મનુષ્યોમાં કોઈક જ સિદ્ધિ માટે યત્ન કરે છે; અને યત્ન કરતા સિદ્ધોમાં પણ કોઈક જ મને સત્ય સ્વરૂપે જાણે છે. (ગીતા: 7-3)
તેષાં જ્ઞાની નિત્યયુક્ત એકભક્તિર્વિશિષ્યતે । પ્રિયો હિ જ્ઞાનિનોત્યર્થં અહં સ ચ મમ પ્રિયઃ ॥
तेषां ज्ञानी नित्ययुक्त एकभक्तिर्विशिष्यते । प्रियो हि ज्ञानिनोत्यर्थं अहं स च मम प्रियः ॥
Teṣhām gnānī nityayukta eka-bhaktir-vishiṣhyate | Priyo hi gnānino-tyartham aham sa cha mam priyah ||
123
તેઓમાં સદા (ધ્યાનમાં) જોડાઈ રહેનારો અને એકનિષ્ઠ ભક્તિવાળો જ્ઞાની ઉત્તમ છે, કેમ કે જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને તે મને અત્યંત પ્રિય છે. (ગીતા: 7-17)
મન્મના ભવ મદભક્તો મદ્યાજી માં નમસ્કુરુ । મામેવૈષ્યસિ યુક્ત્વૈવમાત્માનં મત્પરાયણઃ ॥
मन्मना भव मदभक्तो मद्याजी मां नमस्कुरु । मामेवैष्यसि युक्त्वैवमात्मानं मत्परायणः ॥
Manmanā bhava madabhakto madyājī mām namaskuru | Māmevaiṣhyasi yuktvaiva-mātmānam matparāyaṇah ||
124
તું મારામાં મનવાળો, મારો ભક્ત તથા મને પૂજનારો થા અને મને નમસ્કાર કર, એમ મારામાં અંતઃકરણને જોડી મારા પરાયણ થયેલો તું મને જ પામીશ. (ગીતા: 9-34)
વિષ્ણુઃ શિવો ગણપતિઃ પાર્વતી ચ દિવાકરઃ । એતાઃ પૂજ્યતયા માન્યા દેવતાઃ પંચ મામકૈઃ ॥
विष्णुः शिवो गणपतिः पार्वती च दिवाकरः । एताः पूज्यतया मान्या देवताः पंच मामकैः ॥
Viṣhṇuhu shivo gaṇapatihi pārvatī cha divākarah | Etāhā pūjyatayā mānyā devatāhā pancha māmakaihai ||
125
અમારા જે આશ્રિત તેમણે વિષ્ણુ, શિવ, ગણપતી, પાર્વતી અને સૂર્ય એ પાંચ દેવ પૂજ્યપણે કરીને માનવા. (શિક્ષાપત્રી: 84)
નાયં દેહો દેહભાં નૃલોકે કષ્ટાન્ કામાનર્હતે વિડ્ભુજાં યે । તપો દિવ્યં પુત્રકા યેન સત્વં શુદ્ધયેદ્યસ્માદ્ બ્રહ્મસૌખ્યં ત્વનન્તમ્ ॥
नायं देहो देहभां नृलोके कष्टान् कामानर्हते विड्भुजां ये । तपो दिव्यं पुत्रका येन सत्वं शुद्धयेद्यस्माद् ब्रह्मसौख्यं त्वनन्तम् ॥
Nāyam deho dehabhām nṛuloke kaṣhṭān kāmānarhate viḍbhujām ye | Tapo divyam putrakā yen satvam shuddhayedyasmād brahmasaukhyam tvanantam ||
126
વિજ્ઞાને વિલયં ગતે પ્રસરતિ ક્ષોણ્યાં તમસ્યાન્તરે દિઙ્મૂઢેષુ ભવાધ્વગેષુ પરિતઃ પીડૈકશેષે વિધૌ । કારુણ્યાદવતીર્ય મુક્તિજનનીં શિક્ષામદાદ્યામિમાં સાક્ષાદક્ષરદિવ્યધામનિલયસ્તામન્વહં ચિન્તયે ॥
विज्ञाने विलयं गते प्रसरति क्षोण्यां तमस्यान्तरे दिङ्मूढेषु भवाध्वगेषु परितः पीडैकशेषे विधौ । कारुण्यादवतीर्य मुक्तिजननीं शिक्षामदाद्यामिमां साक्षादक्षरदिव्यधामनिलयस्तामन्वहं चिन्तये ॥
Vignāne vilayam gate prasarati kṣhoṇyām tamasyāntare Dinmūḍheṣhu bhavādhvageṣhu paritah pīḍaikasheṣhe vidhau | Kāruṇyādavatīrya muktijananīm shikṣhāmadādyāmimām Sākṣhād-akṣhar-divya-dhām-nilaya-stāmanvahan chintaye ||
127
