Meaning: Gujarati English
એકાદશીનાં સર્વાસાં કર્તવ્યં વ્રતમાદરાત્ ।
કૃષ્ણજન્મદિનાનાં ચ શિવરાત્રેશ્ચ સોત્સવમ્ ॥
एकादशीनां सर्वासां कर्तव्यं व्रतमादरात् ।
कृष्णजन्मदिनानां च शिवरात्रेश्च सोत्सवम् ॥
Ekādashīnām sarvāsām kartavyam vratamādarāt |
Kṛuṣhṇa-janma-dinānām cha shivarātreshcha sotsavam ||
217
અને સર્વ જે એકાદશીઓ તેમનું વ્રત જે તે આદરથકી કરવું, તથા શ્રીકૃષ્‍ણ ભગવાનના જે જન્‍માષ્‍ટમી આદિક જન્‍મદિવસ તેમનું વ્રત જે તે આદરથકી કરવું તથા શિવરાત્રિનું વ્રત જે તે આદરથકી કરવું અને તે વ્રતના દિવસને વિષે મોટા ઉત્‍સવ કરવા. (શિક્ષાપત્રી: 79)
ઉપવાસદિને ત્યાજ્યા દિવાનિદ્રા પ્રયત્નતઃ ।
ઉપવાસસ્તયા નશ્યેન્મૈથુનેનેવ યન્નૃણામ્ ॥
उपवासदिने त्याज्या दिवानिद्रा प्रयत्नतः ।
उपवासस्तया नश्येन्मैथुनेनेव यन्नृणाम् ॥
Upavāsadine tyājyā divānidrā prayatnatah |
Upavāsastayā nashyen-maithunenev yannṛuṇām ||
218
અને જે દિવસે વ્રતનો ઉપવાસ કર્યો હોય તે દિવસે અતિશય યત્‍ને કરીને દિવસની નિદ્રાનો ત્‍યાગ કરવો, કેમ જે જેમ મૈથુને કરીને મનુષ્‍યના ઉપવાસનો નાશ થાય છે તેમ જ દિવસની નિદ્રાએ કરીને મનુષ્‍યના ઉપવાસનો નાશ થાઈ છે. (શિક્ષાપત્રી: 80)
સર્વવૈષ્ણવરાજશ્રીવલ્લભાચાર્યનન્દનઃ ।
શ્રીવિઠ્ઠલેશઃ કૃતવાન્ યં વ્રતોત્સવનિર્ણયમ્ ॥
सर्ववैष्णवराजश्रीवल्लभाचार्यनन्दनः ।
श्रीविठ्ठलेशः कृतवान् यं व्रतोत्सवनिर्णयम् ॥
Sarva-vaiṣhṇav-rājashrī-vallabhāchārya-nandanah |
Shrīviṭhṭhaleshah kṛutavān yam vratotsavanirṇayam ||
219
અને સર્વે વૈષ્‍ણવના રાજા એવા જે શ્રી વલ્‍લભાચાર્ય તેના પુત્ર જે શ્રી વિઠ્ઠલનાથજી તે જે તે વ્રત અને ઉત્‍સવના નિર્ણયને કરતા હવા. (શિક્ષાપત્રી: 81)
કાર્યાસ્તમનુસૃત્યૈવ સર્વ એવ વ્રતોત્સવાઃ ।
સેવારીતિશ્ચ કૃષ્ણસ્ય ગ્રાહ્યા તદુદિતૈવ હિ ॥
कार्यास्तमनुसृत्यैव सर्व एव व्रतोत्सवाः ।
सेवारीतिश्च कृष्णस्य ग्राह्या तदुदितैव हि ॥
Kāryāsta-manusṛutyaiv sarva ev vratotsavāhā |
Sevā-rītishcha kṛuṣhṇasya grāhyā taduditaiv hi ||
220
અને તે વિઠ્ઠલનાથજીએ કર્યો જે નિર્ણય તેને જ અનુસરીને સર્વે વ્રત ને ઉત્‍સવ કરવા અને તે વિઠ્ઠલનાથજીએ કહી જે શ્રીકૃષ્‍ણની સેવારીતિ તેનું જ ગ્રહણ કરવું. (શિક્ષાપત્રી: 82)
કર્તવ્યા દ્વારિકામુખ્યતીર્થયાત્રા યથાવિધિ ।
સર્વૈરપિ યથાશક્તિ ભાવ્યં દીનેષુ વત્સલૈઃ ॥
कर्तव्या द्वारिकामुख्यतीर्थयात्रा यथाविधि ।
सर्वैरपि यथाशक्ति भाव्यं दीनेषु वत्सलैः ॥
Kartavyā dvārikā-mukhya-tīrthayātrā yathāvidhi |
Sarvairapi yathāshakti bhāvyam dīneṣhu vatsalaihai ||
221
અને સર્વે જે અમારા આશ્રિત તેમણે દ્વારિકા આદિક જે તીર્થ તેમની યાત્રા જે તે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાવિધિએ કરીને કરવી. અને વળી પોતાના સામર્થ્ય પ્રમાણે દીન જનને વિષે દયાવાન થવું. (શિક્ષાપત્રી: 83)
