Meaning: Gujarati
English
વિષ્ણુઃ શિવો ગણપતિઃ પાર્વતી ચ દિવાકરઃ । એતાઃ પૂજ્યતયા માન્યા દેવતાઃ પંચ મામકૈઃ ॥
विष्णुः शिवो गणपतिः पार्वती च दिवाकरः । एताः पूज्यतया मान्या देवताः पंच मामकैः ॥
Viṣhṇuhu shivo gaṇapatihi pārvatī cha divākarah | Etāhā pūjyatayā mānyā devatāhā pancha māmakaihai ||
125
અમારા જે આશ્રિત તેમણે વિષ્ણુ, શિવ, ગણપતી, પાર્વતી અને સૂર્ય એ પાંચ દેવ પૂજ્યપણે કરીને માનવા. (શિક્ષાપત્રી: 84)
નાયં દેહો દેહભાં નૃલોકે કષ્ટાન્ કામાનર્હતે વિડ્ભુજાં યે । તપો દિવ્યં પુત્રકા યેન સત્વં શુદ્ધયેદ્યસ્માદ્ બ્રહ્મસૌખ્યં ત્વનન્તમ્ ॥
नायं देहो देहभां नृलोके कष्टान् कामानर्हते विड्भुजां ये । तपो दिव्यं पुत्रका येन सत्वं शुद्धयेद्यस्माद् ब्रह्मसौख्यं त्वनन्तम् ॥
Nāyam deho dehabhām nṛuloke kaṣhṭān kāmānarhate viḍbhujām ye | Tapo divyam putrakā yen satvam shuddhayedyasmād brahmasaukhyam tvanantam ||
126
વિજ્ઞાને વિલયં ગતે પ્રસરતિ ક્ષોણ્યાં તમસ્યાન્તરે દિઙ્મૂઢેષુ ભવાધ્વગેષુ પરિતઃ પીડૈકશેષે વિધૌ । કારુણ્યાદવતીર્ય મુક્તિજનનીં શિક્ષામદાદ્યામિમાં સાક્ષાદક્ષરદિવ્યધામનિલયસ્તામન્વહં ચિન્તયે ॥
विज्ञाने विलयं गते प्रसरति क्षोण्यां तमस्यान्तरे दिङ्मूढेषु भवाध्वगेषु परितः पीडैकशेषे विधौ । कारुण्यादवतीर्य मुक्तिजननीं शिक्षामदाद्यामिमां साक्षादक्षरदिव्यधामनिलयस्तामन्वहं चिन्तये ॥
Vignāne vilayam gate prasarati kṣhoṇyām tamasyāntare Dinmūḍheṣhu bhavādhvageṣhu paritah pīḍaikasheṣhe vidhau | Kāruṇyādavatīrya muktijananīm shikṣhāmadādyāmimām Sākṣhād-akṣhar-divya-dhām-nilaya-stāmanvahan chintaye ||
127
જ્યારે જગતમાં વિજ્ઞાનનો વિલય થયો અને અંતરના અજ્ઞાનરૂપ અંધકારનો પ્રસાર થયો અને સંસારમાર્ગમાં ભ્રમણ કરનારા પ્રાણીઓ દિઙ્મૂઢ થયા એટલે કર્તવ્યાકર્તવ્યમાં ભ્રાન્ત થયા અને વૈદિક કર્મ માત્રનું સર્વપ્રકારે કેવળ પ્રાણીઓને પીડા કરવામાં જ પર્યવસાન થયું ત્યારે કેવળ કરુણાથી જ સાક્ષાત્ અક્ષરધામાધિપતિ સ્વયં શ્રીહરિએ અવતાર ધારણ કરીને મોક્ષ કરનારી જે શિક્ષાને આપી હતી તે આ શિક્ષાપત્રીનું હું પ્રતિદિન ધ્યાન કરું છું. (શિક્ષાપત્રી: 1)
સંસારકર્દમવિવર્તનપઙિ્કલાનાં નૈર્મલ્યમાકલયિતું રચિતાવતારામ્ । આવિદ્યસન્તમસનિર્હરણે સમર્થા-માદેશપત્રિ । ભવતીમનુચિન્તયામિ ॥
संसारकर्दमविवर्तनपङि्कलानां नैर्मल्यमाकलयितुं रचितावताराम् । आविद्यसन्तमसनिर्हरणे समर्था-मादेशपत्रि । भवतीमनुचिन्तयामि ॥
