Meaning: Gujarati English
ન હોલાખેલનં કાર્યં ન ભૂષાદેશ્ચ ધારણમ્ ।
ન ધાતુસૂત્રયુક્સૂક્ષ્મવસ્ત્રાદેરપિ કર્હિચિત્ ॥
न होलाखेलनं कार्यं न भूषादेश्च धारणम् ।
न धातुसूत्रयुक्सूक्ष्मवस्त्रादेरपि कर्हिचित् ॥
Na holākhelanam kāryam na bhūṣhādeshcha dhāraṇam |
Na dhātu-sūtra-yuk-sūkṣhma-vastrāderapi karhichit ||
310
અને હોળીની રમત ન કરવી ને આભૂષણાદિકનું ધારણ ન કરવું અને સુવર્ણાદિક ધાતુના તારે યુક્ત એવાં જે ઝીણાં વસ્ત્ર તેનું ધારણ પણ ક્યારેય ન કરવું. (શિક્ષાપત્રી: 172)
સધવાવિધવાભિશ્ચ ન સ્નાતવ્યં નિરમ્બરમ્ ।
સ્વરજોદર્શનં સ્ત્રીભિર્ગોપનીયં ન સર્વથા ॥
सधवाविधवाभिश्च न स्नातव्यं निरम्बरम् ।
स्वरजोदर्शनं स्त्रीभिर्गोपनीयं न सर्वथा ॥
Sadhavāvidhavābhishcha na snātavyam nirambaram |
Swarajodarshanam strībhirgopanīyam na sarvathā ||
311
અને સુવાસિની અને વિધવા એવી જે સ્ત્રીઓ તેમણે વસ્ત્ર પહેર્યા વિના નહાવું નહિ અને પોતાનું જે રજસ્‍વલાપણું તે કોઈ પ્રકારે ગુપ્ત ન રાખવું. (શિક્ષાપત્રી: 173)
મનુષ્યં ચાંશુકાદીનિ નારી ક્વાપિ રજઃસ્વલા ।
દિનત્રયં સ્પૃશેન્નૈવ સ્નાત્વા તુર્યેઽહ્નિ સા સ્પૃશેત્ ॥
मनुष्यं चांशुकादीनि नारी क्वापि रजःस्वला ।
दिनत्रयं स्पृशेन्नैव स्नात्वा तुर्येऽह्नि सा स्पृशेत् ॥
Manuṣhyam chānshukādīni nārī kvāpi rajahswalā |
Dinatrayam spṛushennaiv snātvā turyehni sā spṛushet ||
312
અને વળી રજસ્‍વલા એવી જે સુવાસિની અને વિધવા સ્ત્રઓ તે ત્રણ દિવસ સુધી કોઈ મનુષ્‍યને તથા વસ્ત્રાદિકને અડે નહિ અને ચોથે દિવસે નાહીને અડવું. (એવી રીતે ગૃહસ્‍થાશ્રમી એવા જે પુરુષ અને સ્ત્રીઓ તેમના જે આ વિશેષ ધર્મ કહ્યા તે સર્વે ધર્મવંશી આચાર્ય અને તેમની પત્‍નીઓ તેમણે પણ પાળવા કેમ કે એ ગૃહસ્‍થ છે.) (શિક્ષાપત્રી: 174)
નૈષ્ઠિકવ્રતવન્તો યે વર્ણિનો મદુપાશ્રયાઃ ।
તૈઃ સ્પૃશ્યા ન સ્ત્રિયો ભાષ્યા ન ન વીક્ષ્યાશ્ચ તા ધિયા ।
नैष्ठिकव्रतवन्तो ये वर्णिनो मदुपाश्रयाः ।
तैः स्पृश्या न स्त्रियो भाष्या न न वीक्ष्याश्च ता धिया ।
Naiṣhṭhik-vratavanto ye varṇino madupāshrayāhā |
Taihai spṛushyā na striyo bhāṣhyā na na vīkṣhyāshcha tā dhiyā |
313
હવે નૈષ્ઠિક બ્રહ્મચારીના જે વિષેશ ધર્મ તે કહીએ છીએ - અમારે આશ્રિત એવા જે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે સ્ત્રીમાત્રનો સ્‍પર્ષ ન કરવો અને સ્ત્રીઓ સંગાથે બોલવું નહિ અને જાણીને તે સ્ત્રીઓ સન્‍મુખ જોવું નહિ. (શિક્ષાપત્રી: 175)
તાસાં વાર્તા ન કર્તવ્યા ન શ્રવ્યાશ્ચ કદાચન ।
તત્પાદચારસ્થાનેષુ ન ચ સ્નાનાદિકાઃ ક્રિયાઃ ॥
तासां वार्ता न कर्तव्या न श्रव्याश्च कदाचन ।
तत्पादचारस्थानेषु न च स्नानादिकाः क्रियाः ॥
Tāsām vārtā na kartavyā na shravyāshcha kadāchan |
Tatpādachārasthāneṣhu na cha snānādikāhā kriyāhā ||
314
અને તે સ્ત્રીઓની વાર્તા ક્યારેય ન કરવી અને ન સાંભળવી અને જે સ્‍થાનકને વિષે સ્ત્રીઓનો પગફેર હોય તે સ્‍થાનકને વિષે સ્‍નાનાદિક ક્રિયા કરવા ન જવું. (શિક્ષાપત્રી: 176)
