Meaning: Gujarati
English
સંસારસાગરગતાન્સ્વયમુદ્દિધીર્ષુઃ શ્રેયસ્તદેકમખિલેષ્યભિકાઙક્ષમાણઃ । આદેશમાલિખિતુમાદતપત્રલેખો નારાયણઃ સ્ફુરતુ મે હૃદિ વર્ણિવેષઃ ॥
संसारसागरगतान्स्वयमुद्दिधीर्षुः श्रेयस्तदेकमखिलेष्यभिकाङक्षमाणः । आदेशमालिखितुमादतपत्रलेखो नारायणः स्फुरतु मे हृदि वर्णिवेषः ॥
Sansār-sāgar-gatānswayamuddidhīrṣhuhu Shreyasta-dekamakhileṣhya-bhikānkṣhamāṇah | Ādesh-mālikhitu-mādatapatralekho Nārāyaṇah sfuratu me hṛudi varṇiveṣhah ||
134
સંસારસાગરમાં પડેલાં પ્રાણીઓનો ઉદ્ધાર કરીને તેમનું આત્યંતિક શ્રેય કરવાની ઇચ્છાથી ઉપદેશ લખવા માટે જેમણે પત્રલેખનો સ્વીકાર કર્યો છે, એવા વર્ણિવેષ શ્રીનારાયણમુનિ મારા હૃદયમાં સર્વકાળ પ્રકાશમાન રહો. (શિક્ષાપત્રી: 8)
વ્યઞ્જયન્નાશ્રિતસ્નેહં મુગ્ધાસ્મિતમુખામ્બુજઃ । આદેશમાલિખન્નસ્તુ હૃદિ મે ધર્મનન્દનઃ ।
व्यञ्जयन्नाश्रितस्नेहं मुग्धास्मितमुखाम्बुजः । आदेशमालिखन्नस्तु हृदि मे धर्मनन्दनः ।
Vyanjayannāshrit-sneham mugdhāsmit-mukhāmbujah | Ādeshamā-likhannastu hṛudi me Dharmanandanah |
135
આશ્રિતોની ઉપર સ્નેહને સૂચવતા અને સુંદર મંદહાસવાળું મુખકમળ જેમનું છે અને શિક્ષાપત્રીને લખનારા ધર્મનંદન શ્રીહરિ મારા હૃદયમાં સદા રહો. (શિક્ષાપત્રી: 9)
સ્વામિનારાયણસ્યૈતત્સ્વરૂપમપરં હરેઃ । શિક્ષાપત્ર્યાત્મના ભૂમૌ ચકાસ્ત્યખિલમઙ્ગલમ્ ॥
स्वामिनारायणस्यैतत्स्वरूपमपरं हरेः । शिक्षापत्र्यात्मना भूमौ चकास्त्यखिलमङ्गलम् ॥
Swāminārāyaṇ-syaitat-swarup-maparam Harehe | Shikṣhāpatryātmanā bhūmau chakāstya-khilamangalam ||
136
શ્રીસ્વામિનારાયણ ભગવાન શ્રીહરિનું, સર્વ કોઈનું મંગળ કરનારું આ બીજું સ્વરૂપ શિક્ષાપત્રીરૂપે પૃથ્વી ઉપર પ્રકાશે છે એટલે વર્તે છે. (શિક્ષાપત્રી: 10)
શિક્ષાપત્રિ સમસ્તશિષ્યનિવહૈરભ્યર્થિતેનાદરાત્ દેવેનાખિલકારણેન સહજાનન્દેન યાઽઽવિષ્કૃતા । તાં ત્વાં સર્વફલપ્રદાં ભગવતો દેવસ્ય તસ્યાપરાં મૂર્તિ દેવિ વિભાવયન્નનુદિનં સેવે મુહુઃ પ્રેમતઃ ॥
शिक्षापत्रि समस्तशिष्यनिवहैरभ्यर्थितेनादरात् देवेनाखिलकारणेन सहजानन्देन याऽऽविष्कृता । तां त्वां सर्वफलप्रदां भगवतो देवस्य तस्यापरां मूर्ति देवि विभावयन्ननुदिनं सेवे मुहुः प्रेमतः ॥
