Meaning: Gujarati
English
અજ્ઞાનાજ્જ્ઞાનતો વાઽપિ ગુરુ વા લઘુ પાતકમ્ । ક્વાપિ સ્યાત્તર્હિ તત્પ્રાયશ્ચિત્તં કાર્યં સ્વશક્તિતઃ ॥
अज्ञानाज्ज्ञानतो वाऽपि गुरु वा लघु पातकम् । क्वापि स्यात्तर्हि तत्प्रायश्चित्तं कार्यं स्वशक्तितः ॥
Agnānāj-gnānato vā'pi guru vā laghu pātakam | Kvāpi syāttarhi tatprāyashchittam kāryam swashaktitah ||
230
અને ક્યારેક જાણે અથવા અજાણે જો નાનું મોટું પાપ થઈ જાય તો પોતાની શક્તિ પ્રમાણે તે પાપનું પ્રાયશ્ચિત કરવું. (શિક્ષાપત્રી: 92)
વેદાશ્ચ વ્યાસસૂત્રાણિ શ્રીમદ્ભાગવતાભિધમ્ । પુરાણં ભારતે તુ શ્રીવિષ્ણોર્નામસહસ્રકમ્ ॥
वेदाश्च व्याससूत्राणि श्रीमद्भागवताभिधम् । पुराणं भारते तु श्रीविष्णोर्नामसहस्रकम् ॥
Vedāshcha vyās-sūtrāṇi shrīmadbhāgavatābhidham | Purāṇam bhārate tu shrīviṣhṇor-nām-sahasrakam ||
231
અને ચાર વેદ તથા વ્યાસસૂત્ર તથા શ્રીમદ્ભાગવત નામે પુરાણ તથા મહાભારતને વિષે તો શ્રીવિષ્ણુસહસ્રનામ, (શિક્ષાપત્રી: 93)
તથા શ્રીભગવદ્ગીતા નીતિશ્ચ વિદુરોદિતા । શ્રીવાસુદેવમાહાત્મ્યં સ્કાન્દવૈષ્ણવખણ્ડગમ્ ॥
तथा श्रीभगवद्गीता नीतिश्च विदुरोदिता । श्रीवासुदेवमाहात्म्यं स्कान्दवैष्णवखण्डगम् ॥
Tathā shrībhagavad-gītā nītishcha viduroditā | Shrīvāsudev-māhātmyam skānda-vaiṣhṇav-khaṇḍagam ||
232
તથા શ્રીભગવદ્ગીતા તથા વિદુરજીએ કહેલી જે નીતિ તથા સ્કંદ પુરાણનો જે વિષ્ણુખંડ તેને વિષે રહ્યું એવું જે શ્રીવાસુદેવમાહાત્મ્ય, (શિક્ષાપત્રી: 94)
ધર્મશાસ્ત્રાન્તર્ગતા ચ યાજ્ઞવલ્ક્યૠષેઃ સ્મૃતિઃ । એતાન્યષ્ટ મમેષ્ટાનિ સચ્છાસ્ત્રાણિ ભવન્તિ હિ ॥
धर्मशास्त्रान्तर्गता च याज्ञवल्क्यॠषेः स्मृतिः । एतान्यष्ट ममेष्टानि सच्छास्त्राणि भवन्ति हि ॥
Dharma-shāstrāntargatā cha yāgnavalkya-ṛuṣhehe smṛutihi | Etānyaṣhṭa mameṣhṭāni sachchhāstrāṇi bhavanti hi ||
233
અને ધર્મશાસ્ત્રના મધ્યમાં રહી એવી જે યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ એ જે આઠ સચ્છાસ્ત્ર તે અમને ઈષ્ટ છે. (શિક્ષાપત્રી: 95)
સ્વહિતેચ્છુભિરેતાનિ મચ્છિષ્યૈઃ સકલૈરપિ । શ્રોતવ્યાન્યથ પાઠ્યાનિ કથનીયાનિ ચ દ્વિજૈઃ ॥
स्वहितेच्छुभिरेतानि मच्छिष्यैः सकलैरपि । श्रोतव्यान्यथ पाठ्यानि कथनीयानि च द्विजैः ॥
Svahitechchhubhiretāni machchhiṣhyaihai sakalairapi | Shrotavyānyath pāṭhyāni kathanīyāni cha dvijaihai ||
234
અને પોતાના હિતને ઇચ્છતા એવા જે અમારા સર્વે શિષ્ય તેમણે એ આઠ સચ્છાસ્ત્ર જે તે સાંભળવાં અને અમારા આશ્રિત જે દ્વિજ તેમણે એ સચ્છાસ્ત્ર જે તે ભણવાં તથા ભણાવવાં તથા એમની કથા કરવી. (શિક્ષાપત્રી: 96)
તત્રાચારવ્યવહૃતિનિષ્કૃતાનાં ચ નિર્ણયે । ગ્રાહ્યા મિતાક્ષરોપેતા યાજ્ઞવલ્ક્યસ્ય તુ સ્મૃતિઃ ॥
