કીર્તન મુક્તાવલી
ઇતિહાસ
(૧) મોહનને ગમવાને ઇચ્છો માનની
જ્યારે મુકુંદદાસ સાધુ થઈને મુક્તાનંદ નામ ધારણ કર્યું, ત્યારે તેમનાં પૂર્વાશ્રમનાં બહેન ધનબાઈને તેમની સાથે મળવાની ઇચ્છા થઈ. અમરાપરથી ગઢપુર આવીને શ્રીજી મહારાજને આ ઇચ્છા વ્યક્ત કરી. મહારાજને આવી રીતે સાધુને પોતાનાં સંબંધીને મળવું ઉચિત લાગ્યું નહિ, છતાં તેમણે મુક્તાનંદ સ્વામીને મળવા માટે આજ્ઞા કરી. મુક્તાનંદ સ્વામી પણ મહારાજની એકે એક આજ્ઞા યથાર્થ પાળતા અને સંમત થયા, પરંતુ સાધુના નિયમ પ્રમાણે તેમણે પોતાનાં બહેન સાથે મુખોમુખ મળવાને બદલે શ્રીજી મહારાજ સન્મુખ કીર્તન ગાઈ સંભળાવ્યું. ધનબાઈને કીર્તન સાંભળીને આનંદ થયો અને મહારાજનો મહિમા સમજાયો. તેમને નિર્ણય લીધો કે સાંખ્યયોગીની દીક્ષા લઈને ગઢપુરમાં જ રહીને મહારાજને રાજી કરી લેવા.
History
(1) Mohanne gamvāne īchchho mānnī
After Mukunddas became a sadhu, his sister Dhanbāi wanted to meet him. She came from Amarāpar to Gadhada and requested Shriji Maharaj to allow her to meet her brother. Maharaj was reluctant (because of sadhus’ niyams not to meet their relatives) but consented. Muktanand Swami readily obeyed all of Maharaj’s āgnās, so he agreed to meet. However, in accordance with the niyams of a sadhu, Swami did not meet her directly. He instead sang a kirtan in front of Maharaj. Dhanbāi heard this kirtan and much to her satisfaction, she understood the greatness of Shriji Maharaj. Ultimately, she decided to stay in Gadhada to become a sankhya yogi.