વિષ્ણુઃ શિવો ગણપતિઃ પાર્વતી ચ દિવાકરઃ ।
એતાઃ પૂજ્યતયા માન્યા દેવતાઃ પઞ્ચ મામકૈઃ ॥
विष्णुः शिवो गणपतिः पार्वती च दिवाकरः ।
एताः पूज्यतया मान्या देवताः पञ्च मामकैः ॥
Viṣhṇuhu shivo gaṇapatihi pārvatī cha divākarah |
Etāhā pūjyatayā mānyā devatāhā pancha māmakaihai ||
222
અને અમારા જે આશ્રિત તેમણે વિષ્‍ણુ, શિવ, ગણપતિ, પાર્વતિ અને સૂર્ય એ પાંચ દેવ પૂજ્યપણે કરીને માનવા. (શિક્ષાપત્રી: 84)
ભૂતાદ્યુપદ્રવે ક્વાપિ વર્મ નારાયણાત્મકમ્ ।
જપ્યં ચ હનુમન્મન્ત્રો જપ્યો ન ક્ષુદ્રદૈવતઃ ॥
भूताद्युपद्रवे क्वापि वर्म नारायणात्मकम् ।
जप्यं च हनुमन्मन्त्रो जप्यो न क्षुद्रदैवतः ॥
Bhūtādyupadrave kvāpi varma nārāyaṇātmakam |
Japyam cha hanuman-mantro japyo na kṣhudra-daivatah ||
223
અને જો ક્યારેક ભૂતપ્રેતાદિકનો ઉપદ્રવ થાય ત્‍યારે તો નારાયણકવચનો જપ કરવો અથવા હનુમાનના મંત્રનો જપ કરવો પણ એ વિના બીજા કોઈ ક્ષુદ્ર દેવના સ્‍તોત્ર અને મંત્રનો જપ ન કરવો. (શિક્ષાપત્રી: 85)
રવેરિન્દોશ્ચોપરાગે જાયમાનેઽપરાઃ ક્રિયાઃ ।
હિત્વાશુ શુચિભિઃ સર્વૈઃ કાર્યઃ કૃષ્ણમનોર્જપઃ ॥
रवेरिन्दोश्चोपरागे जायमानेऽपराः क्रियाः ।
हित्वाशु शुचिभिः सर्वैः कार्यः कृष्णमनोर्जपः ॥
Raverindo-shchoparāge jāyamāne'parāhā kriyāhā |
Hitvāshu shuchibhihi sarvaihai kāryah kṛuṣhṇa-manorjapah ||
224
અને સૂર્યનું ને ચંદ્રમાનું ગ્રહણ થયે સતે અમારા જે સર્વે સત્‍સંગી તેમણે બીજી સર્વે ક્રિયાનો તત્‍કાળ ત્‍યાગ કરીને પવિત્ર થઈને શ્રીકૃષ્‍ણ ભગવાનના મંત્રનો જપ કરવો. (શિક્ષાપત્રી: 86)
જાતાયામથ તન્મુક્તૌ કૃત્વા સ્નાનં સચેલકમ્ ।
દેયં દાનં ગૃહિજનૈઃ શક્ત્યાઽન્યૈસ્ત્વર્ચ્ય ઈશ્વરઃ ॥
जातायामथ तन्मुक्तौ कृत्वा स्नानं सचेलकम् ।
देयं दानं गृहिजनैः शक्त्याऽन्यैस्त्वर्च्य ईश्वरः ॥
Jātāyāmath tanmuktau kṛutvā snānam sachelakam |
Deyam dānam gṛuhijanaihai shaktyā'nyaistvarchya īshvarah ||
225
અને તે ગ્રહણ મૂકાઈ રહ્યા પછી વસ્ત્રસહિત સ્‍નાન કરીને અમારા ગૃહસ્‍થ સત્‍સંગી હોય તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે દાન કરવું અને જે ત્‍યાગી હોય તેમણે ભગવાનની પૂજા કરવી. (શિક્ષાપત્રી: 87)
જન્માશૌચં મૃતાશૌચં સ્વસમ્બન્ધાનુસારતઃ ।
પાલનીયં યથાશાસ્ત્રં ચાતુર્વર્ણ્યજનૈર્મમ ॥
जन्माशौचं मृताशौचं स्वसम्बन्धानुसारतः ।
पालनीयं यथाशास्त्रं चातुर्वर्ण्यजनैर्मम ॥
Janmāshaucham mṛutāshaucham swasambandhānusāratah |
Pālanīyam yathāshāstram chāturvarṇyajanairmam ||
226
અને અમારા સત્‍સંગી એવા જે ચારે વર્ણના મનુષ્‍ય તેમણે જન્‍મનું સૂતક તથા મરણનું સૂતક તે પોતપોતાના સંબંધને અનુસારે કરીને યથાશાસ્ત્ર પાળવું. (શિક્ષાપત્રી: 88)

Shlok Selection

Shloks Index