Meaning: Gujarati
English
જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુઃ ધ્રુવં જન્મ મૃતસ્ય ચ । તસ્માદપરિહાર્યેર્થે ન ત્વં શોચિતુમર્હસિ ॥
जातस्य हि ध्रुवो मृत्युः ध्रुवं जन्म मृतस्य च । तस्मादपरिहार्येर्थे न त्वं शोचितुमर्हसि ॥
Jātasya hi dhruvo mṛutyuhu dhruvam janma mṛutasya cha | Tasmāda-parihāryerthe na tvam shochitumarhasi ||
32
જન્મેલાનું મૃત્યુ નક્કી છે, મરેલાનો જન્મ નક્કી છે. માટે ટાળવાને અશક્ય આ વિષયમાં તું શોક ના કર. (ગીતા: 2-27)
તદવિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા । ઉપદેક્ષ્યન્તિ તે જ્ઞાનં જ્ઞાનિનસ્તત્ત્વદર્શિનઃ ॥
तदविद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया । उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदर्शिनः ॥
Tadaviddhi praṇipātena pariprashnena sevayā | Upadekṣhyanti te gnānam gnāninas-tattva-darshinah ||
33
તે જ્ઞાનનો તને તત્ત્વદર્શી જ્ઞાનીઓ ઉપદેશ કરશે. તેમને પ્રણામ કરી, તેમની સેવા કરી, તેમને પ્રશ્નો પૂછી તે જ્ઞાન તું જાણી લે. (ગીતા: 4-34)
શ્રદ્ધાવાન્ લભતે જ્ઞાનં તત્પરઃ સંયતેન્દ્રિયઃ । જ્ઞાનં લબ્ધ્વા પરાં શાન્તિમચિરેણાધિગચ્છતિ ॥
श्रद्धावान् लभते ज्ञानं तत्परः संयतेन्द्रियः । ज्ञानं लब्ध्वा परां शान्तिमचिरेणाधिगच्छति ॥
shraddhāvān labhate gnānam tatparah sanyatendriyah | Gnānam labdhvā parām shānti-machireṇādhi-gachchhati ||
34
શ્રદ્ધાવાન, તત્પર અને જીતેન્દ્રિય જ્ઞાન મેળવે છે અને જ્ઞાન મેળવીને તરત તે પરમ શાંતિ પામે છે. (ગીતા: 4-39; વચ. ગ. મ. ૧૬)
અસંશયં મહાબાહો મનોદુર્નિગ્રહં ચલમ્ । અભ્યાસેન તુ કૌન્તેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે ॥
असंशयं महाबाहो मनोदुर्निग्रहं चलम् । अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते ॥
Asanshayam mahābāho manodurnigraham chalam | Abhyāsena tu kaunteya vairāgyeṇa cha gṛuhyate ||
35
હે મહાબાહો ! ખરેખર મન ચંચળ અને વશ કરવું મુશ્કેલ છે. તો પણ હે કૌન્તેય ! અભ્યાસ અને વૈરાગ્યથી તે વશ કરાય છે. (ગીતા: 5-35)
દૈવી હ્યેષા ગુણમયી મમ માયા દુરત્યયા । મામેવ યે પ્રપદ્યન્તે માયામેતાં તરન્તિ તે ॥
दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया । मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते ॥
Daivī hyeṣhā guṇamayī mama māyā duratyayā | Māmeva ye prapadyante māyāmetām taranti te ||
36
મારી ગુણમયી માયા ઓળંગવી મુશ્કેલ છે, પરંતુ મારે શરણે જે આવે છે તેઓ આ માયાને ઓળંગે છે. (ગીતા: 3-14; વચ. લો. ૧૩; વચ. વર. ૫)
