Meaning: Gujarati English
ન જાતુ કામઃ કામાનામ્ ઉપભોગેન શામ્યતિ ।
હવિષા કૃષ્ણવર્ત્મેવ ભૂય એવાભિવર્ધતે ॥
न जातु कामः कामानाम् उपभोगेन शाम्यति ।
हविषा कृष्णवर्त्मेव भूय एवाभिवर्धते ॥
Na jātu kāmah kāmānām upabhogena shāmyati |
Haviṣhā kṛuṣhṇa-vartmeva bhūya evābhivardhate ||
47
વિષયોની તૃષ્ણા વિષયોનું સેવન કરવાથી કદી શાંત થતી નથી પણ ઊલટુ ઘી નાખવાથી જેમ અગ્નિ વધે તેમ વધતી જ જાય છે. (ભાગવત: 9-19-14)
અહો ભાગ્યમ્ અહો ભાગ્યમ્ નન્દગોપવ્રજૌકસામ્ ।
યન્મિત્રં પરમાનન્દમ્ પૂર્ણં બ્રહ્મ સનાતનમ્ ॥
अहो भाग्यम् अहो भाग्यम् नन्दगोपव्रजौकसाम् ।
यन्मित्रं परमानन्दम् पूर्णं ब्रह्म सनातनम् ॥
Aho bhāgyam aho bhāgyam nandagopavrajaukasām |
yanmitran paramānandam pūrṇan brahma sanātanam ||
48
અહો ! નંદગોવાળિયાનું તથા સર્વ વ્રજવાસીઓનું ભાગ્ય ખરેખર અમાપ છે, કારણ કે આનંદરૂપ સનાતન પરબ્રહ્મ તેઓના મિત્ર છે. (ભાગવત: 10-14-30)
ન હ્યમ્મયાનિ તીર્થાનિ ન દેવા મૃચ્છિલામયાઃ ।
તે પુનન્ત્યુરુકાલેન દર્શનાદેવ સાધવઃ ॥
न ह्यम्मयानि तीर्थानि न देवा मृच्छिलामयाः ।
ते पुनन्त्युरुकालेन दर्शनादेव साधवः ॥
Na hyammayāni tīrthāni na devā mṛuchchhilāmayāhā |
Te punantyurukālena darshanādeva sādhavah ||
49
જળમય તીર્થ, પથ્થરમય દેવતા પવિત્ર નથી કરતાં, ઘણે કાળે પવિત્ર કરે છે. જ્યારે સત્પુરુષો તો દર્શનથી પવિત્ર કરે છે. (ભાગવત: 10-48-31)
દુર્લભો માનુષો દેહો દેહિનાં ક્ષણભંગુરઃ ।
તત્રાપિ દુર્લભં મન્યે વૈકુંઠ પ્રિયદર્શનમ્ ॥
दुर्लभो मानुषो देहो देहिनां क्षणभंगुरः ।
तत्रापि दुर्लभं मन्ये वैकुंठ प्रियदर्शनम् ॥
Durlabho mānuṣho deho dehinām kṣhaṇabhangurah |
Tatrāpi durlabham manye vaikunṭha priyadarshanam ||
50
આ મનુષ્યશરીર ક્ષણભંગુર છે તો પણ પ્રાણીઓને દુર્લભ છે. અને તેમાં પણ ભગવાનના પ્રિય ભક્તોનું દર્શન હું અતિ દુર્લભ માનું છું. (ભાગવત: 11-2-29)
તસ્માદ્‍ ગુરું પ્રપદ્યેત જિજ્ઞાસુઃ શ્રેય ઉત્તમમ્ ।
શાબ્દે પરે ચ નિષ્ણાતં બ્રહ્મણ્યુપશમાશ્રયમ્ ॥
तस्माद्‍ गुरुं प्रपद्येत जिज्ञासुः श्रेय उत्तमम् ।
शाब्दे परे च निष्णातं ब्रह्मण्युपशमाश्रयम् ॥
Tasmād‍ gurum prapadyet jignāsuhu shreya uttamam |
Shābde pare cha niṣhṇātam brahmaṇyupashamāshrayam ||
51
ઉત્તમ કલ્યાણ જાણવાની જેને ઇચ્છા હોય તેણે શબ્દ, બ્રહ્મવેદ તેમજ પરબ્રહ્મમાં અપરોક્ષ અનુભવ કરી નિષ્ણાત થયેલા, બ્રહ્મચિંતન પરાયણ અને ઉપશમના આશ્રયરૂપ ગુરુને શરણે જવું. (ઉપનિષદ્)
શૈલી દારૂમયી લૌહી રૌપ્યા લેખ્યા ચ સૈકતી ।
મનોમયી મણિમયી પ્રતિમાષ્ટવિધા સ્મૃતા ॥
शैली दारूमयी लौही रौप्या लेख्या च सैकती ।
मनोमयी मणिमयी प्रतिमाष्टविधा स्मृता ॥
Shailī dārūmayī lauhī raupyā lekhyā cha saikatī |
Manomayī maṇimayī pratimāṣhṭavidhā smṛutā ||
52
પથ્થરની, કાષ્ટની, ઘાસની, માટીની, ચંદનાદિની ચિત્રમયી, રેતીની, મનોમયી અને મણિમય આ આઠ પ્રકારની ભગવાનની મૂર્તિ છે.
