Meaning: Gujarati English
કૃષ્ણસ્તદવતારાશ્ચ ધ્યેયાસ્તત્પ્રતિમાઽપિ ચ ।
ન તુ જીવા નૃદેવાદ્યા ભક્તા બ્રહ્મવિદોઽપિ ચ ॥
कृष्णस्तदवताराश्च ध्येयास्तत्प्रतिमाऽपि च ।
न तु जीवा नृदेवाद्या भक्ता ब्रह्मविदोऽपि च ॥
Kṛuṣhṇastadavatārāshcha dhyeyāstatpratimā'pi cha |
Na tu jīvā nṛudevādyā bhaktā brahmavido'pi cha ||
253
અને શ્રીકૃષ્‍ણ ભગવાન તથા શ્રીકૃષ્‍ણ ભગવાનના જે અવતાર તે જે તે ધ્‍યાન કરવા યોગ્‍ય છે તથા શ્રીકૃષ્‍ણ ભગવાનની જે પ્રતિમા તે પણ ધ્‍યાન કરવા યોગ્‍ય છે માટે એમનું ધ્‍યાન કરવું અને મનુષ્‍ય તથા દેવાદિક જે જીવ તે તો શ્રીકૃષ્‍ણ ભગવાનના ભક્ત હોય અને બ્રહ્મવેત્તા હોય તો પણ ધ્‍યાન કરવા યોગ્‍ય નથી માટે એમનું ધ્‍યાન ન કરવું. (શિક્ષાપત્રી: 115)
નિજાત્માનં બ્રહ્મરૂપં દેહત્રયવિલક્ષણમ્ ।
વિભાવ્ય તેન કર્તવ્યા ભક્તિઃ કૃષ્ણસ્ય સર્વદા ॥
निजात्मानं ब्रह्मरूपं देहत्रयविलक्षणम् ।
विभाव्य तेन कर्तव्या भक्तिः कृष्णस्य सर्वदा ॥
Nijātmānam brahmarūpam dehatraya-vilakṣhaṇam |
Vibhāvya ten kartavyā bhaktihi kṛuṣhṇasya sarvadā ||
254
અને સ્‍થૂળ, સૂક્ષ્‍મ અને કારણ એ જે ત્રણ દેહ તે થકી વિલક્ષણ એવો જે પોતાનો જીવાત્‍મા તેને બ્રહ્મરૂપની ભાવના કરીને પછી તે બ્રહ્મરૂપે કરીને શ્રીકૃષ્‍ણ ભગવાનની ભક્તિ જે તે સર્વ કાળને વિષે કરવી. (શિક્ષાપત્રી: 116)
શ્રવ્યઃ શ્રીમદ્ભાગવતદશમસ્કન્ધ આદરાત્ ।
પ્રત્યહં વા સકૃદ્વર્ષે વર્ષે વાચ્યોઽથ પણ્ડિતૈઃ ॥
श्रव्यः श्रीमद्भागवतदशमस्कन्ध आदरात् ।
प्रत्यहं वा सकृद्वर्षे वर्षे वाच्योऽथ पण्डितैः ॥
Shravyah shrīmadbhāgavat-dasham-skandha ādarāt |
Pratyaham vā sakṛudvarṣhe varṣhe vāchyo'tha paṇḍitaihai ||
255
અને શ્રીમદ્‍ભાગવત પુરાણનો જે દશમસ્‍કંધ તે જે તે નિત્‍યપ્રત્‍યે આદર થકી સાંભળવો અથવા વર્ષોવર્ષ એકવાર સાંભળવો અને જે પંડિત હોય તેમણે નિત્‍યપ્રત્‍યે વાંચવો અથવા વર્ષોવર્ષ એક વાર વાંચવો. (શિક્ષાપત્રી: 117)
કારણીયા પુરશ્ચર્યા પુણ્યસ્થાનેઽસ્ય શક્તિતઃ ।
વિષ્ણુનામસહસ્રાદેશ્ચાપિ કાર્યેપ્સિતપ્રદા ॥
कारणीया पुरश्चर्या पुण्यस्थानेऽस्य शक्तितः ।
विष्णुनामसहस्रादेश्चापि कार्येप्सितप्रदा ॥
Kāraṇīyā purashcharyā puṇyasthānesya shaktitah |
Viṣhṇu-nām-sahasrādeshchāpi kāryepsitapradā ||
256
અને એ જે દશમસ્‍કંધ તેનું પુરશ્ચરણ જે તે પુણ્ય સ્‍થાનકને વિષે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવું, કરાવવું અને વળી વિષ્‍ણુસહસ્રનામ આદિક જે સચ્‍છાસ્ત્ર તેનું પુરશ્ચરણ પણ પોતાના સામર્થ્ય પ્રમાણે કરવું, કરાવવું તે પુરશ્ચણ કેવું છે તો પોતાના મનવાંછિત ફળને આપે એવું છે. (શિક્ષાપત્રી: 118)
દૈવ્યામાપદિ કષ્ટાયાં માનુષ્યાં વા ગદાદિષુ ।
યથા સ્વપરરક્ષા સ્યાત્તથા વૃત્યં ન ચાન્યથા ॥
दैव्यामापदि कष्टायां मानुष्यां वा गदादिषु ।
यथा स्वपररक्षा स्यात्तथा वृत्यं न चान्यथा ॥
Daivyāmāpadi kaṣhṭāyām mānuṣhyām vā gadādiṣhu |
Yathā swapar-rakṣhā syāttathā vṛutyam na chānyathā ||
257
અને કષ્‍ટની દેનારી એવી કોઈ દૈવસંબંધી આપદા આવી પડે તથા મનુષ્ય સંબંધી આપદા આવા પડે તથા રોગાદિક આપદા આવી પડે તેને વિષે જેમ પોતાની ને બીજાની રક્ષા થાય તેમ વર્તવું પણ બીજી રીતે ન વર્તવું. (શિક્ષાપત્રી: 119)
