Meaning: Gujarati English
વિજ્ઞાને વિલયં ગતે પ્રસરતિ ક્ષોણ્યાં તમસ્યાન્તરે
દિઙ્‍મૂઢેષુ ભવાધ્વગેષુ પરિતઃ પીડૈકશેષે વિધૌ ।
કારુણ્યાદવતીર્ય મુક્તિજનનીં શિક્ષામદાદ્યામિમાં
સાક્ષાદક્ષરદિવ્યધામનિલયસ્તામન્વહં ચિન્તયે ॥
विज्ञाने विलयं गते प्रसरति क्षोण्यां तमस्यान्तरे
दिङ्‍मूढेषु भवाध्वगेषु परितः पीडैकशेषे विधौ ।
कारुण्यादवतीर्य मुक्तिजननीं शिक्षामदाद्यामिमां
साक्षादक्षरदिव्यधामनिलयस्तामन्वहं चिन्तये ॥
Vignāne vilayam gate prasarati kṣhoṇyām tamasyāntare
Dinmūḍheṣhu bhavādhvageṣhu paritah pīḍaikasheṣhe vidhau |
Kāruṇyādavatīrya muktijananīm shikṣhāmadādyāmimām
Sākṣhād-akṣhar-divya-dhām-nilaya-stāmanvahan chintaye ||
127
જ્યારે જગતમાં વિજ્ઞાનનો વિલય થયો અને અંતરના અજ્ઞાનરૂપ અંધકારનો પ્રસાર થયો અને સંસારમાર્ગમાં ભ્રમણ કરનારા પ્રાણીઓ દિઙ્‍મૂઢ થયા એટલે કર્તવ્યાકર્તવ્યમાં ભ્રાન્ત થયા અને વૈદિક કર્મ માત્રનું સર્વપ્રકારે કેવળ પ્રાણીઓને પીડા કરવામાં જ પર્યવસાન થયું ત્યારે કેવળ કરુણાથી જ સાક્ષાત્ અક્ષરધામાધિપતિ સ્વયં શ્રીહરિએ અવતાર ધારણ કરીને મોક્ષ કરનારી જે શિક્ષાને આપી હતી તે આ શિક્ષાપત્રીનું હું પ્રતિદિન ધ્યાન કરું છું. (શિક્ષાપત્રી: 1)

Shlok Selection

Shloks Index