Meaning: Gujarati English
ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્ નિબોધત ।
ક્ષુરસ્ય ધારા નિશિતા દુરુત્યયા દુર્ગં મથસ્તત્કવયો વદન્તિ ॥
उत्तिष्ठत जाग्रत प्राप्य वरान् निबोधत ।
क्षुरस्य धारा निशिता दुरुत्यया दुर्गं मथस्तत्कवयो वदन्ति ॥
Uttiṣhṭhata jāgrata prāpya varān nibodhata |
Kṣhurasya dhārā nishitā durutyayā durgam mathastatkavayo vadanti ||
54
હે મનુષ્યો ! ઊઠો, જાગો, શ્રેષ્ઠ મહાપુરુષોને પામીને તેમની પાસે જઈને પરમેશ્વરને જાણી લો. કારણ કે ત્રિકાળજ્ઞાની એવા તેઓ તત્ત્વમાર્ગને છરાની તીક્ષ્ણ ધાર જેવો અત્યંત કઠણ કહે છે. (કઠોપનિષદ્)
યૌવનં ધનસંપત્તિઃ પ્રભુત્વમ્ અવિવેકીતા ।
એકૈકમ્ અપ્યનાર્થાય કિમુ યત્ર ચતુષ્ટયમ્ ॥
यौवनं धनसंपत्तिः प्रभुत्वम् अविवेकीता ।
एकैकम् अप्यनार्थाय किमु यत्र चतुष्टयम् ॥
Yauvanam dhana-sampattihi prabhutvam avivekītā |
Ekaikam apyanārthāya kimu yatra chatuṣhṭayam ||
55
જુવાની, ધનસંપત્તિ, સત્તા અને અવિવેકીપણું પ્રત્યેક વિપત્તિ માટે કારણ બને છે તો જ્યાં એ ચારેય એક સાથે હોય તેની તો શું વાત કરવી ?
આહારનિદ્રાભયમૈથુનં ચ
 સામાન્યમેતત્ પશુભિર્નરાણામ્ ।
ધર્મો હિ તેષામધિકો વિશેષો
 ધર્મેણ હીનાઃ પશુભિઃ સમાનાઃ ॥
आहारनिद्राभयमैथुनं च
 सामान्यमेतत् पशुभिर्नराणाम् ।
धर्मो हि तेषामधिको विशेषो
 धर्मेण हीनाः पशुभिः समानाः ॥
Āhāra-nidrā-bhaya-maithunam cha
 Sāmānyametat pashubhirnarāṇām |
Dharmo hi teṣhāmadhiko visheṣho
 Dharmeṇa hīnāhā pashubhihi samānāhā ||
56
ભોજન, ઊંઘ, ભય અને મૈથુન આ ચારેય તો મનુષ્ય અને પશુમાં સરખા હોય છે. મનુષ્યમાં ફક્ત ધર્મ જ એક વિશેષ છે. તેથી જ ધર્મ વિનાનો માણસ પશુ સમાન છે.
ઉદ્યમેન હિ સિધ્યન્તિ કાર્યાણિ ન મનોરથૈઃ ।
નહિ સિંહસ્ય સુપ્તસ્ય પ્રવિશન્તિ મુખે મૃગાઃ ॥
उद्यमेन हि सिध्यन्ति कार्याणि न मनोरथैः ।
नहि सिंहस्य सुप्तस्य प्रविशन्ति मुखे मृगाः ॥
Udyamena hi sidhyanti kāryāṇi na manorathaihai |
Nahi sinhasya suptasya pravishanti mukhe mṛugāhā ||
57
ઉદ્યમથી જ કાર્યો સિદ્ધ થાય છે, મનોરથોથી નહીં, સૂતેલા સિંહના મોઢામાં પોતાની મેળે જ મૃગલાં નથી પ્રવેશતાં.
