home share

કીર્તન મુક્તાવલી

ઇતિહાસ

(૧) સોનલ સૂરજ ઊગિયો (યશગાથા)

સાધુ જ્ઞાનેશ્વરદાસ

અવતારિકા (સ્વામિનારાયણ યશગાથા)

ભગવાન સ્વામિનારાયણના દ્વિશતાબ્દી મહોત્સવ પર્વે તેઓની દિવ્ય જીવનગાથાને જ્ઞાનેશ્વર સ્વામીએ ‘સ્વામિનારાયણ યશગાથા’ નામક પ્રસિદ્ધ કાવ્યમાં અદ્‍ભુત રીતે ગૂંથી લીધી છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘરોઘર અત્યંત લોકપ્રિય બનેલી એ યશગાથા પર એક ચિંતન...

સોનલ સૂરજ ઊગિયો, સજ્યા ધરાએ સાજ;

સ્વામિનારાયણની, દ્વિજન્મ શતાબ્દી આજ,

જય ઘનશ્યામ, જય નીલકંઠ, જય બોલો સહજાનંદની...

સકલ વ્યોમમાં ગૂંજે આજે યશગાથા મહારાજની,

જય સ્વામિનારાયણની, જય સ્વામી સહજાનંદની...

કવિતાના માધ્યમ દ્વારા જીવનગાથા ગાવાની અને સાંભળવાની રસમ વાલ્મીકિના સમયથી ચાલી આવે છે અને તે એવી જ અસરકારક બની છે. રાસા સાહિત્ય પણ જીવનગાથા ગાય છે. ગુજરાતી સાહિત્યમાં પણ માણભટ્ટોએ મહાભારતની કથાઓ તેમજ નળાખ્યાન, સુદામાચરિત્ર જેવાં કથાનકો કાવ્ય દ્વારા જ ગાયાં છે અને આજે પણ ગાય છે.

ભગવાન સ્વામિનારાયણના કવિઓએ પણ સંસ્કૃત-પ્રાકૃત મહાકાવ્યો અને પ્રબંધો દ્વારા ઇષ્ટદેવના ગુણાનુવાદ ગાયા છે. આજ લોકભોગ્ય માધ્યમ દ્વારા શ્રીજીના જીવનસાગરને આ ગીતરૂપી ગાગરમાં ભરી દેવાનો સફળ પ્રયોગ કવિએ કર્યો છે. જેવી શબ્દોની આકર્ષક સજાવટ છે, તેવી જ સૂરની (રાગની) જમાવટ છે. ‘સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની’ – આ લોકપ્રચલિત ઢાળમાં ઢાળેલી આ ‘સ્વામિનારાયણ યશગાથા’ સૌને હોઠે ચડી જાય અને હૈયે વસી જાય તેવી છે. સત્સંગમાં ઘણાં કાવ્યો રચાતાં આવ્યાં છે તેમાં આ કાવ્યની છટા અનોખી છે. ઉપાડથી લઈને અંત સુધી એટલી જ રોચક છે.

બસો વર્ષના કાળના ઢેર નીચે દબાઈ ગયેલી અને વિસરાઈ ગયેલી કોઈ ગાથાને કવિએ ઉખેળી નથી પરંતુ આ તો એક અમરગાથાની નૂતન અભિવ્યક્તિ છે. ઘણી ગાથાઓ તે તે સમય પૂરતી જ હોય છે પછી ભૂલાઈ જાય છે. કોઈ કોઈ ગાથાઓ ઇતિહાસને પાને જ રહી જાય છે, પણ જેણે આ સહજાનંદી ગાથાનાં શ્રવણ, કથન અને પ્રસારણને જ જીવન માનેલું છે તેવી ગુણાતીત ગુરુપરંપરાના ગુરુઓએ નિજના ઉજ્જવળ જીવન અને સતત વિચરણ દ્વારા સકળ વ્યોમમાં આ ગાથાને ગુંજાવી છે અને ગુંજાવી રહ્યા છે એ આ ગાથાનું વૈશિષ્ટ્ય છે. આ પરિશ્રમને જ તેમણે ભક્તિ માની છે. કવિએ તો આ ગાથાને મુખરિત જ કરી છે.

