Meaning: Gujarati
English
શૈલી વા ધાતુજા મૂર્તિઃ શાલગ્રામોઽર્ચ્ય એવ તૈઃ । દ્રવ્યૈર્યથાપ્તૈઃ કૃષ્ણસ્ય જપ્યોઽથાષ્ટાક્ષરો મનુઃ ॥
शैली वा धातुजा मूर्तिः शालग्रामोऽर्च्य एव तैः । द्रव्यैर्यथाप्तैः कृष्णस्य जप्योऽथाष्टाक्षरो मनुः ॥
Shailī vā dhātujā mūrtihi shālagrāmorchya ev taihai | Dravyairyathāptaihai kṛuṣhṇasya japyothāṣhṭākṣharo manuhu ||
194
અને તે જે આત્મનિવેદી ભક્ત તેમણે પાષાણની અથવા ધાતુની જે શ્રીકૃષ્ણ ભગવાનની પ્રતિમા અથવા શાલગ્રામ તેની જે પૂજા તે દેશકાળને અનુસરીને પોતાના સામર્થ્ય પ્રમાણે પ્રાપ્ત થયાં જે ચંદન, પુષ્પ, ફળાદિક વસ્તુ તેણે કરીને કરવી અને પછી શ્રીકૃષ્ણ ભગવાનનો જે અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરવો. (શિક્ષાપત્રી: 56)
સ્તોત્રાદેરથ કૃષ્ણસ્ય પાઠઃ કાર્યઃ સ્વશક્તિતઃ । તથાઽનધીતગીર્વાણૈઃ કાર્યં તન્નામકીર્તનમ્ ॥
स्तोत्रादेरथ कृष्णस्य पाठः कार्यः स्वशक्तितः । तथाऽनधीतगीर्वाणैः कार्यं तन्नामकीर्तनम् ॥
Stotrāderath kṛuṣhṇasya pāṭhah kāryah swashaktitah | Tathā'nadhītagīrvāṇaihai kāryam tannāmakīrtanam ||
195
અને તે પછી શ્રીકૃષ્ણ ભગવાનનાં જે સ્તોત્ર અથવા ગ્રંથ તેનો જે પાઠ તે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો અને જે સંસ્કૃત ન ભણ્યા હોય તેમણે શ્રીકૃષ્ણ ભગવાનનું નામકીર્તન કરવું. (શિક્ષાપત્રી: 57)
હરેર્વિધાય નૈવેદ્યં ભોજ્યં પ્રાસાદિકં તતઃ । કૃષ્ણસેવાપરૈઃ પ્રીત્યા ભવિતવ્યં ચ તૈઃ સદા ॥
हरेर्विधाय नैवेद्यं भोज्यं प्रासादिकं ततः । कृष्णसेवापरैः प्रीत्या भवितव्यं च तैः सदा ॥
Harervidhāya naivedyam bhojyam prāsādikam tatah | Kṛuṣhṇa-sevāparaihai prītyā bhavitavyam cha taihai sadā ||
196
અને પછી શ્રીકૃષ્ણ ભગવાનને નૈવેદ્ય કરીને પછી તે પ્રસાદી એવું જે અન્ન તે જમવું અને તે જે આત્મનિવેદી વૈષ્ણવ તેમણે સર્વકાળને વિષે પ્રીતિએ કરીને શ્રીકૃષ્ણ ભગવાનની સેવાપરાયણ થવું. (શિક્ષાપત્રી: 58)
પ્રોક્તાસ્તે નિર્ગુણા ભક્તા નિર્ગુણસ્ય હરેર્યતઃ । સમ્બન્ધાત્તત્ક્રિયાઃ સર્વા ભવન્ત્યેવ હિ નિર્ગુણાઃ ॥
प्रोक्तास्ते निर्गुणा भक्ता निर्गुणस्य हरेर्यतः । सम्बन्धात्तत्क्रियाः सर्वा भवन्त्येव हि निर्गुणाः ॥
Proktāste nirguṇā bhaktā nirguṇasya hareryatah | Sambandhāt-tatkriyāhā sarvā bhavantyev hi nirguṇāhā ||
197
અને નિર્ગુણ કહેતા માયાના જે સત્ત્વાદિક ત્રણ ગુણ તેણે રહિત એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેના સંબંધ થકી તે આત્મનિવેદી ભક્તની જે સર્વે ક્રિયા તે નિર્ગુણ થાય છે તે હેતુ માટે તે આત્મનિવેદી ભક્ત જે તે નિર્ગુણ કહ્યા છે. (શિક્ષાપત્રી: 59)
ભક્તૈરેતૈસ્તુ કૃષ્ણાયાનર્પિતં વાર્યપિ ક્વચિત્ । ન પેયં નૈવ ભક્ષ્યં ચ પત્રકન્દફલાદ્યપિ ॥
भक्तैरेतैस्तु कृष्णायानर्पितं वार्यपि क्वचित् । न पेयं नैव भक्ष्यं च पत्रकन्दफलाद्यपि ॥
Bhaktairetaistu kṛuṣhṇāyānarpitan vāryapi kvachit | Na peyam naiv bhakṣhyam cha patra-kanda-falādyapi ||
198
અને એ જે આત્મનિવેદી ભક્ત તેમણે શ્રીકૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું જળ પણ ક્યારેય ન પીવું અને પત્ર, કંદ, ફાળાદીક જે વસ્તુ તે પણ શ્રીકૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું ન ખાવું. (શિક્ષાપત્રી: 60)
