Meaning: Gujarati
English
મતં વિશિષ્ટાદ્વૈતં મે ગોલોકો ધામ ચેપ્સિતમ્ । તત્ર બ્રહ્માત્મના કૃષ્ણસેવા મુક્તિશ્ચ ગમ્યતામ્ ॥
मतं विशिष्टाद्वैतं मे गोलोको धाम चेप्सितम् । तत्र ब्रह्मात्मना कृष्णसेवा मुक्तिश्च गम्यताम् ॥
Matam vishiṣhṭādvaitam me goloko dhām chepsitam | Tatra brahmātmanā kṛuṣhṇasevā muktishcha gamyatām ||
259
અને અમારો જે મત તે વિશિષ્ટાદ્વૈત છે એમ જાણવું અને અમને પ્રિય એવું જે ધામ તે ગોલોક છે એમ જાણવું અને તે ધામને વિષે બ્રહ્મરૂપે કરીને જે શ્રીકૃષ્ણ ભગવાનની સેવા કરવી તે અમે મુક્તિ માની છે એમ જાણવું. (શિક્ષાપત્રી: 121)
એતે સાધારણા ધર્માઃ પુંસાં સ્ત્રીણાં ચ સર્વતઃ । મદાશ્રિતાનાં કથિતા વિશેષાનથ કીર્તયે ॥
एते साधारणा धर्माः पुंसां स्त्रीणां च सर्वतः । मदाश्रितानां कथिता विशेषानथ कीर्तये ॥
Ete sādhāraṇā dharmāhā punsām strīṇām cha sarvatah | Madāshritānām kathitā visheṣhānath kīrtaye ||
260
અને આ જે પૂર્વે સર્વે ધર્મ કહ્યા તે જે તે અમારા આશ્રિત જે ત્યાગી, ગૃહસ્થ બાઈ-ભાઈ સર્વે સત્સંગી તેમના સામાન્ય ધર્મ કહ્યા છે કહેતાં સર્વ સત્સંગીમાત્રને સરખા પાળવાના છે અને હવે એ સર્વેના જે વિશેષ ધર્મ છે તેમને પૃથક્ પૃથક્ કરીને કહીએ છઇએ. (શિક્ષાપત્રી: 122)
મજ્જ્યેષ્ઠાવરજભ્રાતૃસુતાભ્યાં તુ કદાચન । સ્વાસન્નસમ્બન્ધહીના નોપદેશ્યા હિ યોષિતઃ ॥
मज्ज्येष्ठावरजभ्रातृसुताभ्यां तु कदाचन । स्वासन्नसम्बन्धहीना नोपदेश्या हि योषितः ॥
Majjyeṣhṭhā-varaja-bhrātṛu-sutābhyām tu kadāchan | Svāsanna-sambandhahīnā nopadeshyā hi yoṣhitah ||
261
હવે પ્રથમ ધર્મવંશી જે આચાર્ય અને તેમની પત્નીઓ તેમના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ. અમારા મોટા ભાઈ અને નાના ભાઈ તેના પુત્ર જે અયોધ્યાપ્રસાદ અને રઘુવીર તેમણે પોતાના સમીપ સંબંધ વિનાની જે બીજી સ્ત્રીઓ તેમને મંત્ર ઉપદેશ ક્યારેય ન કરવો. (શિક્ષાપત્રી: 123)
ન સ્પ્રષ્ટવ્યાશ્ચ તાઃ ક્વાપિ ભાષણીયાશ્ચ તા નહિ । ક્રૌર્યં કાર્યં ન કસ્મિંશ્ચિન્ન્યાસો રક્ષ્યો ન કસ્યચિત્ ॥
न स्प्रष्टव्याश्च ताः क्वापि भाषणीयाश्च ता नहि । क्रौर्यं कार्यं न कस्मिंश्चिन्न्यासो रक्ष्यो न कस्यचित् ॥
Na spraṣhṭavyāshcha tāhā kvāpi bhāṣhaṇīyāshcha tā nahi | Krauryam kāryam na kasminshchinnyāso rakṣhyo na kasyachit ||
262
અને તે સ્ત્રીઓને ક્યારેય પણ અડવું નહિ અને તે સાથે બોલવું નહિ અને કોઈ જીવને વિષે ક્રૂરપણું ન કરવું અને કોઈની થાપણ ન રાખવી. (શિક્ષાપત્રી: 124)
પ્રતિભૂત્વં ન કસ્યાપિ કાર્યં ચ વ્યાવહારિકે । ભિક્ષયાપદતિક્રમ્યા ન તુ કાર્યમૃણં ક્વચિત્ ॥
प्रतिभूत्वं न कस्यापि कार्यं च व्यावहारिके । भिक्षयापदतिक्रम्या न तु कार्यमृणं क्वचित् ॥
Pratibhūtvam na kasyāpi kāryam cha vyāvahārike | Bhikṣhayā-padatikramyā na tu kāryamṛuṇam kvachit ||
263
