Meaning: Gujarati
English
ગુરુદેવનૃપેક્ષાર્થં ન ગમ્યં રિક્તપાણિભિઃ । વિશ્વાસઘાતો નો કાર્યઃ સ્વશ્લાઘા સ્વમુખેન ચ ॥
गुरुदेवनृपेक्षार्थं न गम्यं रिक्तपाणिभिः । विश्वासघातो नो कार्यः स्वश्लाघा स्वमुखेन च ॥
Guru-deva-nṛupekṣhārtham na gamyam riktapāṇibhihi | Vishvāsaghāto no kāryah swashlāghā swamukhen cha ||
175
અને ગુરુ, દેવ અને રાજા એ ત્રણના દર્શનને અર્થે જ્યારે જવું ત્યારે ઠાલે હાથે ન જવું અને કોઈનો વિશ્વાસઘાત ન કરવો અને પોતાને મુખે કરીને પોતાનાં વખાણ ન કરવાં. (શિક્ષાપત્રી: 37)
યસ્મિન્ પરિહિતેઽપિ સ્યુર્દ્રશ્યાન્યઙ્ગાનિ ચાત્મનઃ । તદ્દૂષ્યં વસનં નૈવ પરિધાર્યં મદાશ્રિતૈઃ ॥
यस्मिन् परिहितेऽपि स्युर्द्रश्यान्यङ्गानि चात्मनः । तद्दूष्यं वसनं नैव परिधार्यं मदाश्रितैः ॥
Yasmin parihite'pi syur-drashyānyangāni chātmanah | Taddūṣhyam vasanam naiv paridhāryam madāshritaihai ||
176
અને જે વસ્ત્ર પહેર્યે થકે પણ પોતાનાં અંગ દેખાય તેવું જે ભૂંડું વસ્ત્ર તે અમારા સત્સંગી તેમને ન પહેરવું. (શિક્ષાપત્રી: 38)
ધર્મેણ રહિતા કૃષ્ણભક્તિઃ કાર્યા ન સર્વથા । અજ્ઞનિન્દાભયાન્નૈવ ત્યાજ્યં શ્રીકૃષ્ણસેવનમ્ ॥
धर्मेण रहिता कृष्णभक्तिः कार्या न सर्वथा । अज्ञनिन्दाभयान्नैव त्याज्यं श्रीकृष्णसेवनम् ॥
Dharmeṇ rahitā kṛuṣhṇa-bhaktihi kāryā na sarvathā | Agnanindābhayānnaiv tyājyam shrīkṛuṣhṇa-sevanam ||
177
અને શ્રીકૃષ્ણ ભગવાનની જે ભક્તિ તે ધર્મે રહિત એવી કોઈ પ્રકારે ન કરવી અને અજ્ઞાની એવા જે મનુષ્ય તેમની નિંદાના ભય થકી શ્રીકૃષ્ણ ભગવાનની સેવાનો ત્યાગ કરવો જ નહી. (શિક્ષાપત્રી: 39)
ઉત્સવાહેષુ નિત્યં ચ કૃષ્ણમન્દિરમાગતૈઃ । પુમ્ભિઃ સ્પૃશ્યા ન વનિતાસ્તત્ર તાભિશ્ચ પુરુષાઃ ॥
उत्सवाहेषु नित्यं च कृष्णमन्दिरमागतैः । पुम्भिः स्पृश्या न वनितास्तत्र ताभिश्च पुरुषाः ॥
Utsavāheṣhu nityam cha kṛuṣhṇa-mandir-māgataihai | Pumbhihi spṛushyā na vanitāstatra tābhishcha puruṣhāhā ||
178
અને જે ઉત્સવના દિવસને વિષે તથા નિત્ય પ્રત્યે શ્રીકૃષ્ણના મંદિરમાં આવ્યા એવા જે સત્સંગી પુરુષ તેમણે તે મંદિરને વિષે સ્ત્રીઓનો સ્પર્શ ન કરવો તથા સ્ત્રીઓ તેમણે પુરુષોનો સ્પર્શ ન કરવો અને મંદિરમાંથી નીસર્યા પછી પોતપોતાની રીતે વર્તવું. (શિક્ષાપત્રી: 40)
કૃષ્ણદીક્ષાં ગુરોઃ પ્રાપ્તૈસ્તુલસીમાલિકે ગલે । ધાર્યે નિત્યં ચોર્ધ્વપુણ્ડ્રં લલાટાદૌ દ્વિજાતિભિઃ ॥
कृष्णदीक्षां गुरोः प्राप्तैस्तुलसीमालिके गले । धार्ये नित्यं चोर्ध्वपुण्ड्रं ललाटादौ द्विजातिभिः ॥
Kṛuṣhṇadīkṣhām guroho prāptais-tulasīmālike gale | Dhārye nityam chordhva-puṇḍram lalāṭādau dvijātibhihi ||
179
અને ધર્મવંશી ગુરુથકી શ્રીકૃષ્ણની દિક્ષાને પામ્યા એવા જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણ વર્ણના અમારા સત્સંગી તેમણે કંઠને વિષે તુલસીની બેવડી માળા નિત્યે ધારવી અને લલાટ, હૃદય અને બે હાથ એ ચારે ઠેકાણે ઊર્ધ્વપુંડ્ર તિલક કરવું. (શિક્ષાપત્રી: 41)
