Meaning: Gujarati
English
અન્નાદ્યૈઃ શક્તિતોઽભ્યર્ચ્યો હ્યતિથિસ્તૈર્ગૃહાગતઃ । દૈવં પિત્ર્યં યથાશક્તિ કર્તવ્યં ચ યથોચિતમ્ ॥
अन्नाद्यैः शक्तितोऽभ्यर्च्यो ह्यतिथिस्तैर्गृहागतः । दैवं पित्र्यं यथाशक्ति कर्तव्यं च यथोचितम् ॥
Annādyaihai shaktitobhyarchyo hyatithistairgṛuhāgatah | Daivam pitryam yathāshakti kartavyam cha yathochitam ||
276
અને તે ગૃહસ્થાશ્રમી તેમણે પોતાને ઘેર આવ્યો એવો જે અતિથિ તેને પોતાના સામર્થ્ય પ્રમાણે અન્નાદિકે કરીને પૂજવો અને વળી હોમાદિક જે દેવકર્મ અને શ્રાદ્ધાદિક જે પિતૃકર્મ તે જે તે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાવિધિ જેમ ઘટે તેમ કરવું. (શિક્ષાપત્રી: 138)
યાવજ્જીવં ચ શુશ્રૂષા કાર્યા માતુઃ પિતુર્ગુરોઃ । રોગાર્તસ્ય મનુષ્યસ્ય યથાશક્તિ ચ મામકૈઃ ॥
यावज्जीवं च शुश्रूषा कार्या मातुः पितुर्गुरोः । रोगार्तस्य मनुष्यस्य यथाशक्ति च मामकैः ॥
Yāvajjīvam cha shushrūṣhā kāryā mātuhu piturguroho | Rogārtasya manuṣhyasya yathāshakti cha māmakaihai ||
277
અને અમારા આશ્રિત જે ગૃહસ્થ તેમણે માતાપિતા અને ગુરુ તથા રોગાતુર એવા જે કોઈ મનુષ્ય તેમની જે સેવા તે જીવનપર્યંત પોતાના સામર્થ્ય પ્રમાણે કરવી. (શિક્ષાપત્રી: 139)
યથાશક્ત્યુદ્યમઃ કાર્યો નિજવર્ણાશ્રમોચિતઃ । મુષ્કચ્છેદો ન કર્તવ્યો વૃષસ્ય કૃષિવૃત્તિભિઃ ॥
यथाशक्त्युद्यमः कार्यो निजवर्णाश्रमोचितः । मुष्कच्छेदो न कर्तव्यो वृषस्य कृषिवृत्तिभिः ॥
Yathāshaktyudyamah kāryo nijavarṇāshramochitah | Muṣhkachchhedo na kartavyo vṛuṣhasya kṛuṣhivṛuttibhihi ||
278
અને વળી પોતાના વર્ણાશ્રમને ઘટિત એવો જે ઉદ્યમ તે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો અને કૃષિવૃત્તિવાળા જે ગૃહસ્થ સત્સંગી તેમણે બળદિયાના વૃષણનો ઉચ્છેદ ન કરવો. (શિક્ષાપત્રી: 140)
યથાશક્તિ યથાકાલં સઙ્ગ્રહોઽન્નધનસ્ય તૈઃ । યાવદ્વ્યયં ચ કર્તવ્યઃ પશુમદ્ભિસ્તૃણસ્ય ચ ॥
यथाशक्ति यथाकालं सङ्ग्रहोऽन्नधनस्य तैः । यावद्व्ययं च कर्तव्यः पशुमद्भिस्तृणस्य च ॥
Yathāshakti yathākālam sangrahonnadhanasya taihai | Yāvadvyayam cha kartavyah pashumadbhistṛuṇasya ch ||
279
અને તે ગૃહસ્થ સત્સંગી તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે સમયને અનુસરીને જેટલો પોતાના ઘરમાં વરો હોય તેટલા અન્ન દ્રવ્યનો સંગ્રહ જે તે કરવો અને જેના ઘરમાં પશુ હોય એવા જે ગૃહસ્થ તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે ચાર્ય પૂળાનો સંગ્રહ કરવો. (શિક્ષાપત્રી: 141)
ગવાદીનાં પશૂનાં ચ તૃણતોયાદિભિર્યદિ । સમ્ભાવનં ભવેત્ સ્વેન રક્ષ્યાસ્તે તર્હિ નાન્યથા ॥
गवादीनां पशूनां च तृणतोयादिभिर्यदि । सम्भावनं भवेत् स्वेन रक्ष्यास्ते तर्हि नान्यथा ॥
Gavādīnām pashūnām cha tṛuṇatoyādibhiryadi | Sambhāvanam bhavet sven rakṣhyāste tarhi nānyathā ||
280