Shikṣhāpatri samasta-shiṣhya-nivahair-bhyarthitenādarāt Devenākhil-kāraṇen Sahajānanden yāviṣhkṛutā | Tām tvām sarva-falapradām bhagavato devasya tasyāparām Mūrti devi vibhāvayannanudinam seve muhuhu prematah ||
137
હે શિક્ષાપત્રી ! સમસ્ત શિષ્યસમૂહોને આદરથી પ્રાર્થના કરેલા સર્વના કારણ, દેવના દેવ એવા શ્રી સહજાનંદ સ્વામીએ જેને પ્રકટ કરેલ છે, સર્વ ફળને આપનારી તે તને દેવ એવા ભગવાનની બીજી મૂર્તિરૂપે ભાવના કરીને હે દેવિ ! પ્રતિદિન પ્રેમથી વારંવાર હું સેવું છું. (શિક્ષાપત્રી: 11)
શિક્ષાપત્ર્યમૃતં હિતાય જગતામાવિષ્કૃતં યન્મયા મદ્ભક્તૈરિદમાદરાદનુદિનં સેવ્યં સમસ્તૈરપિ । ઇત્યાદિષ્ટમનુસ્મરન્ ભગવતઃ પ્રેમ્ણાન્વહં યઃ પઠેત્ શિક્ષાપત્રમિદં સ યાતિ પરમં ધામાક્ષરં શાશ્વતમ્ ॥
शिक्षापत्र्यमृतं हिताय जगतामाविष्कृतं यन्मया मद्भक्तैरिदमादरादनुदिनं सेव्यं समस्तैरपि । इत्यादिष्टमनुस्मरन् भगवतः प्रेम्णान्वहं यः पठेत् शिक्षापत्रमिदं स याति परमं धामाक्षरं शाश्वतम् ॥
Shikṣhāpatryamṛutam hitāya jagatāmāviṣhkṛutam yanmayā Madbhaktairi-damādarādnudinam sevyam samastairapi | Ityādiṣhṭ-manusmaran bhagavatah premṇānvaham yah paṭhet Shikṣhāpatramidam sa yāti paramam Dhāmākṣharam shāshvatam ||
138
"જગતના હિત માટે મેં જે શિક્ષાપત્રીરૂપી અમૃત પ્રકટ કર્યું છે, તે આ અમૃત સમસ્ત મારા ભક્તોએ પ્રતિદિન આદરથી સેવવા યોગ્ય છે." આવી ભગવાનની આજ્ઞાને અનુસ્મરણ કરીને જે પુરુષ પ્રેમથી આ શિક્ષાપત્રીનો પાઠ કરે છે, તે સનાતન પરમ અક્ષરધામને પામે છે. (શિક્ષાપત્રી: 12)
વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસિ । વૃન્દાવનવિહારં તં શ્રીકૃષ્ણં હૃદિ ચિન્તયે ॥
वामे यस्य स्थिता राधा श्रीश्च यस्यास्ति वक्षसि । वृन्दावनविहारं तं श्रीकृष्णं हृदि चिन्तये ॥
Vāme yasya sthitā Rādhā shrīshcha yasyāsti vakṣhasi | Vṛundāvan-vihāram tam Shrīkṛuṣhṇam hṛudi chintaye ||
139
(શ્રી સહજાનંદસ્વામી જે તે પોતાના સત્સંગી પ્રત્યે શિક્ષાપત્રીને લખતા થકા પ્રથમ પોતાના ઈષ્ટદેવ જે શ્રીકૃષ્ણ ભગવાન તેનું ધ્યાનરૂપ મંગલાચરણ કરે છે.) હું જે તે મારા હૃદયને વિષે શ્રીકૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું. તે શ્રીકૃષ્ણ કેવા છે તો જેના ડાબા પડખાને વિષે રાધિકાજી રહ્યાં છે અને જેના વક્ષઃસ્થળને વિષે લક્ષ્મીજી રહ્યાં છે અને વૃંદાવનને વિષે વિહારના કરનારા છે. (શિક્ષાપત્રી: 1)
