Meaning: Gujarati
English
સ્વહિતેચ્છુભિરેતાનિ મચ્છિષ્યૈઃ સકલૈરપિ । શ્રોતવ્યાન્યથ પાઠ્યાનિ કથનીયાનિ ચ દ્વિજૈઃ ॥
स्वहितेच्छुभिरेतानि मच्छिष्यैः सकलैरपि । श्रोतव्यान्यथ पाठ्यानि कथनीयानि च द्विजैः ॥
Svahitechchhubhiretāni machchhiṣhyaihai sakalairapi | Shrotavyānyath pāṭhyāni kathanīyāni cha dvijaihai ||
234
અને પોતાના હિતને ઇચ્છતા એવા જે અમારા સર્વે શિષ્ય તેમણે એ આઠ સચ્છાસ્ત્ર જે તે સાંભળવાં અને અમારા આશ્રિત જે દ્વિજ તેમણે એ સચ્છાસ્ત્ર જે તે ભણવાં તથા ભણાવવાં તથા એમની કથા કરવી. (શિક્ષાપત્રી: 96)
તત્રાચારવ્યવહૃતિનિષ્કૃતાનાં ચ નિર્ણયે । ગ્રાહ્યા મિતાક્ષરોપેતા યાજ્ઞવલ્ક્યસ્ય તુ સ્મૃતિઃ ॥
तत्राचारव्यवहृतिनिष्कृतानां च नीर्णये । ग्राह्या मिताक्षरोपेता याज्ञवल्क्यस्य तु स्मृतिः ॥
Tatrāchār-vyavahṛutini-ṣhkṛutānām cha nīrṇaye | Grāhyā mitākṣharopetā yāgnavalkyasya tu smṛutihi ||
235
અને તે આઠ સચ્છાસ્ત્રમાંથી આચાર, વ્યવહાર અને પ્રયશ્ચિત એ ત્રણનો જે નિર્ણય કરવો તેને વિષે તો મિતાક્ષરી ટીકાએ યુક્ત એવી જે યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ તેનું ગ્રહણ કરવું. (શિક્ષાપત્રી: 97)
શ્રીમદ્ભાગવતસ્યૈષુ સ્કન્ધૌ દશમપઞ્ચમૌ । સર્વાધિકતયા જ્ઞેયૌ કૃષ્ણમાહાત્મ્યબુદ્ધયે ॥
श्रीमद्भागवतस्यैषु स्कन्धौ दशमपञ्चमौ । सर्वाधिकतया ज्ञेयौ कृष्णमाहात्म्यबुद्धये ॥
Shrīmadbhāgavatasyaiṣhu skandhau dasham-panchamau | Sarvādhikatayā gneyau kṛuṣhṇa-māhātmya-buddhaye ||
236
અને વળી એ આઠ સચ્છાસ્ત્રને વિષે જે શ્રીમદ્ભાગવત પુરાણ તેના દશમ ને પંચમ નામે જે બે સ્કંધ તે જે તે શ્રીકૃષ્ણ ભગવાનના માહાત્મ્ય જાણવાને અર્થે સર્વેથી અધિકપણે જાણવા. (શિક્ષાપત્રી: 98)
દશમઃ પઞ્ચમઃ સ્કન્ધો યાજ્ઞવલ્ક્યસ્ય ચ સ્મૃતિઃ । ભક્તિશાસ્ત્રં યોગશાસ્ત્રં ધર્મશાસ્ત્રં ક્રમેણ મે ॥
दशमः पञ्चमः स्कन्धो याज्ञवल्क्यस्य च स्मृतिः । भक्तिशास्त्रं योगशास्त्रं धर्मशास्त्रं क्रमेण मे ॥
Dashamah panchamah skandho yāgnavalkyasya cha smṛutihi | Bhaktishāstram yogashāstram dharmashāstram krameṇ me ||
237
અને દશમસ્કંધ તથા પંચમસ્કંધ તથા યાજ્ઞવલ્ક્યની સ્મૃતિ, એ જે ત્રણ તે અનુક્રમે કરીને અમારું ભક્તિશાસ્ત્ર, યોગશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર છે કહેતાં દશમસ્કંધ તે ભક્તિશાસ્ત્ર છે અને પંચમસ્કંધ તે યોગશાસ્ત્ર છે અને યાજ્ઞવલ્ક્યની સ્મૃતિ તે ધર્મશાસ્ત્ર છે એમ જાણવું. (શિક્ષાપત્રી: 99)
શારીરકાણાં ભગવદ્ગીતાયાશ્ચાવગમ્યતામ્ । રામાનુજાચાર્યકૃતં ભાષ્યમાધ્યાત્મિકં મમ ॥
शारीरकाणां भगवद्गीतायाश्चावगम्यताम् । रामानुजाचार्यकृतं भाष्यमाध्यात्मिकं मम ॥
Shārīrakāṇām bhagavad-gītāyāshchāv-gamyatām | Rāmānujāchāryakṛutam bhāṣhyamādhyātmikam mam ||
238
અને શ્રીરામાનુજાચાર્યે કર્યું એવુ જે વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય તથા શ્રીભગવદ્ગીતાનું ભાષ્ય એ જે બે તે અમારું અધ્યાત્મશાસ્ત્ર છે એમ જાણવું. (શિક્ષાપત્રી: 100)
