Meaning: Gujarati
English
પુમાનેવ ભવેદ્યત્ર પક્વાન્નપરિવેષણઃ । ઈક્ષણાદિ ભવેન્નૈવ યત્ર સ્ત્રીણાં ચ સર્વથા ॥
पुमानेव भवेद्यत्र पक्वान्नपरिवेषणः । ईक्षणादि भवेन्नैव यत्र स्त्रीणां च सर्वथा ॥
Pumānev bhavedyatra pakvānnapariveṣhaṇah | Īkṣhaṇādi bhavennaiv yatra strīṇām cha sarvathā ||
332
અને જે ગૃહસ્થના ઘરને વિષે રાંધેલ અન્નનો પીરસનારો પુરુષ જ હોય તથા સ્ત્રીઓનો દર્શનાદિક પ્રસંગ કોઈ રીતે થાય એમ ન હોય, (શિક્ષાપત્રી: 194)
તત્ર ગૃહિગૃહે ભોક્તું ગન્તવ્યં સાધુભિર્મમ । અન્યથામાન્નમર્થિત્વા પાકઃ કાર્યઃ સ્વયં ચ તૈઃ ॥
तत्र गृहिगृहे भोक्तुं गन्तव्यं साधुभिर्मम । अन्यथामान्नमर्थित्वा पाकः कार्यः स्वयं च तैः ॥
Tatra gṛuhigṛuhe bhoktum gantavyam sādhubhirmam | Anyathā-mānna-marthitvā pākah kāryah swayam cha taihai ||
333
તેવી રીતનું જે ગૃહસ્થનું ઘર તે પ્રત્યે અમારા સાધુ તેમણે જમવા જવું અને એ કહ્યું તેવું ન હોય તો કાચું અન્ન માગીને પોતાના હાથે રસોઈ કરવી ને ભગવાનને નૈવેદ્ય ધરીને જમવું. (શિક્ષાપત્રી: 195)
આર્ષભો ભરતઃ પૂર્વં જડવિપ્રો યથા ભુવિ । અવર્તતાત્ર પરમહંસૈર્વૃત્યં તથૈવ તૈઃ ॥
आर्षभो भरतः पूर्वं जडविप्रो यथा भुवि । अवर्ततात्र परमहंसैर्वृत्यं तथैव तैः ॥
Ārṣhabho bharatah pūrvam jaḍavipro yathā bhuvi | Avartatātra paramahansairvṛutyam tathaiv taihai ||
334
અને પૂર્વે ઋષભદેવ ભગવાનના પુત્ર જે ભરતજી તે જે તે પૃથ્વીને વિષે જડ બ્રાહ્મણ થકા જેમ વર્તતા હતા તેમ જ પરમહંસ એવા જે અમારા સાધુ તેમણે વર્તવું. (શિક્ષાપત્રી: 196)
વર્ણિભિઃ સાધુભિશ્ચૈતૈર્વર્જનીયં પ્રયત્નતઃ । તામ્બૂલસ્યાહિફેનસ્ય તમાલાદેશ્ચ ભક્ષણમ્ ॥
वर्णिभिः साधुभिश्चैतैर्वर्जनीयं प्रयत्नतः । ताम्बूलस्याहिफेनस्य तमालादेश्च भक्षणम् ॥
Varṇibhihi sādhubhishchai-tair-varjanīyam prayatnatah | Tāmbūlasyāhifenasya tamālādeshcha bhakṣhaṇam ||
335
અને નૈષ્ઠિક બ્રહ્મચારી ને એ સાધુ તેમણે તાંબૂલ તથા અફીણ તથા તમાકુ ઇત્યાદિકનું જે ભક્ષણ તે જતને કરીને વર્જવું. (શિક્ષાપત્રી: 197)
સંસ્કારેષુ ન ભોક્તવ્યં ગર્ભાધાનમુખેષુ તૈઃ । પ્રેતશ્રાદ્ધેષુ સર્વેષુ શ્રાદ્ધે ચ દ્વાદશાહિકે ॥
संस्कारेषु न भोक्तव्यं गर्भाधानमुखेषु तैः । प्रेतश्राद्धेषु सर्वेषु श्राद्धे च द्वादशाहिके ॥
Sanskāreṣhu na bhoktavyam garbhādhān-mukheṣhu taihai | Pret-shrāddheṣhu sarveṣhu shrāddhe cha dvādashāhike ||
336
અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી ને સાધુ તેમણે ગર્ભાધાન આદિક જે સંસ્કાર તેમને વિષે જમવું નહિ તથા એકાદશાહ પર્યંત જે પ્રેતશ્રાદ્ધ તેમને વિષે જમવું નહિ તથા દ્વાદશાહ શ્રાદ્ધને વિષે જમવું નહિ. (શિક્ષાપત્રી: 198)
દિવાસ્વાપો ન કર્તવ્યો રોગાદ્યાપદમન્તરા । ગ્રામ્યવાર્તા ન કાર્યા ચ ન શ્રવ્યા બુદ્ધિપૂર્વકમ્ ॥