Sansār-kardam-vivartan-pankilānām nairmalya-mākalayitum rachitāvatārām | Āvidyasant-masanirharaṇe samarthā-mādeshapatri | bhavatīmanuchintayāmi ||
128
સંસારરૂપી કાદવમાં ચારે તરફ આળોટવાથી કાદવવાળા થયેલા મનુષ્યોને તેમનો મળ ધોઈને નિર્મળ કરવા માટે જેનો અવતાર થયો છે અને અવિદ્યારૂપી ગાઢ અંધકારને ટાળવામાં સમર્થ એવી હે શિક્ષાપત્રી ! તારું હું ચિંતવન કરું છું. (શિક્ષાપત્રી: 2)
કાઽપ્યઞ્જનશલાકેયમન્તસ્તિમિરહારિણી । પ્રજ્ઞાદ્રષ્ટિપ્રકાશાય શિક્ષાપત્ર્યપસેવ્યતામ્ ॥
काऽप्यञ्जनशलाकेयमन्तस्तिमिरहारिणी । प्रज्ञाद्रष्टिप्रकाशाय शिक्षापत्र्यपसेव्यताम् ॥
Kāpyanjan-shalākeya-mantasti-mirahāriṇī | Pragnā-draṣhṭi-prakāshāya Shikṣhāpatrya-pa-sevyatām ||
129
આ શિક્ષાપત્રી અંતરના તિમિર (અજ્ઞાનરૂપ) દોષને હરનારી કોઈ અપૂર્વ અંજનશલાકા (અંજન કરનારી સળી) છે. માટે પ્રજ્ઞારૂપી દ્રષ્ટિના પ્રકાશ માટે સર્વ કોઈએ સેવન કરવા યોગ્ય છે. (શિક્ષાપત્રી: 3)
નાનાદેશનિવાસિશિષ્યજનતામુદ્દિશ્ય યાઽઽવિષ્કૃતા સાક્ષાદક્ષરવાસિના નૃવપુષા નારાયણેન સ્વયમ્ । સા ત્વં સઙ્ગ્રથિતાસિ પાવનિ શતાનન્દર્ષિણા ગ્રન્થતઃ શિક્ષાપત્રિ ભવાપહન્ત્રિ ભવતીમમ્બાન્વહં ચિન્તયે ॥
नानादेशनिवासिशिष्यजनतामुद्दिश्य याऽऽविष्कृता साक्षादक्षरवासिना नृवपुषा नारायणेन स्वयम् । सा त्वं सङ्ग्रथितासि पावनि शतानन्दर्षिणा ग्रन्थतः शिक्षापत्रि भवापहन्त्रि भवतीमम्बान्वहं चिन्तये ॥
Nānā-desh-nivāsi-shiṣhya-janatā-muddishya yāviṣhkṛutā Sākṣhād-akṣhar-vāsinā nṛuvapuṣhā Nārāyaṇen swayam | Sā tvan sangrathitāsi pāvani Shatānandarṣhiṇā granthatah Shikṣhāpatri bhavāpahantri bhavatī-mambānvahan chintaye ||
130
જે આ શિક્ષાપત્રી નાના પ્રકારના દેશમાં રહેલા શિષ્યસમૂહોને ઉદ્દેશીને સાક્ષાત્ અક્ષરધામનિવાસી દેહધારી મનુષ્ય મૂર્તિ શ્રીસ્વામિનારાયણ ભગવાને પોતે પ્રકટ કરેલી છે તે હે પાવનિ ! શતાનંદમુનિએ ગ્રન્થમાં ગ્રથિત કરેલી છે, સંસારની નિવૃત્તિ કરાનારી હે શિક્ષાપત્રી માતા ! તમારું હું પ્રતિદિન ચિંતવન કરું છું. (શિક્ષાપત્રી: 4)
શતાનન્દેન મુનિના મધ્યે સત્સઙગિજીવનમ્ । ગ્રથિતાં ભગવત્પ્રોક્તાં શિક્ષાપત્રીમહં શ્રયે ॥
शतानन्देन मुनिना मध्ये सत्सङगिजीवनम् । ग्रथितां भगवत्प्रोक्तां शिक्षापत्रीमहं श्रये ॥
Shatānanden muninā madhye Satsangijīvanam | Grathitām bhagavatproktām Shikṣhāpatrīmahan shraye ||
131
શ્રી સ્વામિનારાયણ ભગવાને કરેલી અને શ્રી શતાનંદ મુનિએ શ્રી સત્સંગિજીવનના મધ્યમાં ગ્રંથેલી શિક્ષાપત્રીનો હું આશ્રય કરું છું. (શિક્ષાપત્રી: 5)
