Meaning: Gujarati
English
મદાશ્રિતાનાં સર્વેષાં ધર્મરક્ષણહેતવે । ગુરુત્વે સ્થાપિતાભ્યાં ચ તાભ્યાં દીક્ષ્યા મુમુક્ષવઃ ॥
मदाश्रितानां सर्वेषां धर्मरक्षणहेतवे । गुरुत्वे स्थापिताभ्यां च ताभ्यां दीक्ष्या मुमुक्षवः ॥
Madāshritānām sarveṣhām dharma-rakṣhaṇ-hetave | Gurutve sthāpitābhyām cha tābhyām dīkṣhyā mumukṣhavah ||
266
અને અમારે આશ્રિત જે સર્વે સત્સંગી તેમના ધર્મની રક્ષા કરવાને અર્થે એ સર્વેના ગુરુપણાને વિષે અમે સ્થાપન કર્યા એવા જે તે અયોધ્યાપ્રસાદ અને રઘુવીર તેમણે મુમુક્ષુ જનને દીક્ષા આપવી. (શિક્ષાપત્રી: 128)
યથાધિકારં સંસ્થાપ્યાઃ સ્વે સ્વે ધર્મે નિજાશ્રિતાઃ । માન્યાઃ સન્તશ્ચ કર્તવ્યઃ સચ્છાસ્ત્રાભ્યાસ આદરાત્ ॥
यथाधिकारं संस्थाप्याः स्वे स्वे धर्मे निजाश्रिताः । मान्याः सन्तश्च कर्तव्यः सच्छास्त्राभ्यास आदरात् ॥
Yathādhikāram sansthāpyāhā sve sve dharme nijāshritāhā | Mānyāhā santashcha kartavyah sachchhāstrābhyās ādarāt ||
267
અને પોતાના આશ્રિત જે સર્વે સત્સંગી તેમને અધિકાર પ્રમાણે પોતપોતાના ધર્મને વિશે રાખવા અને સાધુને આદર થકી માનવા તથા સચ્છાસ્ત્રનો અભ્યાસ આદર થકી કરવો. (શિક્ષાપત્રી: 129)
મયા પ્રતિષ્ઠાપિતાનાં મન્દિરેષુ મહત્સુ ચ । લક્ષ્મીનારાયણાદીનાં સેવા કાર્યા યથાવિધિ ॥
मया प्रतिष्ठापितानां मन्दिरेषु महत्सु च । लक्ष्मीनारायणादीनां सेवा कार्या यथाविधि ॥
Mayā pratiṣhṭhāpitānām mandireṣhu mahatsu cha | Lakṣhmīnārāyaṇādīnām sevā kāryā yathāvidhi ||
268
અને મોટાં જે મંદિર તેમને વિશે અમે સ્થાપન કર્યાં એવાં જે શ્રીલક્ષ્મીનારાયણ આદિક શ્રીકૃષ્ણનાં સ્વરૂપ તેમની જે સેવા તે યથાવિધિએ કરીને કરવી. (શિક્ષાપત્રી: 130)
ભગવન્મન્દિરં પ્રાપ્તો યોઽન્નાર્થી કોઽપિ માનવઃ । આદરાત્ સ તુ સંભાવ્યો દાનેનાન્નસ્ય શક્તિતઃ ॥
भगवन्मन्दिरं प्राप्तो योऽन्नार्थी कोऽपि मानवः । आदरात् स तु संभाव्यो दानेनान्नस्य शक्तितः ॥
Bhagavan-mandiram prāpto yonnārthī kopi mānavah | Ādarāt sa tu sambhāvyo dānenānnasya shaktitah ||
269
અને ભગવાનના મંદિર પ્રત્યે આવ્યો જે હરકોઈ અન્નાર્થી મનુષ્ય તેની પોતાના સામર્થ્ય પ્રમાણે અન્નના દાને કરીને આદર થકી સંભાવના કરવી. (શિક્ષાપત્રી: 131)
સંસ્થાપ્ય વિપ્રં વિદ્વાંસં પાઠશાલાં વિધાપ્ય ચ । પ્રવર્તનીયા સદ્વિદ્યા ભુવિ યત્સુકૃતં મહત્ ॥
संस्थाप्य विप्रं विद्वांसं पाठशालां विधाप्य च । प्रवर्तनीया सद्विद्या भुवि यत्सुकृतं महत् ॥
Sansthāpya vipram vidvānsam pāṭhashālām vidhāpya cha | Pravartanīyā sadvidyā bhuvi yatsukṛutam mahat ||
270
અને વિદ્યાર્થી ભણાવ્યાની શાળા કરાવીને પછી તેમાં એક વિદ્વાન બ્રાહ્મણને રાખીને પૃથ્વીને વિષે સદ્વિદ્યાની પ્રવૃતિ કરાવવી, કેમ જે વિદ્યાદાને કરીને મોટું પુણ્ય થાય છે. (શિક્ષાપત્રી: 132)
અથૈતયોસ્તુ ભાર્યાભ્યામાજ્ઞયા પત્યુરાત્મનઃ । કૃષ્ણમન્ત્રોપદેશશ્ચ કર્તવ્યઃ સ્ત્રીભ્ય એવ હિ ॥
