Meaning: Gujarati
English
તાસાં વાર્તા ન કર્તવ્યા ન શ્રવ્યાશ્ચ કદાચન । તત્પાદચારસ્થાનેષુ ન ચ સ્નાનાદિકાઃ ક્રિયાઃ ॥
तासां वार्ता न कर्तव्या न श्रव्याश्च कदाचन । तत्पादचारस्थानेषु न च स्नानादिकाः क्रियाः ॥
Tāsām vārtā na kartavyā na shravyāshcha kadāchan | Tatpādachārasthāneṣhu na cha snānādikāhā kriyāhā ||
314
અને તે સ્ત્રીઓની વાર્તા ક્યારેય ન કરવી અને ન સાંભળવી અને જે સ્થાનકને વિષે સ્ત્રીઓનો પગફેર હોય તે સ્થાનકને વિષે સ્નાનાદિક ક્રિયા કરવા ન જવું. (શિક્ષાપત્રી: 176)
દેવતાપ્રતિમાં હિત્વા લેખ્યા કાષ્ઠાદિજાપિ વા । ન યોષિત્પ્રતિમા સ્પૃશ્યા ન વીક્ષ્યા બુદ્ધિપૂર્વકમ્ ॥
देवताप्रतिमां हित्वा लेख्या काष्ठादिजापि वा । न योषित्प्रतिमा स्पृश्या न वीक्ष्या बुद्धिपूर्वकम् ॥
Devatāpratimām hitvā lekhyā kāṣhṭhādijāpi vā | Na yoṣhitpratimā spṛushyā na vīkṣhyā buddhipūrvakam ||
315
અને દેવતાની પ્રતિમા વિના બીજી જે સ્ત્રીની પ્રતિમા ચિત્રની અથવા કાષ્ઠાદિકની હોય તેનો સ્પર્ષ ન કરવો અને જાણીને તો તે પ્રતિમાને જોવી પણ નહી. (શિક્ષાપત્રી: 177)
ન સ્ત્રીપ્રતિકૃતિઃ કાર્યા ન સ્પૃશ્યં યોષિતોંઽશુકમ્ । ન વીક્ષ્યં મૈથુનપરં પ્રાણિમાત્રં ચ તૈર્ધિયા ॥
न स्त्रीप्रतिकृतिः कार्या न स्पृश्यं योषितोंऽशुकम् । न वीक्ष्यं मैथुनपरं प्राणिमात्रं च तैर्धिया ॥
Na strī-pratikṛutihi kāryā na spṛushyam yoṣhiton'shukam | Na vīkṣhyam maithunaparam prāṇimātram cha tairdhiyā ||
316
અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે સ્ત્રીની પ્રતિમા ન કરવી અને સ્ત્રીએ પોતાના શરીર ઉપર ધારેલું જે વસ્ત્ર તેને અડવું નહિ અને મૈથુનાસક્ત એવા ને પશુપક્ષ્યાદિક પ્રાણીમાત્ર તેમને જાણીને જોવાં નહિ. (શિક્ષાપત્રી: 178)
ન સ્પૃશ્યો નેક્ષણીયશ્ચ નારીવેષધરઃ પુમાન્ । ન કાર્યં સ્ત્રીઃ સમુદ્દિશ્ય ભગવદ્ગુણકીર્તનમ્ ॥
न स्पृश्यो नेक्षणीयश्च नारीवेषधरः पुमान् । न कार्यं स्त्रीः समुद्दिश्य भगवद्गुणकीर्तनम् ॥
Na spṛushyo nekṣhaṇīyashcha nārīveṣhadharah pumān | Na kāryam strīhī samuddishya bhagavad-guṇ-kīrtanam ||
317
અને સ્ત્રીના વેષને ધરી રહ્યો એવો જે પુરુષ તેને અડવું નહિ અને તેની સામે જોવું નહિ અને તે સાથે બોલવું નહિ અને સ્ત્રીને ઉદ્દેશ કરીને ભગવાનની કથા વાર્તા કીર્તન પણ ન કરવાં. (શિક્ષાપત્રી: 179)
બ્રહ્મચર્યવ્રતત્યાગપરં વાક્યં ગુરોરપિ । તૈર્ન માન્યં સદા સ્થેયં ધીરૈસ્તુષ્ટૈરમાનિભિઃ ॥
ब्रह्मचर्यव्रतत्यागपरं वाक्यं गुरोरपि । तैर्न मान्यं सदा स्थेयं धीरैस्तुष्टैरमानिभिः ॥
Brahmacharya-vrat-tyāg-param vākyam gurorapi | Tairna mānyam sadā stheyam dhīraistu-ṣhṭairamānibhihi ||
318
અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે પોતાના બ્રહ્મચર્યવ્રતનો ત્યાગ થાય એવું જે વચન તે તો પોતાના ગુરુનું પણ ન માનવું અને સદાકાળ ધીરજવાન રહેવું અને સંતોષે યુક્ત રહેવું ને માને રહિત રહેવું. (શિક્ષાપત્રી: 180)