એતેષુ યાનિ વાક્યાનિ શ્રીકૃષ્ણસ્ય વૃષસ્ય ચ । અત્યુત્કર્ષપરાણિ સ્યુસ્તથા ભક્તિવિરાગયોઃ ॥
एतेषु यानि वाक्यानि श्रीकृष्णस्य वृषस्य च । अत्युत्कर्षपराणि स्युस्तथा भक्तिविरागयोः ॥
Eteṣhu yāni vākyāni shrīkṛuṣhṇasya vṛuṣhasya cha | Atyutkarṣhaparāṇi syus-tathā bhakti-virāgayoho ||
239
અને એ સર્વે સચ્છાસ્ત્રને વિષે જે વચન તે જે તે શ્રીકૃષ્ણ ભગવાનનું સ્વરૂપ તથા ધર્મ તથા ભક્તિ તથા વૈરાગ્ય એ ચારના અતિ ઉત્કર્ષપણાને કહેતાં હોય. (શિક્ષાપત્રી: 101)
મન્તવ્યાનિ પ્રધાનાનિ તાન્યેવેતરવાક્યતઃ । ધર્મેણ સહિતા કૃષ્ણભક્તિઃ કાર્યેતિ તદ્રહઃ ॥
मन्तव्यानि प्रधानानि तान्येवेतरवाक्यतः । धर्मेण सहिता कृष्णभक्तिः कार्येति तद्रहः ॥
Mantavyāni pradhānāni tānyevetaravākyatah | Dharmeṇ sahitā kṛuṣhṇa-bhaktihi kāryeti tadrahah ||
240
તે વચન જે તે બીજાં વચન કરતાં પ્રધાનપણે માનવાં અને શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ તે જે તે ધર્મ સહિત જ કરવી એવી રીતે તે સર્વે સચ્છાસ્ત્રનું રહસ્ય છે. (શિક્ષાપત્રી: 102)
ધર્મો જ્ઞેયઃ સદાચારઃ શ્રુતિસ્મૃત્યુપપાદિતઃ । માહાત્મ્યજ્ઞાનયુગ્ભૂરિસ્નેહો ભક્તિશ્ચ માધવે ॥
धर्मो ज्ञेयः सदाचारः श्रुतिस्मृत्युपपादितः । माहात्म्यज्ञानयुग्भूरिस्नेहो भक्तिश्च माधवे ॥
Dharmo gneyah sadāchārah shruti-smṛutyup-pāditah | Māhātmya-gnān-yugbhūri-sneho bhaktishcha mādhave ||
241
અને શ્રુતિ સ્મૃતિ તેમણે પ્રતિપાદન કર્યો એવો જે સદાચાર તે ધર્મ જાણવો અને શ્રીકૃષ્ણ ભગવાનને વિષે માહાત્મ્ય જ્ઞાને સહિત જે ઘણો સ્નેહ તે ભક્તિ જાણવી. (શિક્ષાપત્રી: 103)
વૈરાગ્યં જ્ઞેયમપ્રીતિઃ શ્રીકૃષ્ણેતરવસ્તુષુ । જ્ઞાનં ચ જીવમાયેશરૂપાણાં સુષ્ઠુ વેદનમ્ ॥
वैराग्यं ज्ञेयमप्रीतिः श्रीकृष्णेतरवस्तुषु । ज्ञानं च जीवमायेशरूपाणां सुष्ठु वेदनम् ॥
Vairāgyam gneyamaprītihi shrīkṛuṣhṇe-taravastuṣhu | Gnānam cha jīva-māyesha-rūpāṇām suṣhṭhu vedanam ||
242
અને શ્રીકૃષ્ણ ભગવાન વિના અન્ય પદાર્થમાં પ્રીતિ નહિ તે વૈરાગ્ય જાણવો અને જીવ, માયા અને ઈશ્વર તેમના સ્વરૂપને જે રૂડી રીતે જાણવું તેને જ્ઞાન કહીએ. (શિક્ષાપત્રી: 104)
હૃત્સ્થોઽણુસૂક્ષ્મશ્ચિદ્રૂપો જ્ઞાતા વ્યાપ્યાખિલાં તનુમ્ । જ્ઞાનશક્ત્યા સ્થિતો જીવો જ્ઞેયોઽચ્છેદ્યાદિલક્ષણઃ ॥
हृत्स्थोऽणुसूक्ष्मश्चिद्रूपो ज्ञाता व्याप्याखिलां तनुम् । ज्ञानशक्त्या स्थितो जीवो ज्ञेयोऽच्छेद्यादिलक्षणः ॥
Hṛutstho'ṇusūkṣhma-shchidrūpo gnātā vyāpyākhilām tanum | Gnānashaktyā sthito jīvo gneyo'chchhedyādi-lakṣhaṇah ||
243
અને જે જીવ છે તે હૃદયને વિષે રહ્યો છે ને અણુ સરખો સૂક્ષ્મ છે ને ચૈતન્યરૂપ છે ને જાણનારો છે. અને પોતાની જ્ઞાનશક્તિએ કરીને નખથી શિખાપર્યંત સમગ્ર પોતાના દેહ પ્રત્યે વ્યાપીને રહ્યો છે અને અછેદ્ય, અભેદ્ય, અજર, અમર ઇત્યાદિક છે લક્ષણ જેનાં એવો જીવ છે એમ જાણવો. (શિક્ષાપત્રી: 105)