Meaning: Gujarati
English
ન્યાસો રક્ષ્યો ન કસ્યાપિ ધૈર્યં ત્યાજ્યં ન કર્હિચિત્ । ન પ્રવેશયિતવ્યા ચ સ્વાવાસે સ્ત્રી કદાચન ॥
न्यासो रक्ष्यो न कस्यापि धैर्यं त्याज्यं न कर्हिचित् । न प्रवेशयितव्या च स्वावासे स्त्री कदाचन ॥
Nyāso rakṣhyo na kasyāpi dhairyam tyājyam na karhichit | Na praveshayitavyā cha svāvāse strī kadāchan ||
328
અને કોઈની થાપણ ન રાખવી અને ક્યારેય પણ ધીરજતાનો ત્યાગ ન કરવો અને પોતાના ઉતારાની જાયગા બંધિની હોય તો તેને વિષે ક્યારેય પણ સ્ત્રીનો પ્રવેશ થવા દેવો નહિ. (શિક્ષાપત્રી: 190)
ન ચ સઙ્ગં વિના રાત્રૌ ચલિતવ્યમનાપદિ । એકાકિભિર્ન ગન્તવ્યં તથા ક્વાપિ વિનાપદમ્ ॥
न च सङ्गं विना रात्रौ चलितव्यमनापदि । एकाकिभिर्न गन्तव्यं तथा क्वापि विनापदम् ॥
N ch sangan vinā rātrau chalitavyamanāpadi | Ekākibhirna gantavyam tathā kvāpi vināpadam ||
329
અને તે સાધુ તેમણે આપત્કાળ પડ્યા વિના રાત્રિને વિષે સંગ સોબત વિનાનું ચાલવું નહિ તથા આપત્કાળ પડ્યા વિના ક્યારેય પણ એકલા ચાલવું નહિ. (શિક્ષાપત્રી: 191)
અનર્ઘ્યં ચિત્રિતં વાસઃ કુસુમ્ભાદ્યૈશ્ચ રઞ્ચિતમ્ । ન ધાર્યં ચ મહાવસ્ત્રં પ્રાપ્તમન્યેચ્છ્યાપિ તત્ ॥
अनर्घ्यं चित्रितं वासः कुसुम्भाद्यैश्च रञ्चितम् । न धार्यं च महावस्त्रं प्राप्तमन्येच्छ्यापि तत् ॥
Anarghyam chitritam vāsah kusumbhādyaishcha ranchitam | Na dhāryam cha mahāvastram prāptamanyechchhyāpi tat ||
330
અને જે વસ્ત્ર બહુ મૂલ્યવાળું હોય તથા ચિત્રવિચિત્ર ભાતનું હોય (તથા કસુંબાદિક જે રંગ તેણે કરીને રંગેલું હોય) તથા શાલ દુશાલા હોય ને તે જો બીજાની ઇચ્છાએ કરીને પોતાને પ્રાપ્ત થયું હોય તો પણ તે વસ્ત્ર પોતાને પહેરવું ઓઢવું નહિ. (શિક્ષાપત્રી: 192)
ભિક્ષાં સભાં વિના નૈવ ગન્તવ્યં ગૃહિણો ગૃહમ્ । વ્યર્થઃ કાલો ન નેતવ્યો ભક્તિં ભગવતો વિના ॥
भिक्षां सभां विना नैव गन्तव्यं गृहिणो गृहम् । व्यर्थः कालो न नेतव्यो भक्तिं भगवतो विना ॥
Bhikṣhām sabhām vinā naiv gantavyam gṛuhiṇo gṛuham | Vyarthah kālo na netavyo bhaktim bhagavato vinā ||
331
અને ભિક્ષા તથા સભાપ્રસંગ એ બે કાર્ય વિના ગૃહસ્થના ઘર પ્રત્યે જવું નહિ અને ભગવાનની જે નવ પ્રકારની ભક્તિ તે વિના વ્યર્થ કાળ નિર્ગમવો નહિ, નિરંતર ભક્તિ કરીને જ કાળ નિર્ગમવો. (શિક્ષાપત્રી: 193)
પુમાનેવ ભવેદ્યત્ર પક્વાન્નપરિવેષણઃ । ઈક્ષણાદિ ભવેન્નૈવ યત્ર સ્ત્રીણાં ચ સર્વથા ॥
पुमानेव भवेद्यत्र पक्वान्नपरिवेषणः । ईक्षणादि भवेन्नैव यत्र स्त्रीणां च सर्वथा ॥
Pumānev bhavedyatra pakvānnapariveṣhaṇah | Īkṣhaṇādi bhavennaiv yatra strīṇām cha sarvathā ||
332
અને જે ગૃહસ્થના ઘરને વિષે રાંધેલ અન્નનો પીરસનારો પુરુષ જ હોય તથા સ્ત્રીઓનો દર્શનાદિક પ્રસંગ કોઈ રીતે થાય એમ ન હોય, (શિક્ષાપત્રી: 194)