અને વ્યવહારકાર્યને વિષે કેનું પણ જમાનગરું ન કરવું ને કોઈ આપત્કાળ આવી પડે તો ભિક્ષા માગીને પોતાનો નિર્વાહ કરીને તે આપત્કાળને ઉલ્લંઘવો પણ કોઈનું કરજ તો ક્યારેય ન કરવું. (શિક્ષાપત્રી: 125)
સ્વશિષ્યાર્પિતધાન્યસ્ય કર્તવ્યો વિક્રયો ન ચ । જીર્ણં દત્વા નવાનં તુ ગ્રાહ્યં તન્નૈષ વિક્રયઃ ॥
स्वशिष्यार्पितधान्यस्य कर्तव्यो विक्रयो न च । जीर्णं दत्वा नवानं तु ग्राह्यं तन्नैष विक्रयः ॥
Svashiṣhyārpita-dhānyasya kartavyo vikrayo n ch | Jīrṇan datvā navānam tu grāhyam tannaiṣh vikrayah ||
264
અને પોતાના જે શિષ્ય તેમણે ધર્મનિમિત્ત પોતાને આપ્યું જે અન્ન તે વેચવું નહિ અને તે અન્ન જૂનું થાય તો તે જૂનું કોઈકને દઈને નવું લેવું અને એવી રીતે જે જૂનાનું નવું કરવું તે વેચ્યું ન કહેવાય. (શિક્ષાપત્રી: 126)
ભાદ્રશુક્લચતુર્થ્યાં ચ કાર્યં વિઘ્નેશપૂજનમ્ । ઇષકૃષ્ણચતુર્દશ્યાં કાર્યાઽર્ચા ચ હનૂમતઃ ॥
भाद्रशुक्लचतुर्थ्यां च कार्यं विघ्नेशपूजनम् । इषकृष्णचतुर्दश्यां कार्याऽर्चा च हनूमतः ॥
Bhādra-shukla-chaturthyām cha kāryam vighnesh-pūjanam | Iṣhakṛuṣhṇa-chaturdashyām kāryārchā cha hanūmatah ||
265
અને ભાદરવા સુદિ ચતુર્થીને દિવસે ગણપતિની પૂજા કરવી તથા આસો વદિ ચતુર્દશીને દિવસે હનુમાનજીની પૂજા કરવી. (શિક્ષાપત્રી: 127)
મદાશ્રિતાનાં સર્વેષાં ધર્મરક્ષણહેતવે । ગુરુત્વે સ્થાપિતાભ્યાં ચ તાભ્યાં દીક્ષ્યા મુમુક્ષવઃ ॥
मदाश्रितानां सर्वेषां धर्मरक्षणहेतवे । गुरुत्वे स्थापिताभ्यां च ताभ्यां दीक्ष्या मुमुक्षवः ॥
Madāshritānām sarveṣhām dharma-rakṣhaṇ-hetave | Gurutve sthāpitābhyām cha tābhyām dīkṣhyā mumukṣhavah ||
266
અને અમારે આશ્રિત જે સર્વે સત્સંગી તેમના ધર્મની રક્ષા કરવાને અર્થે એ સર્વેના ગુરુપણાને વિષે અમે સ્થાપન કર્યા એવા જે તે અયોધ્યાપ્રસાદ અને રઘુવીર તેમણે મુમુક્ષુ જનને દીક્ષા આપવી. (શિક્ષાપત્રી: 128)
યથાધિકારં સંસ્થાપ્યાઃ સ્વે સ્વે ધર્મે નિજાશ્રિતાઃ । માન્યાઃ સન્તશ્ચ કર્તવ્યઃ સચ્છાસ્ત્રાભ્યાસ આદરાત્ ॥
यथाधिकारं संस्थाप्याः स्वे स्वे धर्मे निजाश्रिताः । मान्याः सन्तश्च कर्तव्यः सच्छास्त्राभ्यास आदरात् ॥
Yathādhikāram sansthāpyāhā sve sve dharme nijāshritāhā | Mānyāhā santashcha kartavyah sachchhāstrābhyās ādarāt ||
267
અને પોતાના આશ્રિત જે સર્વે સત્સંગી તેમને અધિકાર પ્રમાણે પોતપોતાના ધર્મને વિશે રાખવા અને સાધુને આદર થકી માનવા તથા સચ્છાસ્ત્રનો અભ્યાસ આદર થકી કરવો. (શિક્ષાપત્રી: 129)
મયા પ્રતિષ્ઠાપિતાનાં મન્દિરેષુ મહત્સુ ચ । લક્ષ્મીનારાયણાદીનાં સેવા કાર્યા યથાવિધિ ॥
मया प्रतिष्ठापितानां मन्दिरेषु महत्सु च । लक्ष्मीनारायणादीनां सेवा कार्या यथाविधि ॥
Mayā pratiṣhṭhāpitānām mandireṣhu mahatsu cha | Lakṣhmīnārāyaṇādīnām sevā kāryā yathāvidhi ||
268
અને મોટાં જે મંદિર તેમને વિશે અમે સ્થાપન કર્યાં એવાં જે શ્રીલક્ષ્મીનારાયણ આદિક શ્રીકૃષ્ણનાં સ્વરૂપ તેમની જે સેવા તે યથાવિધિએ કરીને કરવી. (શિક્ષાપત્રી: 130)