અને ગાય, બળદ, ભેંસ, ઘોડા આદિક જે પશુ તેમની તૃણ જળાદિકે કરીને પોતાવતે જો સંભાવના થાય તો તે પશુને રાખવાં અને જો સંભાવના ન થાય તો ન રાખવાં. (શિક્ષાપત્રી: 142)
સસાક્ષ્યમન્તરા લેખં પુત્રમિત્રાદિનાપિ ચ । ભૂવિત્તદાનાદાનાભ્યાં વ્યવહાર્યં ન કર્હિચિત્ ॥
ससाक्ष्यमन्तरा लेखं पुत्रमित्रादिनापि च । भूवित्तदानादानाभ्यां व्यवहार्यं न कर्हिचित् ॥
Sasākṣhyamantarā lekham putramitrādināpi cha | Bhūvittadānādānābhyām vyavahāryam na karhichit ||
281
અને સાક્ષીએ સહિત લખત કર્યા વિના તો પોતાના પુત્ર અને મિત્રાદિક સાથે પણ પૃથ્વી ને ધનના લેણદેણ કરીને વ્યવહાર જે તે ક્યારેય ન કરવો. (શિક્ષાપત્રી: 143)
કાર્યે વૈવાહિકે સ્વસ્યાન્યસ્ય વાર્પ્યધનસ્ય તુ । ભાષાબન્ધો ન કર્તવ્યઃ સસાક્ષ્યં લેખમન્તરા ॥
कार्ये वैवाहिके स्वस्यान्यस्य वार्प्यधनस्य तु । भाषाबन्धो न कर्तव्यः ससाक्ष्यं लेखमन्तरा ॥
Kārye vaivāhike swasyānyasya vārpyadhanasya tu | Bhāṣhābandho na kartavyah sasākṣhyam lekhamantarā ||
282
અને પોતાનું અથવા બીજાનું જે વિવાહ સંબંધી કાર્ય તેને વિષે આપવા યોગ્ય જે ધન તેનું સાક્ષીએ સહિત લખત કર્યા વિના કેવળ બોલી જ ન કરવી. (શિક્ષાપત્રી: 144)
આયદ્રવ્યાનુસારેણ વ્યયઃ કાર્યો હિ સર્વદા । અન્યથા તુ મહદુઃખં ભવેદિત્યવધાર્યતામ્ ॥
आयद्रव्यानुसारेण व्ययः कार्यो हि सर्वदा । अन्यथा तु महदुःखं भवेदित्यवधार्यताम् ॥
Āyadravyānusāreṇ vyayah kāryo hi sarvadā | Anyathā tu mahaduhkham bhavedityavadhāryatām ||
283
અને પોતાની ઊપજનું જે દ્રવ્ય તેને અનુસારે નિરંતર ખરચ કરવો પણ તે ઉપરાંત ન કરવો અને જે ઊપજ કરતાં વધારે ખરચ કરે છે તેને મોટું દુઃખ થાય છે એમ સર્વે ગૃહસ્થોએ મનમાં જાણવું. (શિક્ષાપત્રી: 145)
દ્રવ્યસ્યાયો ભવેદ્યાવાન્ વ્યયો વા વ્યાવહારિકે । તૌ સંસ્મૃત્ય સ્વયં લેખ્યૌ સ્વક્ષરૈઃ પ્રતિવાસરમ્ ॥
द्रव्यस्यायो भवेद्यावान् व्ययो वा व्यावहारिके । तौ संस्मृत्य स्वयं लेख्यौ स्वक्षरैः प्रतिवासरम् ॥
Dravyasyāyo bhavedyāvān vyayo vā vyāvahārike | Tau sansmṛutya swayam lekhyau swakṣharaihai prativāsaram ||
284
અને પોતાના વ્યવહારકાર્યને વિષે જેટલા ધનની ઊપજ હોય તથા જેટલો ખરચ હોય તે બેયને સંભારીને નિત્ય પ્રત્યે રૂડા અક્ષરે કરીને પોતે તુનં નામું લખવું. (શિક્ષાપત્રી: 146)
નિજવૃત્ત્યુદ્યમપ્રાપ્તધનધાન્યાદિતશ્ચ તૈઃ । અર્પ્યો દશાંશઃ કૃષ્ણાય વિંશોંઽશસ્ત્વિહ દૂર્બલૈઃ ॥
निजवृत्त्युद्यमप्राप्तधनधान्यादितश्च तैः । अर्प्यो दशांशः कृष्णाय विंशोंऽशस्त्विह दूर्बलैः ॥
Nijavṛuttyudyam-prāpta-dhan-dhānyāditashcha taihai | Arpyo dashānshah kṛuṣhṇāya vinsho'shastvih dūrbalaihai ||
285
અને તે ગૃહસ્થાશ્રમી સત્સંગી તેમણે પોતાની જે વૃતિ અને ઉદ્યમ તે થકી પામ્યું જે ધન ધાન્યાદિક તે થકી દશમો ભાગ કાઢીને શ્રીકૃષ્ણ ભગવાનને અર્પણ કરવો અને જે વ્યવહારે દુર્બળ હોય તેમણે વીશમો ભાગ અર્પણ કરવો. (શિક્ષાપત્રી: 147)