દેવતાપ્રતિમાં હિત્વા લેખ્યા કાષ્ઠાદિજાપિ વા ।
ન યોષિત્પ્રતિમા સ્પૃશ્યા ન વીક્ષ્યા બુદ્ધિપૂર્વકમ્ ॥
देवताप्रतिमां हित्वा लेख्या काष्ठादिजापि वा ।
न योषित्प्रतिमा स्पृश्या न वीक्ष्या बुद्धिपूर्वकम् ॥
Devatāpratimām hitvā lekhyā kāṣhṭhādijāpi vā |
Na yoṣhitpratimā spṛushyā na vīkṣhyā buddhipūrvakam ||
315
અને દેવતાની પ્રતિમા વિના બીજી જે સ્ત્રીની પ્રતિમા ચિત્રની અથવા કાષ્‍ઠાદિકની હોય તેનો સ્‍પર્ષ ન કરવો અને જાણીને તો તે પ્રતિમાને જોવી પણ નહી. (શિક્ષાપત્રી: 177)
ન સ્ત્રીપ્રતિકૃતિઃ કાર્યા ન સ્પૃશ્યં યોષિતોંઽશુકમ્ ।
ન વીક્ષ્યં મૈથુનપરં પ્રાણિમાત્રં ચ તૈર્ધિયા ॥
न स्त्रीप्रतिकृतिः कार्या न स्पृश्यं योषितोंऽशुकम् ।
न वीक्ष्यं मैथुनपरं प्राणिमात्रं च तैर्धिया ॥
Na strī-pratikṛutihi kāryā na spṛushyam yoṣhiton'shukam |
Na vīkṣhyam maithunaparam prāṇimātram cha tairdhiyā ||
316
અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે સ્ત્રીની પ્રતિમા ન કરવી અને સ્ત્રીએ પોતાના શરીર ઉપર ધારેલું જે વસ્ત્ર તેને અડવું નહિ અને મૈથુનાસક્ત એવા ને પશુપક્ષ્યાદિક પ્રાણીમાત્ર તેમને જાણીને જોવાં નહિ. (શિક્ષાપત્રી: 178)
ન સ્પૃશ્યો નેક્ષણીયશ્ચ નારીવેષધરઃ પુમાન્ ।
ન કાર્યં સ્ત્રીઃ સમુદ્દિશ્ય ભગવદ્‍ગુણકીર્તનમ્ ॥
न स्पृश्यो नेक्षणीयश्च नारीवेषधरः पुमान् ।
न कार्यं स्त्रीः समुद्दिश्य भगवद्गुणकीर्तनम् ॥
Na spṛushyo nekṣhaṇīyashcha nārīveṣhadharah pumān |
Na kāryam strīhī samuddishya bhagavad-guṇ-kīrtanam ||
317
અને સ્ત્રીના વેષને ધરી રહ્યો એવો જે પુરુષ તેને અડવું નહિ અને તેની સામે જોવું નહિ અને તે સાથે બોલવું નહિ અને સ્ત્રીને ઉદ્દેશ કરીને ભગવાનની કથા વાર્તા કીર્તન પણ ન કરવાં. (શિક્ષાપત્રી: 179)
બ્રહ્મચર્યવ્રતત્યાગપરં વાક્યં ગુરોરપિ ।
તૈર્ન માન્યં સદા સ્થેયં ધીરૈસ્તુષ્ટૈરમાનિભિઃ ॥
ब्रह्मचर्यव्रतत्यागपरं वाक्यं गुरोरपि ।
तैर्न मान्यं सदा स्थेयं धीरैस्तुष्टैरमानिभिः ॥
Brahmacharya-vrat-tyāg-param vākyam gurorapi |
Tairna mānyam sadā stheyam dhīraistu-ṣhṭairamānibhihi ||
318
અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે પોતાના બ્રહ્મચર્યવ્રતનો ત્યાગ થાય એવું જે વચન તે તો પોતાના ગુરુનું પણ ન માનવું અને સદાકાળ ધીરજવાન રહેવું અને સંતોષે યુક્ત રહેવું ને માને રહિત રહેવું. (શિક્ષાપત્રી: 180)
સ્વાતિનૈકટ્યમાયાન્તી પ્રસભં વનિતા તુ યા ।
નિવારણીયા સાભાષ્ય તિરસ્કૃત્યાપિ વા દ્રુતમ્ ॥
स्वातिनैकट्यमायान्ती प्रसभं वनिता तु या ।
निवारणीया साभाष्य तिरस्कृत्यापि वा द्रुतम् ॥
Svātinaikaṭyamāyāntī prasabham vanitā tu yā |
Nivāraṇīyā sābhāṣhya tiraskṛutyāpi vā drutam ||
319
અને બળાત્‍કારે કરીને પોતાને અતિશય સમીપે આવતી એવી જે સ્ત્રી તેને બોલીને અથવા તિરસ્‍કાર કરીને પણ તુરત વારવી પણ સમીપે આવવા દેવી નહિ. (શિક્ષાપત્રી: 181)

Shlok Selection

Shloks Index