Meaning: Gujarati English
પ્રત્યહં કાર્યમિત્થં હિ સર્વૈરપિ મદાશ્રિતૈઃ ।
સંસ્કૃતપ્રાકૃતગ્રન્થાભ્યાસશ્ચાપિ યથામતિ ॥
प्रत्यहं कार्यमित्थं हि सर्वैरपि मदाश्रितैः ।
संस्कृतप्राकृतग्रन्थाभ्यासश्चापि यथामति ॥
Pratyaham kāryamittham hi sarvairapi madāshritaihai |
Sanskṛut-prākṛut-granthābhyāsashchāpi yathāmati ||
203
અને અમારા આશ્રિત જે સર્વે સત્‍સંગી તેમણે જે પ્રકારે પૂર્વે કહ્યું એ પ્રકારે કરીને જ નિત્‍ય પ્રત્‍યે કરવું અને સંસ્‍કૃત અને પ્રાકૃત એવા જે સદ્‍ગ્રંથ તેમનો અભ્‍યાસ પણ પોતાની બુદ્ધિને અનુસારે કરવો. (શિક્ષાપત્રી: 65)
યાદૃશૈર્યો ગુણૈર્યુક્તસ્તાદૃશે સ તુ કર્મણિ ।
યોજનીયો વિચાર્યૈવ નાન્યથા તુ કદાચન ॥
यादृशैर्यो गुणैर्युक्तस्तादृशे स तु कर्मणि ।
योजनीयो विचार्यैव नान्यथा तु कदाचन ॥
Yādṛushairyo guṇairyuktas-tādṛushe sa tu karmaṇi |
Yojanīyo vichāryaiv nānyathā tu kadāchan ||
204
અને જે મનુષ્‍ય જેવા ગુણે કરીને યુક્ત હોય તે મનુષ્‍યને તેવા કાર્યને વિષે વિચારીને જ પ્રેરવો પણ જે કાર્યને વિશે જે યોગ્‍ય ન હોય તે કાર્યને વિષે તેને ક્યારેય ન પ્રેરવો. (શિક્ષાપત્રી: 66)
અન્નવસ્ત્રાદિભિઃ સર્વે સ્વકીયાઃ પરિચારકાઃ ।
સમ્ભાવનીયાઃ સતતં યથાયોગ્યં યથાધનમ્ ॥
अन्नवस्त्रादिभिः सर्वे स्वकीयाः परिचारकाः ।
सम्भावनीयाः सततं यथायोग्यं यथाधनम् ॥
Anna-vastrādibhihi sarve swakīyāhā parichārakāhā |
Sambhāvanīyāhā satatam yathāyogyam yathādhanam ||
205
અને પોતાના જે સેવાક હોય તે સર્વની પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ન-વસ્ત્રાદિકે કરીને યથાયોગ્ય સંભાવના નિરંતર રાખવી. (શિક્ષાપત્રી: 67)
યાદૃગ્ગુણો યઃ પુરુષસ્તાદશા વચનેન સઃ ।
દેશકાલાનુસારેણ ભાષણીયો ન ચાન્યથા ॥
यादृग्गुणो यः पुरुषस्तादशा वचनेन सः ।
देशकालानुसारेण भाषणीयो न चान्यथा ॥
Yādṛugguṇo yah puruṣhas-tādashā vachanen sah |
Desh-kālānusāreṇ bhāṣhaṇīyo na chānyathā ||
206
અને જે પુરુષ જેવા ગુણવાળો હોય તે પુરુષને તેવા વચને કરીને દેશકાળાનુસારે યથાયોગ્‍ય બોલવવો પણ એથી બીજી રીતે ન બોલાવવો. (શિક્ષાપત્રી: 68)
ગુરુભુપાલવર્ષિષ્ઠત્યાગિવિદ્વત્તપસ્વિનામ્ ।
અભ્યુત્થાનાદિના કાર્યઃ સન્માનો વિનયાન્વિતૈઃ ॥
गुरुभुपालवर्षिष्ठत्यागिविद्वत्तपस्विनाम् ।
अभ्युत्थानादिना कार्यः सन्मानो विनयान्वितैः ॥
Guru-bhupāl-varṣhiṣhṭha-tyāgi-vidvat-tapasvinām |
Abhyut-thānādinā kāryah sanmāno vinayānvitaihai ||
207
અને વિનયે કરીને યુક્ત એવા જે અમારા આશ્રિત સત્‍સંગી તેમણે ગુરુ, રાજા, અતિવૃદ્ધ, ત્‍યાગી, વિદ્વાન અને તપસ્‍વી એ છ જણા આવે ત્‍યારે સન્‍મુખ ઊઠવું તથા આસન આપવું તથા મધુર વચને બોલાવવું ઇત્‍યાદિક ક્રિયાએ કરીને એમનું સન્‍માન કરવું. (શિક્ષાપત્રી: 69)
નોરૌ કૃત્વા પાદમેકં ગુરુદેવનૃપાન્તિકે ।