સ્વાતિનૈકટ્યમાયાન્તી પ્રસભં વનિતા તુ યા । નિવારણીયા સાભાષ્ય તિરસ્કૃત્યાપિ વા દ્રુતમ્ ॥
स्वातिनैकट्यमायान्ती प्रसभं वनिता तु या । निवारणीया साभाष्य तिरस्कृत्यापि वा द्रुतम् ॥
Svātinaikaṭyamāyāntī prasabham vanitā tu yā | Nivāraṇīyā sābhāṣhya tiraskṛutyāpi vā drutam ||
319
અને બળાત્કારે કરીને પોતાને અતિશય સમીપે આવતી એવી જે સ્ત્રી તેને બોલીને અથવા તિરસ્કાર કરીને પણ તુરત વારવી પણ સમીપે આવવા દેવી નહિ. (શિક્ષાપત્રી: 181)
પ્રાણાપદ્યુપન્નાયાં સ્ત્રીણાં સ્વેષાં ચ વા ક્વચિત્ । તદા સ્પૃષ્ટ્વાપિ તદ્રક્ષા કાર્યા સમ્ભાષ્ય તાશ્ચ વા ॥
प्राणापद्युपन्नायां स्त्रीणां स्वेषां च वा क्वचित् । तदा स्पृष्ट्वापि तद्रक्षा कार्या सम्भाष्य ताश्च वा ॥
Prāṇāpadyupannāyām strīṇām sveṣhām cha vā kvachit | Tadā spṛuṣhṭvāpi tadrakṣhā kāryā sambhāṣhya tāshcha vā ||
320
અને જો ક્યારેક સ્ત્રીઓનો અથવા પોતાનો પ્રાણ નાશ થાય એવો આપત્કાળ આવી પડે ત્યારે તો તે સ્ત્રીઓને અડીને અથવા તે સાથે બોલીને પણ તે સ્ત્રીઓની રક્ષા કરવી અને પોતાની પણ રક્ષા કરવી. (શિક્ષાપત્રી: 182)
તૈલાભ્યઙ્ગો ન કર્તવ્યો ન ધાર્યં ચાયુધં તથા । વેષો ન વિકૃતો ધાર્યો જેતવ્યા રસના ચ તૈઃ ॥
तैलाभ्यङ्गो न कर्तव्यो न धार्यं चायुधं तथा । वेषो न विकृतो धार्यो जेतव्या रसना च तैः ॥
Tailābhyango na kartavyo na dhāryam chāyudham tathā | Veṣho na vikṛuto dhāryo jetavyā rasanā ch taihai ||
321
અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે પોતાને શરીરે તૈલમર્દન ન કરવું ને આયુધ ન ધારવું ને ભયંકર એવો જે વેષ તે ન ધારવો અને રસના ઇન્દ્રિયને જીતવી. (શિક્ષાપત્રી: 183)
પરિવેષણકર્ત્રી સ્યાદ્યત્ર સ્ત્રી વિપ્રવેશ્મનિ । ન ગમ્યં તત્ર ભિક્ષાર્થં ગન્તવ્યમિતરત્ર તુ ॥
परिवेषणकर्त्री स्याद्यत्र स्त्री विप्रवेश्मनि । न गम्यं तत्र भिक्षार्थं गन्तव्यमितरत्र तु ॥
Pariveṣhaṇakartrī syādyatra strī vipraveshmani | Na gamyam tatra bhikṣhārtham gantavya-mitaratra tu ||
322
અને જે બ્રાહ્મણના ઘરને વિષે સ્ત્રી પીરસનારી હોય તેને ઘેર ભિક્ષા કરવા જવું નહિ ને જ્યાં પુરુષ પીરસનારો હોય ત્યાં જવું. (શિક્ષાપત્રી: 184)
અભ્યાસો વેદશાસ્ત્રાણાં કાર્યશ્ચ ગુરુસેવનમ્ । વર્જ્યઃ સ્ત્રીણામિવ સ્ત્રૈણપુંસાં સઙ્ગશ્ચ તૈઃ સદા ॥
अभ्यासो वेदशास्त्राणां कार्यश्च गुरुसेवनम् । वर्ज्यः स्त्रीणामिव स्त्रैणपुंसां सङ्गश्च तैः सदा ॥
Abhyāso ved-shāstrāṇām kāryashcha gurusevanam | Varjyah strīṇāmiv straiṇapunsām sangashcha taihai sadā ||
323
અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે વેદશાસ્ત્રનો અભ્યાસ કરવો ને ગુરુની સેવા કરવી ને સ્ત્રીઓની પેઠે જ સ્ત્રૈણ પુરુષનો સંગ જે તે સર્વકાળે વર્જવો. (શિક્ષાપત્રી: 185)