Meaning: Gujarati English
નોરૌ કૃત્વા પાદમેકં ગુરુદેવનૃપાન્તિકે ।
ઉપવેશ્યં સભાયાં ચ જાનૂ બદ્ધ્વા ન વાસસા ॥
नोरौ कृत्वा पादमेकं गुरुदेवनृपान्तिके ।
उपवेश्यं सभायां च जानू बद्ध्वा न वाससा ॥
Norau kṛutvā pādamekam guru-deva-nṛupāntike |
Upaveshyam sabhāyām cha jānū baddhvā na vāsasā ||
208
અને ગુરુ દેવ ને રાજા એમને સમીપે તથા સભાને વિષે પગ ઉપર પગ ચઢાવીને ન બેસવું તથા વસ્ત્રે કરીને ઢીંચણને બાંધીને ન બેસવું. (શિક્ષાપત્રી: 70)
વિવાદો નૈવ કર્તવ્યઃ સ્વાચાર્યેણ સહ ક્વચિત્ ।
પૂજ્યોઽન્નધનવસ્ત્રાદ્યૈર્યથાશક્તિ સ ચાખિલૈઃ ॥
विवादो नैव कर्तव्यः स्वाचार्येण सह क्वचित् ।
पूज्योऽन्नधनवस्त्राद्यैर्यथाशक्ति स चाखिलैः ॥
Vivādo naiv kartavyah svāchāryeṇ sah kvachit |
Pūjyo'nnadhan-vastrā-dyairyathāshakti sa chākhilaihai ||
209
અને અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમણે પોતાના આચાર્ય સંગાથે ક્યારેય પણ વિવાદ ન કરવો અને પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ન, ધન, વસ્ત્રાદિકે કરીને તે પોતાના આચાર્યને પૂજવા. (શિક્ષાપત્રી: 71)
તમાયાન્તં નિશમ્યાશુ પ્રત્યુદ્‍ગન્તવ્યમાદરાત્ ।
તસ્મિન્ યાત્યનુગમ્યં ચ ગ્રામાન્તાવધિ મચ્છ્રિતૈઃ
तमायान्तं निशम्याशु प्रत्युद्गन्तव्यमादरात् ।
तस्मिन् यात्यनुगम्यं च ग्रामान्तावधि मच्छ्रितैः
Tamāyāntam nishamyāshu pratyud-gantavya-mādarāt |
Tasmin yātyanugamyam cha grāmāntāvadhi machchhritaih
210
અમારા જે આશ્રિતજન તેમણે પોતાના આચાર્યને આવતા સાંભળીને આદર થકી તત્‍કાળ સન્‍મુખ જવું અને તે આચાર્ય પોતાના ગામથી પાછા પધારે ત્‍યારે ગામની ભગોળ સુધી વળાવવા જવું. (શિક્ષાપત્રી: 72)
અપિ ભુરિફલં કર્મ ધર્માપેતં ભવેદ્યદિ ।
આચર્યં તર્હિ તન્નૈવ ધર્મઃ સર્વાર્થદોઽસ્તિ હિ ॥
अपि भुरिफलं कर्म धर्मापेतं भवेद्यदि ।
आचर्यं तर्हि तन्नैव धर्मः सर्वार्थदोऽस्ति हि ॥
Api bhurifalam karma dharmāpetam bhavedyadi |
Ācharyam tarhi tannaiv dharmah sarvārthado'sti hi ||
211
અને ઘણુંક છે ફળ જેને વિષે એવું પણ જે કર્મ તે જો ધર્મ રહિત હોય તો તેનું આચરણ ન જ કરવું, કેમ જે ધર્મ છે તે જ સર્વ પુરુષાર્થનો આપનારો છે માટે કોઈક ફળના લોભે કરીને ધર્મનો ત્‍યાગ ન કરવો. (શિક્ષાપત્રી: 73)
પૂર્વૈર્મહદ્‍ભિરપિ યદધર્માચરણં ક્વચિત્ ।
કૃતં સ્યાત્તતુ ન ગ્રાહ્યં ગ્રાહ્યો ધર્મસ્તુ તત્કૃતઃ ॥
पूर्वैर्महद्भिरपि यदधर्माचरणं क्वचित् ।
कृतं स्यात्ततु न ग्राह्यं ग्राह्यो धर्मस्तु तत्कृतः ॥
Pūrvairmahad-bhirapi yada-dharmācharaṇan kvachit |
Kṛutam syāttatu na grāhyam grāhyo dharmastu tatkṛutah ||
212
અને પૂર્વે થયા જે મોટા પુરુષ તેમણે પણ જો ક્યારેક અધર્માચરણ કર્યું હોય તો તેનું ગ્રહણ ન કરવું અને તેમણે જે ધર્માચરણ કર્યું હોય તો તેનું ગ્રહણ કરવું. (શિક્ષાપત્રી: 74)
ગુહ્યવાર્તા તુ કસ્યાપિ પ્રકાશ્યા નૈવ કુત્રચિત્ ।