ઉપવેશ્યં સભાયાં ચ જાનૂ બદ્ધ્વા ન વાસસા ॥
नोरौ कृत्वा पादमेकं गुरुदेवनृपान्तिके ।
उपवेश्यं सभायां च जानू बद्ध्वा न वाससा ॥
Norau kṛutvā pādamekam guru-deva-nṛupāntike |
Upaveshyam sabhāyām cha jānū baddhvā na vāsasā ||
208
અને ગુરુ દેવ ને રાજા એમને સમીપે તથા સભાને વિષે પગ ઉપર પગ ચઢાવીને ન બેસવું તથા વસ્ત્રે કરીને ઢીંચણને બાંધીને ન બેસવું. (શિક્ષાપત્રી: 70)
વિવાદો નૈવ કર્તવ્યઃ સ્વાચાર્યેણ સહ ક્વચિત્ ।
પૂજ્યોઽન્નધનવસ્ત્રાદ્યૈર્યથાશક્તિ સ ચાખિલૈઃ ॥
विवादो नैव कर्तव्यः स्वाचार्येण सह क्वचित् ।
पूज्योऽन्नधनवस्त्राद्यैर्यथाशक्ति स चाखिलैः ॥
Vivādo naiv kartavyah svāchāryeṇ sah kvachit |
Pūjyo'nnadhan-vastrā-dyairyathāshakti sa chākhilaihai ||
209
અને અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમણે પોતાના આચાર્ય સંગાથે ક્યારેય પણ વિવાદ ન કરવો અને પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ન, ધન, વસ્ત્રાદિકે કરીને તે પોતાના આચાર્યને પૂજવા. (શિક્ષાપત્રી: 71)
તમાયાન્તં નિશમ્યાશુ પ્રત્યુદ્‍ગન્તવ્યમાદરાત્ ।
તસ્મિન્ યાત્યનુગમ્યં ચ ગ્રામાન્તાવધિ મચ્છ્રિતૈઃ
तमायान्तं निशम्याशु प्रत्युद्गन्तव्यमादरात् ।
तस्मिन् यात्यनुगम्यं च ग्रामान्तावधि मच्छ्रितैः
Tamāyāntam nishamyāshu pratyud-gantavya-mādarāt |
Tasmin yātyanugamyam cha grāmāntāvadhi machchhritaih
210
અમારા જે આશ્રિતજન તેમણે પોતાના આચાર્યને આવતા સાંભળીને આદર થકી તત્‍કાળ સન્‍મુખ જવું અને તે આચાર્ય પોતાના ગામથી પાછા પધારે ત્‍યારે ગામની ભગોળ સુધી વળાવવા જવું. (શિક્ષાપત્રી: 72)
અપિ ભુરિફલં કર્મ ધર્માપેતં ભવેદ્યદિ ।
આચર્યં તર્હિ તન્નૈવ ધર્મઃ સર્વાર્થદોઽસ્તિ હિ ॥
अपि भुरिफलं कर्म धर्मापेतं भवेद्यदि ।
आचर्यं तर्हि तन्नैव धर्मः सर्वार्थदोऽस्ति हि ॥
Api bhurifalam karma dharmāpetam bhavedyadi |
Ācharyam tarhi tannaiv dharmah sarvārthado'sti hi ||
211
અને ઘણુંક છે ફળ જેને વિષે એવું પણ જે કર્મ તે જો ધર્મ રહિત હોય તો તેનું આચરણ ન જ કરવું, કેમ જે ધર્મ છે તે જ સર્વ પુરુષાર્થનો આપનારો છે માટે કોઈક ફળના લોભે કરીને ધર્મનો ત્‍યાગ ન કરવો. (શિક્ષાપત્રી: 73)
પૂર્વૈર્મહદ્‍ભિરપિ યદધર્માચરણં ક્વચિત્ ।
કૃતં સ્યાત્તતુ ન ગ્રાહ્યં ગ્રાહ્યો ધર્મસ્તુ તત્કૃતઃ ॥
पूर्वैर्महद्भिरपि यदधर्माचरणं क्वचित् ।
कृतं स्यात्ततु न ग्राह्यं ग्राह्यो धर्मस्तु तत्कृतः ॥
Pūrvairmahad-bhirapi yada-dharmācharaṇan kvachit |
Kṛutam syāttatu na grāhyam grāhyo dharmastu tatkṛutah ||
212
અને પૂર્વે થયા જે મોટા પુરુષ તેમણે પણ જો ક્યારેક અધર્માચરણ કર્યું હોય તો તેનું ગ્રહણ ન કરવું અને તેમણે જે ધર્માચરણ કર્યું હોય તો તેનું ગ્રહણ કરવું. (શિક્ષાપત્રી: 74)

Shlok Selection

Shloks Index