ઈશાવાસ્યમિદં સર્વં યત્કિંચ જગત્યાં જગત્ ।
તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃધઃ કસ્યસ્વિદ્‍ ધનમ્ ॥
ईशावास्यमिदं सर्वं यत्किंच जगत्यां जगत् ।
तेन त्यक्तेन भुंजीथा मा गृधः कस्यस्विद्‍ धनम् ॥
Īshāvāsyamidam sarvam yatkincha jagatyām jagat |
Tena tyaktena bhunjīthā mā gṛudhah kasyasvid‍ dhanam ||
53
આ જગતમાં જે કાંઈ જણાય છે એ બધું જ પરમાત્માથી વ્યાપ્ત છે. આવા કર્મફળપ્રદાતા પરમાત્માએ આપેલા પોતે કરેલાં કર્મોના ફલસ્વરૂપ ભોગોને શાસ્ત્ર પ્રમાણે ભોગવો. કોઈનું પણ દ્રવ્ય ઇચ્છશો નહિ. (ઉપનિષદ્)
ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્ નિબોધત ।
ક્ષુરસ્ય ધારા નિશિતા દુરુત્યયા દુર્ગં મથસ્તત્કવયો વદન્તિ ॥
उत्तिष्ठत जाग्रत प्राप्य वरान् निबोधत ।
क्षुरस्य धारा निशिता दुरुत्यया दुर्गं मथस्तत्कवयो वदन्ति ॥
Uttiṣhṭhata jāgrata prāpya varān nibodhata |
Kṣhurasya dhārā nishitā durutyayā durgam mathastatkavayo vadanti ||
54
હે મનુષ્યો ! ઊઠો, જાગો, શ્રેષ્ઠ મહાપુરુષોને પામીને તેમની પાસે જઈને પરમેશ્વરને જાણી લો. કારણ કે ત્રિકાળજ્ઞાની એવા તેઓ તત્ત્વમાર્ગને છરાની તીક્ષ્ણ ધાર જેવો અત્યંત કઠણ કહે છે. (કઠોપનિષદ્)
યૌવનં ધનસંપત્તિઃ પ્રભુત્વમ્ અવિવેકીતા ।
એકૈકમ્ અપ્યનાર્થાય કિમુ યત્ર ચતુષ્ટયમ્ ॥
यौवनं धनसंपत्तिः प्रभुत्वम् अविवेकीता ।
एकैकम् अप्यनार्थाय किमु यत्र चतुष्टयम् ॥
Yauvanam dhana-sampattihi prabhutvam avivekītā |
Ekaikam apyanārthāya kimu yatra chatuṣhṭayam ||
55
જુવાની, ધનસંપત્તિ, સત્તા અને અવિવેકીપણું પ્રત્યેક વિપત્તિ માટે કારણ બને છે તો જ્યાં એ ચારેય એક સાથે હોય તેની તો શું વાત કરવી ?
આહારનિદ્રાભયમૈથુનં ચ
 સામાન્યમેતત્ પશુભિર્નરાણામ્ ।
ધર્મો હિ તેષામધિકો વિશેષો
 ધર્મેણ હીનાઃ પશુભિઃ સમાનાઃ ॥
आहारनिद्राभयमैथुनं च
 सामान्यमेतत् पशुभिर्नराणाम् ।
धर्मो हि तेषामधिको विशेषो
 धर्मेण हीनाः पशुभिः समानाः ॥
Āhāra-nidrā-bhaya-maithunam cha
 Sāmānyametat pashubhirnarāṇām |
Dharmo hi teṣhāmadhiko visheṣho
 Dharmeṇa hīnāhā pashubhihi samānāhā ||
56
ભોજન, ઊંઘ, ભય અને મૈથુન આ ચારેય તો મનુષ્ય અને પશુમાં સરખા હોય છે. મનુષ્યમાં ફક્ત ધર્મ જ એક વિશેષ છે. તેથી જ ધર્મ વિનાનો માણસ પશુ સમાન છે.

Shlok Selection

Shloks Index