કીટોપિ સુમનઃ સંગાદ્‍ આરોહતિ સતાં શિરઃ ।
અશ્માપિ યાતિ દેવત્વં મહદ્‍ભિઃ સુપ્રતિષ્ઠિતઃ ॥
कीटोपि सुमनः संगाद्‍ आरोहति सतां शिरः ।
अश्मापि याति देवत्वं महद्‍‍भिः सुप्रतिष्ठितः ॥
Kīṭopi sumanah sangād‍ ārohati satām shirah |
Ashmāpi yāti devatvam mahadbhihi supratiṣhṭhitah ||
58
કીડો પણ ફૂલના સંગથી મહાન પુરુષોના મસ્તક પર ચઢી જાય છે, તેવી જ રીતે પત્થર પણ શ્રેષ્ઠ પુરુષ દ્વારા સ્થપાયેલ દેવપણાને પામે છે.
સુખમાપતિતં સેવ્યં દુઃખમાપતિતં તથા ।
ચક્રવત્ પરિવર્તન્તે દુઃખાનિ ચ સુખાનિ ચ ॥
सुखमापतितं सेव्यं दुःखमापतितं तथा ।
चक्रवत् परिवर्तन्ते दुःखानि च सुखानि च ॥
Sukhamāpatitam sevyam dukhamāpatitam tathā |
Chakravat parivartante dukhāni cha sukhāni cha ||
59
આવી પડેલા સુખ તથા દુઃખને ભોગવવું પડે છે. સુખ અને દુઃખ તો ગાડાનાં પૈડાંની જેમ ફરતાં રહે છે.
હસ્તસ્ય ભૂષણં દાનં સત્યં કંઠસ્ય ભૂષણમ્ ।
શ્રોત્રસ્ય ભૂષણં શાસ્ત્રં ભૂષણૈઃ કિં પ્રયોજનમ્ ॥
हस्तस्य भूषणं दानं सत्यं कंठस्य भूषणम् ।
श्रोत्रस्य भूषणं शास्त्रं भूषणैः किं प्रयोजनम् ॥
Hastasya bhūṣhaṇam dānam satyam kanṭhasya bhūṣhaṇam |
Shrotrasya bhūṣhaṇam shāstram bhūṣhaṇaihai kim prayojanam ||
60
હાથનું ભૂષણ દાન છે, ગળાનું ભૂષણ સત્ય છે. કાનનું ભૂષણ શાસ્ત્ર છે તો પછી બીજાં ઘરેણાંણી શી જરૂર છે ?
શૈલે શૈલે ન માણિક્યં મૌક્તિકં ન ગજે ગજે ।
સાધવો નહિ સર્વત્ર ચન્દનં ન વને વને ॥
शैले शैले न माणिक्यं मौक्तिकं न गजे गजे ।
साधवो नहि सर्वत्र चन्दनं न वने वने ॥
Shaile shaile n māṇikyam mauktikam na gaje gaje |
Sādhavo nahi sarvatra chandanam na vane vane ||
61
જેમ દરેક પર્વતમાં મણિ, દરેક હાથીમાં મોતી કે દરેક વનમાં ચંદનનાં વૃક્ષ હોતાં નથી તેમ દરેક સ્થળે સાધુઓ હોતા નથી.
અસતો મા સદ્‍ગમય તમસો મા જ્યોતિર્ગમય ।
મૃત્યોર્મામૃતં ગમય ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ ॥
असतो मा सद्‍गमय तमसो मा ज्योतिर्गमय ।
मृत्योर्मामृतं गमय ॐ शान्तिः शान्तिः शान्तिः ॥
Asato mā sadgamaya tamaso mā jyotirgamaya |
Mṛutyormāmṛutam gamaya om shāntihi shāntihi shāntihi ||
62
હે પ્રભુ ! મને અસત્યોમાંથી સત્યમાં લઈ જા, અંધકારમાંથી પ્રકાશમાં લઈ જા. મૃત્યુમાંથી અમરત્વમાં લઈ જા.
મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિમ્ ।
યત્કૃપા તમહં વન્દે પરમાનંદં માધવમ્ ॥
मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिम् ।
यत्कृपा तमहं वन्दे परमानंदं माधवम् ॥
Mūkam karoti vāchālam pangum langhayate girim |
Yatkṛupā tamaham vande paramānandam mādhavam ||
63
જેની કૃપા મુંગાને બોલતો કરે છે, પાંગળાને પર્વત ઓળંગતો કરે છે, તે પરમ આનંદરૂપ ભગવાનને હું નમન કરું છું.

Shlok Selection

Shloks Index