Meaning: Gujarati
English
યદ્રોમવિવરે લીના અંડાનાં કોટ્યઃ પૃથક્ । તદક્ષરં ગુણાતીતં ગુણાતીતં નમામ્યહમ્ ॥
यद्रोमविवरे लीना अंडानां कोट्यः पृथक् । तदक्षरं गुणातीतं गुणातीतं नमाम्यहम् ॥
Yadromavivare līnā anḍānām koṭyah pṛuthak | Tadakṣharam guṇātītam guṇātītam namāmyaham ||
21
જેમના એક એક રોમછિદ્રમાં કરોડો બ્રહ્માંડો અલગ અલગ રહ્યાં છે અને જે સત્ય, રજ, તમ એ ત્રણ ગુણોથી રહિત છે, પર છે એવા ગુણાતીતાનંદ સ્વામીને હું નમું છું.
શ્રીમન્નિર્ગૂણમૂર્તયે ચ વિભવે જ્ઞાનોપદેષ્ટ્રે સદા સર્વજ્ઞાય સમગ્ર સાધુગુણિને માયાપરાય સ્વયમ્ । સર્વૈશ્વર્યવતે નિજાશ્રિતજનાનાં દોષ હર્ત્રે ચ મે પ્રાગ્જિત્ સદ્ગુરવે નમોસ્તુ સતતં બ્રહ્માત્મમુક્તાય તે ॥
श्रीमन्निर्गूणमूर्तये च विभवे ज्ञानोपदेष्ट्रे सदा सर्वज्ञाय समग्र साधुगुणिने मायापराय स्वयम् । सर्वैश्वर्यवते निजाश्रितजनानां दोष हर्त्रे च मे प्राग्जित् सद्गुरवे नमोस्तु सततं ब्रह्मात्ममुक्ताय ते ॥
Shrīman-nirgūṇa-mūrtaye cha vibhave gnānopadeṣhṭre sadā Sarvagnāya samagra sādhuguṇine māyāparāya swayam | Sarvai-shvaryavate nijāshrita-janānām doṣh hartre cha me Prāgjit sadgurave namostu satatam brahmātma-muktāya te ||
22
શોભે નિર્ગૂણ મૂર્તિ વૈભવ ભરી, જ્ઞાનોપદેશે પૂરા, છે ભંડાર સમગ્ર સાધુગુણના, સર્વજ્ઞ માયા પરા; ઐશ્વર્યો સહુ છે નિજાશ્રિતતણા, જે દોષ હન્તા સદા, પ્રેમે પ્રાગજી બ્રહ્મરૂપ ગુરુને, વંદુ જ વંદુ મુદા.
શ્રીમદ્સદ્ગુણ શાલિનં ચિદચિદિ વ્યાપ્તં ચ દિવ્યાકૃતિમ્ જીવેશાક્ષર મુક્તકોટિ સુખદં નૈકાવતારાધિપમ્ । જ્ઞેયં શ્રી પુરુષોત્તમં મુનિવરૈ ર્વેદાદિકીર્ત્યમ્ વિભૂમ્ તમ્મૂલાક્ષર-યુક્તમેવ સહજાનંદં ચ વન્દે સદા ॥
श्रीमद्सद्गुण शालिनं चिदचिदि व्याप्तं च दिव्याकृतिम् जीवेशाक्षर मुक्तकोटि सुखदं नैकावताराधिपम् । ज्ञेयं श्री पुरुषोत्तमं मुनिवरै र्वेदादिकीर्त्यम् विभूम् तम्मूलाक्षर-युक्तमेव सहजानंदं च वन्दे सदा ॥
Shrīmadsadguṇ shālinam chidachidi vyāptam cha divyākṛutim Jīveshākṣhar muktakoṭi sukhadam naikāvatārādhipam | Gneyam shrī puruṣhottaman munivarair-vedādikīrtyam vibhūm Tammūlākṣhara-yuktameva sahajānandam cha vande sadā ||
23
શુભ સદ્ગુણોથી શોભતા, સર્વવ્યાપક, દિવ્ય આકૃતિવાળા, જીવ, ઈશ્વર અને અનંત કોટિ મુક્તોને સુખ આપનારા, સર્વ અવતારના અવતારી, વેદમાં જેની કીર્તિ ગવાયેલી છે તેવા તથા મોટા મુનિઓને જાણવા યોગ્ય એવા જે અક્ષરે સહિત પુરુષોત્તમ શ્રી સહજાનંદ સ્વામીને હું વંદન કરું છું.
