Meaning: Gujarati
English
સ્વાતિનૈકટ્યમાયાન્તી પ્રસભં વનિતા તુ યા । નિવારણીયા સાભાષ્ય તિરસ્કૃત્યાપિ વા દ્રુતમ્ ॥
स्वातिनैकट्यमायान्ती प्रसभं वनिता तु या । निवारणीया साभाष्य तिरस्कृत्यापि वा द्रुतम् ॥
Svātinaikaṭyamāyāntī prasabham vanitā tu yā | Nivāraṇīyā sābhāṣhya tiraskṛutyāpi vā drutam ||
319
અને બળાત્કારે કરીને પોતાને અતિશય સમીપે આવતી એવી જે સ્ત્રી તેને બોલીને અથવા તિરસ્કાર કરીને પણ તુરત વારવી પણ સમીપે આવવા દેવી નહિ. (શિક્ષાપત્રી: 181)
પ્રાણાપદ્યુપન્નાયાં સ્ત્રીણાં સ્વેષાં ચ વા ક્વચિત્ । તદા સ્પૃષ્ટ્વાપિ તદ્રક્ષા કાર્યા સમ્ભાષ્ય તાશ્ચ વા ॥
प्राणापद्युपन्नायां स्त्रीणां स्वेषां च वा क्वचित् । तदा स्पृष्ट्वापि तद्रक्षा कार्या सम्भाष्य ताश्च वा ॥
Prāṇāpadyupannāyām strīṇām sveṣhām cha vā kvachit | Tadā spṛuṣhṭvāpi tadrakṣhā kāryā sambhāṣhya tāshcha vā ||
320
અને જો ક્યારેક સ્ત્રીઓનો અથવા પોતાનો પ્રાણ નાશ થાય એવો આપત્કાળ આવી પડે ત્યારે તો તે સ્ત્રીઓને અડીને અથવા તે સાથે બોલીને પણ તે સ્ત્રીઓની રક્ષા કરવી અને પોતાની પણ રક્ષા કરવી. (શિક્ષાપત્રી: 182)
તૈલાભ્યઙ્ગો ન કર્તવ્યો ન ધાર્યં ચાયુધં તથા । વેષો ન વિકૃતો ધાર્યો જેતવ્યા રસના ચ તૈઃ ॥
तैलाभ्यङ्गो न कर्तव्यो न धार्यं चायुधं तथा । वेषो न विकृतो धार्यो जेतव्या रसना च तैः ॥
Tailābhyango na kartavyo na dhāryam chāyudham tathā | Veṣho na vikṛuto dhāryo jetavyā rasanā ch taihai ||
321
અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે પોતાને શરીરે તૈલમર્દન ન કરવું ને આયુધ ન ધારવું ને ભયંકર એવો જે વેષ તે ન ધારવો અને રસના ઇન્દ્રિયને જીતવી. (શિક્ષાપત્રી: 183)
પરિવેષણકર્ત્રી સ્યાદ્યત્ર સ્ત્રી વિપ્રવેશ્મનિ । ન ગમ્યં તત્ર ભિક્ષાર્થં ગન્તવ્યમિતરત્ર તુ ॥
परिवेषणकर्त्री स्याद्यत्र स्त्री विप्रवेश्मनि । न गम्यं तत्र भिक्षार्थं गन्तव्यमितरत्र तु ॥
Pariveṣhaṇakartrī syādyatra strī vipraveshmani | Na gamyam tatra bhikṣhārtham gantavya-mitaratra tu ||
322
અને જે બ્રાહ્મણના ઘરને વિષે સ્ત્રી પીરસનારી હોય તેને ઘેર ભિક્ષા કરવા જવું નહિ ને જ્યાં પુરુષ પીરસનારો હોય ત્યાં જવું. (શિક્ષાપત્રી: 184)
અભ્યાસો વેદશાસ્ત્રાણાં કાર્યશ્ચ ગુરુસેવનમ્ । વર્જ્યઃ સ્ત્રીણામિવ સ્ત્રૈણપુંસાં સઙ્ગશ્ચ તૈઃ સદા ॥
अभ्यासो वेदशास्त्राणां कार्यश्च गुरुसेवनम् । वर्ज्यः स्त्रीणामिव स्त्रैणपुंसां सङ्गश्च तैः सदा ॥
Abhyāso ved-shāstrāṇām kāryashcha gurusevanam | Varjyah strīṇāmiv straiṇapunsām sangashcha taihai sadā ||
323
અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે વેદશાસ્ત્રનો અભ્યાસ કરવો ને ગુરુની સેવા કરવી ને સ્ત્રીઓની પેઠે જ સ્ત્રૈણ પુરુષનો સંગ જે તે સર્વકાળે વર્જવો. (શિક્ષાપત્રી: 185)