સમદૃષ્ટ્યા ન કાર્યશ્ચ યથાર્હાર્ચાવ્યતિક્રમઃ ॥
गुह्यवार्ता तु कस्यापि प्रकाश्या नैव कुत्रचित् ।
समदृष्ट्या न कार्यश्च यथार्हार्चाव्यतिक्रमः ॥
Guhyavārtā tu kasyāpi prakāshyā naiv kutrachit |
Samadṛuṣhṭyā na kāryashcha yathārhārchāvyatikramah ||
213
અને કોઈની પણ જે ગૃહ્યવર્તા તે તો કોઈ ઠેકાણે પણ પ્રકાશ કરવી જ નહિ અને જે જીવનું જેવી રીતે સન્‍માન કરવું ઘટતું હોય તેનું તેવી રીતે જ સન્‍માન કરવું પણ સમદ્રષ્ટિએ કરીને એ મર્યાદાનું ઉલ્‍લંઘન કરવું નહિ. (શિક્ષાપત્રી: 75)
વિશેષનિયમો ધાર્યશ્ચાતુર્માસ્યેઽખિલૈરપિ ।
એકસ્મિન્ શ્રાવણે માસિ સ ત્વશક્તૈસ્તુ માનવૈઃ ॥
विशेषनियमो धार्यश्चातुर्मास्येऽखिलैरपि ।
एकस्मिन् श्रावणे मासि स त्वशक्तैस्तु मानवैः ॥
Visheṣhaniyamo dhāryash-chāturmāsye'khilairapi |
Ekasmin shrāvaṇe māsi sa tvashaktaistu mānavaihai ||
214
અને અમારા જે સર્વે સત્સંગી તેમણે ચાતુર્માસને વિષે વિશેષ નિયમ ધારવો અને જે મનુષ્‍ય અસમર્થ હોય તેમણે તો એક શ્રાવણ માસને વિષે વિશેષ નિયમ ધારવો. (શિક્ષાપત્રી: 76)
વિષ્ણોઃ કથાયાઃ શ્રવણં વાચનં ગુણકીર્તનમ્ ।
મહાપૂજા મન્ત્રજપઃ સ્તોત્રપાઠઃ પ્રદક્ષિણાઃ ॥
विष्णोः कथायाः श्रवणं वाचनं गुणकीर्तनम् ।
महापूजा मन्त्रजपः स्तोत्रपाठः प्रदक्षिणाः ॥
Viṣhṇoho kathāyāhā shravaṇam vāchanam guṇ-kīrtanam |
Mahāpūjā mantrajapah stotrapāṭhah pradakṣhiṇāhā ||
215
અને તે વિશેષ નિયમ તે કિયા તો ભગવાાની કથાનું શ્રવણ કરવું તથા કથા વાંચવી તથા ભગવાનના ગુણનું કીર્તન કરવું તથા પંચામૃત સ્‍નાને કરીને ભગવાનની મહાપૂજા કરવી તથા ભગવાનના મંત્રનો જપ કરવો તથા સ્‍તોત્રનો પાઠ કરવો તથા ભગવાનને પ્રદક્ષિણાઓ કરવી. (શિક્ષાપત્રી: 77)
સાષ્ટાઙ્‍ગપ્રણતિશ્ચેતિ નિયમા ઉત્તમા મતાઃ ।
એતેષ્વેકતમો ભક્ત્યા ધારણીયો વિશેષતઃ ॥
साष्टाङ्गप्रणतिश्चेति नियमा उत्तमा मताः ।
एतेष्वेकतमो भक्त्या धारणीयो विशेषतः ॥
Sāṣhṭāng-praṇatishcheti niyamā uttamā matāhā |
Eteṣhvekatamo bhaktyā dhāraṇīyo visheṣhatah ||
216
તથા ભગવાનને સાષ્‍ટાંગ નમસ્‍કાર કરવા, એ જે આઠ પ્રકારના નિયમ તે અમે ઉત્તમ માન્‍યા છે તે માટે એ નિયમમાંથી કોઈ એક નિયમ જે તે ચોમાસાને વિષે વિશેષપણે ભક્તિએ કરીને ધારવો. (શિક્ષાપત્રી: 78)
એકાદશીનાં સર્વાસાં કર્તવ્યં વ્રતમાદરાત્ ।
કૃષ્ણજન્મદિનાનાં ચ શિવરાત્રેશ્ચ સોત્સવમ્ ॥
एकादशीनां सर्वासां कर्तव्यं व्रतमादरात् ।
कृष्णजन्मदिनानां च शिवरात्रेश्च सोत्सवम् ॥
Ekādashīnām sarvāsām kartavyam vratamādarāt |
Kṛuṣhṇa-janma-dinānām cha shivarātreshcha sotsavam ||
217
અને સર્વ જે એકાદશીઓ તેમનું વ્રત જે તે આદરથકી કરવું, તથા શ્રીકૃષ્‍ણ ભગવાનના જે જન્‍માષ્‍ટમી આદિક જન્‍મદિવસ તેમનું વ્રત જે તે આદરથકી કરવું તથા શિવરાત્રિનું વ્રત જે તે આદરથકી કરવું અને તે વ્રતના દિવસને વિષે મોટા ઉત્‍સવ કરવા. (શિક્ષાપત્રી: 79)

Shlok Selection

Shloks Index