લિખામિ સહજાનન્દસ્વામી સર્વાન્નિજાશ્રિતાન્ । નાનાદેશસ્થિતાન્ શિક્ષાપત્રીં વૃત્તાલયસ્થિતઃ ॥
लिखामि सहजानन्दस्वामी सर्वान्निजाश्रितान् । नानादेशस्थितान् शिक्षापत्रीं वृत्तालयस्थितः ॥
Likhāmi Sahajānand Swāmī sarvān-nijāshritān | Nānā-deshasthitān Shikṣhāpatrīm Vṛuttālaya-sthitah ||
140
અને વૃત્તાલય ગામને વિષે રહ્યા એવા સહજાનંદ સ્વામી જે અમે તે અમે જે તે નાના પ્રકારના જે સર્વે દેશ તેમને વિષે રહ્યા એવા જે અમારા આશ્રિત સર્વે સત્સંગી તે પ્રત્યે શિક્ષાપત્રીને લખીએ છીએ. (શિક્ષાપત્રી: 2)
ભ્રાત્રો રામપ્રતાપેચ્છારામયોર્ધર્મજન્મનોઃ । યાવયોધ્યાપ્રસાદાખ્યરઘુવીરાભિધૌ સુતૌ ॥
भ्रात्रो रामप्रतापेच्छारामयोर्धर्मजन्मनोः । यावयोध्याप्रसादाख्यरघुवीराभिधौ सुतौ ॥
Bhrātro Rāmpratāp-echchhārāmayor-dharmajanmanoho | Yāvayodhyā-prasādākhya-raghuvīrābhidhau sutau ||
141
શ્રી ધર્મદેવ થકી છે જન્મ જેમનો એવા જે અમારા ભાઈ રામપ્રતાપજી તથા ઇચ્છારામજી તેમના પુત્ર જે અયોધ્યાપ્રસાદ નામે અને રઘુવીર નામે (જેને અમે અમારા દત્તપુત્ર કરીને સર્વે સત્સંગીના આચાર્યપણાને વિષે સ્થાપન કર્યા છે). (શિક્ષાપત્રી: 3)
મુકુન્દાનન્દમુખ્યાશ્ચ નૈષ્ઠિકા બ્રહ્મચારિણઃ । ગૃહસ્થાશ્ચ મયારામભટ્ટાદ્યા યે મદાશ્રયાઃ ॥
मुकुन्दानन्दमुख्याश्च नैष्ठिका ब्रह्मचारिणः । गृहस्थाश्च मयारामभट्टाद्या ये मदाश्रयाः ॥
Mukundānand-mukhyāshcha naiṣhṭhikā brahmachāriṇah | Gṛuhasthāshcha Mayārāmabhaṭṭādyā ye madāshrayāhā ||
142
તથા અમારા આશ્રિત એવા જે મુકુંદાનંદ આદિક નૈષ્ઠિક બ્રહ્મચારી તથા અમારા આશ્રિત જે મયારામ ભટ્ટ આદિક ગૃહસ્થ સત્સંગી, (શિક્ષાપત્રી: 4)
સધવા વિધવા યોષા યાશ્ચ મચ્છિષ્યતાં ગતાઃ । મુક્તાનન્દાદયો યે સ્યુઃ સાધવશ્ચાખિલા અપિ ॥
सधवा विधवा योषा याश्च मच्छिष्यतां गताः । मुक्तानन्दादयो ये स्युः साधवश्चाखिला अपि ॥
Sadhavā vidhavā yoṣhā yāshcha machchhiṣhyatām gatāhā | Muktānandādayo ye syuhu sādhavashchākhilā api ||
143
તથા અમારે આશ્રિત જે સુવાસિની અને વિધવા એવી સર્વે બાઈઓ તથા મુક્તાનંદ આદિક જે સર્વે સાધુ, (શિક્ષાપત્રી: 5)