Meaning: Gujarati English
એકાગ્રેણૈવ મનસા પત્રીલેખઃ સહેતુકઃ ।
અવધાર્યોઽયમખિલૈઃ સર્વજીવહિતાવહઃ ॥
एकाग्रेणैव मनसा पत्रीलेखः सहेतुकः ।
अवधार्योऽयमखिलैः सर्वजीवहितावहः ॥
Ekāgreṇaiv manasā patrī-lekhah sahetukah |
Avadhāryo'yamakhilaihai sarva-jīva-hitāvahah ||
145
અને આ શિક્ષાપત્રી લખ્યાનું જે કારણ છે તે સર્વે તેમણે એકાગ્ર મને કરીને ધારવું અને આ શિક્ષાપત્રી જે અમે લખી છે તે સર્વેના જીવને હિતની કરનારી છે. (શિક્ષાપત્રી: 7)
યે પાલયન્તિ મનુજાઃ સચ્છાસ્ત્રપ્રતિપાદિતાન્ ।
સદાચારાન્ સદા તેઽત્ર પરત્ર ચ મહાસુખાઃ ॥
ये पालयन्ति मनुजाः सच्छास्त्रप्रतिपादितान् ।
सदाचारान् सदा तेऽत्र परत्र च महासुखाः ॥
Ye pālayanti manujāhā sachchhāstra-pratipāditān |
Sadāchārān sadā te'tra paratra cha mahāsukhāhā ||
146
અને શ્રીમદ્‍ભાગવત પુરાણ આદિક જે સત્શાસ્ત્ર તેમણે જીવના કલ્યાણને અર્થે પ્રતિપાદન કર્યા એવા જે અહિંસા આદિક સદાચાર તેમને જે મનુષ્ય પાળે છે તે મનુષ્ય જે તે આ લોક ને પરલોકને વિષે મહાસુખિયા થાય છે. (શિક્ષાપત્રી: 8)
તાનુલ્લઙઘ્યાઽત્ર વર્તન્તે યે તુ સ્વૈરં કુબુદ્ધયઃ ।
ત ઇહાઽમુત્ર ચ મહલ્લભન્તે કષ્ટમેવ હિ ॥
तानुल्लङघ्याऽत्र वर्तन्ते ये तु स्वैरं कुबुद्धयः ।
त इहाऽमुत्र च महल्लभन्ते कष्टमेव हि ॥
Tānullanghyātra vartante ye tu swairam kubuddhayah |
Ta ihā'mutra cha mahallabhante kaṣhṭamev hi ||
147
અને તે સદાચારનું ઉલ્લંઘન કરીને જે મનુષ્ય પોતાના મનમાં આવે તેમ વર્તે છે તે તો કુબુદ્ધિવાળા છે અને આ લોક ને પરલોકને વિષે નિશ્ચે મોટા કષ્ટને જ પામે છે. (શિક્ષાપત્રી: 9)
અતો ભવદ્ભિર્મચ્છિસ્યૈઃ સાવધાનતયાઽખિલૈઃ ।
પ્રીત્યૈતામનુસૃત્યૈવ વર્તિતવ્યં નિરન્તરમ્ ॥
अतो भवद्भिर्मच्छिस्यैः सावधानतयाऽखिलैः ।
प्रीत्यैतामनुसृत्यैव वर्तितव्यं निरन्तरम् ॥
Ato bhavadbhir-machchhisyaihai sāvadhān-tayā'khilaihai |
Prītyaitā-manusṛutyaiv vartitavyam nirantaram ||
148
તે માટે અમારા શિષ્ય એવા જે તમે સર્વે તેમણે તો પ્રીતિએ કરીને આ શિક્ષાપત્રીને અનુસરીને જ નિરંતર સાવધાનપણે વર્તવું પણ આ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીને વર્તવું નહિ. (શિક્ષાપત્રી: 10)
કસ્યાપિ પ્રાણિનો હિંસા નૈવ કાર્યાઽત્ર મામકૈઃ ।
સૂક્ષ્મયૂકામત્કુણાદેરપિ બુદ્ધ્યા કદાચન ॥
कस्यापि प्राणिनो हिंसा नैव कार्याऽत्र मामकैः ।
सूक्ष्मयूकामत्कुणादेरपि बुद्ध्या कदाचन ॥
Kasyāpi prāṇino hinsā naiv kāryā'tra māmakaihai |
Sūkṣhma-yūkāmatkuṇāderapi buddhyā kadāchan ||
149
હવે તે વર્ત્યાની રીત કહીએ છીએ જે - અમારા જે સત્સંગી તેમણે કોઈ જીવ પ્રાણીમાત્રની પણ હિંસા ન કરવી અને જાણીને તો ઝીણા એવા જૂ, માંકડ, ચાંચડ આદિક જીવ તેમની પણ હિંસા ક્યારેય ન કરવી. (શિક્ષાપત્રી: 11)
દેવતાપિતૃયાગાર્થમપ્યજાદેશ્ચ હિંસનમ્ ।
ન કર્તવ્યમહિંસૈવ ધર્મઃ પ્રોક્તોઽસ્તિ યન્મહાન્ ॥