તત્તુ ગોપીચન્દનેન ચન્દનેનાથવા હરેઃ । કાર્યં પૂજાવશિષ્ટેન કેસરાદિયુતેન ચ ॥
तत्तु गोपीचन्दनेन चन्दनेनाथवा हरेः । कार्यं पूजावशिष्टेन केसरादियुतेन च ॥
Tattu gopīchandanen chandanenāthavā harehe | Kāryam pūjāvashiṣhṭen kesarādiyuten cha ||
180
અને તે તિલક જે તે ગોપીચંદને કરીને કરવું અથવા ભગવાનની પૂજા કરતાં બાકી રહ્યું અને કેસર કુંકુમાદિકે યુક્ત એવું જે પ્રસાદી ચંદન તેણે કરીને તિલક કરવું. (શિક્ષાપત્રી: 42)
તન્મધ્ય એવ કર્તવ્યઃ પુણ્ડ્રદ્રવ્યેણ ચન્દ્રકઃ । કુઙ્કુમેનાથવા વૃત્તો રાધાલક્ષ્મીપ્રસાદિના ॥
तन्मध्य एव कर्तव्यः पुण्ड्रद्रव्येण चन्द्रकः । कुङ्कुमेनाथवा वृत्तो राधालक्ष्मीप्रसादिना ॥
Tanmadhya ev kartavyah puṇḍradravyeṇ chandrakah | Kumkumenāthavā vṛutto rādhā-lakṣhmī-prasādinā ||
181
અને તે તિલકના મધ્યને વિષે જ ગોળ એવો જે ચાંદલો તે જે તે ગોપીચંદને કરીને કરવો અથવા રાધિકાજી અને લક્ષ્મીજી તેનું પ્રસાદી એવું જે કુંકુમ તેણે કરીને તે ચાંદલો કરવો. (શિક્ષાપત્રી: 43)
સચ્છૂદ્રાઃ કૃષ્ણભક્તા યે તૈસ્તુ માલોર્ધ્વપુણ્ડ્રકે । દ્વિજાતિવદ્ધારણીયે નિજધર્મેષુ સંસ્થિતૈઃ ॥
सच्छूद्राः कृष्णभक्ता ये तैस्तु मालोर्ध्वपुण्ड्रके । द्विजातिवद्धारणीये निजधर्मेषु संस्थितैः ॥
Sachchhūdrāhā kṛuṣhṇabhaktā ye taistu mālordhvapuṇḍrake | Dvijātivaddhāraṇīye nijadharmeṣhu sansthitaihai ||
182
અને પોતાના ધર્મને વિષે રહ્યા અને શ્રીકૃષ્ણના ભક્ત એવા સત્શૂદ્ર (સચ્છૂદ્ર) તેમણે તો તુલસીની માળા અને ઊર્ધ્વપુંડ્ર તિલક તે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યની પેઠે ધારવાં. (શિક્ષાપત્રી: 44)
ભક્તૈસ્તદિતરૈર્માલે ચન્દનાદીન્ધનોદ્ભવે । ધાર્યે કણ્ઠે લલાટેઽથ કાર્યઃ કેવલચન્દ્રકઃ ॥
भक्तैस्तदितरैर्माले चन्दनादीन्धनोद्भवे । धार्ये कण्ठे ललाटेऽथ कार्यः केवलचन्द्रकः ॥
Bhaktais-taditarairmāle chandanā-dīndhanodbhave | Dhārye kaṇṭhe lalāṭe'tha kāryah keval-chandrakah ||
183
અને તે સત્શૂદ્ર (સચ્છૂદ્ર) થકી બીજા જે જાતિએ કરીને ઊતરતા એવા ભક્તજન તેમણે તો ચંદનાદિક કાષ્ઠની જે બેવડી માળા તે ભગવાનની પ્રસાદી કરાવીને કંઠની વિષે ધારવી અને લલાટને વિષે કેવળ ચાંદલો કરવો પણ તિલક ન કરવું. (શિક્ષાપત્રી: 45)
ત્રિપુણ્ડ્રરુદ્રાક્ષધૃતિર્યેષાં સ્યાત્ સ્વકુલાગતા । તૈસ્તુ વિપ્રાદિભિઃ ક્વાપિ ન ત્યાજ્યા સા મદાશ્રિતૈઃ ॥
त्रिपुण्ड्ररुद्राक्षधृतिर्येषां स्यात् स्वकुलागता । तैस्तु विप्रादिभिः क्वापि न त्याज्या सा मदाश्रितैः ॥
Tripuṇḍra-rudrākṣha-dhṛutiryeṣhām syāt swakulāgatā | Taistu viprādibhihi kvāpi na tyājyā sā madāshritaihai ||
184
અને જે બ્રાહ્મણાદિકને ત્રિપુંડ્ર જે આડું તિલક કરવું તથા રુદ્રાક્ષની માળા ધારવી એ બે વાનાં પોતાની કુળ-પરંપરાએ કરીને ચાલ્યાં આવ્યાં હોય અને તે બ્રાહ્મણાદિક અમારા આશ્રિત થયા હોય તો પણ તેમણે ત્રિપુંડ્ર અને રુદ્રાક્ષનો ક્યારેય ત્યાગ ન કરવો. (શિક્ષાપત્રી: 46)