अथैतयोस्तु भार्याभ्यामाज्ञया पत्युरात्मनः । कृष्णमन्त्रोपदेशश्च कर्तव्यः स्त्रीभ्य एव हि ॥
Athaitayostu bhāryābhyāmāgnayā patyurātmanah | Kṛuṣhṇa-mantro-padeshashcha kartavyah strībhya ev hi ||
271
અને હવે એ અયોધ્યાપ્રસાદ અને રઘુવીર એ બેની જે પત્નીઓ તેમણે પોતપોતાના પતિની આજ્ઞાએ કરીને સ્ત્રીઓને જ શ્રીકૃષ્ણના મંત્રનો ઉપદેશ કરવો પણ પુરુષને ન કરવો. (શિક્ષાપત્રી: 133)
સ્વાસન્નસમ્બન્ધહીના નરાસ્તાભ્યાં તુ કર્હિચિત્ । ન સ્પ્રષ્ટવ્યા ન ભાષ્યાશ્ચ તેભ્યો દર્શ્યં મુખં ન ચ ॥
स्वासन्नसम्बन्धहीना नरास्ताभ्यां तु कर्हिचित् । न स्प्रष्टव्या न भाष्याश्च तेभ्यो दर्श्यं मुखं न च ॥
Svāsanna-sambandhahīnā narāstābhyām tu karhichit | Na spraṣhṭavyā na bhāṣhyāshcha tebhyo darshyam mukham na cha ||
272
અને વળી તે બે જણની પત્નીઓ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ તેમનો સ્પર્શ ક્યારેય ન કરવો અને તેમની સાથે બોલવું નહિ ને તેમને પોતાનું મુખ પણ ન દેખાડવું. (એવી રીતે ધર્મવંશી આચાર્ય અને તેમની પત્નીઓ તેમના જે વિશેષ ધર્મ તે કહ્યા.) (શિક્ષાપત્રી: 134)
ગૃહાખ્યાશ્રમિણો યે સ્યુઃ પુરુષા મદુપાશ્રિતાઃ । સ્વાસન્નસમ્બન્ધહીના ન સ્પૃશ્યા વિધવાશ્ચ તૈઃ ॥
गृहाख्याश्रमिणो ये स्युः पुरुषा मदुपाश्रिताः । स्वासन्नसम्बन्धहीना न स्पृश्या विधवाश्च तैः ॥
Gṛuhākhyāshramiṇo ye syuhu puruṣhā madupāshritāhā | Svāsanna-sambandhahīnā na spṛushyā vidhavāshcha taihai ||
273
હવે ગૃહસ્થાશ્રમીના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ - અમારે આશ્રિત જે ગૃહસ્થાશ્રમી પુરુષ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાની જે વિધવા સ્ત્રીઓ તેમનો સ્પર્શ ન કરવો. (શિક્ષાપત્રી: 135)
માત્રા સ્વસ્રા દુહિત્રા વા વિજને તુ વયઃસ્થયા । અનાપદિ ન તૈઃ સ્થેયં કાર્યં દાનં ન યોષિતઃ ॥
मात्रा स्वस्रा दुहित्रा वा विजने तु वयःस्थया । अनापदि न तैः स्थेयं कार्यं दानं न योषितः ॥
Mātrā swasrā duhitrā vā vijane tu vayahsthayā | Anāpadi na taihai stheyam kāryam dānam na yoṣhitah ||
274
અને તે ગૃહસ્થાશ્રમી પુરુષ તેમણે યુવાન અવસ્થાએ યુક્ત એવી જે પોતાની મા, બહેન અને દીકરી તે સંગાથે પણ આપત્કાળ વિના એકાંત સ્થળને વિષે ન રહેવું અને પોતાની સ્ત્રીનું દાન કોઈને ન કરવું. (શિક્ષાપત્રી: 136)
પ્રસઙ્ગો વ્યવહારેણ યસ્યાઃ કેનાપિ ભૂપતેઃ । ભવેત્તસ્યાઃ સ્ત્રિયાઃ કાર્યઃ પ્રસઙ્ગો નૈવ સર્વથા ॥
प्रसङ्गो व्यवहारेण यस्याः केनापि भूपतेः । भवेत्तस्याः स्त्रियाः कार्यः प्रसङ्गो नैव सर्वथा ॥
Prasango vyavahāreṇ yasyāhā kenāpi bhūpatehe | Bhavettasyāhā striyāhā kāryah prasango naiv sarvathā ||
275
અને જે સ્ત્રીને કોઈ પ્રકારના વ્યવહારે કરીને રાજાનો પ્રસંગ હોય તેવી સ્ત્રીનો જે પ્રસંગ તે કોઈ પ્રકારે પણ ન કરવો. (શિક્ષાપત્રી: 137)