Meaning: Gujarati English
ભ્રાત્રો રામપ્રતાપેચ્છારામયોર્ધર્મજન્મનોઃ ।
યાવયોધ્યાપ્રસાદાખ્યરઘુવીરાભિધૌ સુતૌ ॥
भ्रात्रो रामप्रतापेच्छारामयोर्धर्मजन्मनोः ।
यावयोध्याप्रसादाख्यरघुवीराभिधौ सुतौ ॥
Bhrātro Rāmpratāp-echchhārāmayor-dharmajanmanoho |
Yāvayodhyā-prasādākhya-raghuvīrābhidhau sutau ||
141
શ્રી ધર્મદેવ થકી છે જન્મ જેમનો એવા જે અમારા ભાઈ રામપ્રતાપજી તથા ઇચ્છારામજી તેમના પુત્ર જે અયોધ્યાપ્રસાદ નામે અને રઘુવીર નામે (જેને અમે અમારા દત્તપુત્ર કરીને સર્વે સત્સંગીના આચાર્યપણાને વિષે સ્થાપન કર્યા છે). (શિક્ષાપત્રી: 3)
મુકુન્દાનન્દમુખ્યાશ્ચ નૈષ્ઠિકા બ્રહ્મચારિણઃ ।
ગૃહસ્થાશ્ચ મયારામભટ્ટાદ્યા યે મદાશ્રયાઃ ॥
मुकुन्दानन्दमुख्याश्च नैष्ठिका ब्रह्मचारिणः ।
गृहस्थाश्च मयारामभट्टाद्या ये मदाश्रयाः ॥
Mukundānand-mukhyāshcha naiṣhṭhikā brahmachāriṇah |
Gṛuhasthāshcha Mayārāmabhaṭṭādyā ye madāshrayāhā ||
142
તથા અમારા આશ્રિત એવા જે મુકુંદાનંદ આદિક નૈષ્ઠિક બ્રહ્મચારી તથા અમારા આશ્રિત જે મયારામ ભટ્ટ આદિક ગૃહસ્થ સત્સંગી, (શિક્ષાપત્રી: 4)
સધવા વિધવા યોષા યાશ્ચ મચ્છિષ્યતાં ગતાઃ ।
મુક્તાનન્દાદયો યે સ્યુઃ સાધવશ્ચાખિલા અપિ ॥
सधवा विधवा योषा याश्च मच्छिष्यतां गताः ।
मुक्तानन्दादयो ये स्युः साधवश्चाखिला अपि ॥
Sadhavā vidhavā yoṣhā yāshcha machchhiṣhyatām gatāhā |
Muktānandādayo ye syuhu sādhavashchākhilā api ||
143
તથા અમારે આશ્રિત જે સુવાસિની અને વિધવા એવી સર્વે બાઈઓ તથા મુક્તાનંદ આદિક જે સર્વે સાધુ, (શિક્ષાપત્રી: 5)
સ્વધર્મરક્ષિકા મે તૈઃ સર્વૈર્વાચ્યાઃ સદાશિષઃ ।
શ્રીમન્નારાયણસ્મૃત્યા સહિતાઃ શાસ્ત્રસમ્મતાઃ ॥
स्वधर्मरक्षिका मे तैः सर्वैर्वाच्याः सदाशिषः ।
श्रीमन्नारायणस्मृत्या सहिताः शास्त्रसम्मताः ॥
Svadharma-rakṣhikā me taihai sarvairvāchyāhā sadāshiṣhah |
Shrīmannārāyaṇ-smṛutyā sahitāhā shāstra-sammatāhā ||
144
એ સર્વે તેમણે પોતાના ધર્મની રક્ષાના કરનારા અને શાસ્ત્રને વિષે પ્રમાણરૂપ અને શ્રીમન્નારાયણની સ્મૃતિએ સહિત એવા જે અમારા રૂડા આશીર્વાદ તે વાંચવા. (શિક્ષાપત્રી: 6)
એકાગ્રેણૈવ મનસા પત્રીલેખઃ સહેતુકઃ ।
અવધાર્યોઽયમખિલૈઃ સર્વજીવહિતાવહઃ ॥
एकाग्रेणैव मनसा पत्रीलेखः सहेतुकः ।
अवधार्योऽयमखिलैः सर्वजीवहितावहः ॥
Ekāgreṇaiv manasā patrī-lekhah sahetukah |
Avadhāryo'yamakhilaihai sarva-jīva-hitāvahah ||
145
અને આ શિક્ષાપત્રી લખ્યાનું જે કારણ છે તે સર્વે તેમણે એકાગ્ર મને કરીને ધારવું અને આ શિક્ષાપત્રી જે અમે લખી છે તે સર્વેના જીવને હિતની કરનારી છે. (શિક્ષાપત્રી: 7)
યે પાલયન્તિ મનુજાઃ સચ્છાસ્ત્રપ્રતિપાદિતાન્ ।
સદાચારાન્ સદા તેઽત્ર પરત્ર ચ મહાસુખાઃ ॥