दिवास्वापो न कर्तव्यो रोगाद्यापदमन्तरा । ग्राम्यवार्ता न कार्या च न श्रव्या बुद्धिपूर्वकम् ॥
Divāsvāpo n kartavyo rogādyāpadamantarā | Grāmyavārtā na kāryā cha na shravyā buddhipūrvakam ||
337
અને રોગાદિક આપત્કાળ પડ્યા વિના દિવસે સૂવું નહિ અને ગ્રામ્યવાર્તા કરવી નહિ ને જાણીને સાંભળવી નહિ. (શિક્ષાપત્રી: 199)
સ્વપ્યં ન તૈશ્ચ ખટ્વાયાં વિના રોગાદિમાપદમ્ । નિશ્છદ્મ વર્તિતવ્યં ચ સાધૂનામગ્રતઃ સદા ॥
स्वप्यं न तैश्च खट्वायां विना रोगादिमापदम् । निश्छद्म वर्तितव्यं च साधूनामग्रतः सदा ॥
Svapyam na taishcha khaṭvāyām vinā rogādimāpadam | Nishchhadma vartitavyam cha sādhūnāmagratah sadā ||
338
અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી ને સાધુ તેમણે રોગાદિક આપત્કાળ પડ્યા વિના ખાટલા ઉપર સૂવું નહિ અને સાધુની આગળ તો નિરંતર નિષ્કપટપણે વર્તવું. (શિક્ષાપત્રી: 200)
ગાલિદાનં તાડનં ચ કૃતં કુમતિભિર્જનૈઃ । ક્ષન્તવ્યમેવ સર્વેષાં ચિન્તનીયં હિતં ચ તૈઃ ॥
गालिदानं ताडनं च कृतं कुमतिभिर्जनैः । क्षन्तव्यमेव सर्वेषां चिन्तनीयं हितं च तैः ॥
Gālidānam tāḍanam cha kṛutam kumati-bhirjanaihai | Kṣhantavyamev sarveṣhām chintanīyam hitam cha taihai ||
339
અને તે સાધુ ને બ્રહ્મચારી તેમણે કોઈક કુમતિવાળા દુષ્ટજન હોય ને તે પોતાને ગાળ દે અથવા મારે તો તે સહન જ કરવું પણ તેને સામી ગાળ ન દેવી ને મારવો નહિ અને તેનું જેમ હિત થાય તેમ જ મનમાં ચિંતવન કરવું પણ તેનું ભૂંડું થાય એવો તો સંકલ્પ પણ ન કરવો. (શિક્ષાપત્રી: 201)
દૂતકર્મ ન કર્તવ્યં પૈશુનં ચારકર્મ ચ । દેહેઽહન્તા ચ મમતા ન કાર્યા સ્વજનાદિષુ ॥
दूतकर्म न कर्तव्यं पैशुनं चारकर्म च । देहेऽहन्ता च ममता न कार्या स्वजनादिषु ॥
Dūt-karma na kartavyam paishunam chār-karma cha | Dehe'hantā cha mamatā na kāryā swajanādiṣhu ||
340
અને કોઈનું દૂતપણું ન કરવું તથા ચાડિયાપણું ન કરવું તથા કોઈના ચારચક્ષુ ન થવું અને દેહને વિષે અહંબુદ્ધિ ન કરવી ને સ્વજનાદિકને વિષે મમતા ન કરવી. (એવી રીતે સાધુના વિશેષ ધર્મ કહ્યા.) (શિક્ષાપત્રી: 202)
ઇતિ સંક્ષેપતો ધર્માઃ સર્વેષાં લિખિતા મયા । સામ્પ્રદાયિકગ્રન્થેભ્યો જ્ઞેય એષાં તુ વિસ્તરઃ ॥
इति संक्षेपतो धर्माः सर्वेषां लिखिता मया । साम्प्रदायिकग्रन्थेभ्यो ज्ञेय एषां तु विस्तरः ॥
Iti sankṣhepato dharmāhā sarveṣhām likhitā mayā | Sāmpradāyik-granthebhyo gneya eṣhām tu vistarah ||
341
અને અમારે આશ્રિત એવા જે સત્સંગી બાઈ ભાઈ સર્વે તેમના જે સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ તે જે તે સંક્ષેપે કરીને આવી રીતે અમે લખ્યા છે અને આ ધર્મનો જે વિસ્તાર તે તો અમારા સંપ્રદાયના જે ગ્રંથ તે થકી જાણવો. (શિક્ષાપત્રી: 203)