દેશકાલવયોવિત્તજાતિશક્ત્યનુસારતઃ ।
આચારો વ્યવહારશ્ચ નિષ્કૃતં ચાવધાર્યતામ્ ॥
देशकालवयोवित्तजातिशक्त्यनुसारतः ।
आचारो व्यवहारश्च निष्कृतं चावधार्यताम् ॥
Desh-kāl-vayovitta-jātishaktyanu-sāratah |
Āchāro vyavahārashcha niṣhkṛutam chāvadhāryatām ||
258
અને આચાર, વ્‍યવહાર અને પ્રાયશ્ચિત્ત એ જે ત્રણ વાનાં તે જે તે દેશ, કાળ, અવસ્‍થા, દ્રવ્‍ય, જાતિ અને સામર્થ્ય એટલાંને અનુસારે કરીને જાણવાં. (શિક્ષાપત્રી: 120)
મતં વિશિષ્ટાદ્વૈતં મે ગોલોકો ધામ ચેપ્સિતમ્ ।
તત્ર બ્રહ્માત્મના કૃષ્ણસેવા મુક્તિશ્ચ ગમ્યતામ્ ॥
मतं विशिष्टाद्वैतं मे गोलोको धाम चेप्सितम् ।
तत्र ब्रह्मात्मना कृष्णसेवा मुक्तिश्च गम्यताम् ॥
Matam vishiṣhṭādvaitam me goloko dhām chepsitam |
Tatra brahmātmanā kṛuṣhṇasevā muktishcha gamyatām ||
259
અને અમારો જે મત તે વિશિષ્‍ટાદ્વૈત છે એમ જાણવું અને અમને પ્રિય એવું જે ધામ તે ગોલોક છે એમ જાણવું અને તે ધામને વિષે બ્રહ્મરૂપે કરીને જે શ્રીકૃષ્‍ણ ભગવાનની સેવા કરવી તે અમે મુક્તિ માની છે એમ જાણવું. (શિક્ષાપત્રી: 121)
એતે સાધારણા ધર્માઃ પુંસાં સ્ત્રીણાં ચ સર્વતઃ ।
મદાશ્રિતાનાં કથિતા વિશેષાનથ કીર્તયે ॥
एते साधारणा धर्माः पुंसां स्त्रीणां च सर्वतः ।
मदाश्रितानां कथिता विशेषानथ कीर्तये ॥
Ete sādhāraṇā dharmāhā punsām strīṇām cha sarvatah |
Madāshritānām kathitā visheṣhānath kīrtaye ||
260
અને આ જે પૂર્વે સર્વે ધર્મ કહ્યા તે જે તે અમારા આશ્રિત જે ત્‍યાગી, ગૃહસ્‍થ બાઈ-ભાઈ સર્વે સત્‍સંગી તેમના સામાન્‍ય ધર્મ કહ્યા છે કહેતાં સર્વ સત્‍સંગીમાત્રને સરખા પાળવાના છે અને હવે એ સર્વેના જે વિશેષ ધર્મ છે તેમને પૃથક્ પૃથક્ કરીને કહીએ છઇએ. (શિક્ષાપત્રી: 122)
મજ્જ્યેષ્ઠાવરજભ્રાતૃસુતાભ્યાં તુ કદાચન ।
સ્વાસન્નસમ્બન્ધહીના નોપદેશ્યા હિ યોષિતઃ ॥
मज्ज्येष्ठावरजभ्रातृसुताभ्यां तु कदाचन ।
स्वासन्नसम्बन्धहीना नोपदेश्या हि योषितः ॥
Majjyeṣhṭhā-varaja-bhrātṛu-sutābhyām tu kadāchan |
Svāsanna-sambandhahīnā nopadeshyā hi yoṣhitah ||
261
હવે પ્રથમ ધર્મવંશી જે આચાર્ય અને તેમની પત્‍નીઓ તેમના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ. અમારા મોટા ભાઈ અને નાના ભાઈ તેના પુત્ર જે અયોધ્‍યાપ્રસાદ અને રઘુવીર તેમણે પોતાના સમીપ સંબંધ વિનાની જે બીજી સ્ત્રીઓ તેમને મંત્ર ઉપદેશ ક્યારેય ન કરવો. (શિક્ષાપત્રી: 123)
ન સ્પ્રષ્ટવ્યાશ્ચ તાઃ ક્વાપિ ભાષણીયાશ્ચ તા નહિ ।
ક્રૌર્યં કાર્યં ન કસ્મિંશ્ચિન્ન્યાસો રક્ષ્યો ન કસ્યચિત્ ॥
न स्प्रष्टव्याश्च ताः क्वापि भाषणीयाश्च ता नहि ।
क्रौर्यं कार्यं न कस्मिंश्चिन्न्यासो रक्ष्यो न कस्यचित् ॥
Na spraṣhṭavyāshcha tāhā kvāpi bhāṣhaṇīyāshcha tā nahi |
Krauryam kāryam na kasminshchinnyāso rakṣhyo na kasyachit ||
262
અને તે સ્ત્રીઓને ક્યારેય પણ અડવું નહિ અને તે સાથે બોલવું નહિ અને કોઈ જીવને વિષે ક્રૂરપણું ન કરવું અને કોઈની થાપણ ન રાખવી. (શિક્ષાપત્રી: 124)

Shlok Selection

Shloks Index