देवतापितृयागार्थमप्यजादेश्च हिंसनम् ।
न कर्तव्यमहिंसैव धर्मः प्रोक्तोऽस्ति यन्महान् ॥
Devatā-pitṛu-yāgārthamapyajādeshcha hinsanam |
Na kartavyam-hinsaiv dharmah prokto'sti yanmahān ||
150
અને દેવતા અને પિતૃ તેના યજ્ઞને અર્થે પણ બકરાં, મૃગલાં, સસલાં, માછલાં આદિક કોઈ જીવની હિંસા ન કરવી, કેમ જે અહિંસા છે તે જ મોટો ધર્મ છે એમ સર્વ શાસ્ત્રમાં કહ્યું છે. (શિક્ષાપત્રી: 12)
સ્ત્રિયા ધનસ્ય વા પ્રાપ્ત્યૈ સામ્રાજ્યસ્યાઽપિવા ક્વચિત્ ।
મનુષ્યસ્ય તુ કસ્યાઽપિ હિંસા કાર્યા ન સર્વથા ॥
स्त्रिया धनस्य वा प्राप्त्यै साम्राज्यस्याऽपिवा क्वचित् ।
मनुष्यस्य तु कस्याऽपि हिंसा कार्या न सर्वथा ॥
Striyā dhanasya vā prāptyai sāmrājyasyāpivā kvachit |
Manuṣhyasya tu kasyāpi hinsā kāryā na sarvathā ||
151
અને સ્ત્રી, ધન અને રાજ્ય તેની પ્રાપ્તિને અર્થે પણ કોઈ મનુષ્યની હિંસા તો કોઈ પ્રકારે ક્યારેય પણ ન જ કરવી. (શિક્ષાપત્રી: 13)
આત્મઘાતસ્તુ તીર્થેઽપિ ન કર્તવ્યશ્ચ ન ક્રુધા ।
અયોગ્યાચરણાત્ ક્વાપિ ન વિષોદ્‍બન્ધનાદિના ॥
आत्मघातस्तु तीर्थेऽपि न कर्तव्यश्च न क्रुधा ।
अयोग्याचरणात् क्वापि न विषोद्‍बन्धनादिना ॥
Ātmaghātastu tīrthe'pi na kartavyashcha na krudhā |
Ayogyācharaṇāt kvāpi na viṣhodbandhanādinā ||
152
અને આત્મઘાત તો તીર્થને વિષે પણ ન કરવો ને ક્રોધે કરીને ન કરવો અને ક્યારેક કોઈ અયોગ્ય આચરણ થઈ જાય તે થકી મૂંઝાઈને પણ આત્મઘાત ન કરવો અને ઝેર ખાઈને તથા ગળે ટૂંપો ખાઈને તથા કૂવે પડીને તથા પર્વત ઉપરથી પડીને ઇત્યાદિક કોઈ રીતે આત્મઘાત ન કરવો. (શિક્ષાપત્રી: 14)
ન ભક્ષ્યં સર્વથા માંસં યજ્ઞશિષ્ટમપિ ક્વચિત્ ।
ન પેયં ચ સુરામદ્યમપિ દેવનિવેદિતમ્ ॥
न भक्ष्यं सर्वथा मांसं यज्ञशिष्टमपि क्वचित् ।
न पेयं च सुरामद्यमपि देवनिवेदितम् ॥
Na bhakṣhyam sarvathā mānsam yagnashiṣhṭamapi kvachit |
Na peyam cha surāmadyamapi devaniveditam ||
153
અને જે માંસ છે તે તો યજ્ઞનું શેષ હોય તો પણ આપત્કાળમાં પણ ક્યારેય ન ખાવું અને ત્રણ પ્રકારની સુરા અને અગિયાર પ્રકારનું મદ્ય તે દેવતાનું નૈવેદ્ય હોય તો પણ ન પીવું. (શિક્ષાપત્રી: 15)
અકાર્યાચરણે ક્વાપિ જાતે સ્વસ્ય પરસ્ય વા ।
અઙ્‍ગચ્છેદો ન કર્તવ્યઃ શસ્ત્રાદ્યૈશ્ચ ક્રુધાપિ વા ॥
अकार्याचरणे क्वापि जाते स्वस्य परस्य वा ।
अङ्गच्छेदो न कर्तव्यः शस्त्राद्यैश्च क्रुधापि वा ॥
Akāryācharaṇe kvāpi jāte swasya parasya vā |
Angachchhedo na kartavyah shastrādyaishcha krudhāpi vā ||
154
અને ક્યારેક પોતા વતે કાંઈક અયોગ્ય આચરણ થઈ ગયું હોય અથવા કોઈ બીજા વતે અયોગ્ય આચરણ થઈ ગયું હોય તો શસ્ત્રાદિકે કરીને પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું અથવા ક્રોધે કરીને પણ પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું. (શિક્ષાપત્રી: 16)

Shlok Selection

Shloks Index