ચર્મવારિ ન વૈ પેયં જાત્યા વિપ્રેણ કેનચિત્ । પલાણ્ડુલશુનાદ્યં ચ તેન ભક્ષ્યં ન સર્વથા ॥
चर्मवारि न वै पेयं जात्या विप्रेण केनचित् । पलाण्डुलशुनाद्यं च तेन भक्ष्यं न सर्वथा ॥
Charmavāri na vai peyam jātyā vipreṇ kenachit | Palāṇḍu-lashunādyam cha ten bhakṣhyam na sarvathā ||
324
અને જાતિએ કરીને જે બ્રાહ્મણ હોય તે કોઈએ પણ ચર્મવારિ ન પીવું જે ડુંગળી ને લસણ આદિક જે અભક્ષ્ય વસ્તુ તે બ્રાહ્મણ જાતિ હોય તેણે કોઈ પ્રકારે ન ખાવી. (શિક્ષાપત્રી: 186)
સ્નાનં સન્ધ્યાં ચ ગાયત્રીજપં શ્રીવિષ્ણુપૂજનમ્ । અકૃત્વા વૈશ્વદેવં ચ કર્તવ્યં નૈવ ભોજનમ્ ॥
स्नानं सन्ध्यां च गायत्रीजपं श्रीविष्णुपूजनम् । अकृत्वा वैश्वदेवं च कर्तव्यं नैव भोजनम् ॥
Snānam sandhyām cha gāyatrījapam shrīviṣhṇupūjanam | Akṛutvā vaishvadevam cha kartavyam naiv bhojanam ||
325
અને જે બ્રાહ્મણ હોય તેણે સ્નાન, સંધ્યા, ગાયત્રીનો જપ, શ્રીવિષ્ણુની પૂજા અને વૈશ્વદેવ એટલાં વાનાં કર્યા વિના ભોજન કરવું જ નહિ. (એવી રીતે નૈષ્ઠિક બ્રહ્મચારીના વિશેષ ધર્મ કહ્યા.) (શિક્ષાપત્રી: 187)
સાધવો યેઽથ તૈઃ સર્વૈર્નૈષ્ઠિકબ્રહ્મચારિવત્ । સ્ત્રીસ્ત્રૈણસઙ્ગાદિ વર્જ્યં જેતવ્યાશ્ચાન્તરારયઃ ॥
साधवो येऽथ तैः सर्वैर्नैष्ठिकब्रह्मचारिवत् । स्त्रीस्त्रैणसङ्गादि वर्ज्यं जेतव्याश्चान्तरारयः ॥
Sādhavo ye'tha taihai sarvair-naiṣhṭhik-brahmachārivat | Strī-straiṇ-sangādi varjyam jetavyāshchāntarārayah ||
326
હવે સાધુના જે વિષેશ ધર્મ તે કહીએ છીએ - અમારે આશ્રિત જે સર્વે સાધુ તેમણે નૈષ્ઠિક બ્રહ્મચારીની પેઠે સ્ત્રીઓના દર્શન-ભાષણાદિક પ્રસંગનો ત્યાગ કરવો તથા સ્ત્રૈણ પુરુષના પ્રસંગાદિકનો ત્યાગ કરવો અને અંતઃશત્રુ જે કામ, ક્રોધ, લોભ અને માન આદિક તેમને જીતવા. (શિક્ષાપત્રી: 188)
સર્વેન્દ્રિયાણિ જેયાનિ રસના તુ વિશેષતઃ । ન દ્રવ્યસઙ્ગ્રહઃ કાર્યઃ કારણીયો ન કેનચિત્ ॥
सर्वेन्द्रियाणि जेयानि रसना तु विशेषतः । न द्रव्यसङ्ग्रहः कार्यः कारणीयो न केनचित् ॥
Sarvendriyāṇi jeyāni rasanā tu visheṣhatah | Na dravya-sangrahah kāryah kāraṇīyo na kenachit ||
327
અને સર્વે જે ઇન્દ્રિયો તે જીતવી ને રસના ઇન્દ્રિયને તો વિશેષે કરીને જીતવી અને દ્રવ્યનો સંગ્રહ પોતે કરવો નહિ ને કોઈ બીજા પાસે પણ કરાવવો નહિ. (શિક્ષાપત્રી: 189)
ન્યાસો રક્ષ્યો ન કસ્યાપિ ધૈર્યં ત્યાજ્યં ન કર્હિચિત્ । ન પ્રવેશયિતવ્યા ચ સ્વાવાસે સ્ત્રી કદાચન ॥
न्यासो रक्ष्यो न कस्यापि धैर्यं त्याज्यं न कर्हिचित् । न प्रवेशयितव्या च स्वावासे स्त्री कदाचन ॥
Nyāso rakṣhyo na kasyāpi dhairyam tyājyam na karhichit | Na praveshayitavyā cha svāvāse strī kadāchan ||
328
અને કોઈની થાપણ ન રાખવી અને ક્યારેય પણ ધીરજતાનો ત્યાગ ન કરવો અને પોતાના ઉતારાની જાયગા બંધિની હોય તો તેને વિષે ક્યારેય પણ સ્ત્રીનો પ્રવેશ થવા દેવો નહિ. (શિક્ષાપત્રી: 190)