Meaning: Gujarati English
સભર્તૃકાભિર્નારીભિઃ સેવ્યઃ સ્વપતિરીશવત્ ।
અન્ધો રોગી દરિદ્રો વા ષણ્ઠો વાચ્યં ન દુર્વચઃ ॥
सभर्तृकाभिर्नारीभिः सेव्यः स्वपतिरीशवत् ।
अन्धो रोगी दरिद्रो वा षण्ठो वाच्यं न दुर्वचः ॥
Sabhartṛukābhirnārībhihi sevyah swapatirīshavat |
Andho rogī daridro vā ṣhaṇṭho vāchyam na durvachah ||
297
હવે સુવાસિની બાઇઓના વિશેષ ધર્મ કહીને છીએ - અમારે આશ્રિત જે સુવાસિની બાઇઓ તેમણે પોતાનો પતિ અંધ હોય, રોગી હોય, દરિદ્રી હોય, નપુંસક હોય તો પણ તેને ઈશ્વરની પેઠે સેવવો અને તે પતિ પ્રત્‍યે કટુ વચન ન બોલવું. (શિક્ષાપત્રી: 159)
રૂપયૌવનયક્તસ્ય ગુણિનોઽન્યનરસ્ય તુ ।
પ્રસઙ્‍ગો નૈવ કર્તવ્યસ્તાભિઃ સાહજિકોઽપિ ચ ॥
रूपयौवनयक्तस्य गुणिनोऽन्यनरस्य तु ।
प्रसङ्गो नैव कर्तव्यस्ताभिः साहजिकोऽपि च ॥
Rūpayauvanayaktasya guṇino'nyanarasya tu |
Prasango naiv kartavyastābhihi sāhajiko'pi ch ||
298
અને તે સુવાસિની સ્ત્રીઓ તેમણે રૂપ ને યૌવન તેણે યુક્ત અને ગુણવાન એવો જે અન્‍ય પુરુષ તેનો પ્રસંગ સહજ સ્‍વભાવે પણ ન કરવો. (શિક્ષાપત્રી: 160)
નરેક્ષ્યનાભ્યૂરકુચાઽનુત્તરીયા ચ નો ભવેત્ ।
સાધ્વી સ્ત્રી ન ચ ભણ્ડેક્ષા ન નિર્લજ્જાદિસઙ્‍ગિની ॥
नरेक्ष्यनाभ्यूरकुचाऽनुत्तरीया च नो भवेत् ।
साध्वी स्त्री न च भण्डेक्षा न निर्लज्जादिसङ्गिनी ॥
Narekṣhyanābhyūrakuchānuttarīyā cha no bhavet |
Sādhvī strī na cha bhaṇḍekṣhā na nirlajjādisanginī ||
299
અને પતિવ્રતા એવી જે સુવાસિની સ્ત્રીઓ તેમણે પોતાની નાભિ, સાથળ અને છાતી તેને બીજો પુરુષ દેખે એમ ન વર્તવું અને ઓઢ્યાના વસ્ત્ર વિના ઉઘાડે શરીરે ન રહેવું અને ભાંડભવાઈ જોવા ન જેવું અને નિર્લજ્જ એવી જે સ્ત્રીઓ તથા સ્‍વૈરિણી, કામિની અને પુંશ્ચલી એવી જે સ્ત્રીઓ તેમનો સંગ ન કરવો. (શિક્ષાપત્રી: 161)
ભૂષાસદંશુકધૃતિઃ પરગેહોપવેશનમ્ ।
ત્યાજ્યં હાસ્યાદિ ચ સ્ત્રીભિઃ પત્યૌ દેશાન્તરં ગતે ॥
भूषासदंशुकधृतिः परगेहोपवेशनम् ।
त्याज्यं हास्यादि च स्त्रीभिः पत्यौ देशान्तरं गते ॥
Bhūṣhāsadanshukadhṛutihi paragehopaveshanam |
Tyājyam hāsyādi cha strībhihi patyau deshāntaram gate ||
300
અને તે સુવાસિની સ્ત્રીઓ તેમણે પોતાના પતિ પરદેશ ગયે સતે આભૂષણ ન ધારવાં, રૂડાં વસ્ત્ર ન પહેરવાં, પારકે ઘેર બેસવા ન જવું અને હાસ્‍ય વિનોદાદિકનો ત્‍યાગ કરવો. (શિક્ષાપત્રી: 162)
વિધવાભિસ્તુ યોષાભિઃ સેવ્યઃ પતિધિયા હરિઃ ।
આજ્ઞાયાં પિતૃપુત્રાદેર્વૃત્યં સ્વાતન્ત્ર્યતો ન તુ ॥
विधवाभिस्तु योषाभिः सेव्यः पतिधिया हरिः ।
आज्ञायां पितृपुत्रादेर्वृत्यं स्वातन्त्र्यतो न तु ॥
Vidhavābhistu yoṣhābhihi sevyah patidhiyā harihi |
Āgnāyām pitṛuputrādervṛutyam svātantryato na tu ||
301
હવે વિધવા સ્ત્રીઓના વિશેષ ધર્મ કહીએ છીએ - અમારે આશ્રિત જે વિધવા સ્ત્રીઓ તેમણે તો પતિબુદ્ધિએ કરીને શ્રીકૃષ્‍ણ ભગવાનને સેવવા અને પોતાના પિતા પુત્રાદિક જે સંબંધી તેમની આજ્ઞાને વિષે વર્તવુ પણ સ્‍વતંત્રપણે ન વર્તવું. (શિક્ષાપત્રી: 163)
