કીર્તન મુક્તાવલી
ઇતિહાસ
(૧) સદા શોભતા ધર્મ વૈરાગ્ય જ્ઞાને (પ્રાગજી ભક્ત મહિમા અષ્ટક)
ભગતજીનું ગુણાષ્ટક
કતપરમાં ભગતજી મહારાજ અને સાધુનો મુકામ હતો ત્યારે ભગતજી વાતો કરતા હતા. સંધ્યા આરતી થઈ અને નિયમ કરી સૌ ભગતજીને પગે લાગીને બેઠા. એટલે ભગતજીએ કહ્યું, “કીર્તન આવડતાં હોય તો બોલો.” એટલે નરસિંહ મહેતાનું કીર્તન ‘મારા હરજી શું હેત ન દીસે રે, તેનો સંગ શીદ કરીએ’ તે તથા મુક્તાનંદ સ્વામીનું ‘મારા વાલાજી શું વહાલપ દીસે રે, તેનો સંગ શીદ તજીએ’ એ બે કીર્તનો બોલ્યા.
પછી ભગતજી કહે, “જેણે લીલાનાં કીર્તનો કંઠે કર્યાં હોય તે બોલો.”
એટલે કોઈકે કહ્યું, “આ સ્વામી યજ્ઞપુરુષદાસજીએ એક સંસ્કૃત અષ્ટક બનાવ્યું છે તે બોલવાની આજ્ઞા કરો.”
એટલે ભગતજીએ તેમને આજ્ઞા કરી. ત્યારે શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજી ज्ञानधर्मसुविरक्तिशालिनंથી શરૂ કરી श्रीमन्निर्गुणमूर्तये च विभवे એ નવ શ્લોકનું ભગતજી મહારાજના ગુણનું અષ્ટક બોલ્યા અને નવે શ્લોકનો અર્થ કર્યો.
ત્યારે ભગતજી રાજી થયા અને કહ્યું, “ફરી બોલો.” એટલે ફરી બોલ્યા.
એ સાંભળી ભગતજી શાસ્ત્રીજી મહારાજની બુદ્ધિમત્તા અને ગુરુભક્તિ ઉપર ઘણા જ રાજી થયા અને પછી કહ્યું કે, “જેણે વચનામૃત કંઠે કર્યાં હોય તે બોલો.” ત્યારે પુરુષોત્તમદાસજી સા. ૭ - નૈમિષારણ્યક્ષેત્રનું વચનામૃત બોલ્યા. એટલે ભગતજી કહે, “આવાં કીર્તનો અને વચનામૃત તમને ક્યાંથી જડે છે? બીજાં નથી?” એમ કહી હસ્યા.
[બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત]
History
(1) Sadā shobhatā dharma vairāgya gnāne (Prāgjī Bhakta Mahimā Aṣhṭak)
Bhagatji Maharaj’s Verses of Praise
Bhagatji Mahjaraj was discoursing to the sadhus in Katpar. After the evening ārti, everyone bowed to Bhagatji Maharaj and took their place. Bhagatji said, “If anyone knows any kirtans, please sing.”
Everyone sang ‘Mārā haraji shu het na dise re’ by Narsinha Mehtā and ‘Mārā Vālāji shu vhāhal dise re’ by Muktānand Swāmi.
Then, Bhagatji asked, “If anyone has kirtans of Maharaj’s divine actions memorized, please sing.”
Someone responded, “This Yagnapurushdasji has composed Sanskrut verses. Please ask him to recite the verses.”
Bhagatji asked Yagnapurushdasji to recite the verses. Shastrij Yagnapurushdasji began with ‘Gnāna-dharma-virakti-shālinam’ and ended with ‘Shri-man-nirguna-murtaye cha vibhave’. He recited nine verses praising Bhagatji Maharaj’s virtues and explained the meaning.
Bhagatji was pleased and said, “Recite them again.” So Yagnapurushdasji recited them again.
Bhagatji Maharaj was extremely pleased with Yagnapurushdasji’s intelligence and devotion to the guru. Then, he asked anyone who has a Vachanamrut memorized to say a Vachanamrut.
Purushottamdasji said Vachanamrut Sarangpur 7 - Naimishāranya Kshetra. Bhagatji Maharaj exclaimed, “How do you find kirtans like these and Vachanamruts like these?” He laughed while showing his pleasure.
[Brahmaswarup Pragji Bhakta]