યદક્ષરં વેદવિદો વદન્તિ વિશન્તિ યદ્યતયો વીતરાગાઃ । યદિચ્છન્તો બ્રહ્મચર્યં ચરન્તિ તત્તે પદં સંગ્રહેણ પ્રવક્ષ્યે ॥
यदक्षरं वेदविदो वदन्ति विशन्ति यद्यतयो वीतरागाः । यदिच्छन्तो ब्रह्मचर्यं चरन्ति तत्ते पदं संग्रहेण प्रवक्ष्ये ॥
Yadakṣharam vedavido vadanti vishanti yadyatayo vītarāgāhā | Yadichchhanto brahmacharyam charanti tatte padam sangraheṇa pravakṣhye ||
37
વેદવેત્તાઓ જેને અક્ષર કહે છે, રાગદ્વેષરહિત મુનિઓ જેને પામે છે, અને જેને ઇચ્છનારા બ્રહ્મચર્ય પાળે છે તે પદ હું તને ટૂંકમાં કહું છું. (ગીતા: 8-11)
યો ન હૃષ્યતિ ન દ્વેષ્ટિ ન શોચતિ ન કાંક્ષતિ । શુભાશુભ પરિત્યાગી ભક્તિમાન્ સ મે પ્રિયઃ ॥
यो न हृष्यति न द्वेष्टि न शोचति न कांक्षति । शुभाशुभ परित्यागी भक्तिमान् स मे प्रियः ॥
Yo na ṛuṣhyati na dveṣhṭi na shochati na kānkṣhati | Shubhāshubha parityāgī bhaktimān sa me priyah ||
38
જે હર્ષ પામતો નથી, દ્વેષ કરતો નથી, અને શુભ-અશુભ ત્યજનાર તથા ભક્તિવાળો છે તે મને પ્રિય છે. (ગીતા: 12-17)
સમદુઃખસુખસ્વસ્થઃ સમલોષ્ટાશ્મકાંચનઃ । તુલ્યપ્રિયાપ્રિયો ધીરઃ તુલ્યનિન્દાત્મસંસ્તુતિઃ ॥
समदुःखसुखस्वस्थः समलोष्टाश्मकांचनः । तुल्यप्रियाप्रियो धीरः तुल्यनिन्दात्मसंस्तुतिः ॥
Sama-dukha-sukha-swasthah sama-loṣhṭāshma-kānchanah | Tulyapriyāpriyo dhīrah tulya-nindātma-sanstutihi ||
39
જે સુખદુઃખને સમાન સમજે છે, માટી, પથ્થર તથા સોનું જેને સમાન છે તથા પ્રિય-અપ્રિયમાં, નિંદા-સ્તુતિમાં જે ધીર છે તે ગુણાતીત કહેવાય છે. (ગીતા: 14-24)
અહં વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનાં દેહમાશ્રિતઃ । પ્રાણાપાનસમાયુક્તઃ પચામ્યન્નં ચતુર્વિધમ્ ॥
अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः । प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधम् ॥
Aham vaishvānaro bhūtvā prāṇinām dehamāshritah | Prāṇāpāna-samāyuktah pachāmyannam chaturvidham ||
40
હું જઠરાગ્નિ થઈ પ્રાણીઓનાં શરીરમાં રહીને પ્રાણ તથા અપાન વાયુથી યુક્ત થઈ ચાર પ્રકારનું અન્ન પચાવું છું. (ગીતા: 15-14)
યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ । તત્ર શ્રીર્વિજયો ભૂતિર્ધ્રૂવા નીતિર્મતિર્મમ ॥
यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः । तत्र श्रीर्विजयो भूतिर्ध्रूवा नीतिर्मतिर्मम ॥
Yatra yogeshvarah kṛuṣhṇo yatra pārtho dhanurdharah | Tatra shrīrvijayo bhūtirdhrūvā nītirmatirmam ||
41
જ્યાં યોગેશ્વર એવા જે શ્રીકૃષ્ણ ભગવાન છે અને ધનુષના ધરતલ અર્જુન છે ત્યાં જ લક્ષ્મી છે, વિજય છે અને અવિચળ નીતિ છે એમ મારો મત છે. (ગીતા: 18-78; વચ. ગ. પ્ર. ૭૦)