Meaning: Gujarati English
આચાર્યેણૈવ દત્તં યદ્ યચ્ચ તેન પ્રતિષ્ઠિતમ્ ।
કૃષ્ણસ્વરૂપં તત્ સેવ્યં વન્દ્યમેવેતરત્તુ યત્ ॥
आचार्येणैव दत्तं यद् यच्च तेन प्रतिष्ठितम् ।
कृष्णस्वरूपं तत् सेव्यं वन्द्यमेवेतरत्तु यत् ॥
Āchāryeṇaiv dattam yad yachcha ten pratiṣhṭhitam |
Kṛuṣhṇaswarūpam tat sevyam vandyamevetarattu yat ||
200
અને જે શ્રીકૃષ્‍ણનું સ્‍વરૂપ પોતાને સેવવાને અર્થે ધર્મવંશના જે આચાર્ય તેમણે જ આપ્‍યું હોય અથવા તે આચાર્યે જે સ્‍વરૂપની પ્રતિષ્‍ઠા કરી હોય તે જ સ્‍વરૂપને સેવવું અને તે વિના બીજું જે શ્રીકૃષ્‍ણનું સ્‍વરૂપ તે તો નમસ્‍કાર કરવા યોગ્‍ય છે પણ સેવવા યોગ્‍ય નથી. (શિક્ષાપત્રી: 62)
ભગવન્મન્દિરં સર્વૈઃ સાયં ગન્તવ્યમન્વહમ્ ।
નામસઙ્‍કીર્તનં કાર્યં તત્રોચ્ચૈ રાધિકાપતેઃ ॥
भगवन्मन्दिरं सर्वैः सायं गन्तव्यमन्वहम् ।
नामसङ्कीर्तनं कार्यं तत्रोच्चै राधिकापतेः ॥
Bhagavan-mandiram sarvaihai sāyam gantavyamanvaham |
Nām-sankīrtanam kāryam tatrochchai rādhikāpatehe ||
201
અને અમારા જે સર્વે સત્‍સંગી તેમણે નિત્‍ય પ્રત્‍યે સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્‍યે જવું અને તે મંદિરને વિષે શ્રીરાધિકાજીના પતિ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેના નામનું ઉચ્‍ચ સ્‍વરે કરીને કિર્તન કરવું. (શિક્ષાપત્રી: 63)
કાર્યાસ્તસ્ય કથાવાર્તાઃ શ્રવ્યાશ્ચ પરમાદરાત્ ।
વાદિત્રસહિતં કાર્યં કૃષ્ણકીર્તનમુત્સવે ॥
कार्यास्तस्य कथावार्ताः श्रव्याश्च परमादरात् ।
वादित्रसहितं कार्यं कृष्णकीर्तनमुत्सवे ॥
Kāryāstasya kathāvārtāhā shravyāshcha paramādarāt |
Vāditrasahitam kāryam kṛuṣhṇa-kīrtanamutsave ||
202
અને તે શ્રીકૃષ્‍ણની જે કથા વાર્તા તે પરમ આદર થકી કરવી ને સાંભળવી અને ઉત્‍સવને દિવસે વાજિંત્રે સ‍હિત શ્રીકૃષ્‍ણનાં કીર્તન કરવાં. (શિક્ષાપત્રી: 64)
પ્રત્યહં કાર્યમિત્થં હિ સર્વૈરપિ મદાશ્રિતૈઃ ।
સંસ્કૃતપ્રાકૃતગ્રન્થાભ્યાસશ્ચાપિ યથામતિ ॥
प्रत्यहं कार्यमित्थं हि सर्वैरपि मदाश्रितैः ।
संस्कृतप्राकृतग्रन्थाभ्यासश्चापि यथामति ॥
Pratyaham kāryamittham hi sarvairapi madāshritaihai |
Sanskṛut-prākṛut-granthābhyāsashchāpi yathāmati ||
203
અને અમારા આશ્રિત જે સર્વે સત્‍સંગી તેમણે જે પ્રકારે પૂર્વે કહ્યું એ પ્રકારે કરીને જ નિત્‍ય પ્રત્‍યે કરવું અને સંસ્‍કૃત અને પ્રાકૃત એવા જે સદ્‍ગ્રંથ તેમનો અભ્‍યાસ પણ પોતાની બુદ્ધિને અનુસારે કરવો. (શિક્ષાપત્રી: 65)
યાદૃશૈર્યો ગુણૈર્યુક્તસ્તાદૃશે સ તુ કર્મણિ ।
યોજનીયો વિચાર્યૈવ નાન્યથા તુ કદાચન ॥
यादृशैर्यो गुणैर्युक्तस्तादृशे स तु कर्मणि ।
योजनीयो विचार्यैव नान्यथा तु कदाचन ॥
Yādṛushairyo guṇairyuktas-tādṛushe sa tu karmaṇi |
Yojanīyo vichāryaiv nānyathā tu kadāchan ||
204