ये पालयन्ति मनुजाः सच्छास्त्रप्रतिपादितान् ।
सदाचारान् सदा तेऽत्र परत्र च महासुखाः ॥
Ye pālayanti manujāhā sachchhāstra-pratipāditān |
Sadāchārān sadā te'tra paratra cha mahāsukhāhā ||
146
અને શ્રીમદ્‍ભાગવત પુરાણ આદિક જે સત્શાસ્ત્ર તેમણે જીવના કલ્યાણને અર્થે પ્રતિપાદન કર્યા એવા જે અહિંસા આદિક સદાચાર તેમને જે મનુષ્ય પાળે છે તે મનુષ્ય જે તે આ લોક ને પરલોકને વિષે મહાસુખિયા થાય છે. (શિક્ષાપત્રી: 8)
તાનુલ્લઙઘ્યાઽત્ર વર્તન્તે યે તુ સ્વૈરં કુબુદ્ધયઃ ।
ત ઇહાઽમુત્ર ચ મહલ્લભન્તે કષ્ટમેવ હિ ॥
तानुल्लङघ्याऽत्र वर्तन्ते ये तु स्वैरं कुबुद्धयः ।
त इहाऽमुत्र च महल्लभन्ते कष्टमेव हि ॥
Tānullanghyātra vartante ye tu swairam kubuddhayah |
Ta ihā'mutra cha mahallabhante kaṣhṭamev hi ||
147
અને તે સદાચારનું ઉલ્લંઘન કરીને જે મનુષ્ય પોતાના મનમાં આવે તેમ વર્તે છે તે તો કુબુદ્ધિવાળા છે અને આ લોક ને પરલોકને વિષે નિશ્ચે મોટા કષ્ટને જ પામે છે. (શિક્ષાપત્રી: 9)
અતો ભવદ્ભિર્મચ્છિસ્યૈઃ સાવધાનતયાઽખિલૈઃ ।
પ્રીત્યૈતામનુસૃત્યૈવ વર્તિતવ્યં નિરન્તરમ્ ॥
अतो भवद्भिर्मच्छिस्यैः सावधानतयाऽखिलैः ।
प्रीत्यैतामनुसृत्यैव वर्तितव्यं निरन्तरम् ॥
Ato bhavadbhir-machchhisyaihai sāvadhān-tayā'khilaihai |
Prītyaitā-manusṛutyaiv vartitavyam nirantaram ||
148
તે માટે અમારા શિષ્ય એવા જે તમે સર્વે તેમણે તો પ્રીતિએ કરીને આ શિક્ષાપત્રીને અનુસરીને જ નિરંતર સાવધાનપણે વર્તવું પણ આ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીને વર્તવું નહિ. (શિક્ષાપત્રી: 10)
કસ્યાપિ પ્રાણિનો હિંસા નૈવ કાર્યાઽત્ર મામકૈઃ ।
સૂક્ષ્મયૂકામત્કુણાદેરપિ બુદ્ધ્યા કદાચન ॥
कस्यापि प्राणिनो हिंसा नैव कार्याऽत्र मामकैः ।
सूक्ष्मयूकामत्कुणादेरपि बुद्ध्या कदाचन ॥
Kasyāpi prāṇino hinsā naiv kāryā'tra māmakaihai |
Sūkṣhma-yūkāmatkuṇāderapi buddhyā kadāchan ||
149
હવે તે વર્ત્યાની રીત કહીએ છીએ જે - અમારા જે સત્સંગી તેમણે કોઈ જીવ પ્રાણીમાત્રની પણ હિંસા ન કરવી અને જાણીને તો ઝીણા એવા જૂ, માંકડ, ચાંચડ આદિક જીવ તેમની પણ હિંસા ક્યારેય ન કરવી. (શિક્ષાપત્રી: 11)
દેવતાપિતૃયાગાર્થમપ્યજાદેશ્ચ હિંસનમ્ ।
ન કર્તવ્યમહિંસૈવ ધર્મઃ પ્રોક્તોઽસ્તિ યન્મહાન્ ॥
देवतापितृयागार्थमप्यजादेश्च हिंसनम् ।
न कर्तव्यमहिंसैव धर्मः प्रोक्तोऽस्ति यन्महान् ॥
Devatā-pitṛu-yāgārthamapyajādeshcha hinsanam |
Na kartavyam-hinsaiv dharmah prokto'sti yanmahān ||
150
અને દેવતા અને પિતૃ તેના યજ્ઞને અર્થે પણ બકરાં, મૃગલાં, સસલાં, માછલાં આદિક કોઈ જીવની હિંસા ન કરવી, કેમ જે અહિંસા છે તે જ મોટો ધર્મ છે એમ સર્વ શાસ્ત્રમાં કહ્યું છે. (શિક્ષાપત્રી: 12)

Shlok Selection

Shloks Index