સમસ્તશાસ્ત્રદુગ્ધાબ્ધિમધ્યોદ્ઘૃતમનુત્તમમ્ । શિક્ષાપત્ર્યમૃતં કિઞ્ચિદમૃતત્વાય કલ્પતે ॥
समस्तशास्त्रदुग्धाब्धिमध्योद्घृतमनुत्तमम् । शिक्षापत्र्यमृतं किञ्चिदमृतत्वाय कल्पते ॥
Samasta-shāstra-dugdhābdhi-madhyod-ghṛuta-manuttamam | Shikṣhāpatryamṛutam kinchida-mṛutatvāya kalpate ||
132
સમસ્ત શાસ્ત્રરૂપી ક્ષીરસાગરના મધ્યમાંથી ઉદ્ધાર કરેલું સર્વોત્તમ શિક્ષારૂપી કોઈ અપૂર્વ અમૃત મનુષ્યોના અમૃત (મોક્ષ) માટે સમર્થ છે; અર્થાત્ જે પાન કરે છે તે સર્વને મોક્ષ આપનાર છે. (શિક્ષાપત્રી: 6)
શિક્ષાપત્ર્યમૃતં યદેવ સહજાનન્દઃ શરણ્યઃ સતાં દેવઃ પ્રાશયદાશ્રિતાનિહ મુકુન્દાનન્દમુખ્યાન્ પુરા । યત્પીત્વા પ્રભવન્તિ સમ્પદમનાયાસેન તામાસુરી- મુચ્છેત્તું તદુપાસ્મહે ભવભયપ્રધ્વંસનૈકૌષધમ્ ॥
शिक्षापत्र्यमृतं यदेव सहजानन्दः शरण्यः सतां देवः प्राशयदाश्रितानिह मुकुन्दानन्दमुख्यान् पुरा । यत्पीत्वा प्रभवन्ति सम्पदमनायासेन तामासुरी- मुच्छेत्तुं तदुपास्महे भवभयप्रध्वंसनैकौषधम् ॥
Shikṣhāpatryamṛutam yadev Sahajānandah sharaṇyah satām Devah prāshayadāshritānih Mukundānanda-mukhyām purā | yatpītvā prabhavanti sampadamanāyāsen tāmāsurī- Muchchhettum tadupāsmahe bhava-bhaya-pradhvan-sanaikauṣhadham ||
133
સત્પુરુષોના શરણ્ય (રક્ષક) શ્રી સહજાનંદ સ્વામી દેવે જે શિક્ષાપત્રીરૂપી અમૃત આ લોકમાં મુકુંદાનંદાદિક આશ્રિતોને પ્રથમ પાન કરાવ્યું હતું, જે શિક્ષાપત્રી અમૃતને પાન કરીને દૈવી મનુષ્યો અનાયાસથી પ્રસિદ્ધ એવી આસુરી સંપત્તિનો ઉચ્છેદ કરવા સમર્થ થાય છે. સંસારરૂપી રોગને નાશ કરવામાં મુખ્ય ઔષધરૂપ એવું તે શિક્ષાપત્રીરૂપી અમૃતની અમે ઉપાસના કરીએ છીએ. (શિક્ષાપત્રી: 7)
સંસારસાગરગતાન્સ્વયમુદ્દિધીર્ષુઃ શ્રેયસ્તદેકમખિલેષ્યભિકાઙક્ષમાણઃ । આદેશમાલિખિતુમાદતપત્રલેખો નારાયણઃ સ્ફુરતુ મે હૃદિ વર્ણિવેષઃ ॥
संसारसागरगतान्स्वयमुद्दिधीर्षुः श्रेयस्तदेकमखिलेष्यभिकाङक्षमाणः । आदेशमालिखितुमादतपत्रलेखो नारायणः स्फुरतु मे हृदि वर्णिवेषः ॥
Sansār-sāgar-gatānswayamuddidhīrṣhuhu Shreyasta-dekamakhileṣhya-bhikānkṣhamāṇah | Ādesh-mālikhitu-mādatapatralekho Nārāyaṇah sfuratu me hṛudi varṇiveṣhah ||
134
સંસારસાગરમાં પડેલાં પ્રાણીઓનો ઉદ્ધાર કરીને તેમનું આત્યંતિક શ્રેય કરવાની ઇચ્છાથી ઉપદેશ લખવા માટે જેમણે પત્રલેખનો સ્વીકાર કર્યો છે, એવા વર્ણિવેષ શ્રીનારાયણમુનિ મારા હૃદયમાં સર્વકાળ પ્રકાશમાન રહો. (શિક્ષાપત્રી: 8)