અને જે મનુષ્‍ય જેવા ગુણે કરીને યુક્ત હોય તે મનુષ્‍યને તેવા કાર્યને વિષે વિચારીને જ પ્રેરવો પણ જે કાર્યને વિશે જે યોગ્‍ય ન હોય તે કાર્યને વિષે તેને ક્યારેય ન પ્રેરવો. (શિક્ષાપત્રી: 66)
અન્નવસ્ત્રાદિભિઃ સર્વે સ્વકીયાઃ પરિચારકાઃ ।
સમ્ભાવનીયાઃ સતતં યથાયોગ્યં યથાધનમ્ ॥
अन्नवस्त्रादिभिः सर्वे स्वकीयाः परिचारकाः ।
सम्भावनीयाः सततं यथायोग्यं यथाधनम् ॥
Anna-vastrādibhihi sarve swakīyāhā parichārakāhā |
Sambhāvanīyāhā satatam yathāyogyam yathādhanam ||
205
અને પોતાના જે સેવાક હોય તે સર્વની પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ન-વસ્ત્રાદિકે કરીને યથાયોગ્ય સંભાવના નિરંતર રાખવી. (શિક્ષાપત્રી: 67)
યાદૃગ્ગુણો યઃ પુરુષસ્તાદશા વચનેન સઃ ।
દેશકાલાનુસારેણ ભાષણીયો ન ચાન્યથા ॥
यादृग्गुणो यः पुरुषस्तादशा वचनेन सः ।
देशकालानुसारेण भाषणीयो न चान्यथा ॥
Yādṛugguṇo yah puruṣhas-tādashā vachanen sah |
Desh-kālānusāreṇ bhāṣhaṇīyo na chānyathā ||
206
અને જે પુરુષ જેવા ગુણવાળો હોય તે પુરુષને તેવા વચને કરીને દેશકાળાનુસારે યથાયોગ્‍ય બોલવવો પણ એથી બીજી રીતે ન બોલાવવો. (શિક્ષાપત્રી: 68)
ગુરુભુપાલવર્ષિષ્ઠત્યાગિવિદ્વત્તપસ્વિનામ્ ।
અભ્યુત્થાનાદિના કાર્યઃ સન્માનો વિનયાન્વિતૈઃ ॥
गुरुभुपालवर्षिष्ठत्यागिविद्वत्तपस्विनाम् ।
अभ्युत्थानादिना कार्यः सन्मानो विनयान्वितैः ॥
Guru-bhupāl-varṣhiṣhṭha-tyāgi-vidvat-tapasvinām |
Abhyut-thānādinā kāryah sanmāno vinayānvitaihai ||
207
અને વિનયે કરીને યુક્ત એવા જે અમારા આશ્રિત સત્‍સંગી તેમણે ગુરુ, રાજા, અતિવૃદ્ધ, ત્‍યાગી, વિદ્વાન અને તપસ્‍વી એ છ જણા આવે ત્‍યારે સન્‍મુખ ઊઠવું તથા આસન આપવું તથા મધુર વચને બોલાવવું ઇત્‍યાદિક ક્રિયાએ કરીને એમનું સન્‍માન કરવું. (શિક્ષાપત્રી: 69)
નોરૌ કૃત્વા પાદમેકં ગુરુદેવનૃપાન્તિકે ।
ઉપવેશ્યં સભાયાં ચ જાનૂ બદ્ધ્વા ન વાસસા ॥
नोरौ कृत्वा पादमेकं गुरुदेवनृपान्तिके ।
उपवेश्यं सभायां च जानू बद्ध्वा न वाससा ॥
Norau kṛutvā pādamekam guru-deva-nṛupāntike |
Upaveshyam sabhāyām cha jānū baddhvā na vāsasā ||
208
અને ગુરુ દેવ ને રાજા એમને સમીપે તથા સભાને વિષે પગ ઉપર પગ ચઢાવીને ન બેસવું તથા વસ્ત્રે કરીને ઢીંચણને બાંધીને ન બેસવું. (શિક્ષાપત્રી: 70)
વિવાદો નૈવ કર્તવ્યઃ સ્વાચાર્યેણ સહ ક્વચિત્ ।
પૂજ્યોઽન્નધનવસ્ત્રાદ્યૈર્યથાશક્તિ સ ચાખિલૈઃ ॥
विवादो नैव कर्तव्यः स्वाचार्येण सह क्वचित् ।
पूज्योऽन्नधनवस्त्राद्यैर्यथाशक्ति स चाखिलैः ॥
Vivādo naiv kartavyah svāchāryeṇ sah kvachit |
Pūjyo'nnadhan-vastrā-dyairyathāshakti sa chākhilaihai ||
209
અને અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમણે પોતાના આચાર્ય સંગાથે ક્યારેય પણ વિવાદ ન કરવો અને પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ન, ધન, વસ્ત્રાદિકે કરીને તે પોતાના આચાર્યને પૂજવા. (શિક્ષાપત્રી: 71)

Shlok Selection

Shloks Index