સ્વાસન્નસમ્બન્ધહીના નરાઃ સ્પૃશ્યા ન કર્હિચિત્ ।
તરુણૈસ્તૈશ્ચ તારુણ્યે ભાષ્યં નાવશ્યકં વિના ॥
स्वासन्नसम्बन्धहीना नराः स्पृश्या न कर्हिचित् ।
तरुणैस्तैश्च तारुण्ये भाष्यं नावश्यकं विना ॥
Svāsanna-sambandhahīnā narāhā spṛushyā na karhichit |
Taruṇaistaishcha tāruṇye bhāṣhyam nāvashyakam vinā ||
302
અને તે વિધવા સ્ત્રીઓ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ તેમનો સ્‍પર્શ ક્યારેય ન કરવો અને પોતાની યુવાવસ્‍થાને વિષે અવશ્‍ય કાર્ય વિના સમીપ સંબંધ વિનાના જે યુવાન પુરુષ તેમની સાથે ક્યારેય પણ બોલવું નહિ. (શિક્ષાપત્રી: 164)
સ્તનંધયસ્ય નુઃ સ્પર્શે ન દોષોઽસ્તિ પશોરિવ ।
આવશ્યકે ચ વૃદ્ધસ્ય સ્પર્શે તેન ચ ભાષણે ॥
स्तनंधयस्य नुः स्पर्शे न दोषोऽस्ति पशोरिव ।
आवश्यके च वृद्धस्य स्पर्शे तेन च भाषणे ॥
Stanandhayasya nuhu sparshe na doṣhosti pashoriv |
Āvashyake cha vṛuddhasya sparshe ten cha bhāṣhaṇe ||
303
અને ધાવણો જે બાળક તેના સ્‍પર્શને વિષે તો જેમ પશુને અડી જવાય અને દોષ નથી તેમ દોષ નથી અને કોઈ અવશ્‍યનું કામકાજ પડે તેને વિષે કોઈક વૃદ્ધ પુરુષને અડી જવાય તથા તે વૃદ્ધ સાથે બોલાય તેને વિષે દોશ નથી. (શિક્ષાપત્રી: 165)
વિદ્યાનાસન્નસમ્બન્ધાત્તાભિઃ પાઠ્યા ન કાપિ નુઃ ।
વ્રતોપવાસૈઃ કર્તવ્યો મુહુર્દેહદમસ્તથા ॥
विद्यानासन्नसम्बन्धात्ताभिः पाठ्या न कापि नुः ।
व्रतोपवासैः कर्तव्यो मुहुर्देहदमस्तथा ॥
Vidyānā-sanna-sambandhāttābhihi pāṭhyā na kāpi nuhu |
Vratopavāsaihai kartavyo muhurdehadamastathā ||
304
અને તે વિધવા સ્ત્રીઓ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ તે થકી કોઈ પણ વિદ્યા ન ભણવી અને વ્રત ઉપવાસે કરીને વારંવાર પોતાના દેહનું દમન કરવું. (શિક્ષાપત્રી: 166)
ધનં ચ ધર્મકાર્યેઽપિ સ્વનિર્વાહોપયોગિ યત્ ।
દેયં તાભિર્ન તત્ ક્વાપિ દેયં ચેદધિકં તદા ॥
धनं च धर्मकार्येऽपि स्वनिर्वाहोपयोगि यत् ।
देयं ताभिर्न तत् क्वापि देयं चेदधिकं तदा ॥
Dhanam cha dharmakāryepi swanirvāhopayogi yat |
Deyam tābhirna tat kvāpi deyam chedadhikam tadā ||
305
અને તે વિધવા સ્ત્રીઓ તેમણે પોતાના ઘરમાં પોતાના જીવનપર્યંત દેહનિર્વાહ થાય એટલું જ જો ધન હોય તો તે ધન જે તે ધર્મકાર્યને વિષે પણ ન આપવું અને જો તેથી અધિક હોય તો આપવું. (શિક્ષાપત્રી: 167)
કાર્યશ્ચ સકૃદાહારસ્તાભિઃ સ્વાપસ્તુ ભુતલે ।
મૈથુનાસક્તયોર્વીક્ષા ક્વાપિ કાર્યા ન દેહિનોઃ ॥
कार्यश्च सकृदाहारस्ताभिः स्वापस्तु भुतले ।
मैथुनासक्तयोर्वीक्षा क्वापि कार्या न देहिनोः ॥
Kāryashcha sakṛudāhārastābhihi svāpastu bhutale |
Maithunāsaktayorvīkṣhā kvāpi kāryā na dehinoho ||
306
અને વિધવા સ્ત્રીઓ તેમણે એકવાર આહાર કરવો અને પૃથ્‍વીને વિષે સૂવું અને મૈથુનાસક્ત એવા પશુ પક્ષી આદિક જીવ પ્રણીમાત્ર તેમને જોવાં નહિ. (શિક્ષાપત્રી: 168)

Shlok Selection

Shloks Index