तत्राचारव्यवहृतिनिष्कृतानां च नीर्णये । ग्राह्या मिताक्षरोपेता याज्ञवल्क्यस्य तु स्मृतिः ॥
Tatrāchār-vyavahṛutini-ṣhkṛutānām cha nīrṇaye | Grāhyā mitākṣharopetā yāgnavalkyasya tu smṛutihi ||
235
અને તે આઠ સચ્છાસ્ત્રમાંથી આચાર, વ્યવહાર અને પ્રયશ્ચિત એ ત્રણનો જે નિર્ણય કરવો તેને વિષે તો મિતાક્ષરી ટીકાએ યુક્ત એવી જે યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ તેનું ગ્રહણ કરવું. (શિક્ષાપત્રી: 97)
શ્રીમદ્ભાગવતસ્યૈષુ સ્કન્ધૌ દશમપઞ્ચમૌ । સર્વાધિકતયા જ્ઞેયૌ કૃષ્ણમાહાત્મ્યબુદ્ધયે ॥
श्रीमद्भागवतस्यैषु स्कन्धौ दशमपञ्चमौ । सर्वाधिकतया ज्ञेयौ कृष्णमाहात्म्यबुद्धये ॥
Shrīmadbhāgavatasyaiṣhu skandhau dasham-panchamau | Sarvādhikatayā gneyau kṛuṣhṇa-māhātmya-buddhaye ||
236
અને વળી એ આઠ સચ્છાસ્ત્રને વિષે જે શ્રીમદ્ભાગવત પુરાણ તેના દશમ ને પંચમ નામે જે બે સ્કંધ તે જે તે શ્રીકૃષ્ણ ભગવાનના માહાત્મ્ય જાણવાને અર્થે સર્વેથી અધિકપણે જાણવા. (શિક્ષાપત્રી: 98)
દશમઃ પઞ્ચમઃ સ્કન્ધો યાજ્ઞવલ્ક્યસ્ય ચ સ્મૃતિઃ । ભક્તિશાસ્ત્રં યોગશાસ્ત્રં ધર્મશાસ્ત્રં ક્રમેણ મે ॥
दशमः पञ्चमः स्कन्धो याज्ञवल्क्यस्य च स्मृतिः । भक्तिशास्त्रं योगशास्त्रं धर्मशास्त्रं क्रमेण मे ॥
Dashamah panchamah skandho yāgnavalkyasya cha smṛutihi | Bhaktishāstram yogashāstram dharmashāstram krameṇ me ||
237
અને દશમસ્કંધ તથા પંચમસ્કંધ તથા યાજ્ઞવલ્ક્યની સ્મૃતિ, એ જે ત્રણ તે અનુક્રમે કરીને અમારું ભક્તિશાસ્ત્ર, યોગશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર છે કહેતાં દશમસ્કંધ તે ભક્તિશાસ્ત્ર છે અને પંચમસ્કંધ તે યોગશાસ્ત્ર છે અને યાજ્ઞવલ્ક્યની સ્મૃતિ તે ધર્મશાસ્ત્ર છે એમ જાણવું. (શિક્ષાપત્રી: 99)
શારીરકાણાં ભગવદ્ગીતાયાશ્ચાવગમ્યતામ્ । રામાનુજાચાર્યકૃતં ભાષ્યમાધ્યાત્મિકં મમ ॥
शारीरकाणां भगवद्गीतायाश्चावगम्यताम् । रामानुजाचार्यकृतं भाष्यमाध्यात्मिकं मम ॥
Shārīrakāṇām bhagavad-gītāyāshchāv-gamyatām | Rāmānujāchāryakṛutam bhāṣhyamādhyātmikam mam ||
238
અને શ્રીરામાનુજાચાર્યે કર્યું એવુ જે વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય તથા શ્રીભગવદ્ગીતાનું ભાષ્ય એ જે બે તે અમારું અધ્યાત્મશાસ્ત્ર છે એમ જાણવું. (શિક્ષાપત્રી: 100)
એતેષુ યાનિ વાક્યાનિ શ્રીકૃષ્ણસ્ય વૃષસ્ય ચ । અત્યુત્કર્ષપરાણિ સ્યુસ્તથા ભક્તિવિરાગયોઃ ॥
एतेषु यानि वाक्यानि श्रीकृष्णस्य वृषस्य च । अत्युत्कर्षपराणि स्युस्तथा भक्तिविरागयोः ॥
Eteṣhu yāni vākyāni shrīkṛuṣhṇasya vṛuṣhasya cha | Atyutkarṣhaparāṇi syus-tathā bhakti-virāgayoho ||
239
અને એ સર્વે સચ્છાસ્ત્રને વિષે જે વચન તે જે તે શ્રીકૃષ્ણ ભગવાનનું સ્વરૂપ તથા ધર્મ તથા ભક્તિ તથા વૈરાગ્ય એ ચારના અતિ ઉત્કર્ષપણાને કહેતાં હોય. (શિક્ષાપત્રી: 101)