તત્ર ગૃહિગૃહે ભોક્તું ગન્તવ્યં સાધુભિર્મમ । અન્યથામાન્નમર્થિત્વા પાકઃ કાર્યઃ સ્વયં ચ તૈઃ ॥
तत्र गृहिगृहे भोक्तुं गन्तव्यं साधुभिर्मम । अन्यथामान्नमर्थित्वा पाकः कार्यः स्वयं च तैः ॥
Tatra gṛuhigṛuhe bhoktum gantavyam sādhubhirmam | Anyathā-mānna-marthitvā pākah kāryah swayam cha taihai ||
333
તેવી રીતનું જે ગૃહસ્થનું ઘર તે પ્રત્યે અમારા સાધુ તેમણે જમવા જવું અને એ કહ્યું તેવું ન હોય તો કાચું અન્ન માગીને પોતાના હાથે રસોઈ કરવી ને ભગવાનને નૈવેદ્ય ધરીને જમવું. (શિક્ષાપત્રી: 195)
આર્ષભો ભરતઃ પૂર્વં જડવિપ્રો યથા ભુવિ । અવર્તતાત્ર પરમહંસૈર્વૃત્યં તથૈવ તૈઃ ॥
आर्षभो भरतः पूर्वं जडविप्रो यथा भुवि । अवर्ततात्र परमहंसैर्वृत्यं तथैव तैः ॥
Ārṣhabho bharatah pūrvam jaḍavipro yathā bhuvi | Avartatātra paramahansairvṛutyam tathaiv taihai ||
334
અને પૂર્વે ઋષભદેવ ભગવાનના પુત્ર જે ભરતજી તે જે તે પૃથ્વીને વિષે જડ બ્રાહ્મણ થકા જેમ વર્તતા હતા તેમ જ પરમહંસ એવા જે અમારા સાધુ તેમણે વર્તવું. (શિક્ષાપત્રી: 196)
વર્ણિભિઃ સાધુભિશ્ચૈતૈર્વર્જનીયં પ્રયત્નતઃ । તામ્બૂલસ્યાહિફેનસ્ય તમાલાદેશ્ચ ભક્ષણમ્ ॥
वर्णिभिः साधुभिश्चैतैर्वर्जनीयं प्रयत्नतः । ताम्बूलस्याहिफेनस्य तमालादेश्च भक्षणम् ॥
Varṇibhihi sādhubhishchai-tair-varjanīyam prayatnatah | Tāmbūlasyāhifenasya tamālādeshcha bhakṣhaṇam ||
335
અને નૈષ્ઠિક બ્રહ્મચારી ને એ સાધુ તેમણે તાંબૂલ તથા અફીણ તથા તમાકુ ઇત્યાદિકનું જે ભક્ષણ તે જતને કરીને વર્જવું. (શિક્ષાપત્રી: 197)
સંસ્કારેષુ ન ભોક્તવ્યં ગર્ભાધાનમુખેષુ તૈઃ । પ્રેતશ્રાદ્ધેષુ સર્વેષુ શ્રાદ્ધે ચ દ્વાદશાહિકે ॥
संस्कारेषु न भोक्तव्यं गर्भाधानमुखेषु तैः । प्रेतश्राद्धेषु सर्वेषु श्राद्धे च द्वादशाहिके ॥
Sanskāreṣhu na bhoktavyam garbhādhān-mukheṣhu taihai | Pret-shrāddheṣhu sarveṣhu shrāddhe cha dvādashāhike ||
336
અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી ને સાધુ તેમણે ગર્ભાધાન આદિક જે સંસ્કાર તેમને વિષે જમવું નહિ તથા એકાદશાહ પર્યંત જે પ્રેતશ્રાદ્ધ તેમને વિષે જમવું નહિ તથા દ્વાદશાહ શ્રાદ્ધને વિષે જમવું નહિ. (શિક્ષાપત્રી: 198)
દિવાસ્વાપો ન કર્તવ્યો રોગાદ્યાપદમન્તરા । ગ્રામ્યવાર્તા ન કાર્યા ચ ન શ્રવ્યા બુદ્ધિપૂર્વકમ્ ॥
दिवास्वापो न कर्तव्यो रोगाद्यापदमन्तरा । ग्राम्यवार्ता न कार्या च न श्रव्या बुद्धिपूर्वकम् ॥
Divāsvāpo n kartavyo rogādyāpadamantarā | Grāmyavārtā na kāryā cha na shravyā buddhipūrvakam ||
337
અને રોગાદિક આપત્કાળ પડ્યા વિના દિવસે સૂવું નહિ અને ગ્રામ્યવાર્તા કરવી નહિ ને જાણીને સાંભળવી નહિ. (શિક્ષાપત્રી: 199)