જ્યારે જગતમાં વિજ્ઞાનનો વિલય થયો અને અંતરના અજ્ઞાનરૂપ અંધકારનો પ્રસાર થયો અને સંસારમાર્ગમાં ભ્રમણ કરનારા પ્રાણીઓ દિઙ્મૂઢ થયા એટલે કર્તવ્યાકર્તવ્યમાં ભ્રાન્ત થયા અને વૈદિક કર્મ માત્રનું સર્વપ્રકારે કેવળ પ્રાણીઓને પીડા કરવામાં જ પર્યવસાન થયું ત્યારે કેવળ કરુણાથી જ સાક્ષાત્ અક્ષરધામાધિપતિ સ્વયં શ્રીહરિએ અવતાર ધારણ કરીને મોક્ષ કરનારી જે શિક્ષાને આપી હતી તે આ શિક્ષાપત્રીનું હું પ્રતિદિન ધ્યાન કરું છું. (શિક્ષાપત્રી: 1)
સંસારકર્દમવિવર્તનપઙિ્કલાનાં નૈર્મલ્યમાકલયિતું રચિતાવતારામ્ । આવિદ્યસન્તમસનિર્હરણે સમર્થા-માદેશપત્રિ । ભવતીમનુચિન્તયામિ ॥
संसारकर्दमविवर्तनपङि्कलानां नैर्मल्यमाकलयितुं रचितावताराम् । आविद्यसन्तमसनिर्हरणे समर्था-मादेशपत्रि । भवतीमनुचिन्तयामि ॥
Sansār-kardam-vivartan-pankilānām nairmalya-mākalayitum rachitāvatārām | Āvidyasant-masanirharaṇe samarthā-mādeshapatri | bhavatīmanuchintayāmi ||
128
સંસારરૂપી કાદવમાં ચારે તરફ આળોટવાથી કાદવવાળા થયેલા મનુષ્યોને તેમનો મળ ધોઈને નિર્મળ કરવા માટે જેનો અવતાર થયો છે અને અવિદ્યારૂપી ગાઢ અંધકારને ટાળવામાં સમર્થ એવી હે શિક્ષાપત્રી ! તારું હું ચિંતવન કરું છું. (શિક્ષાપત્રી: 2)
કાઽપ્યઞ્જનશલાકેયમન્તસ્તિમિરહારિણી । પ્રજ્ઞાદ્રષ્ટિપ્રકાશાય શિક્ષાપત્ર્યપસેવ્યતામ્ ॥
काऽप्यञ्जनशलाकेयमन्तस्तिमिरहारिणी । प्रज्ञाद्रष्टिप्रकाशाय शिक्षापत्र्यपसेव्यताम् ॥
Kāpyanjan-shalākeya-mantasti-mirahāriṇī | Pragnā-draṣhṭi-prakāshāya Shikṣhāpatrya-pa-sevyatām ||
129
આ શિક્ષાપત્રી અંતરના તિમિર (અજ્ઞાનરૂપ) દોષને હરનારી કોઈ અપૂર્વ અંજનશલાકા (અંજન કરનારી સળી) છે. માટે પ્રજ્ઞારૂપી દ્રષ્ટિના પ્રકાશ માટે સર્વ કોઈએ સેવન કરવા યોગ્ય છે. (શિક્ષાપત્રી: 3)
નાનાદેશનિવાસિશિષ્યજનતામુદ્દિશ્ય યાઽઽવિષ્કૃતા સાક્ષાદક્ષરવાસિના નૃવપુષા નારાયણેન સ્વયમ્ । સા ત્વં સઙ્ગ્રથિતાસિ પાવનિ શતાનન્દર્ષિણા ગ્રન્થતઃ શિક્ષાપત્રિ ભવાપહન્ત્રિ ભવતીમમ્બાન્વહં ચિન્તયે ॥
नानादेशनिवासिशिष्यजनतामुद्दिश्य याऽऽविष्कृता साक्षादक्षरवासिना नृवपुषा नारायणेन स्वयम् । सा त्वं सङ्ग्रथितासि पावनि शतानन्दर्षिणा ग्रन्थतः शिक्षापत्रि भवापहन्त्रि भवतीमम्बान्वहं चिन्तये ॥
Nānā-desh-nivāsi-shiṣhya-janatā-muddishya yāviṣhkṛutā Sākṣhād-akṣhar-vāsinā nṛuvapuṣhā Nārāyaṇen swayam | Sā tvan sangrathitāsi pāvani Shatānandarṣhiṇā granthatah Shikṣhāpatri bhavāpahantri bhavatī-mambānvahan chintaye ||
130
જે આ શિક્ષાપત્રી નાના પ્રકારના દેશમાં રહેલા શિષ્યસમૂહોને ઉદ્દેશીને સાક્ષાત્ અક્ષરધામનિવાસી દેહધારી મનુષ્ય મૂર્તિ શ્રીસ્વામિનારાયણ ભગવાને પોતે પ્રકટ કરેલી છે તે હે પાવનિ ! શતાનંદમુનિએ ગ્રન્થમાં ગ્રથિત કરેલી છે, સંસારની નિવૃત્તિ કરાનારી હે શિક્ષાપત્રી માતા ! તમારું હું પ્રતિદિન ચિંતવન કરું છું. (શિક્ષાપત્રી: 4)