સર્વૈરશક્તૌ વાર્ધક્યાદ્ ગરીયસ્યાપદાઽથવા । ભક્તાય કૃષ્ણમન્યસ્મૈ દત્ત્વા વૃત્ત્યં યથાબલમ્ ॥
सर्वैरशक्तौ वार्धक्याद् गरीयस्यापदाऽथवा । भक्ताय कृष्णमन्यस्मै दत्त्वा वृत्त्यं यथाबलम् ॥
Sarvairashaktau vārdhakyād garīyasyāpadā'thavā | Bhaktāya kṛuṣhṇamanyasmai dattvā vṛuttyam yathābalam ||
199
અને વળી સર્વે જે અમારા સત્સંગી તેમણે વૃદ્ધપણા થકી અથવા કોઈ મોટા આપત્કાળે કરીને અસમર્થપણું થઈ ગયે સતે પોતે સેવવાનું જે શ્રીકૃષ્ણનું સ્વરૂપ તે બીજા ભક્તને આપીને પોતે પોતાના સામર્થ્ય પ્રમાણે વર્તવું. (શિક્ષાપત્રી: 61)
આચાર્યેણૈવ દત્તં યદ્ યચ્ચ તેન પ્રતિષ્ઠિતમ્ । કૃષ્ણસ્વરૂપં તત્ સેવ્યં વન્દ્યમેવેતરત્તુ યત્ ॥
आचार्येणैव दत्तं यद् यच्च तेन प्रतिष्ठितम् । कृष्णस्वरूपं तत् सेव्यं वन्द्यमेवेतरत्तु यत् ॥
Āchāryeṇaiv dattam yad yachcha ten pratiṣhṭhitam | Kṛuṣhṇaswarūpam tat sevyam vandyamevetarattu yat ||
200
અને જે શ્રીકૃષ્ણનું સ્વરૂપ પોતાને સેવવાને અર્થે ધર્મવંશના જે આચાર્ય તેમણે જ આપ્યું હોય અથવા તે આચાર્યે જે સ્વરૂપની પ્રતિષ્ઠા કરી હોય તે જ સ્વરૂપને સેવવું અને તે વિના બીજું જે શ્રીકૃષ્ણનું સ્વરૂપ તે તો નમસ્કાર કરવા યોગ્ય છે પણ સેવવા યોગ્ય નથી. (શિક્ષાપત્રી: 62)
ભગવન્મન્દિરં સર્વૈઃ સાયં ગન્તવ્યમન્વહમ્ । નામસઙ્કીર્તનં કાર્યં તત્રોચ્ચૈ રાધિકાપતેઃ ॥
भगवन्मन्दिरं सर्वैः सायं गन्तव्यमन्वहम् । नामसङ्कीर्तनं कार्यं तत्रोच्चै राधिकापतेः ॥
Bhagavan-mandiram sarvaihai sāyam gantavyamanvaham | Nām-sankīrtanam kāryam tatrochchai rādhikāpatehe ||
201
અને અમારા જે સર્વે સત્સંગી તેમણે નિત્ય પ્રત્યે સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્યે જવું અને તે મંદિરને વિષે શ્રીરાધિકાજીના પતિ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેના નામનું ઉચ્ચ સ્વરે કરીને કિર્તન કરવું. (શિક્ષાપત્રી: 63)
કાર્યાસ્તસ્ય કથાવાર્તાઃ શ્રવ્યાશ્ચ પરમાદરાત્ । વાદિત્રસહિતં કાર્યં કૃષ્ણકીર્તનમુત્સવે ॥
कार्यास्तस्य कथावार्ताः श्रव्याश्च परमादरात् । वादित्रसहितं कार्यं कृष्णकीर्तनमुत्सवे ॥
Kāryāstasya kathāvārtāhā shravyāshcha paramādarāt | Vāditrasahitam kāryam kṛuṣhṇa-kīrtanamutsave ||
202
અને તે શ્રીકૃષ્ણની જે કથા વાર્તા તે પરમ આદર થકી કરવી ને સાંભળવી અને ઉત્સવને દિવસે વાજિંત્રે સહિત શ્રીકૃષ્ણનાં કીર્તન કરવાં. (શિક્ષાપત્રી: 64)
પ્રત્યહં કાર્યમિત્થં હિ સર્વૈરપિ મદાશ્રિતૈઃ । સંસ્કૃતપ્રાકૃતગ્રન્થાભ્યાસશ્ચાપિ યથામતિ ॥
प्रत्यहं कार्यमित्थं हि सर्वैरपि मदाश्रितैः । संस्कृतप्राकृतग्रन्थाभ्यासश्चापि यथामति ॥
Pratyaham kāryamittham hi sarvairapi madāshritaihai | Sanskṛut-prākṛut-granthābhyāsashchāpi yathāmati ||
203
અને અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમણે જે પ્રકારે પૂર્વે કહ્યું એ પ્રકારે કરીને જ નિત્ય પ્રત્યે કરવું અને સંસ્કૃત અને પ્રાકૃત એવા જે સદ્ગ્રંથ તેમનો અભ્યાસ પણ પોતાની બુદ્ધિને અનુસારે કરવો. (શિક્ષાપત્રી: 65)