નેહાભિક્રમનાશોસ્તિ પ્રત્યાવાયો ન વિદ્યતે । સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત્ ॥
नेहाभिक्रमनाशोस्ति प्रत्यावायो न विद्यते । स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् ॥
Nehābhikramanāshosti pratyāvāyo na vidyate | Swalpamapyasya dharmasya trāyate mahato bhayāt ||
24
આ (કર્મયોગ)માં આરંભનો નાશ નથી અને દોષ નથી. આ ધર્મનું થોડું પણ આચરણ મોટા ભયથી બચાવે છે.
કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન । મા કર્મફલ હેતુર્ભૂઃ મા તે સંગોસ્ત્વકર્મણિ ॥
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन । मा कर्मफल हेतुर्भूः मा ते संगोस्त्वकर्मणि ॥
Karmaṇye-vādhikāraste mā faleṣhu kadāchana | Mā karmafala heturbhūhū mā te sangostvakarmaṇi ||
25
તારો કર્મમાં જ અધિકાર છે, ફળમાં કદી નહિ. તું કર્મના ફળની ઇચ્છાવાળો ન થાય તેમ જ તારી કર્મ કરવામાં આસક્તિ ન થાઓ. (ગીતા: 2-47)
યા નિશા સર્વભૂતાનાં તસ્યાં જાગર્તિ સંયમી । યસ્યાં જાગ્રતિ ભૂતાનિ સા નિશા પશ્યતો મુનેઃ ॥
या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी । यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुनेः ॥
Yā nishā sarvabhūtānām tasyām jāgarti sanyamī | Yasyām jāgrati bhūtāni sā nishā pashyato munehe ||
26
જે સર્વ પ્રાણીઓની રાત્રી છે તેમાં સંયમી જાગે છે અને જેમાં પ્રાણીઓ જાગે છે તે જોતાં મનિની રાત્રી છે. (ગીતા: 2-69; વચ. ગ. પ્ર. ૫૦; વચ. ગ. મ. ૨૦)
યદ્યદાચરતિ શ્રેષ્ઠઃ તદ્તદેવેતરો જનઃ । સ યત્પ્રમાણં કુરુતે લોકસ્તદનુવર્તતે ॥
यद्यदाचरति श्रेष्ठः तद्तदेवेतरो जनः । स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते ॥
Yadyadācharati shreṣhṭhah tadtadevetaro janah | Sa yatpramāṇam kurute lokastadanuvartate ||
27
શ્રેષ્ઠ મનુષ્ય જે જે આચરણ કરે છે તેનું અનુકરણ બીજા લોકો કરે છે, તે જે પ્રમાણે વર્તે છે તે પ્રમાણે લોકો વર્તે છે. (ગીતા: 3-21)
યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ર્ભવતિ ભારત । અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ્ ॥
यदा यदा हि धर्मस्य ग्लानि र्भवति भारत । अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥
Yadā yadā hi dharmasya glānir-bhavati bhārata | Abhyut-thānamadharmasya tadātmānam sṛujāmyaham ||
28
હે ભારત ! જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે ત્યારે હું જન્મ ધારણ કરું છું. (ગીતા: 4-7)
પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ્ । ધર્મસંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે ॥
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् । धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे ॥
Paritrāṇāya sādhūnām vināshāya cha duṣhkṛutām | Dharma-sansthāpa-nārthāya sambhavāmi yuge yuge ||
29
સત્પુરુષોના રક્ષણ માટે, દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટું છું. (ગીતા: 4-8)
જન્મકર્મ ચ મે દિવ્યમેવં યો વેત્તિ તત્ત્વતઃ । ત્યક્ત્વા દેહં પુનર્જન્મ નૈતિ મામેતિ સોર્જૂન ॥
जन्मकर्म च मे दिव्यमेवं यो वेत्ति तत्त्वतः । त्यक्त्वा देहं पुनर्जन्म नैति मामेति सोर्जून ॥
Janmakarma cha me divyamevam yo vetti tattvatah | Tyaktvā deham punarjanma naiti māmeti sorjūna ||
30
હે અર્જૂન ! મારા જન્મ અને કર્મ જે તત્ત્વથી દિવ્ય જાણે છે તે દેહ ત્યજીને પૂનર્જન્મ પામતો નથી પણ મને પામે છે. (ગીતા: 4-9; વચ. ગ. મ. ૧૦; વચ. વર. ૧૮)