Meaning: Gujarati
English
વિદ્વત્ત્વં ચ નૃપત્વં ચ નૈવ તુલ્યં કદાચન । સ્વદેશે પૂજ્યતે રાજા વિદ્વાન્ સર્વત્ર પૂજ્યતે ॥
विद्वत्त्वं च नृपत्वं च नैव तुल्यं कदाचन । स्वदेशे पूज्यते राजा विद्वान् सर्वत्र पूज्यते ॥
Vidvattvam cha nṛupatvam cha naiv tulyam kadāchana | Swadeshe pūjyate rājā vidvān sarvatra pūjyate ||
72
વિદ્વત્તા અને રાજાપણું ક્યારેય સમાન નથી, કેમ કે રાજા તો પોતાના દેશમાં સન્માન પામે છે પરંતુ વિદ્વાન તો બધે જ પૂજાય છે.
ઉદારસ્ય તૃણં વિત્તં શૂરસ્ય મરણં તૃણમ્ । વિરક્તસ્ય તૃણં ભાર્યા નિઃસ્પૃહસ્ય તૃણં જગત્ ॥
उदारस्य तृणं वित्तं शूरस्य मरणं तृणम् । विरक्तस्य तृणं भार्या निःस्पृहस्य तृणं जगत् ॥
Udārasya tṛuṇam vittam shūrasya maraṇam tṛuṇam | Viraktasya tṛuṇam bhāryā nihspṛuhasya tṛuṇam jagat ||
73
ઉદારને માટે ધન, વીરને માટે મૃત્યુ, વૈરાગીને માટે સ્ત્રી અને નિઃસ્પૃહીને માટે સકળ વિશ્વ તૃણ સમાન છે.
જનની જન્મભૂમિશ્ચ જાહ્નવી ચ જનાર્દનઃ । જનકઃ પંચમશ્ચૈવ જકારાઃ પંચ દુર્લભાઃ ॥
जननी जन्मभूमिश्च जाह्नवी च जनार्दनः । जनकः पंचमश्चैव जकाराः पंच दुर्लभाः ॥
Jananī janmabhūmishcha jāhnavī cha janārdanah | Janakah panchamashchaiva jakārāhā pancha durlabhāhā ||
74
માતા, માતૃભૂમિ, ગંગા, શ્રીકૃષ્ણ અને પિતા આ પાંચ વસ્તુઓ સંસારમાં મુશ્કેલીથી મળે છે.
પરોપકારાય ફલન્તિ વૃક્ષાઃ પરોપકારાય વહન્તિ નદ્યઃ । પરોપકારાય દુહન્તિ ગાવઃ પરોપકારાય સતાં વિભૂતયઃ ॥
परोपकाराय फलन्ति वृक्षाः परोपकाराय वहन्ति नद्यः । परोपकाराय दुहन्ति गावः परोपकाराय सतां विभूतयः ॥
Paropakārāya falanti vṛukṣhāhā paropakārāya vahanti nadyah | Paropakārāya duhanti gāvah paropakārāya satām vibhūtayah ||
75
વૃક્ષો પરોપકારને માટે ફળ આપે છે, નદીઓ પરોપકારને માટે વહે છે, ગાયો પરોપકારને માટે દૂધ આપે છે તે જ રીતે સજ્જનોની સંપત્તિ પરોપકારને માટે હોય છે.
ઉદ્યમઃ સાહસં ધૈર્યં બુદ્ધિઃ શક્તિઃ પરાક્રમઃ । ષડેતે યત્ર વર્તન્તે તત્ર દૈવં સહાયકૃત્ ॥
उद्यमः साहसं धैर्यं बुद्धिः शक्तिः पराक्रमः । षडेते यत्र वर्तन्ते तत्र दैवं सहायकृत् ॥
Udyamah sāhasam dhairyam buddhihi shaktihi parākramah | Ṣhaḍete yatra vartante tatra daivam sahāyakṛut ||
76
ઉદ્યમ, સાહસ, ધૈર્ય, બુદ્ધિ, શક્તિ અને પરાક્રમ જ્યાં હોય છે ત્યાં જ પ્રારબ્ધ પણ મદદ કરે છે.
