Meaning: Gujarati English
સ્વપ્યં ન તૈશ્ચ ખટ્વાયાં વિના રોગાદિમાપદમ્ ।
નિશ્છદ્મ વર્તિતવ્યં ચ સાધૂનામગ્રતઃ સદા ॥
स्वप्यं न तैश्च खट्वायां विना रोगादिमापदम् ।
निश्छद्म वर्तितव्यं च साधूनामग्रतः सदा ॥
Svapyam na taishcha khaṭvāyām vinā rogādimāpadam |
Nishchhadma vartitavyam cha sādhūnāmagratah sadā ||
338
અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી ને સાધુ તેમણે રોગાદિક આપત્‍કાળ પડ્યા વિના ખાટલા ઉપર સૂવું નહિ અને સાધુની આગળ તો નિરંતર નિષ્‍કપટપણે વર્તવું. (શિક્ષાપત્રી: 200)
ગાલિદાનં તાડનં ચ કૃતં કુમતિભિર્જનૈઃ ।
ક્ષન્તવ્યમેવ સર્વેષાં ચિન્તનીયં હિતં ચ તૈઃ ॥
गालिदानं ताडनं च कृतं कुमतिभिर्जनैः ।
क्षन्तव्यमेव सर्वेषां चिन्तनीयं हितं च तैः ॥
Gālidānam tāḍanam cha kṛutam kumati-bhirjanaihai |
Kṣhantavyamev sarveṣhām chintanīyam hitam cha taihai ||
339
અને તે સાધુ ને બ્રહ્મચારી તેમણે કોઈક કુમતિવાળા દુષ્‍ટજન હોય ને તે પોતાને ગાળ દે અથવા મારે તો તે સહન જ કરવું પણ તેને સામી ગાળ ન દેવી ને મારવો નહિ અને તેનું જેમ હિત થાય તેમ જ મનમાં ચિંતવન કરવું પણ તેનું ભૂંડું થાય એવો તો સંકલ્‍પ પણ ન કરવો. (શિક્ષાપત્રી: 201)
દૂતકર્મ ન કર્તવ્યં પૈશુનં ચારકર્મ ચ ।
દેહેઽહન્તા ચ મમતા ન કાર્યા સ્વજનાદિષુ ॥
दूतकर्म न कर्तव्यं पैशुनं चारकर्म च ।
देहेऽहन्ता च ममता न कार्या स्वजनादिषु ॥
Dūt-karma na kartavyam paishunam chār-karma cha |
Dehe'hantā cha mamatā na kāryā swajanādiṣhu ||
340
અને કોઈનું દૂતપણું ન કરવું તથા ચાડિયાપણું ન કરવું તથા કોઈના ચારચક્ષુ ન થવું અને દેહને વિષે અહંબુદ્ધિ ન કરવી ને સ્‍વજનાદિકને વિષે મમતા ન કરવી. (એવી રીતે સાધુના વિશેષ ધર્મ કહ્યા.) (શિક્ષાપત્રી: 202)
ઇતિ સંક્ષેપતો ધર્માઃ સર્વેષાં લિખિતા મયા ।
સામ્પ્રદાયિકગ્રન્થેભ્યો જ્ઞેય એષાં તુ વિસ્તરઃ ॥
इति संक्षेपतो धर्माः सर्वेषां लिखिता मया ।
साम्प्रदायिकग्रन्थेभ्यो ज्ञेय एषां तु विस्तरः ॥
Iti sankṣhepato dharmāhā sarveṣhām likhitā mayā |
Sāmpradāyik-granthebhyo gneya eṣhām tu vistarah ||
341
અને અમારે આશ્રિત એવા જે સત્‍સંગી બાઈ ભાઈ સર્વે તેમના જે સામાન્‍ય ધર્મ અને વિશેષ ધર્મ તે જે તે સંક્ષેપે કરીને આવી રીતે અમે લખ્‍યા છે અને આ ધર્મનો જે વિસ્‍તાર તે તો અમારા સંપ્રદાયના જે ગ્રંથ તે થકી જાણવો. (શિક્ષાપત્રી: 203)
સચ્છસ્ત્રાણાં સમુદ્ધૃત્ય સર્વેષાં સારમાત્મના ।
પત્રીયં લિખિતા નૄણામભીષ્ટફલદાયિની ॥
सच्छस्त्राणां समुद्धृत्य सर्वेषां सारमात्मना ।
पत्रीयं लिखिता नॄणामभीष्टफलदायिनी ॥
Sachchhastrāṇām samuddhṛutya sarveṣhām sāramātmanā |
Patrīyam likhitā nruṇāmabhīṣhṭ-faladāyinī ||
342
અને સર્વે જે સચ્‍છાસ્ત્ર તેનો જે સાર તેને અમે અમારી બુદ્ધિએ કરીને ઉદ્ધારીને આ શિક્ષાપત્ર જે તે લખી છે, તે કેવી છે તો સર્વે મનુષ્‍યમાત્રને મનવાંછિત ફળની દેનારી છે. (શિક્ષાપત્રી: 204)
