Meaning: Gujarati English
નેહાભિક્રમનાશોસ્તિ પ્રત્યાવાયો ન વિદ્યતે ।
સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત્ ॥
नेहाभिक्रमनाशोस्ति प्रत्यावायो न विद्यते ।
स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् ॥
Nehābhikramanāshosti pratyāvāyo na vidyate |
Swalpamapyasya dharmasya trāyate mahato bhayāt ||
24
આ (કર્મયોગ)માં આરંભનો નાશ નથી અને દોષ નથી. આ ધર્મનું થોડું પણ આચરણ મોટા ભયથી બચાવે છે.
કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન ।
મા કર્મફલ હેતુર્ભૂઃ મા તે સંગોસ્ત્વકર્મણિ ॥
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन ।
मा कर्मफल हेतुर्भूः मा ते संगोस्त्वकर्मणि ॥
Karmaṇye-vādhikāraste mā faleṣhu kadāchana |
Mā karmafala heturbhūhū mā te sangostvakarmaṇi ||
25
તારો કર્મમાં જ અધિકાર છે, ફળમાં કદી નહિ. તું કર્મના ફળની ઇચ્છાવાળો ન થાય તેમ જ તારી કર્મ કરવામાં આસક્તિ ન થાઓ. (ગીતા: 2-47)
યા નિશા સર્વભૂતાનાં તસ્યાં જાગર્તિ સંયમી ।
યસ્યાં જાગ્રતિ ભૂતાનિ સા નિશા પશ્યતો મુનેઃ ॥ 
या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी ।
यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुनेः ॥ 
Yā nishā sarvabhūtānām tasyām jāgarti sanyamī |
Yasyām jāgrati bhūtāni sā nishā pashyato munehe ||
26
જે સર્વ પ્રાણીઓની રાત્રી છે તેમાં સંયમી જાગે છે અને જેમાં પ્રાણીઓ જાગે છે તે જોતાં મનિની રાત્રી છે. (ગીતા: 2-69; વચ. ગ. પ્ર. ૫૦; વચ. ગ. મ. ૨૦)
યદ્યદાચરતિ શ્રેષ્ઠઃ તદ્‍તદેવેતરો જનઃ ।
સ યત્‍પ્રમાણં કુરુતે લોકસ્તદનુવર્તતે ॥
यद्यदाचरति श्रेष्ठः तद्‍तदेवेतरो जनः ।
स यत्‍प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते ॥
Yadyadācharati shreṣhṭhah tadtadevetaro janah |
Sa yat‍pramāṇam kurute lokastadanuvartate ||
27
શ્રેષ્ઠ મનુષ્ય જે જે આચરણ કરે છે તેનું અનુકરણ બીજા લોકો કરે છે, તે જે પ્રમાણે વર્તે છે તે પ્રમાણે લોકો વર્તે છે. (ગીતા: 3-21)
યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ર્ભવતિ ભારત ।
અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ્ ॥
यदा यदा हि धर्मस्य ग्लानि र्भवति भारत ।
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥
Yadā yadā hi dharmasya glānir-bhavati bhārata |
Abhyut-thānamadharmasya tadātmānam sṛujāmyaham ||
28
હે ભારત ! જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે ત્યારે હું જન્મ ધારણ કરું છું. (ગીતા: 4-7)
પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ્ ।
ધર્મસંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે ॥
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ।
धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे ॥
Paritrāṇāya sādhūnām vināshāya cha duṣhkṛutām |
Dharma-sansthāpa-nārthāya sambhavāmi yuge yuge ||
29
સત્પુરુષોના રક્ષણ માટે, દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટું છું. (ગીતા: 4-8)
જન્મકર્મ ચ મે દિવ્યમેવં યો વેત્તિ તત્ત્વતઃ ।
ત્યક્‍ત્વા દેહં પુનર્જન્મ નૈતિ મામેતિ સોર્જૂન ॥ 
जन्मकर्म च मे दिव्यमेवं यो वेत्ति तत्त्वतः ।
त्यक्‍त्वा देहं पुनर्जन्म नैति मामेति सोर्जून ॥ 
Janmakarma cha me divyamevam yo vetti tattvatah |
Tyak‍tvā deham punarjanma naiti māmeti sorjūna ||
30
હે અર્જૂન ! મારા જન્મ અને કર્મ જે તત્ત્વથી દિવ્ય જાણે છે તે દેહ ત્યજીને પૂનર્જન્મ પામતો નથી પણ મને પામે છે. (ગીતા: 4-9; વચ. ગ. મ. ૧૦; વચ. વર. ૧૮)
નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ નૈનં દહતિ પાવકઃ ।
ન ચૈનં કલેદયન્ત્યાપો ન શોષયતિ મારુતઃ ॥
नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः ।
न चैनं कलेदयन्त्यापो न शोषयति मारुतः ॥
Nainam chhindanti shastrāṇi nainam dahati pāvakah |
Na chainam kaledayantyāpo na shoṣhayati mārutah ||
31
આ શસ્ત્રો છેદતાં નથી અને અગ્નિ બાળતો નથી. એને પાણી ભીંજવતું નથી અને પવન સૂકવતો નથી. (ગીતા: 2-23)
જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુઃ ધ્રુવં જન્મ મૃતસ્ય ચ ।
તસ્માદપરિહાર્યેર્થે ન ત્વં શોચિતુમર્હસિ ॥ 
जातस्य हि ध्रुवो मृत्युः ध्रुवं जन्म मृतस्य च ।
तस्मादपरिहार्येर्थे न त्वं शोचितुमर्हसि ॥ 
Jātasya hi dhruvo mṛutyuhu dhruvam janma mṛutasya cha |
Tasmāda-parihāryerthe na tvam shochitumarhasi ||
32
જન્મેલાનું મૃત્યુ નક્કી છે, મરેલાનો જન્મ નક્કી છે. માટે ટાળવાને અશક્ય આ વિષયમાં તું શોક ના કર. (ગીતા: 2-27)
તદવિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ।
ઉપદેક્ષ્યન્તિ તે જ્ઞાનં જ્ઞાનિનસ્તત્ત્વદર્શિનઃ ॥
तदविद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया ।
उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदर्शिनः ॥
Tadaviddhi praṇipātena pariprashnena sevayā |
Upadekṣhyanti te gnānam gnāninas-tattva-darshinah ||
33
તે જ્ઞાનનો તને તત્ત્વદર્શી જ્ઞાનીઓ ઉપદેશ કરશે. તેમને પ્રણામ કરી, તેમની સેવા કરી, તેમને પ્રશ્નો પૂછી તે જ્ઞાન તું જાણી લે. (ગીતા: 4-34)

Shlok Selection

Shloks Index