અલસસ્ય કુતો વિદ્યા અવિદ્યસ્ય કુતો ધનમ્ । અધનસ્ય કુતો મિત્રમ્ અમિત્રસ્ય કુતઃ સુખમ્ ॥
अलसस्य कुतो विद्या अविद्यस्य कुतो धनम् । अधनस्य कुतो मित्रम् अमित्रस्य कुतः सुखम् ॥
Alasasya kuto vidyā avidyasya kuto dhanam | Adhanasya kuto mitram amitrasya kutah sukham ||
77
આળસુને વિદ્યા ક્યાંથી ? વિદ્યા વગરનાને ધન ક્યાંથી ? ધન વગરનાને મિત્ર ક્યાંથી ? મિત્ર વગરનાને સુખ ક્યાંથી ?
સર્વે યત્ર વિનેતારઃ સર્વે પણ્ડિતમાનિનઃ । સર્વે મહત્ત્વમિચ્છન્તિ કુલં તદવસીદતિ ॥
सर्वे यत्र विनेतारः सर्वे पण्डितमानिनः । सर्वे महत्त्वमिच्छन्ति कुलं तदवसीदति ॥
Sarve yatra vinetārah sarve paṇḍitamāninah | Sarve mahattvamichchhanti kulam tadavasīdati ||
78
જ્યાં બધા આગેવાન છે, બધા પોતાને ડાહ્યા માનનારા છે, બધા મોટાઈ ઇચ્છે છે, તે કુળ દુઃખી થાય છે.
સ્થાનભ્રષ્ટા ન શોભન્તે દન્તાઃ કેશા નખા નરાઃ । ઇતિ સંચિત્ય મતિમાન્ સ્વસ્થાનં ન પરિત્યજેત્ ॥
स्थानभ्रष्टा न शोभन्ते दन्ताः केशा नखा नराः । इति संचित्य मतिमान् स्वस्थानं न परित्यजेत् ॥
Sthānabhraṣhṭā na shobhante dantāhā keshā nakhā narāhā | Iti sanchitya matimān swasthānam na parityajet ||
79
મૂળ સ્થાનમાંથી ભ્રષ્ટ થયેલાં દાંત, વાળ નખ અને પુરુષો શોભતાં નથી એવું વિચારીને બુદ્ધિમાન પુરુષો પોતાનું સ્થાન ન છોડવું જોઈએ.
ભોગા ન ભુક્તા વયમેવ ભુક્તાઃ તપો ન તપ્તં વયમેવ તપ્તાઃ । કાલો ન યાતો વયમેવ યાતાઃ તૃષ્ણા ન જીર્ણાઃ વયમેવ જીર્ણાઃ ॥
भोगा न भुक्ता वयमेव भुक्ताः तपो न तप्तं वयमेव तप्ताः । कालो न यातो वयमेव याताः तृष्णा न जीर्णाः वयमेव जीर्णाः ॥
Bhogā na bhuktā vayameva bhuktāh Tapo na taptam vayameva taptāhā | Kālo na yāto vayameva yātāh Tṛuṣhṇā na jīrṇāhā vayameva jīrṇāhā ||
80
આપણા વડે ભોગો નથી ભોગવાયા પરંતુ આપણે જ ભોગાવઈ ગયા. આપણા વડે તપ ન તપાયું, પણ આપણે જ તપાઈ ગયા. કાળ નથી ચાલ્યો ગયો, પણ આપણે જ ચાલ્યા ગયા. તૃષ્ણા ઘરડી નથી થઈ, પરંતુ આપણે જ ઘરડા થઈ ગયા. (નીતિશતક)
ગચ્છન્ પિપીલિકો યાતિ યોજનાનાં શતાન્યપિ । અગચ્છન્ વૈનતેયોપિ પદમેકં ન ગચ્છતિ ॥
गच्छन् पिपीलिको याति योजनानां शतान्यपि । अगच्छन् वैनतेयोपि पदमेकं न गच्छति ॥
Gachchhan pipīliko yāti yojanānām shatānyapi | Agachchhan vainateyopi padamekam na gachchhati ||
81
જતી કીડી સેંકડોની સંખ્યામાં યોજનો દૂર જાય છે અને નહીં ચાલતો ગરૂડ એક પગલું પણ આગળ વધતો નથી.