home share

કીર્તન મુક્તાવલી

ઇતિહાસ

(૧) તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે

સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

એક વખત, ગઢડામાં શ્રીજી મહારાજે સર્વ સંતો-હરિભક્તોને નિયમ આપ્યા. પહેલા નિયમમાં કોઈએ બાર વાગ્યા પહેલા સૂવું નહીં અને ત્રણ વાગ્યા પહેલાં જાગ્રત થઈ જવું. બીજા નિયમમાં સર્વ સંતો-ભક્તોએ સવારના નિત્યક્રમ પછી મંદિરમાં આખા દિવસ દરમ્યાન કથા સાંભળવી. ત્રીજા નિયમમાં કોઈએ સભા વખતે બગાસું ખાવું નહીં અને સૂવું નહીં. કોઈને બગાસું આવે કે ઝોલું ખાય તો મહારાજ તેમને બેરખો મારી અને જગાડતા. જેને બેરખો વાગે તેણે ઊભા થઈ મહારાજને પાછો આપવા જવું પડે.

એક વખત બ્રહ્માનંદ સ્વામીને ઝોલું આવ્યું. મહારાજે તેમના ભણી બેરખો નાખ્યો અને જગાડ્યા. બ્રહ્માનંદ સ્વામી જાગી ગયા અને મહારાજને કહ્યું, “મહારાજ, કેમ અકારણ મારા તરફ બેરખો નાખ્યો?”

મહારાજે કહ્યું, “તમારી આંખો બંધ હતી અને તમે સૂતા હતા.”

સ્વામીએ કહ્યું, “મહારાજ, હું ક્યાં સૂતો હતો? હું તો તમારી મૂર્તિનું કીર્તન બનાવતો હતો.”

મહારાજ કહે, “એવું હોય તો કીર્તન ગાઈ સંભળાવો.”

સ્વામીએ શરત મૂકી, “ભલે, મહારાજ. પણ એક શરત છે. હું જે કડી ગાઉં તે બધાએ ઝીલવાની.”

મહારાજે શરત માન્ય કરી અને બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન ગાવાનું શરું કર્યું. સ્વામી એક કડી ગાય અને બીજા ઝીલે તે દરમ્યાન બીજી કડી મનમાં તરત રચી દે. આમ ૮ પદનું કીર્તન સ્વામીએ રચ્યું.

History

(1) Tāro chaṭak rangīlo chheḍlo albelā re

Sadguru Brahmanand Swami

One day in Gadhada, Maharaj decided that He would give a niyam to all sadhus and devotees. The first rule was that no one is to sleep before 12 o’clock midnight and must wake up by 3am everyday. Secondly, all sadhus and devotees must then get ready and sit in the temple the whole day and listen to the discourses until midnight when it is time to sleep again. The third rule was that during the discourse no one is to yawn, doze off or go to sleep. Maharaj held a berkho (a rosary of big Rudraksha beads) which He used to spin around and throw it at whoever would fall asleep in the sabhā. Whoever it was thrown to would have to return it to Maharaj in the sabhā and do dandvat (prostration) of Maharaj in front of everyone.

One day, Brahmanand Swami fell asleep during the sabhā. Maharaj noticed and threw the berkho at Swami. Brahmanand Swami immediately awoke asked Maharaj, “Why did you unnecessarily throw the berkho at me?”

Maharaj replied, “Because your eyes were closed and you were asleep.”

Swami said, “But I was not sleeping. I was composing a kirtan for You.”

And Maharaj replied, “If that’s the case then sing your kirtan so all of us can listen to it.”

Swami said, “I will sing only if you all repeat after me.”

Maharaj agreed and told the whole sabhā to repeat after Brahmanand Swami.

Swami had actually dozed off during the sabhā. But as he was a great poet, while the sabhā repeated the line he had just sung, he would compose the next line instantly. In this way he sang eight verses, the first of which is the one here.

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase