Meaning: Gujarati English
રાજ્યાઙ્‍ગોપાયષડ્વર્ગા જ્ઞેયાસ્તીર્થાનિ ચાઞ્જસા ।
વ્યવહારવિદઃ સભ્યા દણ્ડ્યાદણ્ડ્યાશ્ચ લક્ષણૈઃ ॥
राज्याङ्‍गोपायषड्वर्गा ज्ञेयास्तीर्थानि चाञ्जसा ।
व्यवहारविदः सभ्या दण्ड्यादण्ड्याश्च लक्षणैः ॥
Rājyāngopāyaṣhaḍvargā gneyāstīrthāni chānyjasā |
Vyavahāravidah sabhyā daṇḍyādaṇḍyāshcha lakṣhaṇaihai ||
296
અને તે રાજા તેમણે રાજ્યનાં જે સાત અંગ તથા ચાર ઉપાય તથા છ ગુણ તે જે તે લક્ષણે કરીને યથાર્થપણે જાણવાં અને તીર્થ જે ચાર મોકલ્‍યાનાં સ્‍થાનક તથા વ્‍યવહારના જાણનારા જે સભાસદ તથા દંડવા યોગ્‍ય જે માણસ તથા દંડવા યોગ્‍ય નહિ એવા જે માણસ એ સર્વેને લક્ષણે કરીને યથાર્થપણે જાણવા. (શિક્ષાપત્રી: 158)

Shlok Selection

Shloks Index