ઇમામેવ તતો નિત્યમનુસૃત્ય મમાશ્રિતૈઃ ।
યતાત્મભિર્વર્તિતવ્યં ન તુ સ્વૈરં કદાચન ॥
इमामेव ततो नित्यमनुसृत्य ममाश्रितैः ।
यतात्मभिर्वर्तितव्यं न तु स्वैरं कदाचन ॥
Imāmev tato nityamanusṛutya mamāshritaihai |
Yatātmabhirvartitavyam na tu swairam kadāchan ||
343
એ હેતુ માટે અમારા આશ્રિત જે સત્‍સંગી તેમણે સાવધાનપણે કરીને નિત્‍યપ્રત્‍યે આ શિક્ષાપત્રીને અનુસરીને જ વર્તવું પણ પોતાના મનને જાણે તો ક્યારેય ન વર્તવું. (શિક્ષાપત્રી: 205)
વર્તિષ્યન્તે ય ઇત્થં હિ પુરુષા યોષિતસ્તથા ।
તે ધર્માદિચતુર્વર્ગસિદ્ધિં પ્રાપ્સ્યન્તિ નિશ્ચિતમ્ ॥
वर्तिष्यन्ते य इत्थं हि पुरुषा योषितस्तथा ।
ते धर्मादिचतुर्वर्गसिद्धिं प्राप्स्यन्ति निश्चितम् ॥
Vartiṣhyante ya ittham hi puruṣhā yoṣhitastathā |
Te dharmādichaturvargasiddhim prāpsyanti nishchitam ||
344
અને જે અમારા આશ્રિત પુરુષ ને સ્ત્રીઓ તે જે તે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તો તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચે પામશે. (શિક્ષાપત્રી: 206)
નેત્થં ય આચરિષ્યન્તિ તે ત્વસ્મત્સમ્પ્રદાયતઃ ।
બહિર્ભૂતા ઇતિ જ્ઞેયં સ્ત્રીપુંસૈઃ સામ્પ્રદાયિકૈઃ ॥
नेत्थं य आचरिष्यन्ति ते त्वस्मत्सम्प्रदायतः ।
बहिर्भूता इति ज्ञेयं स्त्रीपुंसैः साम्प्रदायिकैः ॥
Nettham ya āchariṣhyanti te tvasmat-sampradāyatah |
Bahirbhūtā iti gneyam strīpunsaihai sāmpradāyikaihai ||
345
અને જે બાઈ ભાઈ આ શિક્ષાપત્રી પ્રમાણે નહિ વર્તે તે તો અમારા સંપ્રદાય થકી બાહેર છે એમ અમારા સંપ્રદાયવાળા સ્ત્રીપુરુષ તેમણે જાણવું. (શિક્ષાપત્રી: 207)
શિક્ષાપત્ર્યાઃ પ્રતિદિનં પાઠોઽસ્યા મદુપાશ્રિતૈઃ ।
કર્તવ્યોઽનક્ષરજ્ઞૈસ્તુ શ્રવણં કાર્યમાદરાત્ ॥
शिक्षापत्र्याः प्रतिदिनं पाठोऽस्या मदुपाश्रितैः ।
कर्तव्योऽनक्षरज्ञैस्तु श्रवणं कार्यमादरात् ॥
Shikṣhāpatryāhā pratidinam pāṭhosyā madupāshritaihai |
Kartavyo-nakṣharagnaistu shravaṇam kāryamādarāt ||
346
અને અમારા જે આશ્રિત સત્સંગી તેમણે આ શિક્ષાપત્રીનો નિત્‍યપ્રત્‍યે પાઠ કરવો અને જેને ભણતાં આવડતું ન હોય તેમણે તો આદર થકી આ શિક્ષાપત્રીનું શ્રવણ કરવું. (શિક્ષાપત્રી: 208)
વક્ત્રભાવે તુ પૂજૈવ કાર્યાઽસ્યાઃ પ્રતિવાસરમ્ ।
મદ્રૂપમિતિ મદ્વાણી માન્યેયં પરમાદરાત્ ॥
वक्त्रभावे तु पूजैव कार्यास्याः प्रतिवासरम् ।
मद्रूपमिति मद्वाणी मान्येयं परमादरात् ॥
Vaktrabhāve tu pūjaiv kāryā'syāhā prativāsaram |
Madrūpamiti madvāṇī mānyeyam paramādarāt ||
347
અને આ શિક્ષાપત્રીને વાંચી સંભળાવે એવો કોઈ ન હોય ત્‍યારે તો નિત્‍યપ્રત્‍યે આ શિક્ષાપત્રીની પૂજા કરવી અને આ જે અમારી વાણી તે અમારું સ્‍વરૂપ છે એ રીતે પરમ આદર થકી માનવી. (શિક્ષાપત્રી: 209)

Shlok Selection

Shloks Index