પૂર્વ દેશની પુણ્યવાટિકે, ધર્મફૂલ જે ખીલ્યું,

તેની મહેંકે સકલ જગત પણ, આજ જુઓ મહેંક્યું.

પૂર્વ દેશની પુણ્યવાટિકામાં ખીલેલા ‘ધર્મફૂલ’ની મહેકને આ ગુણાતીત પરંપરાએ નવખંડ ધરામાં મહેકાવી દીધી છે. એટલે જ તો સંત તુલસીદાસજી કહે છે: .... ‘ચંદન તરુ હરિ, સંત સમીરા.’

સાંભળતાં જ રોમ રોમ પુલકિત થઈ ઊઠે એવી પ્રેમભક્તિભરી ઓજસ્વિની અને માધુર્યરસયુક્ત આ કવિતાની બાની છે.

પ્રેમબંધને વિષય વહેમના, છોડાવ્યા છે રાગ,

દારૂ માટી ચોરી અવેરી, તેહ કરાવ્યાં ત્યાગ,

જય સદાચારના પ્રેરકની, જય ધર્મતણા શિરતાજની...

જન્મ થતાં દૂધ પીતી થાતી, બાળાઓ સૌ કરમાતી,

સતી પ્રથાની જ્વાળાઓમાં અરે અરે વિધવા બળતી,

એ અબળાઓને ઉગારી, જય બોલો તારણહારની...

સ્વામિનારાયણનાં જીવન-કાર્યના પ્રસંગોની ચિત્રાવલી નજર સમક્ષ તરવરી ઊઠે છે આંખના પડદા ઉપર આ, ‘યશગાથા’નો રંગમંચ રચાઈ જાય છે. અને ‘જય ઘનશ્યામ, જય નીલકંઠ અને જય માણકીના અસ્વાર’ આદિ કેવળ શબ્દો ન રહેતા જાણે સાકાર રૂપ ધરીને તે અભિનય કરવા માંડે છે.

અને અંતે, શ્રીહરિના ચિરંતન સિદ્ધાંત સાથે તેમના ચિરંતન પ્રાગટ્યની પ્રતીતિ કરાવતાં કવિ કહે છે:

અક્ષરબ્રહ્મના દિવ્ય સંબંધે, બ્રહ્મભાવને પામી,

પરબ્રહ્મના ચરણકમળની, ઉપાસના સૌએ કરવી,

સકલ જ્ઞાનનો સાર આ જય અક્ષરપુરુષોત્તમની...

સહજાનંદી ધર્મરથ આ, ગામ ગામ જુઓ વિચરે,

નવખંડ ધરાના ખૂણે ખૂણે, વિજયપતાકા લહેરે,

આજે આનંદે બોલો જય સ્વામિનારાયણની...

દ્વિશતાબ્દીની કાવ્યસરિતાનું આ નાચતું કૂદતું વહેણ છે.

એક એક શબ્દ અમૃત સિંધુના બિંદુ જેવો છે.

(સ્વામિનારાયણ પ્રકાશ, એપ્રિલ ’૮૦)

History

(1) Sonal sūraj ūgiyo (Yashgāthā)

Sadhu Gnaneshwardas

Pujya Gnaneshwardas Swami wrote the ‘Swaminarayan Yashgatha’ in 1980 prior to the celebration of the bicentennial of Bhagwan Swaminarayan.

Singing the jivan-gatha - life story or an epic of sorts in poetic form - is a tradition that is ancient. Many poets have written well-known biographies in prose form, including the Ramayan, stories from the Mahabharat, etc.

Bhagwan Swaminarayan’s paramhansas have also written kirtans that glorifies the lord.

Today, Gnaneshwar Swami has captured Bhagwan Swaminarayan’s life in a beautiful poetic form.

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase